Category: વેપાર

  • રક્તની અછત વચ્ચે JCI કડીનો માનવીય અભિગમ: શપથવિધિ પહેલાં સત્તા નહીં, સેવા પસંદ કરનાર નેતૃત્વ

    જ્યારે રાજ્યભરમાં થેલેસેમિયા, અકસ્માતો, પ્રસૂતિ કેસો અને ઈમરજન્સી સર્જરી માટે રક્તની અછત એક ગંભીર પ્રશ્ન બની ચૂકી છે, ત્યારે કડીમાં યોજાયેલ એક રક્તદાન શિબિરે માત્ર રક્ત જ એકત્ર નથી કર્યું, પરંતુ સમાજ સામે એક તીખો પ્રશ્ન પણ ઊભો કર્યો છે સેવા પ્રાથમિકતા છે કે માત્ર સમારોહ

    જેસીઆઈ કડી અને સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ બ્લડબેંક દ્વારા રિધમ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ, બહારથી જોવામાં એક સામાન્ય સેવાકીય કાર્યક્રમ લાગતો હશે, પરંતુ અંદરખાને તે નેતૃત્વની નવી વ્યાખ્યા લખી રહ્યો હતો.

    શપથ પહેલાં સેવા: સંકેત કે સિદ્ધાંત

    જેસીઆઈ કડીના નવનિયુક્ત પ્રમુખ જેસી ડૉ. અલ્પેશ પ્રજાપતિ અને સેક્રેટરી જેસી યોગેશ પ્રજાપતિએ તેમની 56મી શપથવિધિ સમારોહ પહેલાં જ સેવાકીય પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો. સામાન્ય રીતે સંસ્થાઓમાં શપથ, ફોટોશૂટ અને ભાષણો પછી સેવા શરૂ થાય છે, પરંતુ અહીં સેવાને પ્રથમ સ્થાન અપાયું.પરંતુ લોકોમાં ચર્ચા છે એક આ માત્ર એક ઇવેન્ટ નહોતી આ કાર્યક્રમ જેસીઆઈ કડી આગામી કાર્યકાળ માટે સેવા કેન્દ્રિત એજન્ડાનો સંકેત આપી રહી છે

    56 યુનિટનું લક્ષ્ય, 80 બોટલની હકીકત

    શપથવિધિ સમારોહના દિવસે પ્રતીકાત્મક રીતે 56 યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ કડીના યુવાનો, સામાજિક કાર્યકરો અને સામાન્ય નાગરિકોની ભાગીદારીથી 80 બોટલ રક્ત એકત્ર થયું.આ આંકડો માત્ર સફળતા નહીં, પરંતુ એક ચેતવણી પણ છે જો યોગ્ય આયોજન અને વિશ્વાસ હોય, તો સમાજ સેવા માટે તૈયાર છે.

    ‘Need Blood Call Jaycee’ : નામ નહીં, નેટવર્ક

    આ કેમ્પ જેસીઆઈ ઇન્ડિયાના નેશનલ પ્રોજેક્ટ “Need Blood Call Jaycee” અંતર્ગત યોજાયો હતો. આ પ્રોજેક્ટનું મુખ્ય ઉદ્દેશ્ય માત્ર કેમ્પ યોજવાનું નહીં, પરંતુ રક્તદાન માટે રાષ્ટ્રીય સ્તરે એક રિસ્પોન્સ નેટવર્ક ઊભું કરવાનો છે.આજે પણ  અનેક દર્દીઓ માટે સમસ્યા રક્તની ઉપલબ્ધિ નહીં, પરંતુ સમયસર સંપર્ક અને વ્યવસ્થાનો અભાવ છે. આવા પ્રોજેક્ટ્સ જો સ્થાનિક સ્તરે સક્રિય રહે, તો આરોગ્ય વ્યવસ્થાનો ભાર નોંધપાત્ર રીતે ઓછો થઈ શકે.

    રક્તદાન: હજુ પણ કેમ ‘ઈમરજન્સી’ પર આધારિત?

    આ શિબિર એક મહત્વનો પ્રશ્ન ઊભો કરે છે રક્તદાન કેમ હજુ પણ ઈમરજન્સી કે કેમ્પ સુધી જ સીમિત છે?

    નિયમિત ડોનર સિસ્ટમ કેમ વિકસતી નથી?

    સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ બ્લડબેંક જેવા સંસ્થાઓ સતત પ્રયત્નો છતાં, જનજાગૃતિ અને યુવા ભાગીદારી વિના આ સમસ્યા હલ થતી નથી. જેસીઆઈ કડી જેવી સંસ્થાઓ જો આ ક્ષેત્રે સતત કામ કરે, તો કડી-કલોલ પટ્ટામાં રક્તની અછતનો પ્રશ્ન ઘણો હળવો બની શકે.

    ફોટોશૂટથી આગળનું કામ જરૂરી

    સામાજિક કાર્યક્રમો ઘણીવાર એક દિવસની પ્રસિદ્ધિ સુધી સીમિત રહે છે. પરંતુ જો આ કેમ્પને એક લાંબા ગાળાની રક્તદાન ચળવળની શરૂઆત તરીકે જોવામાં આવે, તો તેની અસર માત્ર 80 બોટલ સુધી નહીં, પરંતુ સૈકડો જીવ બચાવવામાં રૂપાંતરિત થઈ શકે.

    આ માત્ર શપથવિધિ પૂર્વનો કાર્યક્રમ રહેશે નહીં પરંતુ જેસીઆઈ કડી નિયમિત બ્લડ ડોનર ડેટાબેઝ, કોલ રિસ્પોન્સ સિસ્ટમ અને યુથ કેમ્પેઈન શરૂ કરશે

    નિષ્કર્ષ: એક કેમ્પ, અનેક જવાબદારીઓ

    કડીમાં યોજાયેલ આ રક્તદાન શિબિર એક સકારાત્મક શરૂઆત છે. પરંતુ investigative દૃષ્ટિકોણે જોવામાં આવે તો, તે સાથે જવાબદારી પણ વધે છે સંસ્થા માટે, સમાજ માટે અને આરોગ્ય તંત્ર માટે.

  • SMCનો સાંતેજમાં જુગાર પર રેડ:ખુલ્લા મેદાનમાં ચાલતા જુગારનો ભાંડો ફૂટ્યો, ₹26.16 લાખનો મુદ્દામાલ જપ્ત,11 આરોપી ઝડપાયા, મુખ્ય સૂત્રધાર સહિત 6 વોન્ટેડ

    સાંતેજ વિસ્તારમાં ગેરકાયદે જુગારના ધંધાને લઈ SMC પોલીસને મોટી સફળતા મળી છે. હાજીપુર ગામના ખુલ્લા મેદાનમાં, માનાભાઈના ખેતરની બાજુમાં લાંબા સમયથી ગોઠવાયેલ જુગારના અડ્ડા પર SMC દ્વારા અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ ₹26.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે 11 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ઉપરાંત મુખ્ય આરોપી સહિત 6 શખ્સો હાલ ફરાર હોવાનું પોલીસ જણાવે છે.

    બાતમી આધારે ગોઠવાયો દરોડો

    SMC પોલીસને સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા હાજીપુર ગામમાં ખુલ્લા મેદાનમાં મોટા પ્રમાણમાં રોકડ અને વાહનો સાથે જુગાર રમાતો હોવાની વિશ્વસનીય બાતમી મળી હતી. જેના આધારે PI એમ.એસ. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે રાત્રિના સમયે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા શખ્સોમાં અફરાતફરી મચી ગઈ હતી, જેમાં કેટલાક શખ્સો સ્થળ પરથી ફરાર થવામાં સફળ રહ્યા.

    ₹26.16 લાખનો મુદ્દામાલ જપ્ત

    દરોડા દરમિયાન પોલીસે જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતી ₹4.30 લાખ રોકડ, 10 મોબાઈલ ફોન (કિંમત ₹1.26 લાખ) તેમજ 5 વાહનો (કિંમત ₹20.60 લાખ) જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલ મુદ્દામાલની કુલ કિંમત ₹26,16,000/- થાય છે.

    11 આરોપીઓ ઝડપાયા

    પોલીસે કુલ 11 શખ્સોને સ્થળ પરથી ઝડપી લીધા છે, જેમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વિવિધ ગામો તેમજ કલોલ અને સાણંદ વિસ્તારના શખ્સોનો સમાવેશ થાય છે. તમામ ઝડપાયેલા આરોપીઓને પ્રાથમિક કાર્યવાહી બાદ પોલીસ ને સોંપવામાં આવ્યા છે.

    મુખ્ય સૂત્રધાર સહિત 6 વોન્ટેડ

    આ જુગાર કૌભાંડમાં દિનેશજી સોમાજી ઠાકોર (કડી) મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેનો ભાગીદાર મોહસીનખાન જરીફખાન પઠાણ પણ હાલ ફરાર છે. ઉપરાંત ચોકીદાર તરીકે કામગીરી કરતો એક શખ્સ, બે સ્થાનિક આરોપી તેમજ બે અજાણ્યા વાહનચાલકો મળીને કુલ 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે.

    કયા આરોપી ઝડપાયા અને કયા આરોપીઓ ફરાર થયા

    (1) રાજેન્દ્રભાઈ બાબુભાઈ પટેલ,રહે- ભવપુરા,તા-કડીમહેસાણા

    (2) ઉફમીયા હૈદરમીયા કુરેશી,રાજપુર,તા-કડી,મહેસાણા

    (3) અશોકજી કચરાજી ઠાકોર,રંગપુરાડા, તા-કડી,મહેસાણા

    (4) જતીન મધુભાઈ પટેલ,રહે.- 45, શાંતિનિકેતન સોસાયટી, અંબિકા હાઇવે પાસે, કલોલ.

    (5) નરેશભાઈ મુલજીભાઈ પરમાર,હાજીપુર,તા-કડી,મહેસાણા.

    (6) મહેશજી ઉદાજી ઠાકોર,વડાવી,તા-કડી,મહેસાણા.

    (7) ઉસ્માનભાઈ જામાભાઈ જાદવ,અગોલ,તા-કડી,મહેસાણા.

    (8) જગદીશભાઈ જયંતિભાઈ પટેલ,રહેઠાણ નં.50, નારાયણનગર કરણનગર રોડ, કડી,મહેસાણા.

    (9) દશરથજી લાલાજી ઠાકોર,હાજીપુર,તા-કડી,મહેસાણા.

    (10) સંજય મંગાજી ઠાકોર,હાજીપુર,તા-કડી,મહેસાણા.

    (11) અજીતસિંહ બાવળાભાઈ મકવાણા, રહે.વિરોચનનગર,તા-સાણંદ,અમદાવાદ.

    વોન્ટેડ આરોપી:-6

    (1) દિનેશજી સોમાજી ઠાકોર,કડી,મહેસાણા.(મુખ્ય આરોપી)

    (2) મોહસીનખાન જરીફખાન પઠાણ,કડી,મહેસાણા.(મુખ્ય આરોપીનો ભાગીદાર)

    (૩) કાદર મુજાતભાઈ કુરેશી,મેડાઆદ્રજ,તા-કડી,મહેસાણા.(ચોકીદાર)

    (૪)મુકેશ ઠાકોર, રહે.વડવી, તા-કડી,મહેસાણા

    (૫)એક અજાણ્યો વ્યક્તિ GJ-02 4364 નંબરની બાઇક પર જુગાર રમવા આવ્યો હતો.

    (૬)એક અજાણ્યો વ્યક્તિ નંબર વગરની એક્ટિવા સાથે જુગાર રમવા આવ્યો હતો.

    કાયદેસર કાર્યવાહી

    આ સમગ્ર કેસમાં જુગાર નિવારણ અધિનિયમની કલમ 12 તેમજ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 112(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે જિલ્લામાં ગેરકાયદે જુગાર અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.

    પોલીસનો કડક સંદેશ

    SMC પોલીસના અધિકારીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર સ્થળોએ કે ખુલ્લા મેદાનમાં જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવનાર કોઈને પણ બક્ષવામાં નહીં આવે. આવા ધંધાઓ સમાજમાં અશાંતિ ફેલાવે છે અને કાયદો વ્યવસ્થા માટે ખતરારૂપ છે.

  • યોગ અને ધ્યાનને જનઆંદોલન બનાવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અપીલ:ગાંધીનગરના મહાત્મા મંદિરે ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ઉજવણી

    અહેવાલ : ભાવિક પટેલ, અમદાવાદ

    ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રથમ દીક્ષાંત સમારોહમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે યોજાયેલા **‘વિશ્વ ધ્યાન દિવસ’**ની ઉજવણી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી યોગ અને ધ્યાનને માત્ર કસરત નહીં પરંતુ સ્વસ્થ, સંતુલિત અને સુખી સમાજ નિર્માણ માટેનું એક ‘જનઆંદોલન’ બનાવવા માટે નાગરિકોને આહવાન કર્યું હતું.

    આ પ્રસંગે હિમાલયન સમર્પણ મેડિટેશનના પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પાવન સાનિધ્યમાં સામૂહિક ધ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, યોગ ટ્રેનર્સ અને સાધકો જોડાયા હતા. સમગ્ર વાતાવરણ શાંતિ, એકાગ્રતા અને આધ્યાત્મિક ઊર્જાથી સરાબોર બન્યું હતું.

    વિકસિત ભારત માટે સ્વસ્થ મન અને શરીર અનિવાર્ય

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા **‘વિકસિત ભારત@2047’**ના લક્ષ્યને હાંસલ કરવા માટે દેશના નાગરિકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવા અત્યંત જરૂરી છે. તેમણે કહ્યું કે, મનની શાંતિ અને નિરોગી જીવનશૈલી જ મજબૂત રાષ્ટ્ર નિર્માણનો પાયો છે.

    યોગ અને ધ્યાન એકબીજાના પૂરક

    યોગ અને ધ્યાનના મહત્ત્વને સમજાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, યોગ અને ધ્યાન બંને એકબીજાના પૂરક છે.

    “યોગ શરીરને મજબૂત બનાવે છે, જ્યારે ધ્યાન મનની એકાગ્રતા, સ્થિરતા અને નિર્ણયશક્તિમાં વધારો કરે છે,” તેમ તેમણે ઉમેર્યું હતું. આજના તણાવપૂર્ણ અને સ્પર્ધાત્મક યુગમાં યોગ-ધ્યાન જીવનશૈલીનો અભિન્ન ભાગ બનવો જોઈએ તેમ પણ તેમણે જણાવ્યું.

    યોગને મળેલી વૈશ્વિક ઓળખ

    મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી યોગને મળેલી વૈશ્વિક સ્વીકૃતિને યાદ કરતાં કહ્યું હતું કે, ૨૧ જૂનને ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે માન્યતા મળવી એ ભારતની સંસ્કૃતિ અને પરંપરાની વૈશ્વિક સ્વીકૃતિનું ગૌરવપૂર્ણ ઉદાહરણ છે.

    ધ્યાન : નિઃશુલ્ક અને આડઅસર રહિત ઉપચાર

    આજના ઝડપી જીવનમાં વધતા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ધ્યાન એ માનસિક શાંતિ માટેનું પ્રાચીન અને અસરકારક સાધન છે. કોઈપણ ખર્ચ કે આડઅસર વગર વ્યક્તિની આંતરિક શક્તિ જાગૃત કરવાની ક્ષમતા ધ્યાનમાં છે. દરેક નાગરિકે ધ્યાનને જીવનમાં અપનાવવું જોઈએ તેમ તેમણે જણાવ્યું.

    યોગ ટ્રેનર્સનો પ્રથમ દીક્ષાંત સમારોહ

    આ કાર્યક્રમની વિશેષતા તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલીમ પ્રાપ્ત કરેલા યોગ કોચ અને ટ્રેનર્સનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીએ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર ટ્રેનર્સને પ્રમાણપત્રો એનાયત કરી તેમનું સન્માન કર્યું હતું અને સમાજમાં સ્વાસ્થ્ય અને યોગના પ્રચાર માટે તેમની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.

    આયુષ્માન ભારતથી સ્વાસ્થ્ય સુરક્ષા

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર ‘સ્વસ્થ ભારત’ના લક્ષ્ય માટે સતત કાર્યરત છે. એક તરફ યોગ અને ધ્યાન દ્વારા બીમારીઓથી દૂર રહેવાનો માર્ગ બતાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ જો કોઈ ગંભીર બીમારી આવે તો ‘આયુષ્માન ભારત’ જેવી યોજનાઓ દ્વારા નાગરિકોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.

    યોગ બોર્ડની પ્રવૃત્તિઓની માહિતી

    કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શિશપાલજી રાજપુતે સ્વાગત પ્રવચન કરી યોગ બોર્ડની વિવિધ પ્રવૃત્તિઓ, તાલીમ કાર્યક્રમો અને ભવિષ્યની યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.

    મહાનુભાવો અને નાગરિકોની વિશાળ ઉપસ્થિતિ

    આ અવસરે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાંબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબહેન પટેલ સહિત અનેક મહાનુભાવો, અધિકારીઓ, યોગ સાધકો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

    આ સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના દરેક નાગરિકને યોગ અને ધ્યાન સાથે જોડીને એક તણાવમુક્ત, સ્વસ્થ અને ઊર્જાવાન સમાજનું નિર્માણ કરવાનો છે.

  • સાપુતારામાં ‘સશક્ત નારી મેળા’નો ભવ્ય પ્રારંભ : ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ત્રણ દિવસીય મેળાનો આરંભ

    અહેવાલ : અશ્વિન પટેલ, ડાંગ

    ‘વોકલ ફોર લોકલ’ અને ‘હર ઘર સ્વદેશી’ અભિયાનથી મહિલા સશક્તિકરણને વેગ

    ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે ‘વોકલ ફોર લોકલ’ અને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ થીમ આધારિત ત્રિ-દિવસીય **‘સશક્ત નારી મેળા’**નો ભવ્ય પ્રારંભ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રીબીન કાપીને કરવામાં આવ્યો હતો. આ મેળો મહિલાઓના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ મંચ પૂરું પાડે છે.

    આ પ્રસંગે ઉપસ્થિત જનસમુદાયને સંબોધતા શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓના સન્માન અને ઉત્થાનને કેન્દ્રમાં રાખી અમલમાં મૂકી રહેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના કારણે આજે મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે. મહિલાઓ હવે માત્ર ઘર સુધી સીમિત રહી નથી, પરંતુ સ્વરોજગાર અને આત્મનિર્ભરતાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે.

    સખીમંડળોને બ્રાન્ડિંગ અને ગુણવત્તા જાળવણી પર ભાર

    ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહેનોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરતા શ્રી વિજયભાઈ પટેલે સખીમંડળની બહેનોને પ્રાકૃતિક પેદાશોનું યોગ્ય બ્રાન્ડિંગ કરવા, મધ જેવી ચીજવસ્તુઓમાં ગુણવત્તા જાળવવા તથા સમય સાથે ટેકનોલોજી અને બજારની માંગ પ્રમાણે અપડેટ રહેવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે બહેનોને સંગઠિત રહી ટીમ વર્ક સાથે કાર્ય કરવા અને એકબીજાને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી.

    મહિલા સંચાલિત દૂધ મંડળીઓથી આર્થિક સશક્તિકરણ

    શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામાં મોટા ભાગે મહિલાઓ દ્વારા સંચાલિત દૂધ મંડળીઓ કાર્યરત છે, જેના કારણે મહિલાઓ પશુપાલન વ્યવસાય દ્વારા આર્થિક રીતે સ્વાવલંબન તરફ આગળ વધી રહી છે. આ તકે તેમણે ડાંગ જિલ્લાના પ્રાકૃતિક પેદાશો અપનાવવા અને સ્વદેશી ખોરાકના ઉપયોગ માટે સૌને આહ્વાન કર્યું હતું.

    નારી શક્તિને મજબૂત બનાવવા મેળાઓ જરૂરી : નિર્મળાબેન ગાઇન

    જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આયોજિત સશક્ત નારી મેળાઓ મહિલાઓના યોગદાનને પ્રદર્શન માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે. સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને નારી શક્તિને મજબૂત બનાવવા આવા મેળાઓ સમયની જરૂરિયાત છે.

    સ્વ સહાય જૂથોથી મહિલાઓની ઓળખ અને આત્મવિશ્વાસ

    જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. એસ. વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે આવા મેળાઓ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સ્વ સહાય જૂથો દ્વારા મહિલાઓની એક અલગ ઓળખ ઉભી થાય છે અને તેમનો આત્મવિશ્વાસ વધે છે.

    મિશન મંગલમ અંતર્ગત નોંધપાત્ર પ્રગતિ

    ઉલ્લેખનીય છે કે, મિશન મંગલમ યોજના અંતર્ગત ડાંગ જિલ્લામાં કુલ ૪૨૮૨ સ્વ સહાય જૂથોની રચના કરવામાં આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે A અને B ગ્રેડ ધરાવતા જૂથોને રૂ. ૩૦,૦૦૦ અને C ગ્રેડ ધરાવતા જૂથોને રૂ. ૨૦,૦૦૦નું રીવોલ્વીંગ ફંડ આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૨૭૪૧ સ્વ સહાય જૂથોને રૂ. ૪૪૮.૫૮ લાખ રીવોલ્વીંગ ફંડ તરીકે આપવામાં આવ્યું છે. સાથે જ **૨૬૪ ગ્રામ સંગઠન (VO)**ની રચના કરવામાં આવી છે તથા ૧૭૫૦ સ્વ સહાય જૂથોને રૂ. ૧૫૬૭.૫૦ લાખ CIF ફંડ આપવામાં આવેલ છે.

    લખપતી દીદીઓનું સન્માન

    ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા આયોજિત આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે લખપતી દીદીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જે મહિલાઓ માટે પ્રેરણારૂપ સાબિત થયું.

    ૬૦ સખી મંડળોના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર

    તા. ૨૧ થી ૨૩ ડિસેમ્બર સુધી ચાલનારા આ સશક્ત નારી મેળામાં ડાંગ જિલ્લાના કુલ ૬૦ જેટલા સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલ હસ્તકલા, ખાદ્ય ચીજવસ્તુઓ, પ્રાકૃતિક ખેતી આધારિત ઉત્પાદનો, પરંપરાગત આભૂષણો તથા ગૃહ સુશોભનની સામગ્રીના સ્ટોલ્સ પ્રદર્શન અને વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જે મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણ બની રહ્યા છે.

    મહાનુભાવો અને નાગરિકોની વિશાળ ઉપસ્થિતિ

    આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત, ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. એસ. વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ નિયામક શ્રી શિવાજી તબીયાર, નોટિફાઈડ એરિયા કચેરીના ચીફ ઓફિસર શ્રી આઈ.એસ. સૈયદ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી બાલુભાઈ પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

  • જામનગરમાં વાહન ચોરીના સિન્ડિકેટ પર એલ.સી.બી.નો પ્રહાર

    અહેવાલ: વિશાલ હરવરા જામનગર 

    ₹1.40 લાખના ચાર ચોરાયેલા વાહન સાથે મોટરસાયકલ ચોર ઝડપાયો

    ચાર અલગ-અલગ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાઓ ઉકેલાયા

    જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી મોટરસાયકલ ચોરીની ઘટનાઓ સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા મોટી અને અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલ.સી.બી. પોલીસે એક કુખ્યાત વાહન ચોરને ₹1,40,000/- કિંમતના ચાર ચોરાયેલા વાહનો સાથે ઝડપી પાડીને ચાર અલગ-અલગ વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આ કાર્યવાહીથી જામનગર પોલીસ બેડામાં નોંધપાત્ર સફળતા મળી છે.

    પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ રેન્જ અશોકકુમાર (IPS) દ્વારા વણશોધાયેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના પગલે જામનગરના પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની (IPS) એ એલ.સી.બી.ને આ દિશામાં સઘન કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.

    પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી બની મહત્વપૂર્ણ કડી

    એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એમ. લગારિયા ના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર સી.એમ. કાંટેલીયા, પો.સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી તથા એલ.સી.બી. સ્ટાફ જામનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલા ચોરીના ગુનાઓ અંગે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન એલ.સી.બી. સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા, કાસમભાઈ બ્લોચ, હિતેન્દ્રસિંહ જાડેજા અને ઋષિરાજસિંહ વાળાને એક વિશ્વસનીય બાતમી મળી હતી કે એક ઇસમ ચોરાયેલા વાહનો સાથે ખોડીયાર કોલોની વિસ્તારમાં ફરી રહ્યો છે.

    બાતમીની ખરાઈ કરી તાત્કાલિક કાર્યવાહી કરતા એલ.સી.બી. ટીમે જામનગર શહેરના ખોડીયાર કોલોની અંધાશ્રમ આવાસ પાસેના બ્રિજ પાસેથી એક શખ્સને અટકાવ્યો. તપાસ કરતા તેના કબજામાંથી ચાર મોટરસાયકલ મળી આવી હતી, જે તમામ ચોરાયેલા હોવાનું બહાર આવ્યું.

    પકડાયેલ આરોપી અને ચોરાયેલો મુદામાલ

    પકડાયેલ આરોપીનું નામ અલબાજ ઉર્ફે અરબાજ ફારૂકભાઈ કટારીયા (રહે. કાલાવડ નાકા બહાર, ખાટકી વાડ, જામનગર) હોવાનું સામે આવ્યું છે. આરોપીના કબજામાંથી કુલ ચાર ચોરાયેલા વાહનો મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત ₹1,40,000/- થાય છે.

    આ મામલે પો.હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઝાલા દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીને વધુ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

    એક નહીં, ચાર-ચાર ગુનાઓનો ભેદ ઉકેલાયો

    આ કાર્યવાહી દરમિયાન જામનગર શહેરના ચાર અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. જેમાં જામનગર સિટી A, B અને C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓનો સમાવેશ થાય છે. તમામ ગુનાઓ BNS કલમ 303(2) (વાહન ચોરી) હેઠળ નોંધાયેલા હતા.

    એક આરોપી હજુ ફરાર

    આ કેસમાં એક વધુ આરોપી અનવર ઉર્ફે અનુ ઉર્ફે ચકેડી ઇસ્માઈલભાઈ સીપાઈ (રહે. ગુલાબનગર વાંઝાવાસ, જામનગર) હાલ ફરાર હોવાનું બહાર આવ્યું છે. પોલીસ દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.

    આરોપીનો ગુનાહિત ઇતિહાસ ચોંકાવનાર

    પકડાયેલ આરોપી અલબાજ ઉર્ફે અરબાજ ફારૂકભાઈ કટારીયા સામે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. જેમાં ચોરી, મારામારી, જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવી, GP એક્ટ તથા એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા તે વ્યાવસાયિક વાહન ચોર હોવાનું પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે.

    એલ.સી.બી.ની કામગીરીને સરાહના

    જામનગર એલ.સી.બી. દ્વારા કરાયેલ આ કામગીરીથી શહેરમાં વાહન ચોરી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા કોઈપણ તત્વને બક્ષવામાં નહીં આવે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતત સક્રિય હોવાનું આ કાર્યવાહીથી સાબિત થયું છે.

  • મહેસાણા ના બે પીઆઇ નું DYSP ના પ્રમોશન સાથે રાજ્યમાં 68 પીઆઇ ને DYSP નુ પ્રમોશન :– 7 DYSP ની બદલી

    લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહેલા રાજ્યભરના 68 પોલીસ ઇન્સ્પેક્ટરોને DYSP તરીકે પ્રમોશન મળતાં ગુજરાત પોલીસ બેડામાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા આજે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

    આ પ્રમોશનમાં મહેસાણા જિલ્લાના બે PIનો પણ સમાવેશ થયો છે, જે જિલ્લાવાસીઓ માટે ગૌરવની બાબત બની છે.

    હાલ ઊંઝા પોલીસ સ્ટેશનમાં PI તરીકે ફરજ બજાવતા એસ.એસ. નિનામાને DYSP તરીકે પ્રમોશન આપી મદદનીશ પોલીસ કમિશનર (SOG), અમદાવાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સાયબર ક્રાઇમ PI તરીકે કાર્યરત જે.જી. વાઘેલાને DYSP તરીકે બઢતી આપી મદદનીશ પોલીસ કમિશનર, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, અમદાવાદ શહેર ખાતે નિયુક્ત કરાયા છે.

    આ સમગ્ર પ્રક્રિયામાં ગુજરાત પોલીસના વર્ગ-૨ના કુલ 68 PIને વર્ગ-૧ના DYSP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં

    9 હથિયારી PI,

    47 બિનહથિયારી PI,

    અને 12 વાયરલેસ PIનો સમાવેશ થાય છે.

    આ સાથે સાથે વર્ગ-૧ના 7 DYSPની બદલી પણ કરવામાં આવી છે.

    લાંબા સમયથી અટકેલી બઢતી પ્રક્રિયા પૂર્ણ થતાં પોલીસ અધિકારીઓમાં ઉત્સાહ અને નવી ઊર્જા જોવા મળી રહી છે, જ્યારે રાજ્ય પોલીસ તંત્રમાં પણ નવી ગતિ આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • ચુંવાળ 72 કડવા પાટીદાર સમાજના નેતા સામે ઝૂક્યું તંત્ર:– જાણો કોણ છે ભાજપના જિલ્લા મંત્રી ચંદ્રિકાબેન પટેલ કે જેમણે લોકોનો અવાજ પહોંચાડ્યો સરકાર સુધી

    મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના કૃષ્ણનગર (ધનપુરા) ગામમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. વર્ષો જૂના ટ્યુબવેલનું પાણી દૂષિત અને ડહોળું બનતાં ગ્રામજનોને પીવા માટે તેમજ રોજિંદા જીવનની જરૂરિયાતોમાં ઉપયોગ કરવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ મુદ્દે ચુંવાળ 72 કડવા પાટીદાર સમાજના અગ્રણી, મહેસાણા જિલ્લા ભાજપના મંત્રી અને લડાયક નેતા ચંદ્રિકાબેન પટેલે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ સમક્ષ ધારદાર લેખિત રજૂઆત કરી હતી.

    જોટાણા તાલુકાનું કૃષ્ણનગર (ધનપુરા) કટોસણ ગામનું પરૂ છે, જ્યાં આશરે 100 જેટલા પાટીદાર પરિવારો વસવાટ કરે છે. આ તમામ પરિવારો મુખ્યત્વે ખેતીવાડી અને પશુપાલન જેવા પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરામાં અંદાજે 30 થી 40 વર્ષ પહેલાં ટ્યુબવેલ બનાવવામાં આવ્યો હતો, જેના કારણે વર્ષો સુધી ગ્રામજનોને પૂરતું અને સ્વચ્છ પાણી મળી રહેતું હતું. જોકે સમય જતા ટ્યુબવેલ જૂનો બન્યો અને છેલ્લા કેટલાક સમયથી તેમાંથી નીકળતું પાણી ડહોળું તેમજ દૂષિત બની ગયું હતું, જેના કારણે આરોગ્ય સંબંધિત ભય પણ ઊભો થયો હતો.

    ગ્રામજનો દ્વારા અનેક વખત સ્થાનિક સ્તરે રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતાં આખરે ગામના વતની અને સમાજના અગ્રણી નેતા ચંદ્રિકાબેન પટેલે આ મુદ્દે સીધી રીતે રાજ્ય સ્તરે રજૂઆત કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલને લેખિત રજૂઆત કરી કૃષ્ણનગર (ધનપુરા)માં તાત્કાલિક નવા ટ્યુબવેલનું નિર્માણ કરાવવાની માંગ કરી હતી. રજૂઆતમાં ગ્રામજનોને પડતી તકલીફો, દૂષિત પાણીથી થતી આરોગ્યની શક્ય જોખમો તેમજ ખેતી અને પશુપાલન પર પડતી અસર અંગે વિસ્તૃત રીતે રજૂઆત કરવામાં આવી હતી.

    ચંદ્રિકાબેન પટેલની લડાયક અને અસરકારક રજૂઆતને ધ્યાનમાં લઈને જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે તાત્કાલિક પગલાં લેતા વિભાગના સચિવને લેખિત સૂચના આપી હતી. મંત્રીએ કૃષ્ણનગર (ધનપુરા)માં નવા ટ્યુબવેલની કામગીરી તાત્કાલિક શરૂ કરવા તેમજ જરૂરી તકનિકી પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સૂચના બાદ પાણી પુરવઠા વિભાગ દ્વારા ટ્યુબવેલ માટે પાણીના સેમ્પલ પણ લેવામાં આવી ચૂક્યા છે, જેથી યોગ્ય સ્થળ પસંદ કરી ઝડપથી કામ આગળ વધારી શકાય.

    આ ઘટનાથી ગ્રામજનોમાં ખુશી અને સંતોષની લાગણી જોવા મળી રહી છે. ગામના લોકોનું કહેવું છે કે લાંબા સમયથી જે સમસ્યા તેમને સતાવી રહી હતી તેનો ઉકેલ હવે શક્ય બનતો દેખાઈ રહ્યો છે. લોકોએ ચંદ્રિકાબેન પટેલની કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે તેઓ હંમેશા લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી મજબૂતીથી રજૂઆત કરતા રહ્યા છે. જો દરેક વિસ્તારમાં આવા સંવેદનશીલ અને લડાયક નેતાઓ કાર્યરત હોય તો ગ્રામ્ય વિસ્તારોના વિકાસના કામો વધુ ઝડપથી આગળ વધે તેવી લોકોએ આશા વ્યક્ત કરી છે.

    હાલ ગ્રામજનોને આશા છે કે ટૂંક સમયમાં નવા ટ્યુબવેલનું કામ પૂર્ણ થઈ તેમને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી મળશે. સાથે જ આ પગલાંથી ખેતીવાડી અને પશુપાલન જેવા વ્યવસાયોને પણ રાહત મળશે. કુલ મળીને કૃષ્ણનગર (ધનપુરા)માં પાણીની સમસ્યાના ઉકેલ માટે થયેલી આ કાર્યવાહી ગ્રામ્ય વિકાસ અને લોકહિત માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • મહેસાણામાં SMCનો ફરી સપાટો, ₹1.09 કરોડનો દારૂ-મુદ્દામાલ કબજે

    ગુજરાતમાં દારૂબંધી કાયદાનું કડક અમલીકરણ કરવા માટે સુરક્ષા એજન્સીઓ સતત કાર્યવાહી કરી રહી છે. તે જ કડીમાં મહેસાણા જિલ્લામાં SMC (સ્પેશિયલ મોનિટરિંગ સેલ) દ્વારા એક મોટી સફળતા હાથ ધરવામાં આવી છે. મહેસાણા–અમદાવાદ બાયપાસ હાઇવે પર આવેલા ઉપાસના સર્કલ અંડરબ્રિજ પાસે SMC એ દારૂબંધીનો મોટો દરોડો પાડ્યો હતો, જેમાં ₹1.09 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

    આ દરોડાની કાર્યવાહી તારીખ 17 અને 18 ઓક્ટોબર 2025 દરમિયાન કરવામાં આવી હતી. દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં વિદેશી દારૂ (IMFL) સાથે એક ટ્રક ઝડપી પાડવામાં આવ્યો હતો. આ મામલે ગુજરાત દારૂબંધી કાયદા હેઠળ કલમ 65(A)(E), 81, 83, 98(2), 116(B) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

    25 હજારથી વધુ દારૂની બોટલો ઝડપાઈ

    SMC ની ટીમે દરોડા દરમિયાન કુલ 25,747 IMFL બોટલો જપ્ત કરી હતી, જેની અંદાજિત કિંમત ₹94,60,156/- થાય છે. દારૂ છુપાવવા માટે ટ્રકમાં અન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે.

    વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત

    દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ એક ટ્રક પણ કબજે લેવામાં આવ્યો છે, જેની કિંમત અંદાજે ₹15 લાખ છે. ઉપરાંત એક મોબાઇલ ફોન, તાપસણી, ગ્રેનાઇટ પાવડરના 200 બેગ, દોરડું અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે.

    કુલ જપ્ત મુદ્દામાલની કિંમત:

    ₹1,09,87,536/-

    ટ્રક ડ્રાઈવર ઝડપાયો

    આ કાર્યવાહી દરમિયાન ટ્રક ચલાવી રહેલો આરોપી ભજનલાલ રત્નારામ બિશ્નોઈ ઝડપાયો છે. આરોપી મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના શેડવા ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. ઝડપાયેલા આરોપીને મહેસાણા ગ્રામીણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે, જ્યાં તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    ચાર આરોપીઓ હજુ વોન્ટેડ

    આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન ચાર આરોપીઓ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે. જેમાં મુખ્ય આરોપી તરીકે હિતેશભાઈ સુથાર, રહે. બી ધાની, તા./જી. જાલોર (રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું છે, જે IMFL નો સપ્લાયર હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત ટ્રકને માર્ગદર્શન આપનાર સ્વિફ્ટ કાર ડ્રાઈવર અને દારૂનો પ્રાપ્તકર્તા પણ પોલીસની તપાસના દાયરામાં છે.

    રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ સપ્લાય કરવાની શંકા

    પ્રાથમિક તપાસમાં એવો ખુલાસો થયો છે કે દારૂ રાજસ્થાન તરફથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો. દારૂ કયા સ્થળે ઉતારવાનો હતો અને તેમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે બાબતે  પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    SMC અને પોલીસની સખત કાર્યવાહી

    આ સમગ્ર કાર્યવાહી રેડિંગ ઓફિસર કે. એચ. ઝંકટ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે દારૂબંધી કાયદાનો ભંગ કરનારાઓ સામે આવનારા દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

    હાલ સમગ્ર મામલે  પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને ફરાર આરોપીઓને ઝડપવા માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે.

  • મહેસાણા જિલ્લાના ત્રણ સભ્યોનું વિદેશમાં અપહરણ:લિબિયામાં કેદ, 54,000 USD અને ₹1 કરોડની ખંડણીની માંગ

    મહેસાણા જિલ્લાના બદલપુર (મેઉ) ગામમાંથી એક હેરાન કરી નાખે એવો આંતરરાષ્ટ્રીય માનવતસ્કરી અને ખંડણીનો કેસ સામે આવ્યો છે. ગામના દશરથજી ચાવડાએ તેમના ભત્રીજા અને તેના પરિવારના વિદેશમાં અપહરણ થયાની હૃદયદ્રાવક ફરિયાદ જાહેર કરી છે. ત્રણ-ત્રણ લોકોને લિબિયામાં બંદી બનાવી ખંડણીના નામે ડરામણી માંગણીઓ કરવામાં આવી રહી છે.

    પોર્ટુગલ જવાની સફર સીધી લિબિયાની કેદખાનામાં ફેરવાઈ

    ફરિયાદ મુજબ કિસ્મતસિંહ ચાવડા, તેમની પત્ની હિનાબેન અને ત્રણ વર્ષની દીકરી દેવાંશીબા — 29 નવેમ્બરની સવારે 5 વાગ્યે પોર્ટુગલ પહોંચવાના હેતુથી દુબઈ જવા રવાના થયા હતા.પરંતુ એરપોર્ટ સુધીની સામાન્ય મુસાફરી ક્ષણમાં વિદેશી માનવતસ્કરી ગેંગોના સાણસામાં ફેરવાઈ ગઈ.

    દુબઈ પહોંચ્યા બાદ તેમની સાથે હર્ષિલ મહેતા નામના વ્યક્તિએ સંપર્ક સાધ્યો. આ વ્યક્તિ પોર્ટુગલ મોકલવાની ખાતરી આપતો હતો, પરંતુ પોર્ટુગલની ટિકિટ આપવાની જગ્યાએ આખો પરિવાર લિબિયામાં અનામી સ્થાન પર ધકેલી દેવાયો.

    લિબિયામાં બંધક — 54,000 USD ખંડણી, જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી

    લિબિયામાં અજાણ્યા લોકો દ્વારા ત્રણેયને કેદ કરી 54,000 USD (અંદાજે ₹45 લાખ)ની ખંડણી માગવામાં આવી છે.

    બંધક બનાવનારાઓની સીધી ધમકી —

    “પૈસા નહીં આપો તો આખા પરિવારને જાનેથી મારી નાખીશું.”

    માતાપિતાની આંખ સામે ત્રણ વર્ષની નિર્દોષ બાળકી સાથે આ પ્રકારની ધમકીઓ… આખા સમાજને હચમચાવી દે તેવી છે.

    દુબઈના એજન્ટોની પણ ધમકી — વધારાની ₹1 કરોડની માગણી

    આ કેસને વધુ અત્યંત બનાવે તેવી વાત એ છે કે દુબઈમાં સંપર્ક કરનારા એજન્ટો — જેમણે આ આખી ગેરકાયદેસર મુસાફરી ગોઠવી — તેઓએ પણ વધારાની ₹1 કરોડની ખંડણીની માંગ કરી છે.

    અર્થાત્

    એક પરિવાર બે ગેંગોની વચ્ચે ચક્કી જેમ પીસાઈ રહ્યો છે.

    આંતરરાષ્ટ્રીય માનવધંધા નો ગોટાળો?

    પ્રારંભિક વિગતો પરથી સ્પષ્ટ બની રહ્યું છે કે આ માત્ર ખોટી મુસાફરીનો કેસ નથી. આ પાછળ મનુષ્ય વેંચાણ, વિદેશી રેકેટ, નકલી એજન્ટો અને માનવતસ્કરીની એક ગાઢ ગેંગની ગંધ આવી રહી છે.

    દુબઈ–લિબિયા–યુરોપ રૂટનો ઉપયોગ કરતા આવા ગેંગો અનેક લોકોને ગેરકાયદેસર રીતે લઈ જઈ બંદી બનાવતા હોવાના કેસો અગાઉ પણ સામે આવી ચૂક્યા છે.

    પરિવાર ભયમાં, કેસ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડાયો

    બંદક બનાવાયેલા કિસ્મતસિંહના પરિવારે અને મોટા પરિવારજનોને જીવનમરણની હકીકતો વચ્ચે સમય પસાર કરવા પડી રહ્યા છે.

    દશરથજી ચાવડાએ સ્થાનિક પોલીસ, જિલ્લા અધિકારીઓ અને કેન્દ્ર સરકારના વિભાગો સુધી લેખિત અરજી આપી છે.

    વિદેશ મંત્રાલય (MEA), ભારતીય દૂતાવાસ અને ઈન્ટરનેશનલ એજન્સીઓ સુધી વાત તાત્કાલિક પહોંચાડવાની માંગ કરવામાં આવી છે.

    સર્વત્ર હાહાકાર — માનવતાના નામે હિંસા

    ત્રણ સભ્યોનો આખો પરિવાર, જેમાં એક 3 વર્ષની નિર્દોષ બાળકી પણ સામેલ છે,

    લિબિયાના કોઈ અજાણ્યા ખૂણે જીવતા રહેવાની ઝંઝટમાં બંધાયેલ છે.

    આ ઘટના માત્ર એક પરિવારની ગાથા નથી —

    આ ઘટના વિદેશી રિક્રૂટમેન્ટ ગેંગ્સ, નકલી એજન્ટો અને માનવતસ્કરીના આંતરરાષ્ટ્રીય નેટવર્ક પર મોટો પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.

    આ કેસ હાલમાં મહેસાણા જિલ્લામાં ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે અને પરિવરને સલામત રીતે ભારત પરત લાવવા માટે સરકારએ તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જરૂરી બની ગયો છે.

  • બાળકોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા: મહેસાણા RTOની પ્રશંસનીય ચેકિંગ ડ્રાઈવ – વહેલી સવારે આકસ્મિક ચેકિંગ, 2.44 લાખનો દંડ, 17 વાહનો ડિટેઇન

    મહેસાણા શહેરમાં આજે વહેલી સવારે સ્કૂલ બાળકોની સુરક્ષા ધ્યાનમાં રાખીને આરટીઓ વિભાગે વિશાળ સ્તરે કાર્યવાહી હાથ ધરી હતી. સવારે 6 વાગ્યાથી શરૂ થયેલી આ કામગીરીમાં 15 થી વધુ RTO અધિકારીઓ, સાથે શહેર ટ્રાફિક પોલીસની વિશેષ ટીમ જોડાઈ હતી.

    પાંચ સ્થળોએ 5 ટીમો દ્વારા ચેકિંગ ઓપરેશન

    શહેરના મુખ્ય શૈક્ષણિક સંકુલોને ધ્યાનમાં રાખીને RTOએ કુલ 5 ટીમો બનાવી હતી, જેમણે અલગ–અલગ સ્કૂલ ઝોનમાં તાત્કાલિક ચેકિંગ શરૂ કર્યું.આ સ્થળો એવી રીતે પસંદ કરવામાં આવ્યા કે વિદ્યાર્થીઓના આવન–જાવન દરમ્યાન વાહનોની ગેરરીતિઓ સીધી ઝડપાઈ જાય.

    મોટી સંખ્યામાં વાહનો પર કાર્યવાહી — 2.44 લાખનો દંડ

    ચેકિંગ દરમ્યાન કુલ ઘણા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી, જેમાં મુખ્યત્વે નીચેની ખામીઓ જોવા મળી:

    લાઇસન્સ વિના વાહન ચલાવતા નાબાલિક બાળકો

    ઓવરલોડ સ્કૂલ વાન

    ફિટનેસ/પરમિટ વગર ફરતા સ્કૂલ વાહનો

    હેલમેટ તેમજ ટ્રાફિક નિયમનોનું પાલન ન કરનાર પેરેન્ટ્સ

    આ પ્રક્રિયામાં કુલ 2.44 લાખનો દંડ વસુલાયો છે જ્યારે 17 વાહનોને સ્કૂલ કેમ્પસમાં જ ડિટેઇન કરીને આગળની કાર્યવાહી માટે રાખવામાં આવ્યા.

    નાબાલિક બાળકોને સમજાવ્યું – માત્ર દંડ નહીં, સેફટીની શિક્ષા પણ

    લાઇસન્સ વગર દ્વિચક્રી વાહન ચલાવતાં બાળકોએ માત્ર દંડનો સામનો કર્યો નહીં, પરંતુ RTO અધિકારીઓએ તેમને રોડ સેફટીની જરૂરી સમજણ પણ અપાવી.

    અભિમુખીકરણના ભાગ રૂપે તેમને હેલ્મેટનું મહત્વ, વાહન પર નિયંત્રણ, નિયમોનું પાલન અને અકસ્માતનાં જોખમો વિશે સમજાવવામાં આવ્યું.

    અગાઉની ડ્રાઈવનો અસરકારક પરિણામ — EV વપરાશમાં વધારો

    RTOની અગાઉ કરાયેલી અભિયાનોની અસર આજે સ્પષ્ટ દેખાઈ હતી.

    ઘણા વિદ્યાર્થીઓ ઓછી સ્પીડવાળા ઈલેક્ટ્રિક વાહનો પર સ્કૂલ પહોંચતા જોવા મળ્યા, જે અકસ્માતની શક્યતા ઘટાડે તેવા પોઝિટિવ રૂઝાન તરીકે જોવામાં આવી રહ્યા છે.

    સ્કૂલ બસ–વાન પર પણ ખાસ નજર

    ડ્રાઈવ દરમ્યાન સ્કૂલ બસો અને વાનોના પણ કડક ચેકિંગ હાથ ધરાયા, જેમાં નીચેના પાસાં ચકાસાયા:

    ફિટનેસ અને પરમિટ

    ડ્રાઈવરનો લાઇસન્સ

    ફાયર સેફટી કીટ

    GPS અને CCTV જેવી ફરજિયાત સુવિધાઓ

    ઓવરલોડિંગ

    જે વાહનો નિયમોનું પાલન કરતા ન હતાં, તેમના વિરુદ્ધ સ્થળપર કાયદેસરની કાર્યવાહી કરાઈ.

    બાળકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા: RTO

    આ અભિયાન પાછળનો મુખ્ય હેતુ દંડ વસૂલવો નહીં, પરંતુ સ્કૂલના બાળકો માર્ગ પર વધુ સુરક્ષિત બને તે છે.RTO અધિકારીઓના જણાવ્યા મુજબ આવી સ્પેશિયલ ડ્રાઈવ આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે અને સ્કૂલ મેનેજમેન્ટને પણ વાહન સુરક્ષા વિશે માર્ગદર્શન આપવામાં આવશે.