Category: ધર્મ

  • 8 પીઆઇ ઓની મહેસાણા જિલ્લામાં આંતરિક બદલી :– વડનગર વિવાદાસ્પદ જુગાર કેસ બાદ પીઆઈ વી આર વાણિયાને લીવ રિઝર્વમાં મુકાયા

    મહેસાણા જિલ્લા માં નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. તરુણ દુગ્ગલ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.આઠ પીઆઇ ઓની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં વિવાદાસ્પદ જુગાર કેસમાં બદનામ થયેલા વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ વી આર વાણિયા ની બદલી લીવ રિઝર્વમાં કરી દેવામાં આવી છે.

     

       ઘણા સમય થી પોલીસ ઇન્સ્પેક્ટર ઓની આંતરિક બદલી થવાની સંભાવના હતી ત્યારે જિલ્લામાં એકાએક આઠ પીઆઇ ઓની આંતરિક બદલી કરી દેવામાં આવતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.ત્રણ પોલીસ સ્ટેશનના પીઆઇ ને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે જેમની જગ્યાએ અન્ય પોલીસ સ્ટેશનમાંથી અને લીવ રિઝર્વમાં રહેલા પી.ડી.દરજી ને ખેરાલુ પોલીસ સ્ટેશન અને એચ.એલ.જોશીને વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.

     

    પીઆઇ ઓનું બદલી લિસ્ટ

     

            નામ                    ક્યાં હતા.                          ક્યાં મુકાયા

     પી. એલ.વાઘેલા.     મ. શહેર A ડિવિઝન       બેચરાજી પો.સ્ટે.

    એસ.એસ. આનંદ.    બેચરાજી પો.સ્ટે.                   લીવ રિઝર્વ

    કે.જે.પટેલ.                ખેરાલુ પો.સ્ટે.            મ.શહેર A ડિવિઝન

    પી.ડી.દરજી.          લીવ રિઝર્વ.                    ખેરાલુ પો.સ્ટે.

    કે.કે.ચૌધરી.         સાયબર ક્રાઇમ પો.સ્ટે.       વિજાપુર પો.સ્ટે.

    ડી.આર.રાવ.      વિજાપુર પો.સ્ટે.             લીવ રિઝર્વ

    વી.આર.વાણિયા.   વડનગર સ્માર્ટ પો.સ્ટે.      લીવ રિઝર્વ

    એચ.એલ.જોશી.   લીવ રિઝર્વ.      વડનગર સ્માર્ટ પો.સ્ટે

  • કડી ની ગાર્ડન વિલા સોસાયટીમાં લીલાછમ વૃક્ષો કપાતા વૃક્ષપ્રેમીઓ લાલઘૂમ

    ચોમાસા દરમ્યાન વૃક્ષોને કાપી શકાતા નથી

    કડી છત્રાલ હાઈવે ઉપર આવેલી ગાર્ડન વિલા સોસાયટીમાં આવેલા લીલાછમ વૃક્ષો સોસાયટીના વહીવટી મંડળે કપાવી દેતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

     

     

    પૃથ્વી ઉપર ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા ઉપર ધ્યાન આપી રહી છે ઉપરાંત પરિપત્ર બહાર પાડી ઝાડ કાપવા માટે ની મંજૂરી લેવાની ફરજિયાત કરાઈ છે તેમાં પણ ચોમાસા દરમ્યાન એટલે કે 15 જૂન થી 15 ઓક્ટોબર સુધી ઝાડ કાપવા ઉપર પરિપત્ર બહાર પાડી સ્પષ્ટ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તેમ છતાં કડી છત્રાલ હાઈવે ઉપર આવેલી ગાર્ડનવિલા સોસાયટીમાં લીલાછમ ઝાડ અગમ્ય કારણોસર સોસાયટીના વહીવટીમંડળે કપાવી દેતા પર્યાવરણ પ્રેમીઓ લાલઘૂમ જોવા મળી રહ્યા છે.

     

          કડી છત્રાલ હાઈવે ઉપર આવેલી ગાર્ડનવિલા સોસાયટી બની ત્યારે સોસાયટીના બિલ્ડર દ્વારા ઝાડ વાવવામાં આવ્યા હતા પરંતુ સમય જતા સોસાયટીનો વહીવટ કરતા મંડળે ઝાડ બિન જરૂરી હોવાનું અને એની ઝાડ નું વાવેતર કરવાનું હોવાનું છુલ્લક કારણ આપી ઝાડ ઘણા બધા ઝાડ કપાવરાવી દીધા હતા.ઝાડ કપાવરાવી દેતા વૃક્ષપ્રેમીઓ રોષે ભરાઈ ઊઠ્યા હતા અને લીલાછમ ઝાડ કયા કારણસર કાપવામાં આવ્યા અને સરકારના પરિપત્ર મુજબ અત્યારે ઝાડ કાપવાની મંજૂરી આપવામાં આવતી નથી તો કોની મંજૂરી બાદ ઝાડ ને કાપવામાં આવ્યા છે

     

     

    મંજૂરી વિના ઝાડ કાપી નાખ્યા :– તંત્ર ગુનો દાખલ કરશે કે તે મોટો સવાલ

     

    કડી ની ગાર્ડનવિલા સોસાયટીમાં ઘણા સમય થી ઊભેલા લીલાછમ સપ્તપદી ના ઝાડ સોસાયટીના વહીવટી મંડળે કપાવી દેતા ચોમાસા દરમ્યાન ઝાડ કાપવાની મંજૂરી ઉપર સવાલ ઊભા થયા છે.સરકારી પરીપત્ર મુજબ નડતરરૂપ ઝાડ મંજૂરી બાદ કાપી શકાય છે પરંતુ ગાર્ડનવિલા સોસાયટી દ્વારા ઝાડ કાપવા પૂર્વે આવી કોઈ મંજૂરી લેવામાં આવી નહીં હોવાની સોસાયટીના પ્રમુખ નો સંપર્ક કરતા જાણવા મળ્યું છે તો મંજૂરી વિના ઝાડ કપાવનાર લોકો સામે તંત્ર પગલા ભરશે કે લીલાછમ ઝાડ ના નિકંદન બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં સુતેલું રહેશે ?? તેવા પ્રશ્નો અત્યારે તો પર્યાવરણ પ્રેમીઓમાં સતાવી રહ્યો છે.

  • કડીના ફેમિલી ફન વોટર પાર્ક ની ગૌરી વ્રત નિમિતે બાળકીઓ માટે અદ્દભુત સ્કીમ

    બે દિવસ વ્રત કરતી બાળાઓ અને તેમની માતાઓને કરાવશે જલસા

     

     

     

     

     

    હિન્દુઓનો પવિત્ર માસ શરૂ થવા જઈ રહ્યો છે તેવામાં દીકરીઓ ગૌરી વ્રત અને જયાપાર્વતી વ્રત કરી રહી છે.દીકરીઓ વ્રત ના દિવસો માં પૂજા કરતી હોય છે અને ઉપવાસ કરતી હોય છે તેવામાં કડી ના કુંડાળ ખાતે આવેલા ફેમિલી ફન વોટર પાર્ક દ્વારા વ્રત કરતી બાળાઓ માટે ખાસ યોજના બહાર પાડવામાં આવી છે જેનાથી વ્રત કરતી બાળાઓ તો ઠીક પણ તેમની મમ્મીઓને પણ જલસો પડી જવાનો છે.ફેમિલી ફન વોટરપાર્ક દ્વારા 9 અને 10 જુલાઈના રોજ વ્રત કરનારી બાળાઓ અને તેમની માતાઓને ફ્રી પ્રવેશ આપવામાં આવશે અને તેમને વોટરપાર્ક દ્વારા તેમને ફ્રી માં ચા નાસ્તો આપવામાં આવશે જેનો સમય 3:00 થી સાંજ 6:00 સુધી રાખવામાં આવ્યો છે.

     

     ફેમિલી ફન વોટરપાર્ક માલિક નું આ પગલું ખરેખર સરાહનીય છે.

  • કડી માં મહોરમ નિમિતે રંગબેરંગી તાજીયા નીકળ્યા :– મોટી સંખ્યામાં લોકોએ શોક મનાવ્યો

     

    કડી

    મહોરમ નિમિતે કડી શહેરમાંથી ત્રણ જગ્યાએથી તાજિયા ની ઝરી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો તાજિયા ના દર્શન માટે ઉમટી પડ્યા હતા.

    મહોરમ એ હઝરત ઇમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોક (માતમ) મનાવવાનો તહેવાર છે.આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં અપવાસ (ઉપવાસ) રાખે છે.કરબલામાં શહીદી લગભગ 1400 વર્ષ પહેલા ઘટી હતી.પયગંબરે ઇસ્લામ હજરત મોહમ્મદૂરસુલુલ્લાહ ના નવાસા (દોહિત્ર) હઝરત ઇમામ હુસેને પોતાના બોતેર સાથીઓ સાથે શહાદત અપનાવી હતી.

    ચૌદસો વર્ષ થી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે કારણકે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં પરંતુ કોઈપણ અકીદા થી સબંધિત વ્યક્તિ જે અત્યાચારો ની વિરુદ્ધ અને સચ્ચાઈ નો સમર્થક છે એ હજરત હુસૈન અને એમના સાથીઓની કુરબાની ઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે.આ પ્રસંગે કડી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી જુલુસ નીકળ્યું હતું જેમાં તાજિયા ની ત્રણ જરી નીકળી હતી.ઢોલ નગારા સાથે નીકળેલી જરી ઓનાં લોકોએ દર્શન કર્યા હતા અને લોકોએ શહીદો ની યાદમાં શોક વ્યક્ત કર્યો હતો.

  • મુસ્લિમ ધર્મમાં તાજિયા નું કેટલું વિશેષ મહત્વ છે જાણીએ Samachardiary24*7 ના વિશેષ રિપોર્ટમાં

    મુસ્લિમ સમુદાય માટે મોહરમ મહિનો એ નવા વર્ષનો મહિનો છે.નવા વર્ષના નવમાં અને દશમાં દિવસે મુસ્લિમોએ બનાવેલા તાજીયાનું જુલુસ કાઢવા માં આવે છે.મહેસાણા જિલ્લાના કડી શહેરમાં મહોરમ નિમિતે છેલ્લા કેટલાક સમયથી કમિટીઓના યુવાનો બાળકો સહિતના લોકો મહોરમ માટે બનાવવામાં આવતા તાજિયા માટેની તૈયારીઓ કરી રહ્યા છે.

     

    કડી શહેરમાં આ વખતે મહોરમ નિમિતે આજે રાત્રે ત્રણ જગ્યાએથી તાજિયા કાઢવામાં આવ છે જેમાં મોટા મકાનના પીર દરગાહ થી નીકળી સહારા ચોક આવશે ત્યારબાદ સરકારી શાળા થઈ તાજિયા ઘુમ્મટિયા પહોંચશે ત્યાંથી પરત મોટા પીર ના મકાન પહોંચશે ત્યાર બાદ દશમાં ચાંદ ના દિવસે ફરી થી તાજિયા નીકળી મોટા પીર ના મકાને પાણી છાંટી ઠંડા કરવામાં આવશે.મહોરમ નિમિતે મુસ્લિમ સમુદાયમાં અત્યારે ભારે ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે.

    હાથ થી બનાવામાં આવે છે તાજિયા :–

     મહોરમ નિમિતે બનાવવામાં આવતા તાજિયા હાથ થી બનાવવામાં આવે છે.તાજિયા બની ગયા બાદ તેમને જગ્યા ઉપર સ્થાન આપવામાં આવે છે.હિન્દુ અને મુસ્લિમો આસ્થા અને શ્રદ્ધા અનુસાર તાજિયા ખાતે માનતા પૂર્ણ કરવા આવતા હોય છે ત્યારબાદ તાજીયાનું જુલુસ કાઢવામાં આવે છે.

     

    ઇમામ હુસેને માનવધર્મને બચાવવા આપી હતી કુરબાની :– મહોરમ ના તહેવારોની ઉજવણી કોઈ એક ધર્મ સંપ્રદાય માટે નથી હોતી પરંતુ કરબલામાં ઈમામ હુસૈન દ્વારા માનવધર્મ ને બચાવવા માટે કુરબાની આપી હતી.ઇમામ હુસેનની કુરબાની નો સંદેશ લોકો સુધી પહોંચે તેમજ લોકો મહોરમ ની શહીદી થી માહિતગાર થાય તે માટે ઉજવણી કરવામાં આવતી હોય છે.જુલુસ માં શ્રીફળ, દૂધ કોલ્ડ્રીંક્સ,ખીચડો આપવાની પરંપરા હોય છે. ઇમામ હુસૈન ના આદર્શ અને સંસ્કારો દરેક માનવી અપનાવી સમાજમાં શાંતિ અને ભાઈચારા નું વાતાવરણ ફેલાય તે માટે મહોરમ ઉજવવામાં આવે છે.

     

    મુસ્લિમો યુદ્ધમાં સાથે નહીં હોવાનો શોક મનાવે :– ઇસ્લામ ધર્મના લોકો મહોરમ ના દિવસે તાજિયા કાઢીને શોક મનાવે છે.મહોરમના દિવસે નીકળેલા જુલુસમાં મુસ્લિમ લોકો આખા રસ્તે માતમ મનાવે છે અને યા હુસૈન અમે ન થયા કહીને ઇમામ હુસૈન ની શહાદત ઉપર શોક વ્યક્ત કરે છે.

     

    કરબલા યુદ્ધ :– ઇરાકના કરબલામાં ઇ. સ. 624 માં અધર્મ વિરુદ્ધ ધર્મનું યુધ્ધ થયું હતું જેમાં અત્યાચારી શાસક યજીદ ના લશ્કરે ઇસ્લામના પયગંબર હજરત મહંમદ સાહેબના નવાસા ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારોને શહીદ કરી નાખ્યા હતા.કરબલાના શહીદો ની યાદમાં મહોરમ મનાવવામાં આવે છે.કરબલામાં ધર્મયુદ્ધ માં 72 યોદ્ધાઓની શહીદી વહોરી હતી તેમને દર વર્ષે મહોરમ નિમિતે યાદ કરવામાં આવે છે.
    તાજિયા પાણી થી ઠંડા પાડવામાં આવે છે :– ભારતમાં માનવ ધર્મની સવિશેષ સેવા કરવાની સંસ્કૃતિ છે.મહોરમ માનવ ધર્મ કાજે ઈમામ હુસૈન ની આપેલી શહીદી ને યાદ કરવાનો અવસર હોવાથી તાજિયા પડમાં આવે ત્યારે હિન્દુ મુસ્લિમ યુવાનો ઉઘાડા પગે ચોકારો લે છે અને કરબલાના શહીદો ભૂખ તરસ વેઠીને શહીદ થયા હતા તેમને યાદ કરીને પાણી પીવડાવવાની અને પાણી છાંટવાની એક વિશેષ પરંપરા હોય છે.
  • કડીમાં જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ :– એક્ટિવા લઈને જતા યુવકને પીક અપ ડાલા થી ટક્કર મારી ચાર ઈસમો ધારિયા જેવા હથિયાર થી તૂટી પડ્યા

    કડી શહેર માં વધુ એક લોહિયાળ જંગ ખેલાયો છે.અંગત જૂની અદાવતમાં ખેલાયેલા ખુની ખેલમાં એક્ટિવા લઈ જઈ રહેલા યુવકને કડી જાસલપુર રોડ ઉપર ટક્કર મારી પાડી દઈ ચાર ઈસમોએ લોખંડ ના ધારિયા જેવા હથિયાર થી હુમલો કરતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે.ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે અમદાવાદ ની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

    કડી શહેરના જાસલપુર રોડ ઉપર આવેલી ખ્વાજા પાર્ક સોસાયટીમાં રહેતા બશીરભાઈ નાગોરી ને કડી ના પાડાપોળ માં રહેતા અહેમદભાઈ ઘાંચી સાથે મકાન બાબતે છેલ્લા ઘણા સમય થી અદાવત ચાલી રહી છે.ગત વર્ષે એપ્રિલ મહિનામાં પણ બશીરભાઈ ને અહેમદભાઈ ઘાંચી નુ ઉપરાણું લઈને આવેલા ઇદ્રીશ ભાઈ સાથે ઝઘડો થયેલો હતો અને એમાં બશીરભાઈએ અહેમદભાઈ ના બનેવી ઇદ્રીશ ભાઈ સામે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.ગુરુવાર ના રોજ સવારના સમયે પોતાના ઘેર થી તેઓ જાસલપુર રોડ ઉપર આવેલી દરગાહની બાજુમાં લાકડાના વાડામાં ગયા હતા ત્યાંથી બશીરભાઈ એક્ટિવા લઈને કુંડાળ ચોકડી ઉપર આવેલ વિક્રમ સર્વિસ સ્ટેશન પાસે પાણી ભરવા નીકળ્યા હતા ત્યારે જાસલપુર રોડ ઉપર આવેલ માલગુરુ મંદિર ની સામે કડી ના પાડાપોળ માં રહેતા અહેમદભાઈ ઘાંચી , મહેબૂબ ઘાંચી,આયન ઘાંચી,અશરફ ઘાંચી સફેદ કલર નું પીક અપ ડાલુ ફૂલ ઝડપે લઈને આવી બશીરભાઈ ના એક્ટિવા ને ટક્કર મારી રોડ ઉપર પછાડ્યા હતા.

     

    પીક અપ ડાલા થી ટક્કર મારતા બશીરભાઈ નીચે પટકાતા ડાલા માં બેસેલ અહેમદભાઈ ઘાંચી,તેમનો દીકરો અયાન ઘાંચી હાથમાં ધારિયું લઈ આવી પહોંચ્યા હતા ત્યારબાદ ડાલા માંથી અહેમદઘાંચી નો બીજો દીકરો મહેબૂબ પણ આવી પહોંચ્યો હતો અને તેમણે બશીરભાઈ ને તે મારા બનેવી ઇદ્રીશ ને માર્યો છે એટલે આજે તને પતાવી દેવાનો છે કહી બશીરભાઈ ઉપર લોખંડ ના ધારિયા થી હુમલો કરતા બશીરભાઈ ના માથાના ભાગે તેમજ હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે હાથમાં ધારિયું વાગતા આંગળીઓ કપાઈ ગઈ હતી અને હાથ પણ કપાઈ ને લબડી પડ્યો હતો.

     

     બસીરને માથાના ભાગે તેમ જ હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને લોહી લુહાણ થઈ જતા હુમલાખોરો ત્યાંથી પીકપ ડાલુ લઈ ભાગી છૂટ્યા હતા. જ્યાં બસેરીને જે બાદ માલુમ થયું હતું કે, બે દિવસથી અશરફ તેની રેખી કરી રહ્યો હતો અને બધા જ તેના સમાચાર અહેમદને કહેતો હતો રેકી કરી હુમલો કરવામાં આવેલો હતો બસેર ઉપર જ્યાં રોડ ઉપર લોહી લુહાણ હાલતમાં બસીર પડી રહ્યો હતો જેમાં એક રીક્ષા ચાલક આવી પહોંચ્યો હતો અને તેને ભાગ્યોદય હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવેલો હતો અને તેના પરિવારજનોને જાણ કરવામાં આવેલી હતી જ્યાં વધુ સારવાર માટે તેને અમદાવાદ કેદી હોસ્પિટલમાં રીફર કરી દાખલ કરવામાં આવેલો હતો ઘટનાને લઇ કડી પોલીસે ચાર વિરોધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી

     

    હતી.

  • નેમીનાથ ભગવાન ના નિર્માણ દિન નિમિતે મોટી સંખ્યામાં ભક્તો ગિરનાર પર્વત પર ઉમટ્યા

    જૂનાગઢ

     

    2 જુલાઈ ભગવાન નેમીનાથ ના નિર્માણ દિન તરીકે ઉજવવામાં આવે છે.નિર્માણ દિન ના દિવસે હજારો ની સંખ્યામાં દિગમ્બર જૈન સમાજના ભાવિકો ભગવાનના દર્શને યાત્રાધામ ગિરનાર પર્વત પર પહોચતા હોય છે.

    જ્યારે સનાતન ધર્મ મા અહી ભગવાન દત્તાત્રેય મહારાજે તપ કર્યુ હોય અહી ની ટૂંક દત્તાત્રેય ટુંક તરીકે પૂજાય છે. જૈન સમાજ દત ભગવાન ની ટુંક તેમજ પાદુકા ને ભગવાન નેમીનાથ માને છે.આજે દીગંબર જૈન સમાજ દ્વારા નિર્વાણ લાડુ ની વિધી દત ટુક પર કરવા મોટી સંખ્યામાં સમાજ ઉમટી પડે છે.તંત્ર દ્વારા ગિરનાર સીડી ના પહેલે પગથીયે વિધી કરવાની પરવાનગી આપવામાં આવી હતી.હાલ આ જગ્યા બાબતે કોર્ટ મેટર ચાલતી હોય દત્તાત્રેય ટુંક પર વહીવટી તંત્ર દ્વારા મનાઈ કરવમાં આવી હતી.મોડી રાત્રી થી જ જૈન સમાજ ખૂબ મોટી સંખ્યામાં ગિરનાર પર ચડી રહ્યો હતો.

    કોઈ ઘર્ષણ કે વાદ વિવાદ ના થાય તે માટે ડીવાયએસપી સહીતના અધિકારીઓ તેમજ પોલીસના જવાનોના કાફલાનો ગિરનાર સીડી પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાનું જુનાગઢ ડિવિઝન ડિવાયએસપી હિતેશ ધાંધલીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું

  • અષાઢી બીજે કચ્છ કાર્નિવલ ઉત્સવ નું આયોજન કરાયું

    દર વર્ષ ની માફક અષાઢી બીજે કચ્છમાં નવા વર્ષની શરૂઆત થાય છે. અષાઢી બીજ થી કચ્છમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી નવા વર્ષ નિમિત્તે કચ્છ કાર્નિવલ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હતું. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે આ કાર્યક્રમ ભુજ શહેરના હમીરસર તળાવ પર યોજવામાં આવે છે. આજે પણ તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છની પરંપરા દર્શાવવામાં આવી હતી.

    જેમાં 62 કૃતિઓમાં બે હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.

    હજારોની મેચની અહીં ઉમટી હતી. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નું મોમેન્ટો અને સાલ વડે અને પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.

    કચ્છના ધારાસભ્યો તેમજ નગરપાલિકાના પ્રમુખો આ પ્રસંગે હાજર રહ્યા હતા

    .

  • કડી શહેરમાં 54 મી ભગવાન જગન્નાથ ની ભવ્યાતિભવ્ય રથયાત્રા

     

    અષાઢી બીજના પવિત્ર દિવસે કડી શહેરમાં ભગવાન જગન્નાથ ની 54 મી ભવ્ય રથયાત્રા નીકળતા ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.શહેરના દેત્રોજ રોડ ઉપર ના રામજી મંદિર ખાતે થી પરંપરાગત રીતે ભવ્ય જગન્નાથ ભગવાન ની રથ યાત્રાનો પ્રારંભ થયો હતો.

    રામજી મંદિર થી પ્રયાણ થયેલી રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારો માં ઘૂમી હતી.શહેરમાં ભગવાન જગન્નાથ નગર ચર્યાએ નિકળતા મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.રથયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ને અટકાવવા માટે કડી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો