Category: ઈ-પેપર

  • કડી કેનાલમાં ડૂબતી યુવતી ને જાનના જોખમે બચાવનાર પોલીસ કર્મીઓ સન્માનિત કરાયા

                     

              ગણતરી ના દિવસો પહેલા કડી પોલીસ ના પીઆઇ સહિતના કર્મચારીઓ પેટ્રોલિંગ માં હતા ત્યારે નર્મદા કેનાલ નજીક લોકો એકઠા થયા હોવાનું દેખાતા પોલીસ કર્મી તેમની નજીક જઈ તપાસ કરતા એક યુવતી નર્મદા કેનાલમાં ડૂબી રહી હતી જેથી કડી પોલીસ ના પીઆઇ એ.એન.સોલંકી સહિતના પોલીસ કર્મીઓ જશુભાઈ,યુવરાજસિંહ,હરપાલસિંહ,સંજયસિંહ સહિતના કર્મીઓ પોતાના જીવ ની પરવા કર્યા વિના કેનાલ માં કૂદી પડ્યા હતા અને મહા મુશ્કેલી થી યુવતી ને ડુબતી બચાવી દોરડા ની મદદ થી બહાર કાઢી યુવતીને નવજીવન બક્ષ્યું હતું.

     

    કડી પોલીસ દ્વારા પોતાના જીવની પરવા કર્યા વિના ડૂબી રહેલ યુવતી ને બચાવી લેતા લોકોમાં પોલીસ માટે આદરભાવ જોવા મળ્યો હતો અને પોલીસ યુવતી માટે દેવદૂત બનીને આવી હોય તેવો ભાસ થતો હતો.જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા યુવતીને બચાવનાર કડી પીઆઈ સહિત ના પોલીસ કર્મીઓ એ ફરજ ની સાથે સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરી પાડવા બદલ સન્માનપત્ર આપી સન્માન કરી તેમના આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું.કડી પોલીસ ના આ માનવતાવાદી કાર્યની સમાન્ય જનતામાં જાણ થતા લોકોમાં પોલીસ પ્રત્યેની ભાવના હકારાત્મક બની છે.

  • બહુચરાજી પંથકમાં હાહાકાર મચાવતી ચોર ટોળકી ને પોલીસે ઝડપી લીધી

    બહુચરાજી

    મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી પંથકને ધમરોળતી ચોર ટોળકી આખરે બહુચરાજી પોલીસ ના હાથે ઝડપાઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

        મહેસાણા જિલ્લા પોલીસ વડાએ મિલકત સબંધી ગુનાઓ આચરતી ટોળકી લેવા સૂચના સંદર્ભે બહુચરાજી પોલીસ એકશન મોડમાં આવી હતી.છેલ્લા બે મહિનામાં બે ચોરીઓને અંજામ આપનાર ટોળકી ને ઝડપી પાડવામાં બહુચરાજી પોલીસ ને સફળતા મળી છે.ચોરીના ગુનામાં ઝડપાયેલા રવિ લાભુજી ઠાકોર અને નરેશ ગાંડાભાઈ દેવીપૂજક સામે પોલીસે સંગઠિત ગુનાની કલમનો ઉમેરી કરી વધુ તપાસ હાથ ધરી છે.

    બંને ચોરોએ ટોળી બનાવી ત્રણ જેટલી ચોરી ની અંજામ આપ્યો હતો.

    બહુચરાજી પોલીસે ચોર ટોળકીને ઝડપી પાડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

  • પગારવધારા ને લઈને આશા વર્કર બહેનો કડીમાં રણચંડી બની, મામલતદાર ને આપ્યું આવેદનપત્ર

    કડી.   
    કડી તાલુકાના આશા વર્કરો પોતાના દૈનિક આરોગ્ય કાર્યને નિષ્ઠાપૂર્વક બજાવતા રહ્યા છે. તેઓ પ્રાથમિક આરોગ્યસેવા, માતા-શિશુ સંભાળ, રસીકરણ, રોગપ્રતિકાર, પોષણ કાર્યક્રમો અને સરકારની અન્ય આરોગ્ય યોજનાઓ પર સતત કામગીરી કરી રહ્યા છે.

    આશા વર્કરોની કામગીરી માત્ર રોજિંદી આરોગ્ય કામગીરી સુધી મર્યાદિત નથી, તેમના ઉપર ઘણા વધારાના કામો પણ સોંપવામાં આવ્યા છે, જેમ કે:

    PMMVY યોજના અને પોષણ ટ્રેકર એપમાં માહિતી અપલોડ કરવી

    સર્વેક્ષણ અને ડેટા એન્ટ્રી

    ઓનલાઈન કામગીરી

    માતા મરણ , બાળ મરણ સંભાળની કામગીરી

    રોગચાળો અથવા અન્ય વિશેષ પ્રસંગે ખાસ ફરજ બજાવવી

    પરંતુ આ વધારાની કામગીરી માટે કોઈ વિશેષ મહેનતાણું આપવામાં આવતું નથી. વર્તમાન મોંઘવારીના સમયમાં હાલના વેતન પર જીવન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.

     

    આશા વર્કરોની મુખ્ય માંગણીઓ:

    લઘુત્તમ વેતન મુજબ યોગ્ય વેતન આપવું

    વધારાની કામગીરી માટે મહેનતાણું આપવું

    આરોગ્ય યોજનાઓ માટે ડેટા એન્ટ્રી અને ઓનલાઈન કામગીરી માટે યોગ્ય ભથ્થું ફાળવવું

     

    આશા વર્કરો 24 કલાક આરોગ્ય કાર્યક્રમોને સફળ બનાવવા માટે તત્પર છે. તેઓ આ ન્યાયસંગત માંગણીઓને ધ્યાનમાં લઈને કચેરી કલેક્ટરશ્રી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા રાખે છે.

  • કડી ના થોળ ની મોટી ઘટના ભૂખમરાથી 20 ગાયો ના મોત || અધિકારીઓ ની મિલીભગત ની ચર્ચા એ જોર પકડયું

    મહેસાણા, 31 ઓગસ્ટ: કડી ના થોળ ની મોટી ઘટના ભૂખમરાથી 20 ગાયો ના મોત || અધિકારીઓ ની મિલીભગત ની ચર્ચા એ જોર પકડયું

     

    મહેસાણા પાંજરાપોળમાં 15-20 ગાયોના મૃત્યુ: ખોરાકની અછત કારણ માનવામાં આવી રહ્યું છે

    મહેસાણા, 31 ઓગસ્ટ: કડી તાલુકાના થોળ નજીક આવેલ રાધાકૃષ્ણ પાંજરાપોળમાં આશંકાજનક સ્થિતિ સામે આવી છે. અહીં રાખવામાં આવતી અંદાજે 15 થી 20 ગાયોના મૃત્યુ થયા છે.

    આ પાંજરાપોળમાં મહેસાણા નગરપાલિકા દ્વારા પકડવામાં આવેલી ગાયો રાખવામાં આવતી હતી. પાંજરાપોળને નાણાકીય સહાય આપવામાં આવતી હોવા છતાં, ખોરાકની અછતને કારણે ગાયોના મોત થયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

    જ્યારે ખાનગી ટ્રસ્ટ ઘટના સ્થળે પહોંચ્યું, ત્યારે મૃત ગાયો ટ્રેક્ટરમાં ભરાઈ રહી હતી. ટ્રસ્ટ દ્વારા પોલીસને જાણ કરતાં બાવળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્થળ પર તપાસ શરૂ કરી. મૃત ગાયોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી પણ હાથ ધરાઇ છે.

    ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનો માહોલ છવાયો છે. સ્થાનિકો અને પ્રાણી રક્ષા સંસ્થાઓ દ્વારા વિગતવાર તપાસની માંગ કરવામાં આવી રહી છે.

    મહેસાણા નગરપાલિકા અને પોલીસ મામલે વધુ સ્પષ્ટતા કરશે

  • કડી શહેરમાં તંબાકુ ની પેઢી ઉપર સેન્ટ્રલ જીએસટી ની ટીમ ત્રાટકી :– મોટી રકમની કરચોરી પકડાઈ શકે છે.

    મુખ્ય બજારમાં આવેલી ખજાના ટ્રેડર્સમાં દરોડો

    કડી શહેરમાં સેન્ટ્રલ જીએસટી ની ટીમે દરોડો પાડતા વેપારીઓમાં હડકંપ મચી જવા પામ્યો છે.મોટી રકમની કરચોરીની આશંકા ના પગલે જીએસટી વિભાગે રેડ કરી હોવાની માહિતી સૂત્રો પાસે થી મળી છે.

     

    •  કડી શહેરની મુખ્ય બજારમાં આવેલી તંબાકુ ની પેઢી ઉપર ગઈ સાંજ થી જીએસટી વિભાગની રેડ ની કામગીરી ચાલુ છે.

    શહેરની મુખ્ય બજારમાં આવેલી શ્રીદેવી છાપ તંબાકુ નો વેપાર કરતી ખજાના ટ્રેડર્સ નામની પેઢી ઉપર સેન્ટ્રલ જીએસટી વિભાગની ટીમે રેડ કરી હતી.

    ખજાના ટ્રેડર્સ ના માલિકે મોટી રકમની કરચોરી કરી હોવાની આશંકા ના પગલે પડેલી રેડ ની તપાસ અત્યારે હાલ ચાલી રહી છે.

    રેડ પૂરી થયા બાદ સમગ્ર વિગતો બહાર આવશે.

  • નાની કડીમાં ગૌશાળા માટે દાનમાં અપાયેલી જગ્યામાંથી ટ્રસ્ટીઓ પૈસા કમાવા લાગ્યા :– પરવાનગી વિના શોપિંગ સેન્ટર તાણી બાંધ્યું

    ગૌશાળા માટે બક્ષિસ માં આપેલી જમીન ને વેપાર નું સ્થળ બનાવી દેતા વિવાદ

    મહેસાણા જિલ્લાના નાની કડી ખાતે વર્ષો પહેલા ગૌશાળા માટે બક્ષિસ આપવામાં આવેલી જમીન ઉપર ટ્રસ્ટીઓએ ધંધા રોજગાર ની જગ્યા બનાવી ખોટી રીતે બાંધકામ શરૂ કરી દેતા વિવાદ સર્જાયો છે.અરજદારે નાની કડી ગ્રામ પંચાયત સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરતા ગ્રામ પંચાયત હરકતમાં આવી નોટિસ ફટકારી છે.

          નાની કડી ગામમાં ગોવિંદ ગૌશાળા આવેલી છે જ્યાં ગાયો પાળવામાં આવતી અને તેનું દૂધ ડી.જે.કન્યા વિધાલય ના છાત્રાલય માં અભ્યાસ કરતી દીકરીઓ ને પહોંચાડવામાં આવતું હતું પરંતુ ગોવિંદ ગૌશાળા ના ટ્રસ્ટીઓએ એકાએક ગૌશાળા બંધ કરી દઈ ગૃહ ઉધ્યોગ શરૂ કરી દીધો હતો ત્યાર બાદ કોઈ પણ જાતની પરવાનગી વિના દુકાન વાળું શોપિંગ સેન્ટર બનાવવાનું શરૂ કરતા વિવાદ સર્જાયો છે.

     નાની કડી ખાતે નવીન સર્વે નંબર 2935 અને 2936 વાળી જમીન હીરાબેન સોલંકીએ સને 1994માં ગોવિંદ ગૌશાળા ને બક્ષિસ તરીકે આપવામાં આવી હતી.ત્યાર થી જમીનમાં ગોવિંદ ગૌશાળા ચલાવવામાં આવતી હતી.રેવન્યુ રેકોર્ડ અને 7/12 ના ઉતારામાં જમીનના ઉપયોગમાં ઢોર નો ડબ્બો સહિતનો ઉલ્લેખ કરેલો છે તેમ છતાં ગોવિંદ ગૌશાળા ના ટ્રસ્ટીઓએ ગૌશાળા માં રાખવામાં આવતી ગાયો ને કાઢી ત્યાં ગૃહ ઉધ્યોગ શરૂ કરી આર્થિક કમાઈ શરૂ કરી હતી ત્યાર બાદ દુકાનો વાળું શૉપિંગ સેન્ટર નું બાંધકામ શરૂ કરી દેતા ઉચ્ચ કક્ષાએ અરજી કરવામાં આવી હતી જેમાં ગ્રામ પંચાયત ના તલાટીઓ કે ઉચ્ચ કક્ષાએ કોઈ પગલા લેવામાં આવતા નથી ફક્ત ને ફક્ત નોટિસ આપી સંતોષ માનવામાં આવે છે.

     

    સમગ્ર મુદ્દે જ્યારે ગોવિંદ ગૌશાળા ના મુખ્ય ટ્રસ્ટી ભીખાભાઇ પટેલ ના સંપર્ક કરતા તેઓએ બહાર હોવાનું બહાનું કાઢી સમગ્ર મામલે કઈ પણ બોલવા તૈયાર થયા નહોતા

    .

  • જોટાણા થી જાકાસણા રોડ ના ખાડા પૂરવામાં ભ્રષ્ટાચાર

    મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાને ગામડાઓ સુધી જોડતા રોડ ના રિપેરિંગ કામ માં ભ્રષ્ટાચાર ની બુમરાડ ઉઠવા પામી છે.

         મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ગામડાઓના રોડ રસ્તા ની હાલત બિસ્માર બની છે.રોડ ઉપર ખાડા નહીં પરંતુ ખાડાઓમાં રોડ હોય તેવી પરિસ્થિતિ ઉદભવી છે.વાહન ચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.વાહનચાલકો ના વાહનો તૂટી રહ્યા છે તો બીમાર માણસો વધુ બીમાર પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે ઉપરાંત વિધાર્થીઓ ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા માં પડેલા ખાડા ના લીધે રસ્તા ના સમારકામ ની બુમરાડ ઉઠવા પામી હતી જે અનુસંધાને માર્ગ મકાન વિભાગ દ્વારા રોડ નું પેચ વર્ક કરવામાં આવ્યું હતું જેમાં જોટાણા થી જાકાસણા રોડ ઉપર પડેલા ખાડા પૂરવામાં આવ્યા હતા પરંતુ રોડ માં પડેલા ખાડા પૂરવામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની લોકોમાં ચર્ચા જામી છે.રોડ ના સમારકામ માં ખાડા પુરવા ડામર તો પાથરવામાં આવ્યો પરંતુ એજન્સી દ્વારા તેના ઉપર રોલર ફેરવવાની પણ તસ્દી લેવામાં આવી નહીં અને દસ થી પંદર દિવસમાં ફરી થી રોડના ખાડા દેખાઈ આવે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે.એક બાજુ લોકો ખાડા ના લીધે પરેશાન છે ત્યારે આવા ભ્રષ્ટાચારી પાકોની તકલીફોમાં પણ રૂપિયા રળવાનો મોકો છોડતા નહીં હોવાની ચર્ચા અત્યારે તો જોટાણા પંથકમાં જામી છે.

  • કડી વિસ્તારના બે બ્રિજ અકસ્માત ની જોઈ રહ્યા છે રાહ :- રોજના હજારો લોકો કરે છે અવરજવર

    નિર્દોષ લોકોના ભોગ બાદ તંત્ર હરકતમાં આવશે કે શું ??

    વડોદરા અને આણંદ વચ્ચે આવેલ મહીસાગર નદી ઉપર નો આશરે 45 વર્ષ જુનો ગંભીરા બ્રિજ ના બે ટુકડા થઈ જતા આશરે 15 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો.બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના થી અંગે ગુજરાત તેમજ દેશની અંદર ચકચાર મચી ગઇ છે.

     

    બ્રિજ તૂટી પડવાની ઘટના થી સરકાર ઉપર માછલા ધોવાઈ રહ્યા છે તેવામાં વર્ષો થી કેટલાય બ્રિજ સમારકામ ની રાહ જોઈ રહ્યા છે.ગંભીરા બ્રિજ ની દુર્ઘટના બાદ કદાચ તંત્ર જાગશે કે નહીં તે મોટો સવાલ છે ત્યારે અત્યારે પણ કડી વિસ્તારના બે બ્રિજ એવા છે જે એટલી ખરાબ હાલતમાં છે કે ગમે ત્યારે દુર્ઘટના ઘટી શકે છે.

    1.રંગપુરડા અને બોરીસણા વચ્ચે આવેલો નર્મદા કેનાલ નો બ્રિજ

     

    કડી થી સાણંદ વાળા હાઈવે ઉપર બોરીસણા અને રંગપુરડા વચ્ચે સૌરાષ્ટ્ર શાખાની નર્મદા કેનાલ ઉપર આવેલો બ્રિજ બિસ્માર હાલતમાં છે.વર્ષો પહેલા બનેલા નર્મદા વિભાગ દ્વારા બનાવવામાં આવેલા બ્રિજ ની નીચે સળિયા દેખાઈ રહ્યા છે તેમજ બ્રિજ નો એક છેડો બેસી ગયો છે તેમજ બ્રિજ પ્રોટેક્શન દિવાલ પણ તૂટી ગયેલી હાલત માં જોવા મળી રહી છે.બ્રિજ ની ખરાબ હાલત બાબતે કેટલીય વાર સરકારી ઓફિસો માં રજૂઆત થઈ છે પરંતુ નર્મદા કે અન્ય વિભાગ ના અધિકારીઓ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યા છે.

     

    2.કડી થી દેઉસણા જવાનો નર્મદા કેનાલ ઉપર નો ઓગળનાથ પાસેનો બ્રિજ

      કડી શહેર થી દેઉસણા જવા ના રસ્તા ઉપર ઓગળનાથ મહાદેવ ની બાજુમાં નર્મદા કેનાલ ઉપર નો બ્રિજ પણ ખખડધજ હાલતમાં છે.બ્રિજ ઉપર સળિયા દેખાઈ રહ્યા છે તેમજ બ્રિજ માં જગ્યા હોવાનું તેમજ તિરાડો જોવા મળી રહી છે. લોકો અત્યારે બ્રિજ ઉપર થી નીકળતા ડરી રહ્યા છે પરંતુ કમને ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા છે.

  • Save Life Earn Money :- અકસ્માતમાં જીવ બચાવનાર ને મળશે રૂ .25 હજાર

    હવે તમે જ્યારે રોડ ઉપર અકસ્માતમાં જુઓ તો તમે તેને હોસ્પિટલ પહોંચાડજો તેનો જીવ બચાવજો સરકાર તમને આપશે રૂ.25000 ઇનામ

     

     

    ઘણા લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે તેનું કારણ છે અકસ્માતનો ભોગ બનનાર ને સમયસર સારવાર નથી મળતી.લોકો જ્યારે અકસ્માત થાય ત્યારે ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે પહોંચાડવા માટે વિચાર કરતા હોય છે તેનું કારણ છે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડનાર સરકારી કામકાજ ના ચક્કરો માં ફસાવા નથી માગતો અને ઘાયલ વ્યક્તિને સમયસર સારવાર નથી મળતી અને અકસ્માતમાં માં ઘાયલ વ્યક્તિ મૃત્યુ પામે છે પરંતુ હવે મહેસાણામાં ઘાયલ વ્યક્તિને સમયસર સારવાર મળી રહેશે અને તેનો જીવ બચી જશે તેનું કારણ છે સરકારની નીતિ.હવે અકસ્માતમાં જીવ બચાવનાર વ્યક્તિ રાહવીર તરીકે ઓળખાશે.રોડ અકસ્માતમાં અકસ્માત થયા પછીનો 1 કલાક ગોલ્ડન અવર(કલાક) તરીકે ઓળખાય છે જેમાં વ્યક્તિને સમયસર સારવાર મળી રહે તો તેનો જીવ બચાવી શકાય છે.આ 1 કલાકના સમયગાળા દરમ્યાન અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને જો કોઈ વ્યક્તિ હોસ્પિટલ પહોંચાડશે તેને હવે ઇનામ મળશે.આ માટે જિલ્લા સ્તરે 5 સભ્યોની સમિતિ બનશે જેમાં જિલ્લા કલેક્ટર,જિલ્લા પોલીસ વડા(એસપી),જિલ્લા આરોગ્ય અધિકારી,CDMO અને RTO ના અધિકારી નો સમાવેશ થશે.અકસ્માત બાદ સ્થાનિક પોલીસ અધિકારીના અભિપ્રાયબાદ જીવ બચાવનાર વ્યક્તિને રાહવીર તરીકે જાહેર કરી તેને રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે જેનાથી અન્ય લોકો પણ પ્રેરણા લઈ શકે.

  • કડીના ફેમિલી ફન વોટર પાર્ક ની ગૌરી વ્રત નિમિતે બાળકીઓ માટે અદ્દભુત સ્કીમ

    બે દિવસ વ્રત કરતી બાળાઓ અને તેમની માતાઓને કરાવશે જલસા

     

     

     

     

     

    હિન્દુઓનો પવિત્ર માસ શરૂ થવા જઈ રહ્યો છે તેવામાં દીકરીઓ ગૌરી વ્રત અને જયાપાર્વતી વ્રત કરી રહી છે.દીકરીઓ વ્રત ના દિવસો માં પૂજા કરતી હોય છે અને ઉપવાસ કરતી હોય છે તેવામાં કડી ના કુંડાળ ખાતે આવેલા ફેમિલી ફન વોટર પાર્ક દ્વારા વ્રત કરતી બાળાઓ માટે ખાસ યોજના બહાર પાડવામાં આવી છે જેનાથી વ્રત કરતી બાળાઓ તો ઠીક પણ તેમની મમ્મીઓને પણ જલસો પડી જવાનો છે.ફેમિલી ફન વોટરપાર્ક દ્વારા 9 અને 10 જુલાઈના રોજ વ્રત કરનારી બાળાઓ અને તેમની માતાઓને ફ્રી પ્રવેશ આપવામાં આવશે અને તેમને વોટરપાર્ક દ્વારા તેમને ફ્રી માં ચા નાસ્તો આપવામાં આવશે જેનો સમય 3:00 થી સાંજ 6:00 સુધી રાખવામાં આવ્યો છે.

     

     ફેમિલી ફન વોટરપાર્ક માલિક નું આ પગલું ખરેખર સરાહનીય છે.