Category: મનોરંજન

  • શું કડી મામલતદાર પૈસા વિના નથી કરતા કામ ?? અરજદારે મામલતદાર મનમાની કરી ધક્કા ખવડાવતા હોવાની પ્રાંત અધિકારી ને મારી ફરિયાદ

          કડી તાલુકાના મામલતદાર કુમારી માધવી પટેલ મનમાની કરી મનસ્વી વર્તન કરતા હોવાની ફરિયાદ અરજદાર ખેડૂતે પ્રાંત અધિકારી ને કરતા સરકારી કચેરીમાં સોંપો પડી ગયો છે.

         

      કડી તાલુકામાં છેલ્લા કેટલાક સમય થી મામલતદાર કુમારી માધવી પટેલ મનફાવે તેવું વર્તન કરી અરજદારો ને હેરાન કરતા હોવાની બુમરાડ ઉઠવા પામી હતી પરંતુ મામલતદાર ની સત્તા સામે ફરિયાદ કરવા કોઈ આગળ નહોતું આવતું પરંતુ મૂળ ડરણ ગામના વતની અને હાલ અમદાવાદ રહેતા ખેડૂત સુરેશભાઈ પટેલ દ્વારા પ્રાંત અધિકારી ને મામલતદાર વિરુદ્ધ ફરિયાદ કરી છે.સુરેશભાઈ પટેલ દ્વારા મામલતદાર ઉપર ગંભીર પ્રકાર ના આક્ષેપ કરવામાં આવ્યા છે જેમાં તેઓ વ્યવહાર સિવાય કોઈ કામ કરતા નહીં હોવાનું તેમજ રાજકીય વગ ધરાવતા લોકોનું જ કામ કરે છે.અરજી નો સમય ચાર મહિનાથી વધારે સમય થયો હોવા છતાં અરજીઓની પૂરતી તપાસ કર્યા વિના મરજી મુજબ જવાબ આપી દે છે.સુરેશભાઈ એ બંકેરી બંધુઓ વિરુદ્ધ ખોટા ખેડૂત હોવાની પુરાવા સાથે રજૂઆત કર્યા હોવા છત તેમણે કોઈ પણ તપાસ કર્યા વિના ગોળગોળ જવાબ આપી રહ્યા છે


    .

  • નાની કડીમાં ગૌશાળા માટે દાનમાં અપાયેલી જગ્યામાંથી ટ્રસ્ટીઓ પૈસા કમાવા લાગ્યા :– પરવાનગી વિના શોપિંગ સેન્ટર તાણી બાંધ્યું

    ગૌશાળા માટે બક્ષિસ માં આપેલી જમીન ને વેપાર નું સ્થળ બનાવી દેતા વિવાદ

    મહેસાણા જિલ્લાના નાની કડી ખાતે વર્ષો પહેલા ગૌશાળા માટે બક્ષિસ આપવામાં આવેલી જમીન ઉપર ટ્રસ્ટીઓએ ધંધા રોજગાર ની જગ્યા બનાવી ખોટી રીતે બાંધકામ શરૂ કરી દેતા વિવાદ સર્જાયો છે.અરજદારે નાની કડી ગ્રામ પંચાયત સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરતા ગ્રામ પંચાયત હરકતમાં આવી નોટિસ ફટકારી છે.

          નાની કડી ગામમાં ગોવિંદ ગૌશાળા આવેલી છે જ્યાં ગાયો પાળવામાં આવતી અને તેનું દૂધ ડી.જે.કન્યા વિધાલય ના છાત્રાલય માં અભ્યાસ કરતી દીકરીઓ ને પહોંચાડવામાં આવતું હતું પરંતુ ગોવિંદ ગૌશાળા ના ટ્રસ્ટીઓએ એકાએક ગૌશાળા બંધ કરી દઈ ગૃહ ઉધ્યોગ શરૂ કરી દીધો હતો ત્યાર બાદ કોઈ પણ જાતની પરવાનગી વિના દુકાન વાળું શોપિંગ સેન્ટર બનાવવાનું શરૂ કરતા વિવાદ સર્જાયો છે.

     નાની કડી ખાતે નવીન સર્વે નંબર 2935 અને 2936 વાળી જમીન હીરાબેન સોલંકીએ સને 1994માં ગોવિંદ ગૌશાળા ને બક્ષિસ તરીકે આપવામાં આવી હતી.ત્યાર થી જમીનમાં ગોવિંદ ગૌશાળા ચલાવવામાં આવતી હતી.રેવન્યુ રેકોર્ડ અને 7/12 ના ઉતારામાં જમીનના ઉપયોગમાં ઢોર નો ડબ્બો સહિતનો ઉલ્લેખ કરેલો છે તેમ છતાં ગોવિંદ ગૌશાળા ના ટ્રસ્ટીઓએ ગૌશાળા માં રાખવામાં આવતી ગાયો ને કાઢી ત્યાં ગૃહ ઉધ્યોગ શરૂ કરી આર્થિક કમાઈ શરૂ કરી હતી ત્યાર બાદ દુકાનો વાળું શૉપિંગ સેન્ટર નું બાંધકામ શરૂ કરી દેતા ઉચ્ચ કક્ષાએ અરજી કરવામાં આવી હતી જેમાં ગ્રામ પંચાયત ના તલાટીઓ કે ઉચ્ચ કક્ષાએ કોઈ પગલા લેવામાં આવતા નથી ફક્ત ને ફક્ત નોટિસ આપી સંતોષ માનવામાં આવે છે.

     

    સમગ્ર મુદ્દે જ્યારે ગોવિંદ ગૌશાળા ના મુખ્ય ટ્રસ્ટી ભીખાભાઇ પટેલ ના સંપર્ક કરતા તેઓએ બહાર હોવાનું બહાનું કાઢી સમગ્ર મામલે કઈ પણ બોલવા તૈયાર થયા નહોતા

    .

  • અંડર એજ ડ્રાઈવિંગ અને સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન મુદ્દે RTO મહેસાણાની કડક કાર્યવાહી

    આ વર્ષે શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જાગૃતિ માટે સ્પેશિયલ ડ્રાઈવ

       અંડરએજ ડ્રાઈવિંગ કરતાં બાળકોએ ટ્રાફિકના નિયમો જાણતા હોતા નથી તેમજ જવાબદારીની સભાનતાનો અભાવ હોઈ લાઈસન્સ વિના ડ્રાઈવિંગ કરી પોતાને તેમજ અન્યોને નુકશાન પહોંચાડે છે. જેથી એમના વાલીઓ અને બાળકોમાં આ બાબતે યોગ્ય જાગૃતિ ફેલાય એ માટે પ્રા.વા.વ્ય.કચેરી દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ કરી કાર્યવાહી કરવામાં આવે છે

        તા.17 જૂલાઇ અને 18 જૂલઈ ના રોજ પ્રા.વા.વ્ય.કચેરી, મહેસાણા દ્વારા 8 સ્કુલોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરાયું. જેમાં લાઈસન્સ વિના સ્કુલ/કોલેજમાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓનું ચેકીંગ હાથ ધરાયું. 

       વહેલી સવારે પ્રા.વા.વ્ય.કચેરીના કુલ – 24 અધિકારીઓની 8 ટીમોએ આકસ્મિક ચેકીંગમાં  ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા. જેમાં મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કુલ 120 વાહનોના 214 જેટલા ઓફેન્સ બુક કરવામાં આવ્યા. જેમાં કુલ – 507200 નો દંડ કરવામાં આવ્યો.સાથે જ તમામ શાળાઓમાં આચાર્ય શ્રીઓ સાથે પણ સંવાદ કરી આવા બાળકોના વાલીઓની મિટિંગ તેમજ જનરલ વાલીમીટિંગ માં પણ આ બાબતો પર ભાર આપવા જણાવાયું. RTO માં દંડ ભરવા આવનાર વાલીઓ અને બાળકોનું પણ કચેરી ખાતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.

          આ ડ્રાઈવ અંતર્ગત મહેસાણા એ.આર.ટી.ઓ.શ્રી સ્વપ્નિલ એમ. પટેલએ જણાવ્યુ કે શાળાએ જતા બાળકોની સેફટી જળવાય એ માટેની વાલીઓએ વધારે જાગૃત રહેવાની જરૂર છે. ગત વર્ષે પણ આવા કેસોમાં વાલીઓ પર પોલીસ કાર્યવાહી કરવામાં આવેલી ત્યારે આ વર્ષે પણ આ બાબતે સંવેદનશીલ રહેવા વાલીઓને જિલ્લા તંત્ર વતી અપીલ કરવામાં આવે છે.

  • કડી ના મલ્હારપુરા ના ચાર માળિયામાંથી મસમોટો દારૂનો જથ્થો ઝડપાયો :– બુટલેગર ના ત્યાં નોકરી કરતા બે સાગરિત ઝડપાયા

    ફરી એક વાર કડી પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.

     

    કડી પોલીસને ફરી એકવાર મોટી સફળતા મળી છે જ્યારે થોડાક દિવસો અગાઉ કડી જીઆઇડીસી માંથી પોલીસ દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવેલો હતો જ્યાં ફરી એકવાર કડી પોલીસ દ્વારા કડીના મલ્હારપુરા મા આવેલ ચાર માળિયા ફ્લેટમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની માહિતી મળતાની સાથે જ પોલીસ દ્વારા રેડ કરવામાં આવેલી હતી અને બુટલેગર અને ત્યાં નોકરી કરતા બે ઈસમોને રંગે હાથ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી પોલીસે કાર્યવાહી કરી ગુનો દાખલ કર્યો હતો.

     

       કડી પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફ પીએસઆઇ રાઠવા, પરેશભાઈ, સંજયસિંહ, ભીમાભાઇ,રવિ કુમાર,નીતિનકુમાર, હરપાલસિંહ, રાજુભાઈ સહિત સ્ટાફના માણસો કડી પોલીસ સ્ટેશનના પીઆઇ એ એન સોલંકી ની સૂચનાથી કડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન ગુરુવારે મોડી સાંજે સ્ટાફના માણસો મલ્હારપુરા ચોકમાં આવતા સંજય સિંહ અને પરેશકુમાર અને માહિતી મળી હતી કે, મલ્હારપુરા મા આવેલ ચાર માળિયા ફ્લેટમાં કલાલ જાવેદ હનીફભાઈ વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે અને દારૂનો વેપલો કરી રહ્યો છે જેવી હકીકત મળતાની સાથે જ પોલીસ સ્ટાફના માણસો માહિતી વાળી જગ્યા ઉપર પહોંચતા ફ્લેટમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તેમજ જાવેદ મહેબૂબભાઈ કલાલ અને અબ્બાસ ભાઈ કલાલ બંને રહે મલ્હારપુરા, રાવળ વાસ કડી જગ્યા ઉપરથી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા હતા.

        પોલીસ દ્વારા ફ્લેટની તપાસ કરતાં ફ્લેટમાંથી વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ટીન કુલ. 1638 કિંમત રૂપિયા 4,84,360 /- મળી આવ્યો હતો તેમ જ સ્થળ ઉપરથી ઝડપાયેલ ઈસમોની પૂછતાછ કરતા કલાલ જાવેદ હનીફભાઈ રહે મલ્હારપુરા વાળાને ત્યાં બંને જણા નોકરી કરતા હતા અને જયુપીટર માં વિદેશી દારૂનો જથ્થો ભરી અલગ-અલગ ઓર્ડર પ્રમાણે વેચવા માટે જતા હતા જેવી કબુલાત કરતા પોલીસ દ્વારા ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો તેમ જ પોલીસ દ્વારા કુલ રૂપિયા 5,89,360 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • કડી શહેરના ફૂટપાથ બન્યા વેપાર નું સ્થળ :–ટ્રાફિક સમસ્યા અને અકસ્માત થી પ્રજા ત્રસ્ત

    ફૂટપાથ ઉપર દુકાનધારક તેમજ લારી ગલ્લા ના દબાણ થી લોકો ત્રાહિમામ થઈ ઊઠી છે

     દરેક શહેરમાં લોકોને અવરજવર કરવા માટે તંત્ર દ્વારા ફૂટપાથ બનાવમાં આવતા હોય છે પરંતુ મહેસાણા જિલ્લાનું એક એવું શહેર છે જ્યાં ફૂટપાથ લોકોને ચાલવા માટે નહીં પરંતુ વેપારીઓ અને લારી ગલ્લા વાળાઓ માટે ધંધો કરવા બનાવવામાં આવ્યા છે.જેનાથી ટ્રાફિક સમસ્યા પણ ઉદભવી રહી છે પરંતુ પાલિકા ના સત્તાધીશો નું પેટ નુ પાણી પણ હલતું નથી.

       સરકાર દ્વારા ફૂટપાથ બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે.લોકોને અવરજવર થઈ શકે અને શહેરમાં ટ્રાફિક ની સમસ્યા નિવારી શકાય તેના માટે ફૂટપાથ બનાવવામાં આવ્યા છે.કડી શહેરમાં બનાવવામાં આવેલા ફૂટપાથ ઉપર દુકાનધારકોએ અને લારી ગલ્લા વાળાઓ કબજો જમાવી લીધો છે.દુકાનધારકોએ પોતાની દુકાન ફૂટપાથ થી પણ આગળ રોડ સુધી મોટી કરી દીધી છે તેમજ કેટલાક દુકાનધારકોએ તો દુકાનનો માલ સમાન ફૂટપાથ ઉપર પાથરી દીધો છે તેમજ કેટલાક લારી ગલ્લા વાળાઓ ફૂટપાથ ઉપર પોતાના કેબિન અને લારી મૂકી અડિંગો જમાવી દીધો છે જેથી લોકો ભારે પરેશાની નો સામનો કરી રહ્યા છે.એક બાજુ ફૂટપાથ ઉપર કબજો જમાવી દેવાથી લોકોને રોડ ઉપર ચાલવું પડી રહ્યું છે તો દુકાન ધારક અને ગ્રાહકો પોતાના વાહનો રોડ ઉપર પાર્ક કરી દેતા હોય છે જેથી રોડ સાંકડો થઈ જાય છે અને ટ્રાફિક ની સમસ્યા લોકોના માથાનો દુખાવો બની ગઈ છે.

          કડી પાલિકા દ્વારા થોડા સમય અગાઉ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી હતી જેનાથી ટ્રાફિક ની સમસ્યા પણ હળવી થઈ હતી પરંતુ પાલિકા ઉપર કોનું દબાણ આવ્યું પાલિકાએ દબાણ હટાવો ની કામગીરી ફક્ત એક જ અઠવાડિયામાં આટોપી લીધું.કડી શહેરમાં ટ્રાફિક ની સમસ્યાએ માઝા મૂકી છે અને અકસ્માત ની ઘટના વધી રહી હોવાથી શહેરની જનતા ત્રાહિમામ થઈ ઊઠી છે તેમ છતાં પાલિકાના સત્તાધીશો જાણે કુંભકર્ણ ની નિંદ્રામાં પોઢી રહ્યા છે.

  • જોટાણા થી જાકાસણા રોડ ના ખાડા પૂરવામાં ભ્રષ્ટાચાર

    મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાને ગામડાઓ સુધી જોડતા રોડ ના રિપેરિંગ કામ માં ભ્રષ્ટાચાર ની બુમરાડ ઉઠવા પામી છે.

         મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ગામડાઓના રોડ રસ્તા ની હાલત બિસ્માર બની છે.રોડ ઉપર ખાડા નહીં પરંતુ ખાડાઓમાં રોડ હોય તેવી પરિસ્થિતિ ઉદભવી છે.વાહન ચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.વાહનચાલકો ના વાહનો તૂટી રહ્યા છે તો બીમાર માણસો વધુ બીમાર પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે ઉપરાંત વિધાર્થીઓ ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા માં પડેલા ખાડા ના લીધે રસ્તા ના સમારકામ ની બુમરાડ ઉઠવા પામી હતી જે અનુસંધાને માર્ગ મકાન વિભાગ દ્વારા રોડ નું પેચ વર્ક કરવામાં આવ્યું હતું જેમાં જોટાણા થી જાકાસણા રોડ ઉપર પડેલા ખાડા પૂરવામાં આવ્યા હતા પરંતુ રોડ માં પડેલા ખાડા પૂરવામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની લોકોમાં ચર્ચા જામી છે.રોડ ના સમારકામ માં ખાડા પુરવા ડામર તો પાથરવામાં આવ્યો પરંતુ એજન્સી દ્વારા તેના ઉપર રોલર ફેરવવાની પણ તસ્દી લેવામાં આવી નહીં અને દસ થી પંદર દિવસમાં ફરી થી રોડના ખાડા દેખાઈ આવે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે.એક બાજુ લોકો ખાડા ના લીધે પરેશાન છે ત્યારે આવા ભ્રષ્ટાચારી પાકોની તકલીફોમાં પણ રૂપિયા રળવાનો મોકો છોડતા નહીં હોવાની ચર્ચા અત્યારે તો જોટાણા પંથકમાં જામી છે.

  • રાજપુર ઇન્દ્રાડ રોડ ઉપર જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા

    ખેતરમાં ખુલ્લી જગ્યામાં હારજીત નો ચાલી રહ્યો હતો જુગાર

       કડી તાલુકાના નંદાસણ પોલીસે રાજપુર ઇન્દ્રાડ રોડ ઉપર વિશાલ કન્ટેનર કંપનીની સામે ખેતરમાં જુગાર રમતા સાત જુગારીયાઓ ને રંગે હાથ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.નંદાસણ પોલીસે સાત જુગારિયા ઓ સહિત રૂ.13200 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

     

    ઝડપાયેલા જુગારીઓ 

     1.રજબમિયા ઉર્ફે રજુ રહીમ મીયા કુરેશી

    2. અતાઉલ્લાહ ખાન કાલુખાન પઠાણ

    3. આરીફ મિયાં નાસીરમીયા શેખ

    4. નિયાજ મીયા સરફૂ મીયા કુરેશી

    5. અબ્દુલ મીયા કાલુ મીયા કુરેશી

    6. ઇમરાન મીયા મુમરેજ મીયા કુરેશી

    7. અયુ મીયા ફરીજ મીયા કુરેશી 

    8. સુલતાન બાદર મીયા મલેક

    તમામ રહે.રાજપુર

  • કડી શહેરમાં લોકોના જીવ જોખમમાં :– મેડિકલ માફીયાઓ કડી શહેરમાં બન્યા બેફામ

      કડી શહેરમાં વધુ એક વાર મેડિકલ માફીયાઓ બેફામ બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.સામાન્ય લોકોના જીવ સાથે ચેડા કરતા આવા ઇસમો સામે કડક કાર્યવાહી ની લોકમાંગ ઊઠી છે

       સમગ્ર ઉત્તર ગુજરા કડી શહેર ની ગણના વિકાસશીલ શહેર તરીકે થઈ રહી છે.કડી શહેરમાં આરોગ્ય,શિક્ષણ,વેપાર ની પુષ્કળ સુવિધાઓ મળી રહે છે જેથી કડી,બહુચરાજી,જોટાણા,વિરમગામ દેત્રોજ સહિતના તાલુકાના ગામડાના લોકો ધીમધીમે કડી શહેરમાં વસવાટ માટે આવી રહ્યા છે પરંતુ કેટલાક ઇસમોના લીધે શહેરનો માહોલ બગડી રહ્યો છે.કડી શહેર આરોગ્ય માટે પણ જાણીતું છે અહીં મોટી મોટી હોસ્પિટલ અને ખ્યાતનામ તબીબો ની કીર્તિ સમગ્ર ઉત્તર ગુજરાતમાં જાણીતી છે.

       કડી શહેરમાં થોડા સમય થી મેડિકલ માફીયાઓ બેફામ બન્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે.વધુક એક વાર મેડિકલ વેસ્ટ કચરાના ઢગલામાંથી મળતા આરોગ્ય વિભાગ ની કામગીરી શંકાસ્પદ દેખાઈ રહી છે.કડી શહેરના બસ સ્ટેન્ડ નજીક વિવિધ દવાખાના આવેલા છે જેને ડોક્ટર હાઉસ તરીકે ઓળખાય છે.થોડા સમય અગાઉ ડોક્ટર હાઉસ પાસે કચરાના ઢગલામાંથી મેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો ત્યારબાદ ફરીવાર ડોક્ટર હાઉસમાંથી કચરાના ઢગલામાંથી મેડિકલ વેસ્ટ મળી આવ્યો છે.કચરાના ઢગલામાંથી મોટી માત્રામાં દવાઓની બાટલીઓ,ઉપયોગમાં લેવાયેલા ઇન્જેક્શન મળી આવ્યા છે.

       સરકાર દ્વારા મેડિકલ વેસ્ટ ના નિકાલ માટે પરિપત્ર બહાર પાડી SOP બનાવવામાં આવી છે પરંતુ કેટલાક મેડિકલ માફિયા પોતાના અંગત આર્થિક ફાયદાસારુ મેડિકલ વેસ્ટ નો નિકાલ કરવાની જગ્યાએ જ્યાં ત્યાં કચરાના ઢગલામાં ફેકી લોકોના જીવ સાથે રમત કરી રહ્યા છે.આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા કડી શહેરમાં લોકમાંગ ઉઠવા પામી છે.

    સામાન્ય લોકોના જીવ સાથે રમત કરતા મેડિકલ માફિયા સામે કાર્યવાહી ક્યારે ???

       કડી શહેરમાં જાહેરમાં કે કચરાના ઢગલામાંથી મેડિકલ વેસ્ટ મળી આવવો તે સામાન્ય બાબત બની ગઈ છે.મેડિકલ માફિયાઓએ પોતાના નજીવા રૂપિયા બચાવવા લોકોના જીવન સાથે ચેડા કરવાનું પણ ચૂકતા નથી.આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર ની બિન અસરકારક કામગીરી ના કારણે આવા મેડિકલ માફીયાઓ બેફામ બન્યા છે.સમયાંતરે જાહેર માં મેડિકલ વેસ્ટ ફેકી લોકોના જીવન સાથે રમત કરતા માફિયાઓએ સામે કડક કાર્યવાહી થશે કે આરોગ્ય વિભાગ અને શહેરનું વહીવટીતંત્ર ફક્ત તપાસ નું નાટક કરી આવા ઇસમોને છાવરી લેશે તે તો જોવાનું રહ્યું.

  • FRAUD WITH BANK :- બેંકે ગોલ્ડ લોન માટે વેલ્યુઅર રાખેલા સોનીએ જ લોકો સાથે મળી બેંકનું કરોડો નું કરી નાખ્યું

    કડી તાલુકાના મેડા આદરજ ગામમાં આવેલી બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ગોલ્ડ લોનના વેલ્યુઅર તરીકે રાખેલા સોની અને બનાવતી (નકલી) સોના ઉપર લોન લેનાર 37 લોકો સામે રૂ.4.54 કરોડ ની છેતરપિંડી ની ફરિયાદ નોંધાવતા હડકંપ મચી જવા પામ્યો છે.

     

     

     

     

    બેંકો લોકોને ગોલ્ડ લોન આપતી હોય છે જેમાં બેંક લોન લેનાર પાસેથી ગોલ્ડ(સોનું) લેતી હોય છે અને તેને બેંકે રાખેલા ગોલ્ડ વેલ્યુઅર સોની પાસે ચકાસણી કરાવી તેનું પ્રમાણપત્ર મેળવી તેના આધારે લોકોને સોના ઉપર લોન (ગોલ્ડ લોન) આપતી હોય છે પરંતુ અહીં તો બેંકે રાખેલા સોની એ જ લોકો સાથે મળી બેંક ને નકલી દાગીના(સોનુ)પધરાવી બેંક સાથે કરોડો ની છેતરપિંડી કરી દીધી જ્યારે બેંક ના ધ્યાને આ વાત આવી ત્યારે બેંકે ગોલ્ડ વેલ્યુઅર તરીકે રાખેલા થોળ ના સોની સહિત લોન લઈ બેંક સાથે છેતરપિંડી કરનાર 37 જેટલા લોકો સામે ગુનો નોંધતા પંથકમાં હડકંપ મચી જવા પામ્યો છે.વિગતમાં જોવા જઈએ તો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડા આદરજ ગામમાં બેંક ઓફ ઈન્ડિયાની શાખા આવેલી છે.બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સોના સામે લોન (ગોલ્ડ લોન) લોકોને આપવામાં આવે છે.પરંતુ બેંક ઓફ ઈન્ડિયા ની મેડા આદરજ શાખા દ્વારા ગોલ્ડ લોન માટે નિમણૂક કરેલા થોળ ગામના સોની મૌલિક દિનેશભાઈ એ કાવતરું રચી આજુબાજુના ગામના લોકોને વિશ્વાસમાં લઈ 37 જેટલા લોન ધારકો પાસે બનાવતી દાગીના ગીરવે મુકાવી તે સાચા હોવાની પ્રમાણપત્ર આપી બેંક સાથે રૂ.4.54 કરોડ ની છેતરપિંડી કરી હોવાનું બેન્ક ના જાણમાં આવતા બેન્કની ઝોનલ ઓફિસના ચીફ મેનેજરે ફરિયાદ નોંધાવતા પંથકમાં હડકંપ મચી જવા પામ્યો છે.

     

        બેંક દ્વારા નિમણૂક કરાયેલા સોનીએ મેડા આદરજ ગામની આસપાસ ના ગામો જેવા કે ઝાલોડા,થોળ, મુલસણ, વડાવી , કણઝરી,આંબલીયારા, રાઁચરડા સહિતના ગામોમાંથી ગોલ્ડ લોન મેળવવા ઈચ્છતા અરજદારો પાસે ગોલ્ડ લોન ના નામે બનાવટી સોનાના દાગીના ગીરવે મુકાવી બનાવટી દાગીના નું સાચા તરીકે વેલ્યુએશન પ્રમાણપત્ર આપી રૂ.4.54 કરોડ ની છેતરપિંડી આચરી હતી.

     

    કેવી રીતે બહાર પડ્યું ભોપાળું

     

    બેંક દ્વારા 11 એપ્રિલના રોજ એનપીએ ખાતેદાર મેડા આદરજ ગામના ઠાકોર મગનજી શંભુજી અને તેમની પત્ની કૃષ્ણા બેન દ્વારા ગીરવે મુકાયેલા સોનાના દાગીનાની હરાજી કરી લોનની રકમ વસૂલાતની કાર્યવાહી કરાઈ હતી જેમાં બેંક ની લીગલ ટીમ સામે લોન સામે મુકાયેલા દાગીના નકલી હોવાનું સામે આવતા બેંકના લીગલ પેનલ ના કર્મીઓ ચોંકી ઉઠ્યા હતાં અને વેલ્યુઅર મૌલિન દિનેશભાઈ સોની દ્વારા આપવામાં આવેલ પ્રમાપત્રો વાળા સોનાની ચકાસણી કરાતા તેમાં 37 જેલ લોકોને નકલી સોના સામે લોન અપાવવામાં વેલ્યુઅર સોની દ્વારા ભાગ ભજવી રૂ.4.54 કરોડ ની છેતરપિંડી કરી છે જે મામલે બેંકના ઉચ્ચ અધિકારીઓએ વેલ્યુઅર થોળ ના મૌલીન સોની સહિત 37 જેટલા લોન ધારકો સામે બાવલું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે.બાવલું પીઆઈ એસ.આર.ચૌધરીની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવેતો નવાઈ નહીં

    બેંકે આટલા ઇસમો સામે નોંધાવી ફરિયાદ..

     

    -મૌલિક દિનેશભાઈ સોની રહે થોળ, કડી 

    -મગનજી શંભુજી ઠાકોર રહે મેડા આદરજ, કડી 

    -કનુજી જોઈતાજી ઠાકોર રહે કડી 

    -ક્રિષ્નાબેન મગનજી ઠાકોર રહે મેડા આદરજ, કડી 

     -સુજલ ભાઈ રાયમલભાઈ દેસાઈ રહે માલુસણા, કલોલ 

    -ધરમશી ધુળાજી ઠાકોર રહે કડી  

     -ભાવેશજી મણકાજી ઠાકોર રહે થોળ,કડી 

    -રતનજી મંગાજી ઠાકોર રહે થોળ કડી

     -હરેશકુમાર જગદેવજી ઠાકોર રહે બાવલુ,કડી 

    -અનિકેત અમૃતભાઈ રાવળ રહે નદાણ, કડી 

     -અતુલ કુમાર વિષ્ણુસિંહ ઠાકોર રહે નદાણ,કડી 

    -પ્રતાપજી ડાયાજી ઠાકોર રહે વડાવી, કડી 

    -નટવરજી ઈશ્વરજી ઠાકોર રહે બાવલુ,કડી 

     -અર્જુન જયંતીજી ઠાકોર રહે કડી 

    -વિક્રમજી ભીખાજી ઠાકોર રહે વડાવી કડી

     -વિજય ગાભાજી ઠાકોર રહે કડી

    -રાહુલ કુમાર રમેશભાઈ રાવળ રહે કણઝરી, કડી 

    -દીપકજી હમુજી ઠાકોર રહે થોળ, કડી 

    -વિપુલ ગણપતજી ઠાકોર રહે ઝાલોડા, કડી 

    -અક્ષય રોહિતભાઈ રાવળ રહે થોળ, કડી 

    -વિશાલ વિક્રમજી ઠાકોર રહે ઝાલોડા, કડી 

    -નટુજી રામાજી ઠાકોર રહે થોળ, કડી

    -વાસંતીબેન નટુજી ઠાકોર રહે થોળ,કડી

    -રેશમા દશરથજી ઠાકોર રહે થોળ, કડી 

    -શૈલેષ ગાભાજી ઠાકોર રહે થોળ, કડી 

    -ચેતન બાબુજી ઠાકોર રહે થોળ, કડી

    -રાજેશ અમરસંગ ઠાકોર રહે આંબલીયારા, કડી 

    -ગફુરજી બાબુજી ઠાકોર રહે થોળ, કડી 

    -રોહિતજી જીવણજી ઠાકોર રહે થોળ, કડી 

    -પીન્ટુજી અમૃતજી ઠાકોર રહે થોળ, કડી 

    -દિનેશ મુકાજી ઠાકોર રહે કણઝરી, કડી 

    -સુનિલ ગિરીશજી ઠાકોર રહે થોળ, કડી

    -અલ્પેશ સતિષજી ઠાકોર રહે રાચરડા, કલોલ 

    -સંજય રૂમાલજી ઠાકોર રહે ઝાલોડા, કડી 

    -સુશીલ પ્રયાગભાઈ ચંદ્રવંશી રહે થોળ, કડી

    -વિશાલ જગાનંદભાઈ ઉપાધ્યાય રહે થોળ, કડી

    -અજયજી રૂમાલજી ઠાકોર રહે ઝાલોડા, કડી 

    -પીન્ટુજી જયંતીજી ઠાકોર રહે ઝાલોડા, કડી

  • Gujrat Lion :- ચેકડેમ ઉપર સિંહણ અને બે સિંહ બાળ લટાર મારતા દેખાય

    જૂનાગઢ…

       ચોમાસા ની શરૂઆતમાં જ રાજ્યમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે તેવામાં ગીરના જંગલમાં સારો વરસાદ થતા નદી નાળા છલકાયા છે. ગીર જંગલમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસતા અનેક ડેમો માં નવા નીરની આવક જોવા મળી રહી છે તેવામાં જંગલના ચેક ડેમ ઉપ
    રથી સિંહણ અને બે બાળ સિંહનો લટાર મારતો વીડિયો સામે આવતા લોકોમાં બાળ સિંહ જોવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.