Tag: CCTV

  • 🐄 મહેસાણાના આખજ ગામમાં ગાય ચોરી કાંડનો CCTVમાં ખુલાસો — બે કસાઈઓ પકડાયા, બે હજી ફરાર 🚔

    લાંધણજ પોલીસે બે આરોપીઓને ઝડપી રી-કન્સ્ટ્રક્શન કર્યું — સફેદ Swift ગાડીમાં આવી ગાય ચોરીનો સમગ્ર બનાવ CCTVમાં કેદ થયો

    મહેસાણા જિલ્લાના આખજ ગામમાં ગાય ચોરીની ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
    સીસીટીવી ફૂટેજમાં ચાર કસાઇઓ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે, જેમણે Swift કારમાં આવી ઘરની બાર બાંધેલી ગાયોને ઉઠાવી ગાડીમાં મૂકી ફરાર થયા હતા.

    આ બનાવ બાદ લાંધણજ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.
    તપાસના આધારે પોલીસે બે ઈસમોને ઝડપ્યા છે, અને ગુનાની વિગતો મેળવવા માટે પોલીસ દ્વારા બંને કસાઇઓનું રી-કન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે.

    પોલીસના જણાવ્યા મુજબ, બાકી બે ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે અને ટૂંક સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

    આ ઘટનાએ આખજ અને આસપાસના વિસ્તારોમાં ચર્ચા જગાવી છે. ગ્રામજનોની માંગ છે કે પોલીસ આ કેસમાં કડક કાર્યવાહી કરે અને ગાય ચોરીના કિસ્સાઓને અટકાવવા માટે કડક દેખરેખ રાખે