Tag: #gujratpolice

  • કડી પોલીસ સ્ટેશન ઉભરાયું દારૂ ની બોટલો થી || કાયદો અને વ્યવસ્થા માત્ર કાગળ ઉપર રહી છે

    મહેસાણા જિલ્લામાં મોટી કાર્યવાહી…

    કડી નજીકથી કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો! 🚨

    કડી તાલુકાના કાસવા ગામની સીમમાંથી SMCની ટીમે સફળ દરોડો પાડી, રૂ. ૧.૮૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.

    અહીંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ… એટલે કે IMFLની કુલ ૧૮,૬૫૧ બોટલો અને બે વાહનો સહિત કુલ માલ મળી રૂ. ૧,૮૮,૪૩,૭૦૦ રૂપિયાનો જથ્થો પકડાયો. 🍾🚚

    આ દરોડામાં રાજસ્થાનનો એક ડ્રાઈવર ઝડપાયો છે, જ્યારે અન્ય પાંચ વોન્ટેડ આરોપીઓ હજી પણ ફરાર છે.

    જપ્ત કરાયેલો દારૂ પંજાબ અને ચંદીગઢની વિવિધ ડિસ્ટિલરીઓમાંથી લાવવામાં આવ્યો હતો. 🇮🇳➡🍾

    આ ગંભીર મામલે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

    SMCની આ વિશેષ કાર્યવાહી PSI વી.એન. જાડેજાની આગેવાનીમાં હાથ ધરાઈ હતી. 👮‍♂

    કડી વિસ્તારમાં દારૂના જથ્થા પર સૌથી મોટી કાર્યવાહી一 ગણાય છે…

    YOUTUBE

  • કડી કેનાલમાં ડૂબતી યુવતી ને જાનના જોખમે બચાવનાર પોલીસ કર્મીઓ સન્માનિત કરાયા

                     

              ગણતરી ના દિવસો પહેલા કડી પોલીસ ના પીઆઇ સહિતના કર્મચારીઓ પેટ્રોલિંગ માં હતા ત્યારે નર્મદા કેનાલ નજીક લોકો એકઠા થયા હોવાનું દેખાતા પોલીસ કર્મી તેમની નજીક જઈ તપાસ કરતા એક યુવતી નર્મદા કેનાલમાં ડૂબી રહી હતી જેથી કડી પોલીસ ના પીઆઇ એ.એન.સોલંકી સહિતના પોલીસ કર્મીઓ જશુભાઈ,યુવરાજસિંહ,હરપાલસિંહ,સંજયસિંહ સહિતના કર્મીઓ પોતાના જીવ ની પરવા કર્યા વિના કેનાલ માં કૂદી પડ્યા હતા અને મહા મુશ્કેલી થી યુવતી ને ડુબતી બચાવી દોરડા ની મદદ થી બહાર કાઢી યુવતીને નવજીવન બક્ષ્યું હતું.

     

    કડી પોલીસ દ્વારા પોતાના જીવની પરવા કર્યા વિના ડૂબી રહેલ યુવતી ને બચાવી લેતા લોકોમાં પોલીસ માટે આદરભાવ જોવા મળ્યો હતો અને પોલીસ યુવતી માટે દેવદૂત બનીને આવી હોય તેવો ભાસ થતો હતો.જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા યુવતીને બચાવનાર કડી પીઆઈ સહિત ના પોલીસ કર્મીઓ એ ફરજ ની સાથે સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરી પાડવા બદલ સન્માનપત્ર આપી સન્માન કરી તેમના આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું.કડી પોલીસ ના આ માનવતાવાદી કાર્યની સમાન્ય જનતામાં જાણ થતા લોકોમાં પોલીસ પ્રત્યેની ભાવના હકારાત્મક બની છે.

  • મહેસાણાના કડીમાં પોલીસ એક્શન મોડમાં: M માર્ટ પાસે ઘાતક હથિયારો સાથે હુમલો કરનાર ગેંગના 4 આરોપી ઝડપાયા

    મહેસાણા:

    કડી શહેરના M માર્ટ નજીક બનેલા ઘાતક હથિયારો સાથે હુમલા મામલે કડી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરતા 4 આરોપીઓને ઝડપ્યા છે. ઘટનામાં કુલ 5–6 આરોપીઓ સામેલ હોવાની માહિતી મળી છે, જ્યારે હજી 2 આરોપીઓ ફરાર છે.

      આ હુમલો થોડા દિવસ પહેલાં થયો હતો, જેમાં આરોપીઓ તલવાર અને ધારિયા જેવા હથિયારો સાથે વ્યક્તિ પર હુમલો કરતા જોવા મળ્યા. ઘટનાનો CCTV વીડિયો વાયરલ થતાં પોલીસ તરત જ એક્શન મોડમાં આવી હતી.

     

    પોલિસે ઝડપાયેલા આરોપીઓને લઈને ઘટનાસ્થળ પર રી-કન્સ્ટ્રક્શન પણ કર્યું છે. પોલીસે હજી બાકીના 2 ફરાર આરોપીઓની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.

    સ્થાનિક વ્યુઅર્સ માટે ખાસ: પોલીસ આ પ્રકારની ઘટનાઓ સામે જાગૃત રહેવા અને અસુરક્ષા દરમિયાન સહયોગ આપવા માટે લોકોએ આગ્રહ કર્યો છે.

  • Caught Liquer By Kadi Police:- બંધ ગોડાઉનમાં રાખેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડતી કડી પોલીસ

    પીઆઈ એ એન સોલંકી ના સઘન પેટ્રોલિંગ થી તહેવારો માં વિચાર અર્થે રાખેલો જથ્થો ઝડપાયો

    કડી શહેર સમગ્ર જિલ્લામાં ક્રાઈમ હબ તરીકે ઓળખાય છે અને કડી પંથકમાં અસમાજિક ઇસમો દરરોજ કંઈક નવા ગુનાઓ આચરતા હોય છે એટલેજ કડી પોલીસ મથક એ જિલ્લામાં સૌથી વધુ વ્યસ્તતા વાળું પોલીસ મથક કહેવાય છે.ક્રાઈમ નુ હબ ગણાતા કડી શહેરમાં પીઆઈ એ એન સોલંકી ની નિમણૂક બાદ ક્રાઇમ રેટ ઓછો થઈ રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તેનું કારણ છે પીઆઇ એ એન સોલંકી ની કડકાઈ અને સઘન પેટ્રોલિંગ.

          કડી પીઆઈ એ એન સોલંકી દ્વારા કડી પંથકને ક્રાઈમ ફ્રી બનાવવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જે અંતર્ગત દિવસ અને રાત્રિ નું સઘન પેટ્રોલિંગ,પોલીસ કર્મચારીઓ ને ફરજિયાત પણે વિસ્તારમાં પેટ્રોલિંગ ના લીધે કડી પંથકમાં ધીમે ધીમે ક્રાઈમ ઓછો થઈ રહ્યો છે અને અસામાજિક તત્વો કડી શહેર છોડીને અન્યત્ર જતા રહ્યા છે.કડી પોલીસ ના સઘન પેટ્રોલિંગ ના લીધે કડી પોલીસે તહેવારો નિમિતે વેચાણ માટે એકઠો કરાયેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી અસરકારક કામગીરી કરી છે.વિગતો અનુસાર કડી પીઆઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગ માં હતો ત્યારે કડી છત્રાલ રોડ ઉપર આવેલ બુડાસણ આઇકોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા 7 માં ગોડાઉન વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો હોવાની ખાનગી માહિતી કડી પોલીસના રાકેશસિંહ અને દેવદ્રસિંહ ને મળી હતી જે અંતર્ગત તેઓએ રેડ કરી ગોડાઉનમાં સંગ્રહ કરી રાખેલો વિદેશી દારૂની 1764 નંગ બોટલ કી.રૂ.23,67,600/– નો જથ્થો ઝડપી પાડ્યો હતો.

       કડી પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કોના દ્વારા વિદેશી દારૂ નો જથ્થો લાવવામાં આવ્યો હતો તે અંગે તપાસ કરી વિદેશી દારૂના વેચાણમાં સંકળાયેલા ઇસમોને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે.

    બંધ ગોડાઉનમાંથી ઝડપાયેલો વિદેશી દારૂનો જથ્થો કડી શહેરના બુટલેગર નો હોવાની ચર્ચા

       કડી પોલીસે બુડાસણ આઇકોન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ના 7 માં નંબર ના ગોડાઉનમાં તહેવારો નિમિતે વેચાણ માટે સંગ્રહ કરી રાખેલો લાખો રૂપિયાનો જથ્થો ઝડપી પાડી અજાણ્યા ઇસમો સામે ગુનો નોધી વિદેશી દારૂનો જથ્થો તો જપ્ત કરી લેવામાં આવ્યો છે પરંતુ વિદેશી દારૂનો જથ્થો કડી શહેરમાં વેચાણ કરતા બુટલેગર નો હોવાની ચર્ચા સમગ્ર શહેરમાં અત્યારે તો ચાલી છે.નામચીન બુટલેગર પણ પોતાનું નામ આ જથ્થા માં ના આવે તેના માટે હવાતિયા મારી રહ્યો છે .

  • દારૂના દૂષણ ને દૂર કરો :– બહુચરાજી ના રૂપપુરા ગામને દારૂના દૂષણમાંથી છોડાવવા ગ્રામજનો મેદાને

    બહુચરાજી તાલુકાના રૂપપુરા ગામમાં દારૂનું દૂષણ દૂર કરવા ગ્રામજનોએ મોરચો માંડ્યો છે

     

     

     

    રૂપપુરા ગામની દેશી દારૂ ની ભઠ્ઠીઓ ઉપર થી આસજોલ, કરણપુરા, ધનપુરા,ચડાસણા,ઈન્દ્રપ,મરતોલી,રાંતેજ સહિતના ગામોમાં દારૂ થાય છે સપ્લાય..

     

     

     

     

    શક્તિપીઠ બહુચરાજી તાલુકાના કેટલાક ગામડાઓમાં દેશી વિદેશી દારૂનું દૂષણ વધી રહ્યું છે.ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ ઉપર હોવાનું અને બહુચરાજી તાલુકામાં ધમધોકાર દારૂ વેચાઈ રહ્યો હોવાનું અને પીવાઈ રહ્યો હોવાનું ગ્રામજનોના હોબાળા બાદ વધુ એક વખત સામે આવ્યું છે.રૂપપુરા સહિતના ગામડાઓમાં દારૂ તેમજ જુગાર ની પ્રવૃતિઓએ માઝા મૂકી છે અને દારૂના રવાડે ચડી ગયેલા લોકો નાની ઉમરમાં મોતના ભેટતા હોય છે જેથી નાની ઉમરના લોકોના મૃત્યુ આંકમાં વધારો,ચોરી સહિતની અસમાજિક પ્રવૃતિઓમાં વધારો થયો છે તેવામાં રૂપપુરા ગ્રામજનોએ બહુચરાજી મામલતદાર અને પોલીસ સ્ટેશન ખાતે દારૂ જુગાર નુ દૂષણ દૂર કરવા આવેદનપત્ર આપી મોરચો માંડ્યો છે.

     

    ગ્રામજનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે રૂપપુરા ગામમાં વર્ષો થી દેશી દારૂ તથા જુગાર ની પ્રવૃતિઓ થી રૂપપુરા – લીલાપુરા ગામમાં કેટલીય બહેનો નાની ઉમરમાં વિધવા થઈ છે અને તેમના સંતાનો ના શિક્ષણ ઉપર ખરાબ અસર પડી રહી છે.અસામાજિક તત્વો સરકારી પ્રાથમિક શાળા ની મિલકતને નુકશાન પહોંચાડે છે ગામમાં શાંતિ ડહોળે છે જેથી આવા તત્વો ઉપર અંકુશ લગાવવો જરૂરી છે.દીકરીઓ ને અસમાજિક તત્વોના ડર થી અભ્યાસ કરવો મુશ્કેલ બન્યો છે અને રૂપપુરા ગામની દેશી દારૂની ભઠ્ઠીઓ વાળા આસજોલ, કરણપુરા,ધનપુરા,ઈન્દ્રપ,મરતોલી અને રાંતેજ સહિતના વિસ્તારોમાં નજીકની કંપનીઓમાં ખુલ્લેઆમ દારૂનું સપ્લાય કરી રહ્યા છે.

     

     

     

     

     

    દારૂના દૂષણ સામે ગ્રામજનો તો જાગ્યા પરંતુ પોલીસ ક્યારે જાગશે તે એક મોટો સવાલ ???

    ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તે ફક્ત કાગળ ઉપર છે.દારૂબંધી નુ પાલન કરાવનાર પોલીસ જ હપ્તરાજમાં રાચી દારૂના વેચાણ અને પીવા ઉપર અંકુશ નહીં મૂકતા ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને પીવાઈ રહ્યો હોવાની હકીકત સ્પષ્ટ છે.દારૂના દૂષણ સામે હવે ગ્રામજનો એ મોરચો માંડી અવાજ ઉઠાવ્યો છે પરંતુ પોલીસ તંત્ર ક્યારે જાગશે તે એક મોટો સવાલ તંત્ર સામે પેદા થઈ રહ્યો છે.