Tag: #HelpsFoundation #Viramgam #KanyaSchool1 #STEMExhibition #ArtFestival #StudentAchievement #EducationInitiative #ChildDevelopment #SchoolEvent #InspirationForChildren #CommunitySupport #STEMAndArt

  • વિરમગામ: હેલ્પ્સ ફાઉન્ડેશનની નવી શૈક્ષણિક પહેલ, કુમાર-4 ક્લસ્ટર કક્ષાના ગણિત–વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ સફળતાપૂર્વક યોજાયો

    અહેવાલ.ધાર્મિક પંચાલ વિરમગામ

    વિરમગામ: કન્યા શાળા નં.–1, વિરમગામ ખાતે આજે કુમાર-4 ના ક્લસ્ટર કક્ષાના ગણિત–વિજ્ઞાન પ્રદર્શન–2025 તેમજ કલાનું ઉત્સવ યોજાયો, જેમાં હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા બાળકોને સરાહનીય સેવા અને પ્રોત્સાહન આપવામાં આવ્યું.

    આ પ્રસંગે શાળાના પે સેન્ટર આચાર્ય, કુમાર શાળા નં.–1 ના દીપકભાઈ પરમારના અવિરત પ્રયાસો હેઠળ હેલ્પ્સ ફાઉન્ડેશનના સ્થાપક ડૉ. ધીરેન્દ્રભાઈ પટેલ, એડવોકેટ વિજયભાઈ પટેલ, તેમજ મેહેન્દ્રભાઈ પટેલ (કોલમ્બિયા, અમેરિકા) વિશેષ ઉપસ્થિત રહ્યા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને બાળકોની કૃતિઓ, પ્રદર્શન અને કલા ઉત્સવનું નિહાળ્યું.

    કાર્યક્રમને ગૌરવશાળી બનાવવા માટે બીઆરસી કો-ઓર્ડિનેટર મૌલિકભાઈ બારોટ, પૂર્વ બીઆરસી કો-ઓર્ડિનેટર મહિપતસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંડ્યા, કોર્પોરેટર લાલભાઈ સોની, સીઆરસી કો-ઓર્ડિનેટર હીનાબેન ગજ્જર, તેમજ પેટા શાળાના બધા આચાર્ય, માર્ગદર્શન શિક્ષકમંડળ, બાળ વૈજ્ઞાનિકો અને કલાકારો ઉપસ્થિત રહ્યા.

    બાળકોને યોગ્ય માર્ગદર્શન, પ્રોત્સાહન અને ઇનામો વિતરણ કરીને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરિત કરવામાં આવ્યા. તમામ પ્રવૃત્તિઓમાં બાળકોની ભાગીદારી અને ઉત્સાહ દર્શનારો રહ્યો.

    આ સમગ્ર કાર્યક્રમને કન્યા શાળા નં.–1ના આચાર્ય શૈલેષભાઈ પંચાલ અને સ્ટાફ પરિવારની અથાગ મહેનત દ્વારા ખૂબ જ સફળ બનાવવામાં આવ્યું.