Tag: #navratri

  • માદરે વતનનો મહિમા: ચુવાળ ડાંગરવા મુકામે ખપ્પર વાળી માતાજીના સાનિધ્યમાં આઠમનો દિવ્ય મહોત્સવ ઉજવાયો

    માદરે વતનનો મહિમા: ચુવાળ ડાંગરવા મુકામે ખપ્પર વાળી માતાજીના સાનિધ્યમાં આઠમનો દિવ્ય મહોત્સવ ઉજવાયો 

    ચુંવાળ ડાંગરવા:

    આસો માસની આઠમ… એટલે માત્ર એક તિથિ નહીં, પણ દેશ-વિદેશમાં વસતા ચુવાળ ડાંગરવા ગામના સંતાનો માટે માદરેવતન તરફ ખેંચી જતી એક શ્રદ્ધાની દોરી !!!



    વર્ષોની પરંપરાને જીવંત રાખતા, ચુવાળ ડાંગરવા મુકામે બિરાજમાન વર્ષો જૂની ખપ્પર વાડી માતાજીની માંડવી ખાતે ભવ્યાતિભવ્ય આઠમનો કાર્યક્રમ યોજાયો હતો.

    આ કાર્યક્રમમાં શ્રદ્ધા, સંસ્કૃતિ અને સંગઠનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.

    [the_ad id=”15601″]

    માદરેવતનની મમતા: દેશ વિદેશથી દોડી આવે છે સંતાનો….

    આઠમના આ પવિત્ર દિવસે, કડી, મહેસાણા, અમદાવાદ જેવાં મોટાં શહેરો અને અન્ય રાજ્યોમાં વસતા જ નહીં, પરંતુ વિદેશમાં સ્થાયી થયેલા ગામના પરિવારો પણ પોતાનું તમામ કામ પડતું મૂકીને માદરેવતન ની વાટપકડે છે .

    આ પાવનકારી અવસર પર સૌ ગ્રામજનોએ એકસાથે મળીને પોતાની કુળદેવી માતાજીને કાલાવાહલા કર્યા, ભાવભરી પ્રાર્થના કરી અને નૈવેદ્ય ધરાવ્યું.



    ભક્તિની સરવાણી અને દાતાઓની ઉદારતા

    સમગ્ર કાર્યક્રમનો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર માતાજીની મહાઆરતી હતી. દેશી ઢોલ અને ઝાલરના નાદ સાથે થયેલી આ મહાઆરતીમાં દેશ-વિદેશથી આવેલા હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

    હવામાં ગૂંજતા આરતીના સૂર અને ભક્તોના જયજયકારથી વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું.

    આ ધાર્મિક ઉત્સવમાં ગામના દાતાઓએ પોતાની ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દર વર્ષની જેમ, આ વર્ષે પણ સેવા અને સમર્પણના ભાવ સાથે દાનની સરવાણી કરવામાં આવી હતી, જે ગામ પ્રત્યેની તેમની લાગણી અને જવાબદારીની ભાવના દર્શાવે છે. આ દાનનો ઉપયોગ ગામના ધાર્મિક અને સામાજિક કાર્યોમાં કરવામાં આવે છે.



    સદીઓ જૂની ધાર્મિક પરંપરા: “માતાજી બનવાની” વિધિ

    આ કાર્યક્રમનો સૌથી ગૌરવશાળી અને રોમાંચક ક્ષણ આરતી બાદની પરંપરાગત વિધિ હતી.

    જે ભક્તોએ વર્ષોથી માતાજીની માનતા લીધી હોય છે, તે લોકો ધાર્મિક વિધિ બાદ માતાજી બને છે. આ વિધિમાં ભક્તો વિવિધ પૌરાણિક પાત્રો – જેમ કે માતાજી, ઇન્દ્ર, ભૈરવ –નું સ્વરૂપ ધારણ કરે છે.

    આ પાત્રો દ્વારા અપાતા આશીર્વાદ અને તેમના દર્શન કરવા માટે દૂર-દૂરથી ભક્તો ખાસ આવે છે. આ દિવ્ય દૃશ્ય માત્ર એક ધાર્મિક નથી, પરંતુ ગામની સદીઓ જૂની સંસ્કૃતિ અને શ્રદ્ધાનો એક જીવંત વારસો છે.

    ચુવાળ ડાંગરવા ગામમાં આઠમના આ પર્વે એકતા, શ્રદ્ધા અને સંસ્કૃતિનો અનેરો માહોલ છવાયો હતો, જે આવનારી પેઢીઓ માટે પણ એક ગર્વની વાત છે.

    [the_ad id=”15324″]અમે આશા રાખીએ છીએ કે આ સમાચાર તમારી ચેનલ પર દર્શકોને ગમશે. આવા વધુ સમાચાર માટે જોતા રહો: Samachar Diary X 24 !!!

    [the_ad id=”15602″] (more…)

  • કડી સહિતના વિસ્તારોમાં પાર્ટીપ્લોટો માં કોમર્શિયલ ગરબા – ટિકિટ લેવાય છે પરંતુ ટેક્સ માં ગોટાળો કરનારા આયોજકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ

       મનોરંજન કર,જીએસટી સહિતના કરમાં કરી રહ્યા છે ચોરી

     કડી ..

          નવરાત્રીનો ઉત્સવ ગુજરાતની ઓળખ છે. પરંતુ કડી સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાંક વર્ષોથી પાર્ટી પ્લોટોમાં થતા કોમર્શિયલ ગરબાને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આયોજકો ઊંચા દરે ટિકિટ વેચે છે, પરંતુ Entertainment Tax, GST સહિતના કાયદેસર ટેક્સ ચૂકવ્યા વિના હજારો – લાખોની કમાણી કરે છે.

     ટિકિટનો ધંધો – ટેક્સનો ભંગ

        સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ   એક ટિકિટનો દર ₹300 થી ₹2000 સુધી વસૂલાય છે. VIP પાસ અને Sponsorship થી વધારાની કમાણી થાય છે છતાં મોટાભાગના આયોજકો કાયદેસર ટેક્સ જમા કરતા નથી.

    કાયદા અનુસાર નિયમો શું કહે છે?

    Gujarat Entertainment Tax Rules, 1977 મુજબ કોઈપણ કોમર્શિયલ ઇવેન્ટ (ગરબા, ડ્રામા, શો) પર 15% સુધી Entertainment Tax વસુલવો ફરજિયાત છે.

    GST Act, 2017 મુજબ ટિકિટ પર જો દર ₹250થી વધુ હોય તો 28% GST લાગુ પડે છે.

    Municipal Rules મુજબ પાર્ટીપ્લોટ પર કોમર્શિયલ ઈવેન્ટ માટે લાઈસન્સ ફી + ફાયર NOC + પોલીસ પરમિશન જરૂરી છે.

       કડી અને આસપાસના વિસ્તારોમાં મોટા ભાગના આયોજકો આ પૈકી કોઈપણ ટેક્સ ચૂકવતા નથી, જેના કારણે સરકારને દર વર્ષે લાખોનું નુકસાન થાય છે.

       નાગરિકોનો અવાજ

        “દુકાનમાં નાના બિલ પર પણ GST ભરવો પડે છે, પરંતુ પાર્ટીપ્લોટ આયોજકો કરોડો કમાઈને ટેક્સ ટાળી જાય છે. આ ન્યાય છે?” – કડી ના વેપારી.

    👉 “અમે પરિવાર સાથે ગરબા જોવા જઈએ તો ચાર જણાનો ખર્ચ હજારોમાં જાય છે. પરંતુ એમાંથી સરકારને એક રૂપિયો પણ નથી મળતો.” – કડીની ગૃહિણી.

    👉 “ગરબા હવે ભક્તિનો ઉત્સવ નહીં, પૈસાનો બજાર બની ગયો છે.” – કડીના યુવાનો.

    🚨 મુખ્ય ગોટાળા

    1.ટેક્સ વગર કમાણી – Entertainment Tax અને GST બંનેનો ભંગ.

    2.પરમિશન વિના કાર્યક્રમ – ઘણાં આયોજકો પાસે ફાયર NOC કે મ્યુનિસિપલ મંજૂરી જ નથી.

    3.અવાજ પ્રદૂષણ – Noise Pollution Rules, 2000 મુજબ રાત્રે 10 પછી ડી.જે. પર પ્રતિબંધ છે, છતાં પાર્ટીપ્લોટમાં 12 વાગ્યા સુધી શો ચાલે છે.

    4.ટ્રાફિક અને સુરક્ષા જોખમ – ભારે ભીડ છતાં પાર્કિંગ અને સિક્યુરિટી માટે નિયમોનું પાલન થતું નથી.

        ઉકેલ શું?

    1. ટિકિટ આધારિત ગરબાનો ઓડિટ ફરજિયાત – તમામ આયોજકોને આવક–ખર્ચ જાહેર કરવો પડે.

    2. GST અને Entertainment Tax કડક વસુલાત – Commercial GST વિભાગ અને મ્યુનિસિપલ ટીમો અચાનક ચેકિંગ કરે.

    3. પરમિશન વિના ઇવેન્ટ પર તાત્કાલિક રોક – પોલીસ અને મ્યુનિસિપલ સંયુક્ત કાર્યવાહી કરે.

    4. ટિકિટ રેટ પર અંકુશ – સામાન્ય નાગરિકોને ધ્યાનમાં રાખીને મહત્તમ ₹100–₹200 નક્કી થાય.

    5. નાગરિક ફરિયાદ સેલ – ઓનલાઇન પોર્ટલ/હેલ્પલાઈન દ્વારા તાત્કાલિક ફરિયાદ કરવાની સુવિધા.

    તંત્રી સ્થાને..

    કડી સહિતના વિસ્તારોમાં કોમર્શિયલ ગરબા ઉત્સવથી વધારે ટેક્સ ચોરીનો મોટો ધંધો બની ગયા છે. આયોજકો હજારો–લાખો રૂપિયાની કમાણી કરે છે, પરંતુ સરકાર સુધી એક પૈસો પણ પહોંચતો નથી.

    લોકોની સ્પષ્ટ માંગ..

    👉 “ગરબા દરેક માટે હોવા જોઈએ, પરંતુ ટેક્સ ચોરી અને કાળા ધંધો બંધ થવો જોઈએ.”