Tag: #PatnACB #ACBTrap #UGVCL #BriberyCase #CorruptionFreeGujarat #BreakingNews #SamiDivision #AntiCorruption #GujaratNews #GroundReport

  • પાટણ ACBનો ધમાકેદાર ટ્રેપ: UGVCLના જુ.એન્જિનિયર ₹50,000 લાંચ લેતા ઝડપાયા

    રિપોર્ટર:–ચેહરસંગ મિયાણી (પાટણ)

    પાટણ ACBએ આજે એક સફળ અને શિસ્તબદ્ધ રીતે ગોઠવેલ ટ્રેપ ઓપરેશનમાં UGVCLના સમી પેટા વિભાગના જુનિયર એન્જિનિયર ચિંતન કુમાર શૈલેષભાઈ પટેલને ₹50,000ની લાંચ સ્વીકારતાં રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી સરકારી તંત્રમાં વ્યાપેલી ભ્રષ્ટાચારની માનસિકતાને મોટો ઝટકો પહોંચ્યો છે.

    ખેડૂતમાંથી વીજ જોડાણ માટે રૂ. 50,000 લાંચની માંગણી

    પ્રાપ્ત વિગતો મુજબ, એક જાગૃત નાગરિકે પોતાના ખેતરમાં વીજ જોડાણ મેળવવા માટે UGVCLમાં અરજી કરી હતી.પણ આ નિયમસરની કામગીરી માટે એન્જિનિયર ચિંતન પટેલે ફરિયાદી પાસે ₹50,000ની ગેરકાયદેસર લાંચ માગી હતી.

    ફરિયાદી લાંચ આપવાની ઈચ્છા ના હોવાથી પાટણ ACBનો સંપર્ક કર્યો અને સમગ્ર મામલે વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ACBએ તાત્કાલિક ટ્રેપનું આયોજન કર્યું.

    સમી UGVCL કચેરીમાં જ ટ્રેપ ગોઠવાયો

    16 નવેમ્બરના રોજ સમીના UGVCL પેટા વિભાગની કચેરી ખાતે એસીબીએ યોજના મુજબ છટકો ગોઠવ્યો હતો.ફરિયાદી અને આક્ષેપિત વચ્ચે હેતુલક્ષી વાતચીત થતા અને આક્ષેપિતે માંગેલ મુજબ ₹50,000ની લાંચની રકમ સ્વીકારતા, ACB ટીમે તેને તરત જ કબજે કરી આપવીતી જ મૂકી.

    માગેલી લાંચ: ₹50,000

    સ્વીકારેલી લાંચ: ₹50,000

    રીકવર રકમ: ₹50,000

    ACB મુજબ, આખી રકમ આક્ષેપિત પાસેથી જ જપ્ત કરવામાં આવી છે.

    આક્ષેપિતને ACB દ્વારા ડિટેઇન

    આક્ષેપિત ચિંતન પટેલને સ્થળ પર જ ડિટેઇન કરી તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધાયો છે.આગળની તમામ કાનૂની પ્રક્રિયા ACBના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.