Tag: #politics

  • કડીમાં ભાજપના બે જુથો વચ્ચે જૂથવાદ ની ચર્ચા તેજ — એક જ દિવસે બે સ્નેહમિલન કાર્યક્રમોથી રાજકીય માહોલ ગરમ

    કડી…

        સ્વર્ગસ્થ કરશનભાઇ સોલંકી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ વચ્ચે ચાલતા જૂથવાદ પછી હવે ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને માર્કેટયાર્ડના સમર્થકો વચ્ચે રાજકીય અંતર દેખાવા લાગ્યું — 22 ઓક્ટોબરના બે અલગ કાર્યક્રમો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

     

     કડી શહેરમાં જૂથવાદ ની ચર્ચા ફરી તેજ

        કડી શહેરમાં હાલમાં ભાજપના આંતરિક જૂથવાદ ની ચર્ચા ફરી એકવાર તેજ બની છે. વર્ષોથી ચાલતા જૂથવાદ ના સંકેતો હવે ફરી સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમોને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.

     જૂથવાદ નો ઈતિહાસ

      સ્વર્ગસ્થ કરશનભાઇ સોલંકી ધારાસભ્ય હતા ત્યારે તેમની અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ વચ્ચે જૂથવાદ ચાલી રહ્યો હોવાની ચર્ચા કડીથી ગાંધીનગર સુધી ગુંજતી હતી.

       કરશનભાઇ સોલંકીનું અચાનક અવસાન થતાં ખાલી થયેલી બેઠકે જોટાણાના રાજેન્દ્ર ચાવડા જંગી લીડથી જીત્યા હતા.

    હવે રાજેન્દ્ર ચાવડા ધારાસભ્ય બન્યા બાદ જૂથવાદની લહેર ફરીથી દેખાઈ રહી છે.

        નવા વર્ષના સ્નેહમિલન પર રાજકીય ગરમાવો

           દિવાળી બાદ કડીમાં નવા વર્ષના શુભ પ્રસંગે વિવિધ રાજકીય સ્નેહમિલન યોજાઈ રહ્યા છે, પરંતુ આ વર્ષે આ કાર્યક્રમો ચર્ચાનો કેન્દ્ર બન્યા છે.

    👉 ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા દ્વારા

    તારીખ: 22 ઓક્ટોબર

    સમય : 8 થી 11

     સ્થળ: કડી ખાતે ધારાસભ્યની ઓફિસ

     ઉપસ્થિતિ: કડી તાલુકા, શહેર, નગરપાલિકા તથા તાલુકા પંચાયતના હોદ્દેદારો અને કાર્યકરો તથા જોટાણા તાલુકા ભાજપ

    👉 તે જ દિવસે કડી માર્કેટયાર્ડ દ્વારા પણ

    તારીખ: 22 ઓક્ટોબર,

    સમય: 10 વાગે 

    સ્થળ: માર્કેટયાર્ડ ખાતે કાર્યક્રમ

     ભાજપના અન્ય જૂથના હોદ્દેદારોની ઉપસ્થિતિની ચર્ચા

     કાર્યકરો દ્વિધામાં — કયા સ્નેહમિલનમાં હાજરી આપવી?

         બે જુથો દ્વારા એક જ દિવસે અને એક જ સમયે સ્નેહમિલન યોજાતા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો હવે દ્વિધામાં મુકાયા છે કે કોના કાર્યક્રમમાં હાજરી આપવી.

    રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે માર્કેટયાર્ડના કાર્યક્રમમાં નીતિનભાઇ પટેલના સમર્થકો હાજર રહેશે, જ્યારે ધારાસભ્યના સ્નેહમિલનમાં રાજેન્દ્ર ચાવડાના સમર્થકો ઉપસ્થિત રહેશે.

        વિશ્લેષકોની ટિપ્પણી

        સ્થાનિક રાજકીય વિશ્લેષકો માને છે કે —

    “કડી શહેરમાં આ પ્રકારની સ્પર્ધાત્મક સ્થિતિ ભાજપની આંતરિક એકતાને અસર કરી શકે છે. આવનારી નગરપાલિકા અને વિધાનસભાની ચૂંટણી પહેલાં આ પ્રકારના તફાવતો પક્ષ માટે પડકારરૂપ બની શકે છે.”

        ચર્ચાનો વિષય

    કડી શહેરમાં હાલ લોકોના મોઢે એક જ ચર્ચા છે —

    એક જ દિવસે બે સ્નેહમિલન… પરંતુ હકીકતમાં ક્યાં છે સ્નેહ અને ક્યાં છે રાજકીય રણનીતિ?”

    શું કહે છે નેતાઓ…

    1.ગોવિંદભાઈ પટેલ. ચેરમેન કડી APMC 

       એક જ દિવસે અને એક જ સમયે બે જગ્યાએ ગોઠવવામાં આવેલા સ્નેહ મિલન કાર્યક્રમ વિશે ગોવિંદભાઈ પટેલે જણાવ્યું કે વર્ષોની માર્કેટયાર્ડ ની પરંપરા મુજબ સ્નેહ મિલનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે.કાર્યક્રમ અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિભાઈ પટેલે ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા સાથે વાત કરી હતી પરંતુ શું વાત થઈ તે મને ખબર નથી.બંને જગ્યાએ એક જ કાર્યક્રમ હોવા છતાં જૂથવાદ હોવાનો ગોવિંદભાઈ પટેલે મનાઈ કરી હતી.

    2. રાજેન્દ્ર ચાવડા. ધારાસભ્ય કડી વિધાનસભા

      કાર્યક્રમ અંગે રાજેન્દ્ર ચાવડાએ ટેલિફોનીક જણાવ્યું કે બીજો કાર્યક્રમ કેમ ગોઠવવામાં આવ્યો છે તેની ખબર નથી.કોઈ જૂથવાદ ચાલતો હોવાનો ઇનકાર કરી રૂબરૂ મળી વાત કરવાની વાત કરી હતી. શું રાજેન્દ્ર ચાવડા રૂબરૂ મળી તેમની અવગણના કરવામાં આવે છે તેવી વાત કરશે કે જૂથવાદ ની વાતમાં મન મોટું રાખી ઢાંકપિછોડો કરી દેશે.

      ભલે બંને નેતાઓ જૂથવાદ ની મનાઈ કરતા હોય પરંતુ ધારાસભ્ય ના સમર્થકોના મતે ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા ને કાપવા માટે તેમની અવગણના માટે ધારાસભ્ય દ્વારા જે સમયે અને જે દિવસે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તે જ સમયે માર્કેટયાર્ડ દ્વારા કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે.

    અહેવાલ : ધવલ ગજ્જર 

  • જોટાણા તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નવા નેતા ચિરાગ પટેલ સાંથલ | કોંગ્રેસ પક્ષનો મોટો નિર્ણય

     

            મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે મોટો દાવ ખેલ્યો છે.આગામી સમયમાં આવનાર ચૂંટણી ને ધ્યાનમાં લેતા પાટીદાર યુવા નેતા ચિરાગ પટેલ ને વિરોધ પક્ષના નેતા તરીકે કમાન સોંપતા કોંગ્રેસી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

     

    જોટાણા તાલુકા પંચાયત ની સાંથલ સીટ માં સૌથી નાની ઉમરે ઉમેદવારી કરી કોંગ્રેસ ના તાલુકા સદસ્ય તરીકે ચૂંટાઈ આવેલા ચિરાગ પટેલ જોટાણા પંથકમાં નામચીન ચહેરો છે. વ્યવસાયે વકીલ અને બિલ્ડર એવા ચિરાગ પટેલ ઉદાર દાનવીર પણ છે.ગરીબો અને બેસહારા લોકોને મદદ કરવા અડધી રાત્રે પણ પહોંચી ગયા હોવાના કેટલાય કિસ્સા લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.ગરીબો અને વંચિતો માટે લડનાર ચિરાગ પટેલ ને નવી જવાબદારી મળતા હવે જોટાણા તાલુકા કોંગ્રેસમાં નવા પ્રાણ પુરાયા છે.હવે આગામી સમયમાં ચિરાગ પટેલ તાલુકાની જનતા ના હિત માટે કેવા કાર્યો કરે છે તે ઉપર લોકોની નજર છે.કોંગ્રેસ પક્ષના નવા નિર્ણય ના કારણે અત્યારે હાલ તો તાલુકા ના લોકો અને કોંગ્રેસ પક્ષમાં કાર્યકરોમાં ખુશી ની લાગણી જોવા મળી રહી છે.

  • શું કડી મામલતદાર પૈસા વિના નથી કરતા કામ ?? અરજદારે મામલતદાર મનમાની કરી ધક્કા ખવડાવતા હોવાની પ્રાંત અધિકારી ને મારી ફરિયાદ

          કડી તાલુકાના મામલતદાર કુમારી માધવી પટેલ મનમાની કરી મનસ્વી વર્તન કરતા હોવાની ફરિયાદ અરજદાર ખેડૂતે પ્રાંત અધિકારી ને કરતા સરકારી કચેરીમાં સોંપો પડી ગયો છે.

         

      કડી તાલુકામાં છેલ્લા કેટલાક સમય થી મામલતદાર કુમારી માધવી પટેલ મનફાવે તેવું વર્તન કરી અરજદારો ને હેરાન કરતા હોવાની બુમરાડ ઉઠવા પામી હતી પરંતુ મામલતદાર ની સત્તા સામે ફરિયાદ કરવા કોઈ આગળ નહોતું આવતું પરંતુ મૂળ ડરણ ગામના વતની અને હાલ અમદાવાદ રહેતા ખેડૂત સુરેશભાઈ પટેલ દ્વારા પ્રાંત અધિકારી ને મામલતદાર વિરુદ્ધ ફરિયાદ કરી છે.સુરેશભાઈ પટેલ દ્વારા મામલતદાર ઉપર ગંભીર પ્રકાર ના આક્ષેપ કરવામાં આવ્યા છે જેમાં તેઓ વ્યવહાર સિવાય કોઈ કામ કરતા નહીં હોવાનું તેમજ રાજકીય વગ ધરાવતા લોકોનું જ કામ કરે છે.અરજી નો સમય ચાર મહિનાથી વધારે સમય થયો હોવા છતાં અરજીઓની પૂરતી તપાસ કર્યા વિના મરજી મુજબ જવાબ આપી દે છે.સુરેશભાઈ એ બંકેરી બંધુઓ વિરુદ્ધ ખોટા ખેડૂત હોવાની પુરાવા સાથે રજૂઆત કર્યા હોવા છત તેમણે કોઈ પણ તપાસ કર્યા વિના ગોળગોળ જવાબ આપી રહ્યા છે


    .

  • કડી શહેરના ફૂટપાથ બન્યા વેપાર નું સ્થળ :–ટ્રાફિક સમસ્યા અને અકસ્માત થી પ્રજા ત્રસ્ત

    ફૂટપાથ ઉપર દુકાનધારક તેમજ લારી ગલ્લા ના દબાણ થી લોકો ત્રાહિમામ થઈ ઊઠી છે

     દરેક શહેરમાં લોકોને અવરજવર કરવા માટે તંત્ર દ્વારા ફૂટપાથ બનાવમાં આવતા હોય છે પરંતુ મહેસાણા જિલ્લાનું એક એવું શહેર છે જ્યાં ફૂટપાથ લોકોને ચાલવા માટે નહીં પરંતુ વેપારીઓ અને લારી ગલ્લા વાળાઓ માટે ધંધો કરવા બનાવવામાં આવ્યા છે.જેનાથી ટ્રાફિક સમસ્યા પણ ઉદભવી રહી છે પરંતુ પાલિકા ના સત્તાધીશો નું પેટ નુ પાણી પણ હલતું નથી.

       સરકાર દ્વારા ફૂટપાથ બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે.લોકોને અવરજવર થઈ શકે અને શહેરમાં ટ્રાફિક ની સમસ્યા નિવારી શકાય તેના માટે ફૂટપાથ બનાવવામાં આવ્યા છે.કડી શહેરમાં બનાવવામાં આવેલા ફૂટપાથ ઉપર દુકાનધારકોએ અને લારી ગલ્લા વાળાઓ કબજો જમાવી લીધો છે.દુકાનધારકોએ પોતાની દુકાન ફૂટપાથ થી પણ આગળ રોડ સુધી મોટી કરી દીધી છે તેમજ કેટલાક દુકાનધારકોએ તો દુકાનનો માલ સમાન ફૂટપાથ ઉપર પાથરી દીધો છે તેમજ કેટલાક લારી ગલ્લા વાળાઓ ફૂટપાથ ઉપર પોતાના કેબિન અને લારી મૂકી અડિંગો જમાવી દીધો છે જેથી લોકો ભારે પરેશાની નો સામનો કરી રહ્યા છે.એક બાજુ ફૂટપાથ ઉપર કબજો જમાવી દેવાથી લોકોને રોડ ઉપર ચાલવું પડી રહ્યું છે તો દુકાન ધારક અને ગ્રાહકો પોતાના વાહનો રોડ ઉપર પાર્ક કરી દેતા હોય છે જેથી રોડ સાંકડો થઈ જાય છે અને ટ્રાફિક ની સમસ્યા લોકોના માથાનો દુખાવો બની ગઈ છે.

          કડી પાલિકા દ્વારા થોડા સમય અગાઉ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી હતી જેનાથી ટ્રાફિક ની સમસ્યા પણ હળવી થઈ હતી પરંતુ પાલિકા ઉપર કોનું દબાણ આવ્યું પાલિકાએ દબાણ હટાવો ની કામગીરી ફક્ત એક જ અઠવાડિયામાં આટોપી લીધું.કડી શહેરમાં ટ્રાફિક ની સમસ્યાએ માઝા મૂકી છે અને અકસ્માત ની ઘટના વધી રહી હોવાથી શહેરની જનતા ત્રાહિમામ થઈ ઊઠી છે તેમ છતાં પાલિકાના સત્તાધીશો જાણે કુંભકર્ણ ની નિંદ્રામાં પોઢી રહ્યા છે.