Tag: #RTO

  • અંડર એજ ડ્રાઈવિંગ અને સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન મુદ્દે RTO મહેસાણાની કડક કાર્યવાહી

    આ વર્ષે શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જાગૃતિ માટે સ્પેશિયલ ડ્રાઈવ

       અંડરએજ ડ્રાઈવિંગ કરતાં બાળકોએ ટ્રાફિકના નિયમો જાણતા હોતા નથી તેમજ જવાબદારીની સભાનતાનો અભાવ હોઈ લાઈસન્સ વિના ડ્રાઈવિંગ કરી પોતાને તેમજ અન્યોને નુકશાન પહોંચાડે છે. જેથી એમના વાલીઓ અને બાળકોમાં આ બાબતે યોગ્ય જાગૃતિ ફેલાય એ માટે પ્રા.વા.વ્ય.કચેરી દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ કરી કાર્યવાહી કરવામાં આવે છે

        તા.17 જૂલાઇ અને 18 જૂલઈ ના રોજ પ્રા.વા.વ્ય.કચેરી, મહેસાણા દ્વારા 8 સ્કુલોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરાયું. જેમાં લાઈસન્સ વિના સ્કુલ/કોલેજમાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓનું ચેકીંગ હાથ ધરાયું. 

       વહેલી સવારે પ્રા.વા.વ્ય.કચેરીના કુલ – 24 અધિકારીઓની 8 ટીમોએ આકસ્મિક ચેકીંગમાં  ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા. જેમાં મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કુલ 120 વાહનોના 214 જેટલા ઓફેન્સ બુક કરવામાં આવ્યા. જેમાં કુલ – 507200 નો દંડ કરવામાં આવ્યો.સાથે જ તમામ શાળાઓમાં આચાર્ય શ્રીઓ સાથે પણ સંવાદ કરી આવા બાળકોના વાલીઓની મિટિંગ તેમજ જનરલ વાલીમીટિંગ માં પણ આ બાબતો પર ભાર આપવા જણાવાયું. RTO માં દંડ ભરવા આવનાર વાલીઓ અને બાળકોનું પણ કચેરી ખાતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.

          આ ડ્રાઈવ અંતર્ગત મહેસાણા એ.આર.ટી.ઓ.શ્રી સ્વપ્નિલ એમ. પટેલએ જણાવ્યુ કે શાળાએ જતા બાળકોની સેફટી જળવાય એ માટેની વાલીઓએ વધારે જાગૃત રહેવાની જરૂર છે. ગત વર્ષે પણ આવા કેસોમાં વાલીઓ પર પોલીસ કાર્યવાહી કરવામાં આવેલી ત્યારે આ વર્ષે પણ આ બાબતે સંવેદનશીલ રહેવા વાલીઓને જિલ્લા તંત્ર વતી અપીલ કરવામાં આવે છે.

  • Save Life Earn Money :- અકસ્માતમાં જીવ બચાવનાર ને મળશે રૂ .25 હજાર

    હવે તમે જ્યારે રોડ ઉપર અકસ્માતમાં જુઓ તો તમે તેને હોસ્પિટલ પહોંચાડજો તેનો જીવ બચાવજો સરકાર તમને આપશે રૂ.25000 ઇનામ

     

     

    ઘણા લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે તેનું કારણ છે અકસ્માતનો ભોગ બનનાર ને સમયસર સારવાર નથી મળતી.લોકો જ્યારે અકસ્માત થાય ત્યારે ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે પહોંચાડવા માટે વિચાર કરતા હોય છે તેનું કારણ છે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડનાર સરકારી કામકાજ ના ચક્કરો માં ફસાવા નથી માગતો અને ઘાયલ વ્યક્તિને સમયસર સારવાર નથી મળતી અને અકસ્માતમાં માં ઘાયલ વ્યક્તિ મૃત્યુ પામે છે પરંતુ હવે મહેસાણામાં ઘાયલ વ્યક્તિને સમયસર સારવાર મળી રહેશે અને તેનો જીવ બચી જશે તેનું કારણ છે સરકારની નીતિ.હવે અકસ્માતમાં જીવ બચાવનાર વ્યક્તિ રાહવીર તરીકે ઓળખાશે.રોડ અકસ્માતમાં અકસ્માત થયા પછીનો 1 કલાક ગોલ્ડન અવર(કલાક) તરીકે ઓળખાય છે જેમાં વ્યક્તિને સમયસર સારવાર મળી રહે તો તેનો જીવ બચાવી શકાય છે.આ 1 કલાકના સમયગાળા દરમ્યાન અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને જો કોઈ વ્યક્તિ હોસ્પિટલ પહોંચાડશે તેને હવે ઇનામ મળશે.આ માટે જિલ્લા સ્તરે 5 સભ્યોની સમિતિ બનશે જેમાં જિલ્લા કલેક્ટર,જિલ્લા પોલીસ વડા(એસપી),જિલ્લા આરોગ્ય અધિકારી,CDMO અને RTO ના અધિકારી નો સમાવેશ થશે.અકસ્માત બાદ સ્થાનિક પોલીસ અધિકારીના અભિપ્રાયબાદ જીવ બચાવનાર વ્યક્તિને રાહવીર તરીકે જાહેર કરી તેને રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે જેનાથી અન્ય લોકો પણ પ્રેરણા લઈ શકે.