Tag: Vatsalya city kadi

  • 🔴 કડી- દેત્રોજ રોડ પર વાત્સલ્ય સિટીમાં ભૂવો પડતાં મોટું જોખમ: ભારે જમીન ધોવાણથી મુખ્ય દીવાલ ધરાશાયી થવાની ભીતિ!

    વરસાદી મોસમ શરૂ થતાં જ તંત્ર અને સોસાયટીઓના ભ્રષ્ટ કે નબળા બાંધકામની પોલ ખુલવા લાગી છે. એક મહત્વના સમાચારમળી રહ્યા છે કડી-દેત્રોજ રોડ પરથી, જ્યાં આવેલી વાત્સલ્ય સિટી સોસાયટી માં ભારે વરસાદના કારણે મોટું ગાબડું પડ્યું છે!

    વરસાદી પાણીના ભારે વહણને કારણે મોટા પ્રમાણમાં જમીનનું ધોવાણ થતાં સોસાયટીના રહીશોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. જો આવનારા કલાકોમાં આ જ રીતે ધોધમાર વરસાદ ચાલુ રહેશે, તો સોસાયટીની મુખ્ય બાઉન્ડ્રી વોલ (દિવાલ) ગમે તે ક્ષણે ધરાશાયી થઈ શકે છે!

    • તંત્ર કે બિલ્ડરની બેદરકારી? સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, પાણીના યોગ્ય નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અને નબળા પુરાણને લીધે આ સ્થિતિ સર્જાઈ છે. સોસાયટીમાં ના નાના બાળકો અને વૃદ્ધો રહે છે, ત્યારે આ ભૂવો કોઈ મોટા અકસ્માતને નોતરે તે પહેલા તાત્કાલિક ધોરણે પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે.

    • મોટી જાનહાનિની ભીતિ: જો સતત વરસાદ ચાલુ રહ્યો તો જમીનનું ધોવાણ વધશે અને સોસાયટીની મુખ્ય દીવાલ પત્તાના મહેલની જેમ તૂટી પડે તેવી પૂરેપૂરી શક્યતા છે.

    વિકાસભાઈ પટેલ, SAMACHAR DIARY 24X7, કડી