WhatsAppનું સૌથી મોટું પ્રાઇવસી અપડેટ
મેટાની માલિકીના WhatsAppએ યુઝર્સ માટે એક મોટું પ્રાઇવસી અપડેટ જાહેર કર્યું છે. હવે નવા લોકો સાથે વાતચીત કરવા માટે મોબાઈલ નંબર શેર કરવાની ફરજ નહીં રહે. કંપની Username ફીચર લાવી રહી છે, જેના દ્વારા યુઝર્સ માત્ર પોતાના યુનિક યુઝરનેમથી જ ચેટ શરૂ કરી શકશે.
હવે નંબર નહીં, માત્ર Usernameથી થશે ચેટ
WhatsAppના નવા અપડેટ બાદ કોઈ નવી વ્યક્તિ સાથે વાત કરવા માટે મોબાઈલ નંબર આપવાની જરૂર નહીં પડે. જો તમે Username સેટ કર્યું હશે તો સામેની વ્યક્તિ તમારો નંબર જોઈ શકશે નહીં અને માત્ર Username દ્વારા જ તમને મેસેજ કરી શકશે.
ધીમે-ધીમે બધા યુઝર્સને મળશે ફીચર
કંપનીએ 29 જૂનથી Username Reservation શરૂ કરી દીધું છે. જોકે આ ફીચર એકસાથે બધા દેશોમાં ઉપલબ્ધ નહીં થાય. આગામી કેટલાક મહિનાઓમાં તબક્કાવાર Rollout કરવામાં આવશે. જ્યારે ફીચર તમારા વિસ્તારમાં આવશે ત્યારે WhatsApp દ્વારા Notification પણ આપવામાં આવશે.
મોટા ગ્રુપ અને નવા કોન્ટેક્ટમાં મળશે વધુ પ્રાઇવસી
આ ફીચર ખાસ કરીને એવા યુઝર્સ માટે ઉપયોગી બનશે જેઓ નવા લોકો સાથે સંપર્કમાં આવે છે. જેમ કે:
-
મોટા WhatsApp ગ્રુપ
-
નેટવર્કિંગ ઇવેન્ટ
-
સ્કૂલ અને કોલેજ ગ્રુપ
-
સોસાયટી અથવા પડોશી ગ્રુપ
-
બિઝનેસ અને પ્રોફેશનલ સંપર્ક
આવા કિસ્સામાં તમારો મોબાઈલ નંબર ખાનગી રહેશે.
Username બનાવવાના નિયમો
WhatsApp મુજબ Username માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
-
3થી 35 અક્ષરો સુધીનો Username
-
a-z નાના અંગ્રેજી અક્ષરો
-
0થી 9 સુધીના અંકો
-
Dot (.)
-
Underscore (_)







