ભારતમાં પ્રથમ ડેન્ગ્યુ વેક્સિનને મંજૂરી
ભારતમાં ડેન્ગ્યુ સામે લડતમાં મોટું પગલું ભરાયું છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ જાપાનની ટાકેડા બાયોફાર્માસ્યુટિકલ્સ દ્વારા વિકસાવવામાં આવેલી QDENGA (TAK-003) ડેન્ગ્યુ વેક્સિનને બજારમાં ઉપયોગ માટે મંજૂરી આપી છે.
આ સાથે જ ભારતમાં પ્રથમ વખત ડેન્ગ્યુ સામેની વેક્સિનને સત્તાવાર મંજૂરી મળી છે.
કોને અપાશે આ વેક્સિન?
કંપનીના જણાવ્યા મુજબ 4થી 60 વર્ષની વયના લોકો આ વેક્સિન લઈ શકશે.
મહત્વની વાત એ છે કે વેક્સિન લેતા પહેલાં વ્યક્તિને અગાઉ ડેન્ગ્યુ થયો હતો કે નહીં તેની તપાસ (Pre-vaccination Screening) કરાવવાની જરૂર રહેશે નહીં.
બે ડોઝમાં મળશે સુરક્ષા
QDENGAના કુલ બે ડોઝ આપવામાં આવે છે.
-
દરેક ડોઝ 0.5 મિલીલીટર
-
ત્વચાની નીચે (Subcutaneous Injection) આપવામાં આવશે
-
બંને ડોઝ વચ્ચે ત્રણ મહિનાનું અંતર રાખવામાં આવશે.
19 ક્લિનિકલ ટ્રાયલ બાદ મળી મંજૂરી
આ વેક્સિનને મંજૂરી વૈશ્વિક ક્લિનિકલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના આધારે આપવામાં આવી છે.
કંપની અનુસાર,
-
ફેઝ-I, ફેઝ-II અને ફેઝ-III સહિત 19 ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરાયા હતા.
-
તેમાં 28 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.







