Category: ક્રિકેટ સમાચાર

  • ખેલ મહાકુંભ માં બાબરા તાલુકો અગ્રેસર

    વી એલ ગેલાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન:

    બાબરા તાલુકા ખેલ મહાકુંભમાં વિવિધ રમતોમાં સ્થાન મેળવ્યું
    બાબરામાં તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ પંચશીલ શાળા અને કમળશી હાઈસ્કૂલમાં પાંચ દિવસ સુધી યોજાયો હતો. આ

    સ્પર્ધામાં તાલુકાની ખાનગી અને સરકારી શાળાઓના વિદ્યાર્થીઓએ વિવિધ રમતો અને એથ્લેટિક્સમાં ભાગ લીધો હતો.

    આ ખેલ મહાકુંભમાં વી. એલ. ગેલાણી વિદ્યાલયના ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓએ રસાખેંચની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત, શાળાની ધોરણ ૯ ની વિદ્યાર્થીની ઝાપડીયા હર્ષિતાએ ૧૦૦ મીટર દોડમાં બીજો ક્રમાંક મેળવ્યો હતો.

    તાલુકા કક્ષાના આ ખેલ મહાકુંભમાં વી. એલ. ગેલાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શન અને ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ શાળા પ્રમુખ કાળુભાઈ ગેલાણી, આચાર્ય ઇલાબેન મારકણા, કેમ્પસ ડાયરેક્ટર દિનેશભાઈ કુબાવત અને સુપરવાઈઝર દયાબેન કરકર દ્વારા તમામ વિજેતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી

    હતી.

     


    અહેવાલ:- મહેશભાઈ મેવાડા નો બાબરા થી ખેલ વિશેષ અહેવાલ

  • સ્નેક મેન ના હુલામણા નામથી જાણીતા બહુચરાજી ના બે સેવાભાવી યુવાનો :– સતત 17 વર્ષ થી નિસ્વાર્થ સેવા આપતા બે યુવાનોની કહાની

    અહેવાલ..પ્રદીપ ઠાકોર ( બહુચરાજી )

       બેચરાજી શહેરમાં માનવતા અને જીવદયા માટે સતત 17 વર્ષથી નિસ્વાર્થ સેવા આપતા બે યુવાન ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે.

    ગઈકાલે સાંજે બેચરાજી ના કનૈયાનગર વિસ્તારમાં 6 ફુટનો ઝેરી સાપ ઘરે દેખાતાં લોકો ગભરાઈ ગયા હતા. પરંતુ માત્ર એક ફોન કરતા જ પોતાની ચાલી રહેલી નોકરી છોડી તરત જ સ્થળ પર દોડી પહોંચી ગયા આ બે યુવાન ચિરાગ બિપીનચંદ્ર રાવલ (વય 36) અને ધ્રુવ મનોજભાઈ જોશી (વય 28).બહુચરાજીના સમર્પણ વિલામાં રહેતા આ બંને યુવાનોએ અત્યંત શાંતિપૂર્વક અને નિષ્ણાત રીતે સાપને સેફ રેસ્ક્યુ કરી નજીકના જંગલ વિસ્તારમાં સલામત રીતે રીલીઝ કર્યો હતો.

    સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે:

    “જો આ સમયે કોઈ અજાણ માણસ સાપને મારવા ગયો હોત તો ખતરો બની શકે, પરંતુ આ બંને યુવાનો અત્યંત શાંતિથી કાર્ય કરતા હોય છે તેથી અમે હળવાશ અનુભવીએ છીએ.”

    17 વર્ષથી મફત સેવા — એક પણ રૂપિયા લીધા વગર

      ચિરાગ અને ધ્રુવ છેલ્લા 17 વર્ષથી સંપૂર્ણ મફતમાં રેસ્ક્યુ સેવા આપી રહ્યા છે.આ દરમિયાન તેમણે અનેક જીવતોને બચાવ્યા છે. કોઈપણ વ્યક્તિ પાસેથી તેઓ ક્યારેય પણ કોઈ ચાર્જ લેતા નથી.

    ખાસ કરીને આ વર્ષે છેલ્લા માત્ર 4 મહિનામાં 178 સાપોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે મૂક્ત કર્યા છે જે માનવતા અને જીવદયા માટેનું અનોખું ઉદાહરણ છે.

    બેઉ રેસ્ક્યુઅર્સનું કહેવું છે કે:

    “સાપ aggressive નથી, માણસની ભૂલથી અકસ્માત થાય છે. મારવાથી સમસ્યા નહીં, પણ જોખમ વધે છે. યોગ્ય રીતે રેસ્ક્યુ કરવાથી બંને— માણસ અને સાપ— સલામત રહે છે.”

     જીવદયાનો સાચો અર્થ – કોઈને નુકસાન પહોંચાડ્યા વગર કુદરતને બચાવવી

    આ યુવાનો માત્ર રેસ્ક્યુ નથી કરતા— પરંતુ લોકોને સજાગ પણ કરે છે કે સાપને મારવો નહિ, તેને બચાવવો એ જ સાચી માનવતા છે.

    દર વર્ષે વરસાદી સીઝનમાં સાપો ઘરોમાં દેખાવાની ઘટનાઓ વધી જાય છે.

    લોકો ડરથી સાપને મારી નાખે છે, પણ સાપ પર્યાવરણમાં અતિજરૂરી છે અને જીવસૃષ્ટિનો સંતુલન જાળવે છે.

    ચિરાગ અને ધ્રુવ જેવા યુવાનો પ્રયાસ કરે છે કે—

    લોકો સાપથી ડરે નહીં, પણ સમજણથી વર્તે.

     24×7 સેવા — માત્ર એક ફોન અને તેઓ સ્થળ પર હાજર

     આ યુવાનોની ખાસિયત એ છે કે રાત્રે 12 વાગ્યે હોય કે વહેલી સવારે સાપ દેખાય એવો કૉલ મળે તો તરત દોડી આવે છે.તેઓ જણાવે છે કે તમે કે તમારા વિસ્તારમા સાપ દેખાય તો ક્યારેય તેને મારશો નહીં.

    વિશ્વાસપૂર્વક નીચેના નંબર પર સંપર્ક કરશો—

    📞 +91 97279 63009

    📞 +91 74054 84470

    તુરંત જ આ યુવાનો સેફ અને પ્રોફેશનલ રેસ્ક્યુ માટે પહોંચશે.

     અંતિમ વાત..

    માનવતા એટલે માત્ર માનવને બચાવવું નહીં…પરંતુ અબોલ જીવોને સુરક્ષિત રાખવું પણ એટલું જ મહત્વનું.ચિરાગ રાવલ અને ધ્રુવ જોશી જેવા યુવાનો આપણા સમાજ માટે પ્રેરણાસ્તંભ છે.અવાં જીવદયાના સૈનિકો સમાજને બતાવે છે કે—

    પરિવર્તન લાવવા માટે મોટું મંચ નહીં… પરંતુ મોટું મન જોઈએ.

  • લાલકા ગામે ભુંગળાના ખાચા મુદ્દે બે પરિવારો વચ્ચે ઉગ્ર અથડામણ લાકડી–પથ્થર વડે પરિવાર પર હુમલો, ત્રણ સામે ફરિયાદ — ગામમાં તંગદિલી

    અહેવાલ..મહેશ મેવાડા ( બાબરા )

       બાબરા તાલુકાના શાંત અને સમાંતર જીવન માટે ઓળખાતા લાલકા ગામમાં મકાનના ચણતર દરમિયાન બનેલી એક સામાન્ય લાગતી બાબતે હિંસક બનાવ સર્જાયો છે. હવા–ઉજાસ માટે ઘરનાં દિવાલમાં ભુંગળા મુકવા માટેના ખાંચા  બાબતે બે પરિવારો વચ્ચે મનદુઃખ સર્જાયું અને એ મનદુઃખ થોડા જ પળોમાં ઉગ્ર અથડામણમાં ફેરવાયું.

     ચણતર દરમ્યાન શરૂ થયેલો વિવાદ

    કીશોરભાઈ બાબુભાઈ સોલંકીના મકાનમાં ચણતર નું કામ ચાલી રહ્યું હતું. નિયમ મુજબ હવા–ઉજાસ માટે દિવાલમાં ભુંગળા મૂકવાના હતા. પાડોશી લાવડીયા પરિવારને આ બાબતે વાંધો હતો.સ્થાનિક સૂત્રો મુજબ, કેટલાક દિવસોથી ભુંગળા ના ખાંચા મુદ્દે બે પરિવારો વચ્ચે બોલાચાલી ચાલુ હતી. પરંતું ઘટનાના દિવસે વાતચીત ફરીથી ઉગ્ર બની અને વિવાદ હાથાપાઈ સુધી પહોંચી ગયો.

     લાકડી–પથ્થર વડે હુમલો

      વિવાદ વધતા લાલા બાવાભાઈ લાવડીયા, રાજુ બાવાભાઈ લાવડીયા અને વિશાલ લાલાભાઈ લાવડીયા ત્રણે જણાએ મળીને કીશોરભાઈ સોલંકી, તેમની પત્ની અને પિતાજી પર લાકડી તથા પથ્થર વડે હુમલો કર્યો હતો.હુમલો એટલો અચાનક અને ગંભીર હતો કે પરિવારના ત્રણે સભ્યોને ઈજાઓ થઈ. પડોશીઓની દોડાદોડી વચ્ચે હુમલાખોરો ત્યાંથી ખસી ગયા હતા.

    બાબરા સરકારી હોસ્પિટલમાં સારવાર

      ઇજાગ્રસ્ત કીશોરભાઈ, તેમની પત્ની અને પિતાજીને તરત જ બાબરા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હોસ્પિટલના સ્ટાફે પ્રાથમિક સારવાર આપીને તેમને ટ્રીટમેન્ટ હેઠળ રાખ્યા હતા. પરિવારના સભ્યોના શરીરના વિવિધ ભાગોમાં લાકડીના ચોટનાં નિશાન જોવા મળ્યા હતા.

    સારવાર બાદ ફરિયાદ નોંધાઈ

     સારવાર બાદ કીશોરભાઈએ તાત્કાલિક બાબરા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ સામે હુમલો, મારપીટ અને જાનથી મારવાની ધમકી જેવા ગંભીર ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધાવી છે.પોલીસે પ્રાથમિક દસ્તાવેજી કામગીરી હાથ ધરી છે અને આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

     ગામમાં ચકચાર — તંગદિલીનો માહોલ

      સામાન્યતઃ શાંતિપ્રિય ગણાતા લાલકા ગામમાં આ હિંસક બનાવ બાદ લોકોમાં ચકચાર મચી છે. ગામના વડીલો અને નાગરિકો વચ્ચે ચર્ચાઓનો માહોલ સર્જાયો છે કે સામાન્ય ઘર ચણતર જેવી બાબતે એટલી મોટી અથડામણ કેવી રીતે સર્જાઈ?ગામના સરપંચ તથા સમાજના અગ્રણીઓ પણ બંને પરિવારોને શાંતિ જાળવવા અપીલ કરી રહ્યા છે.

    તપાસ આગળ વધી રહી

    બાબરા પોલીસે જણાવ્યું છે કે ફરીયાદના આધારે તમામ મુદ્દાઓની છાનબીન થઈ રહી છે.વિભાગના અધિકારીઓનો દાવો છે કે પુરાવા, સાક્ષીઓ અને મેડિકલ રિપોર્ટના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.મોટાભાગે સામાન્ય ઘર ચણતર મુદ્દે થયેલો વિવાદ આખરે હિંસક સ્વરૂપ ધારણ કરવાથી ગામમાં ચિંતાનો માહોલ છવાયો છે અને કાનૂની કાર્યવાહી બાદ જ મામલો શાંત થવાની આશા છે.

  • અમરેલી LCB ની ધમાકેદાર કાર્યવાહી: બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામેથી 21 પેટી વિદેશી દારૂ ઝડપાયો, એક શખ્સની ધરપકડ

    બાબરા – અમરેલી

     રીપોર્ટર: મહેશ મેવાડા. બાબરા

       અમરેલી જિલ્લાના કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત સતર્ક રહેતી અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ આજે રાત્રી દરમિયાન ધમાકેદાર કાર્યવાહી અંજામ આપી છે. બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામની સીમમાં રાત્રી પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક ફોર વ્હીલ કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

       પ્રાપ્ત વિગતો મુજબ, LCB ની ટીમને ગુપ્ત માહિતી મળતાં ગામના બહારના ભાગે રોડ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. એ દરમિયાન શંકાસ્પદ કારને રોકી તપાસ હાથ ધરતા, કારની અંદર 21 પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો મળી આવ્યો.

    પોલીસે કારના ચાલકને કાબૂમાં લઇ પૂછપરછ કરતાં તેની ઓળખ અંકિત મનુભાઈ સાનેપરા (ઉંમર 27, રહેવાસી મોટાદેવળીયા) તરીકે થઈ.તપાસ દરમિયાન પોલીસે નીચે મુજબનો કુલ રૂ. 3,51,228/- નો મુદ્દામાલ જપ્ત કર્યો:

    ભારતીય બનાવટનો વિદેશી દારૂ (21 પેટી) — રૂ. 1,86,228/-

    ફોર વ્હીલ કાર — રૂ. 1,50,000/-

    મોબાઈલ ફોન — રૂ. 15,000/-

    આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે વિદેશી દારૂના ગેરકાયદેસર પરિવહન અંગે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

    પોલીસ સૂત્રોનું કહેવું છે કે અટકાયેલ શખ્સ પાસેનો દારૂ કોઈ તૃતીય વ્યક્તિના સંકેત પર અન્ય તાલુકામાં પહોંચાડવાનો હતો. હાલ આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

    આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે અમરેલી LCB દારૂબંધી કાયદાને તોડનારા  સામે કડક વલણ અપનાવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં સતત આવી કાર્યવાહી થતાં દારૂના ગેરકાયદેસર વેપારીઓમાં ચકચાર મચી છે.

    સ્થાનિક લોકોએ પણ પોલીસની સતર્કતા ની પ્રશંસા કરતાં જણાવ્યું કે ગામના આસપાસ આવા પેટ્રોલિંગ થી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ચોક્કસ અંકુશ આવશે.

  • ચિતલ પાસે ટ્રકનો કાબુ ગુમાવતાં મોટરસાયકલને ટક્કર — વીજ પોલ તૂટી પડતાં અમરેલી વીજ વિભાગ સતર્ક

    અમરેલી 

     રિપોર્ટર: સમીર ખોખર, અમરેલી

        અમરેલી જિલ્લામાં આજે એક ગંભીર પરંતુ સદનસીબે જાનહાનિ વિહોણી ઘટના સામે આવી છે. રાજકોટથી અમરેલી તરફ જઈ રહેલા ટ્રકે ચિતલ ગામના જકાતનાકા નજીક અચાનક કાબુ ગુમાવી દેતા માર્ગ અકસ્માત સર્જાયો હતો.

    પ્રત્યક્ષદર્શી ઓ અનુસાર, ટ્રકની સ્પીડ ખૂબ જ વધુ હતી. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડની જમણી બાજુ ઉતરી ગયો અને ત્યાં પાર્ક કરેલી એક મોટરસાયકલ પર ચઢી ગયો. અથડામણ એટલી જોરદાર હતી કે મોટરસાયકલ પૂરી રીતે ચકનાચૂર થઈ ગઈ હતી.

    તે બાદ ટ્રક સીધો જ પીજીવીસીએલ (PGVCL)ના વીજ પુરવઠા માટેના પોલ સાથે અથડાયો હતો. આ અથડામણમાં પોલ તૂટી પડતાં આસપાસના વિસ્તારમાં વીજ પ્રવાહ ખોરવાઈ ગયો હતો. ઘટના બાદ વીજ વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ચિતલ ગામમાં પહોંચ્યા અને સાવચેતીના ભાગરૂપે પુરો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો.

       સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે જો વીજ પુરવઠો સમયસર બંધ ન કરાયો હોત, તો પોલ તૂટી પડવાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું.

      પોલીસ તંત્રને અકસ્માતની જાણ થતાં જ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસએ તાત્કાલિક માર્ગ પર ટ્રાફિક રોકી બચાવ અને તપાસ કામગીરી હાથ ધરી હતી. બાદમાં ક્રેન ની મદદથી ટ્રકને માર્ગ પરથી હટાવવામાં આવ્યો હતો.

    આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટરસાયકલને ભારે નુકસાન થયું છે. પોલીસએ અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે અને ટ્રક ડ્રાઈવર ની  ભૂલ કે મિકેનિકલ ફેલ્યર ની દિશામાં તપાસ ચાલુ છે.

    સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ માર્ગ પર ભારે વાહનોની ઝડપ ઘણીવાર વધુ રહે છે અને અકસ્માતોની શક્યતા વધી જાય છે. તેમણે તંત્રને વિનંતી કરી છે કે ચિતલ જકાતનાકા નજીક સ્પીડ બ્રેકર અથવા ચેતવણી બોર્ડ લગાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકે.

  • જાકાસણા ના ગ્રામજનોના આરોગ્યની ચાવી તાળામાં — જાકાસણા આયુષ્યમાન આરોગ્ય મંદિર બંધ, કર્મચારી ગાયબ!

    રિયાલિટી ચેક..

    📍 સ્થળ: જાકાસણા ગામ, તાલુકો જોટાણા (જિલ્લો મહેસાણા)

     તપાસ સમય: ગુરુવાર, બપોરે 3:30 થી 4:00

     ફરજના સમય દરમિયાન તાળું મારેલું આરોગ્ય મંદિર — કેમેરામાં કેદ વાસ્તવિકતા

        જાકાસણા ગામનું આયુષ્યમાન આરોગ્ય મંદિર સેન્ટર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ગામના લોકો લાંબા સમયથી આક્ષેપ કરી રહ્યા છે કે અહીં ફરજ બજાવનારા આરોગ્ય કર્મીઓ વારંવાર મોડા આવે છે અને ફરજ પૂર્ણ થતાં પહેલાં જ સેન્ટર ને તાળું મારી જતાં રહે છે.

        અમારા પ્રતિનિધિએ ગુરુવારના બપોરે સાડા ત્રણથી ચાર વચ્ચે રીયાલિટી ચેક હાથ ધર્યો — અને આરોગ્ય મંદિરનું મુખ્ય દ્વાર તાળાબંધ હાલતમાં જોવા મળ્યું. અંદર કોઈ આરોગ્ય કર્મચારી હાજર ન હતો. આ દ્રશ્ય કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયું, જે સ્થાનિકોની ફરિયાદને સાચી ઠરાવે છે.

     ગામજનો ની પીડા: “દર્દી લઈ જઈએ તો તાળું મળે”

    સ્થાનિક ગ્રામજનોએ ગુસ્સા ભેર જણાવ્યું કે,

    “દર્દી લઈ જઈએ ત્યારે કોઈ આરોગ્યકર્મી મળતા નથી. દરવાજા પર તાળું મારેલું હોય છે. ફરજના સમય દરમ્યાન જ સેન્ટર બંધ રહે એ કેવી સેવા?”

         ગામના વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ ખાસ તકલીફ અનુભવે છે. તાત્કાલિક સારવાર માટે જોટાણા સુધી જવું પડે છે, જે સમય અને પૈસા બંને માટે ભારરૂપ છે.

     ફરજ વગર પગારની ચર્ચા

      ગામજનો નો આક્ષેપ છે કે આરોગ્ય કર્મીઓ સમયસર ફરજ બજાવતા નથી છતાં નિયમિત પગાર મેળવે છે, જે ન માત્ર તંત્રની બેદરકારી દર્શાવે છે પરંતુ ગ્રામ્ય આરોગ્ય સેવાઓ પ્રત્યે ઉદાસીન વલણ પણ ઉજાગર કરે છે.

    આરોગ્ય વિભાગ તરફથી નિયમિત મોનીટરીંગ ન હોવાને કારણે આ પ્રકારની અનિયમિતતા ચાલુ રહે છે.

    તંત્ર સામે પ્રશ્નો

    શું તાલુકા હેલ્થ ઓફિસરે આ સેન્ટરની હાજરી રજીસ્ટર ચકાસી છે?

    ફરજ દરમ્યાન તાળું મારનાર કર્મચારીઓ પર કોઈ કાર્યવાહી થઈ છે?

    આ પ્રકારની બેદરકારીને લઈને ઉપરી અધિકારીઓને માહિતી આપવામાં આવી છે કે નહીં?

     જરૂર — તાત્કાલિક તપાસ અને કડક પગલાંની

       ગામજનો હવે માંગ કરી રહ્યા છે કે જોટાણા તાલુકા હેલ્થ ઓફિસર તાત્કાલિક તપાસ કરીને જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં આરોગ્ય સેવાઓ ખોરવાય નહીં અને ગ્રામ્ય આરોગ્ય વ્યવસ્થામાં વિશ્વાસ પુનઃસ્થાપિત થાય.

  • વિસનગર તંત્રની બેદરકારી! ખુલ્લી ગટરો શહેર માટે મરણફાંસ – વિક્રમ સિનેમા સામે ગાય ખાબકી, મોટા અકસ્માતથી બચાવ

     

       વિસનગર શહેરમાં નાગરિક સુવિધાઓ માટે કરોડો રૂપિયા ખર્ચાય છે, પરંતુ હકીકતમાં તંત્રની બેદરકારી લોકજીવનને જોખમમાં મૂકે છે તે વાસ્તવિકતા ફરી એકવાર સામે આવી છે.વિક્રમ સિનેમા સામેના મુખ્ય માર્ગ પર આવેલી ખુલ્લી ગટરમાં ગઈકાલે ગાય માતા ખાબકતા હાહાકાર મચી ગયો.સદભાગ્યે ‘હસતું મુખડું જીવદયા ગ્રુપ’ અને તાત્કાલિક દોડી આવેલા ફાયર વિભાગના કર્મચારીઓએ ઝડપથી કાર્યવાહી કરી ગાયને બહાર કઢી લીધી. ગાયને સારવાર આપી સુરક્ષિત છોડી દેવામાં આવી.

    પરંતુ અહીં મૂળ પ્રશ્ન ગાયના બચાવનો નથી—પ્રશ્ન છે ખુલ્લી ગટરના કારણે કોઈપણ ક્ષણે બની શકે તેવી જાનહાનિ નો.

     મોટો સવાલ: જો ગાય નહીં, પણ નાનું બાળક પડ્યું હોત તો?

       રસ્તા પર સતત ટ્રાફિક ચાલે છે, લોકો અવરજવર કરે છે, બાળકો રમે છે, વૃદ્ધો ચાલે છે.આ પરિસ્થિતિમાં ખુલ્લી ગટર એટલે જીવલેણ જાળ.સ્થાનિક રહેવાસી ઓનો સીધો આરોપ

    “ગટર ખુલ્લી છે એ તંત્રને ખબર નથી એવું થઈ શકે? કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે?”

     તંત્રની આંખ આડા કાન

    વિસનગર નગરપાલિકાએ કરોડોની ગ્રાન્ટ, રોડ-વિકાસ, સફાઈના દાવા કર્યા છે.પોતાના સોશિયલ મીડિયામાં ‘શહેર સ્માર્ટ બને છે’ એવા નારા લગાડે છે.પરંતુ જમીન પરની હકીકત—ખુલ્લી ગટરો, તૂટી ગયેલા કવર, પાણી ભરાઈ જતાં અદૃશ્ય ખાડા, નાગરિકોના જીવન માટે સીધો ખતરો.આ ઘટનાએ એક મોટો સવાલ ઉભો કર્યો છે: શહેરની ગટર સિસ્ટમ નું નિરીક્ષણ કોણ કરે છે?

     ખુલ્લી ગટરો બંધ કરવાની જવાબદારી કોની?

     જો અકસ્માત બને તો જવાબદાર કોણ?

    લોકોની આક્રોશભરી પ્રતિક્રિયા

    વિસનગરના નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી.

    લોકો કહે છે:

    “દર વર્ષે ટેક્સ વધે છે, પણ કામગીરી શૂન્ય!”

    “આ રસ્તા પર બાળકો સ્કૂલ જઈ-આવે છે, આ બેદરકારી માફી લાયક નથી.”

    “જો ગાયની જગ્યાએ બાળક પડ્યું હોત તો?”

     આવી ઘટના પહેલી વાર નથી

    વિસનગરમાં અગાઉ પણ ખુલ્લી ગટરો, તૂટી ગયેલા મેન હોલ અને રોડ ઉપરના ખાડાઓને કારણે અકસ્માતો થતા રહ્યા છે.

    પરંતુ તંત્ર હંમેશા “ટૂંક સમયમાં કામ થશે”, “ટેમ્પરરી કવર મૂક્યાં છે” જેવી રટણ કરી આગળ વધે છે.

     સવાલો તંત્રને

     શું શહેરના મુખ્ય રસ્તાઓનું નિયમિત સર્વેક્ષણ થાય છે?

     તૂટેલા ગટર કવર નવા કેમ નથી મુકાતા?

     જીવદયા અને ફાયર ટીમ જાગૃત હોય તો તંત્ર કેમ નથી?

     શું નાગરિકોની સુરક્ષા કાગળ પર પૂરતી છે?

     જાગો તંત્ર, જવાબદારી લો!

    આ ઘટના સ્પષ્ટ સંદેશ આપી રહી છે કે વિસનગરમાં ખુલ્લી ગટરો માત્ર ગંદકીનું નહીં, પરંતુ જાનહાનિ નું જોખમ છે.

    મ્યુનિસિપલ કોર્પોરેશન ને તાત્કાલિક કાર્યવાહી કરવી પડશે— ખુલ્લી ગટર કવર કરવી

     તૂટેલા મેન હોલ રિપ્લેસ

     ડેન્જર ઝોન પર બોર્ડ અને બેરિકેડ

    ફીલ્ડ સર્વે અને મેન્ટેનન્સ ટીમ સક્રિય કરવી

    કારણ કે નાગરિકોનો પ્રશ્ન સાદો છે: “અમારા જીવનની કિંમત તંત્ર માટે કેટલી?”

  • બેચરાજી–પ્રતાપગઢ–દેથલી રોડની બિસ્માર હાલત સીસી રોડ તૂટ્યો, ખાડાઓથી જોખમ ઊભું: રજૂઆતો છતાં તંત્ર મૌન

     અહેવાલ…પ્રદીપ ઠાકોર. ( બહુચરાજી )

       બેચરાજી તાલુકામાંથી પ્રતાપગઢ અને દેથલી સુધી જાનો મુખ્ય માર્ગ, જે થોડાં વર્ષો પહેલા સીસી રોડ તરીકે બનાવાયો હતો, આજે પૂરેપૂરો ખરાબ હાલતમાં છે. મોટા મોટા ખાડાઓ, ઉખડેલા સ્લેબ, તિરાડો અને વરસાદ પછી કાદવ જેવી સ્થિતિને કારણે આ માર્ગ પર મુસાફરી કરવી જોખમી બની ગઈ છે. આ માર્ગનો ઉપયોગ રોજ હજારો લોકો કરે છે, છતાં તેના સમારકામ અંગે જવાબદાર વિભાગો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી કોઈ ચોક્કસ પગલાં લેવાયા નથી.

    મહત્વનો માર્ગ, પરંતુ દેખરેખ શૂન્ય

      આ માર્ગ પર પ્રતાપગઢ, દેથલી અને આસપાસના વિસ્તારોના લોકોનું દૈનિક અવરજવર ચાલે છે. કોર્ટ, શાળા, છાત્રાલય, કોલેજ, સોસાયટીઓ ધરાવતા વિસ્તારો માટે આ માર્ગ મુખ્ય વાહનવ્યવહાર નો આધાર બને છે. તેમજ ખેડૂતો, દુકાનદારો અને કોમર્શિયલ વાહનો માટે પણ આ રોડ આવશ્યક છે.

    અકસ્માતોની સંભાવના સતત વધી રહી

      સ્થાનિક લોકોએ જણાવ્યા મુજબ આ માર્ગ પર ઘણા નાના-મોટા અકસ્માતો થઈ ચૂક્યા છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોને પડી જવાનો ખતરો સૌથી વધુ છે. ખાડા એટલા ઊંડા છે કે મોટરસાયકલ અથવા સાઈકલ નો સંતુલન સરળતાથી બગડી જાય છે.

      રાત્રિના સમયે રસ્તો વધુ જોખમી બને છે. સ્ટ્રીટ લાઇટની ગેરહાજરી અને રોડની ઊંચ નીચ સપાટીથી મુસાફરોને રસ્તો જાણી શકાય તેમ રહેતું નથી. વરસાદી ઋતુમાં તો આ માર્ગ પર પાણી ભરાઈ જવાથી ખાડા દેખાતા જ નથી અને જોખમ અનેક ગણું વધી જાય છે.

    સીસી રોડ… પરંતુ પ્રશ્નો ઘણા

       આ રોડ સીસી (સિમેન્ટ કોંક્રીટ) રોડ તરીકે બનાવાયો હતો, એટલે લાંબા ગાળે ટકી રહે તેવું માનવામાં આવતું. પરંતુ આજે તેની સ્થિતિ એ પ્રશ્ન ઉભો કરે છે કે:

    શું રોડમાં ગુણવત્તાવાળું મટીરિયલ વપરાયુ છે?

    કોન્ટ્રાક્ટરને કામ માટે સંપૂર્ણ બિલ ચુકવાયું?

    વોરંટીના સમયગાળા દરમિયાન નિરીક્ષણ થયું હતું?

    રોડની મેન્ટેનન્સ માટે ફાળવાયેલું બજેટ ક્યાં વપરાયું?

      સ્થાનિકોમાં શંકા છે કે રોડ બનાવવાની પ્રક્રિયામાં અથવા ટકાઉપણું સુનિશ્ચિત કરવામાં ગંભીર ખોટ રહેલી છે.

    વિદ્યાર્થી અને ભક્તો બંને મુશ્કેલીમાં

      આ માર્ગથી પસાર થતાં શૈક્ષણિક સંસ્થાઓની બસો, સાયકલ પર જતા વિદ્યાર્થીઓ અને વલ્લભ ભટ્ટની પ્રાચીન વાવ જવા આવતા ભક્તો સતત મુશ્કેલી અનુભવે છે.

    વિદ્યાર્થીઓના માતાપિતા ઓ પાસેથી ચિંતાનો સ્વર ઉઠે છે:

    “સ્કૂલ બસ હલચલથી ભરાઈ જાય છે, બાળકોને ઝટકા વાગે છે. રોજની મુસાફરી ભયભીત થઈ જાય છે.”

    વાવ પર આવતા ભક્તો કહે છે:

    “ધાર્મિક સ્થળ સુધીનું માર્ગ હોવા છતાં તેની હાલત એવી છે કે પગપાળા ચાલવું પણ મુશ્કેલ છે.”

    રજૂઆતો માત્ર કાગળ પર

    સ્થાનિક લોકોએ અનેક વાર રજૂઆતો કરી છે:ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત,R&B વિભાગ,MLA, સરકારી અધિકારીઓ પરંતુ પરિણામ: માત્ર જવાબો અને વાયદાઓ કાર્ય શૂન્ય.

    જવાબદાર વિભાગોની સામાન્ય પ્રતિક્રિયા: “બજેટ આવશે ત્યારે કામ થશે.” “પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.” “ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે.”

    બીજી તરફ રોજ મુસાફરી કરનાર લોકો માટે પરિસ્થિતિ અત્યંત ગંભીર છે.

    લોકોનો સીધો પ્રશ્ન

      જ્યારે રોજ હજારો લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે ત્યારે તેનું સમારકામ પ્રાથમિકતા તરીકે કેમ લેવામાં નથી આવતું?જો કોઈ મોટો અકસ્માત બને તો તેની જવાબદારી કોણ લેશે?શું તંત્ર માત્ર દુર્ઘટના પછી જ જાગશે?

    નિષ્કર્ષ

    બેચરાજી – પ્રતાપગઢ-દેથલી માર્ગનો મુદ્દો માત્ર રસ્તાનો મુદ્દો નથી.

    આ જાહેર કરના પૈસાનો ઉપયોગ, સરકારી દેખરેખ, કોન્ટ્રાક્ટર જવાબદારી અને પ્રશાસનની સંવેદનશીલતા સાથે સીધો જોડાયેલો પ્રશ્ન છે.જ્યારે દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ભક્તો રોજ જોખમ લઈ આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે, ત્યારે તંત્રનો મૌન અભિગમ વિકાસના દાવા સામે ગંભીર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે.

  • કડી તાલુકા હેલ્થ ઓફિસર ડો.બ્રિજેશ પ્રજાપતિ – કામગીરી નબળી કે પછી નકલી તબીબો થી ડરી ગયા ?? કડી આરોગ્યતંત્ર ની નિષ્ફળતા પર ખુલ્લો સવાલ

    કડી તાલુકા ના આરોગ્ય તંત્રની હાલત અત્યારે બિસ્માર બની ગઇ છે.નકલી ડોક્ટરો,પૂરતી માન્ય ડિગ્રી વિનાનાં ડોક્ટરો,લાયસન્સ વિનાના ક્લિનિકો આજે ખુલ્લેઆમ લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે અને આ બધું એકદમ સરકારી તંત્રની આંખ સામે.

    પ્રશ્ન છે તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.બ્રિજેશ પ્રજાપતિ કરે છે શું ??

    કડી માં તબીબી માફિયા – સરકાર સૂતી કે હેલ્થ ઓફિસર ચુપ ??

     

     કડી શહેરમાં ઠેર ઠેર પૂરતી ડિગ્રી વિનાના તબીબો , ડિગ્રી વિનાના લોકો ઇન્જેક્શન લાગતા,ખોટી દવાઓ,એલોપથી ડિગ્રી વિના એલોપથી દવાઓ જેવી કામગીરી થઈ રહી છે આમાં કાયદા પ્રમાણે આ બધો ગુનો હોવા છતાં છેલ્લા ઘણા સમયથી એક પણ મોટી રેડ , સીલ અથવા FIR નથી એટલે પત્રકારીય સવાલ સીધો..

    હેલ્થ ઓફિસર નું કામ ફાઇલોમાં ટીકમાર્ક કરવાનું છે કે વાસ્તવિક કાર્યવાહી કરવાનું ??

    કાયદો શું કહે છે: MBBS, BAMS અને BHMS તબીબોની સારવારની સીમાઓ

    ભારતમાં “તબીબી વ્યવસાય” માટે મુખ્ય કાનૂની નિયમન:

    National Medical Commission (NMC) Act

    Drugs & Cosmetics Act

    Clinical Establishment Act

    Ayush Ministry Regulations

    MBBS તબીબ શું કરી શકે?

    MBBS એ માન્ય એલોપથી તબીબી ડિગ્રી છે.

    MBBS તબીબ સંપૂર્ણ ઓલોપેથિક મેડિસિન, ડાયગ્નોસિસ, ઈન્જેક્શન, સિરમ, એન્ટિબાયોટિક, ઈમરજન્સી મેનેજમેન્ટ કરી શકે છે.

    તેની પ્રેક્ટિસમાં સમાવેશ થાય છે:

    Fever, Infection, Viral/Seasonal diseases

    Antibiotics / Steroids / IV Fluids

    Emergency medicine

    Minor Procedures

    Prescription of allopathic medicines

    મોટી વાત:

    MBBS તબીબ પાસે ICU & Emergency decision-making ની ટ્રેનિંગ હોય છે.

    BHMS અને BAMS તબીબ શું કરી શકે?

    ડિગ્રી સિસ્ટમ અધિકૃત સારવાર ક્ષેત્ર મર્યાદા

    BHMS હોમિયોપેથિક chronic diseases, skin, allergy, migraine વગેરે એલોપથી દવાઓ prescribe કરવાની મંજૂરી નથી

    BAMS આયુર્વેદિક આયુર્વેદિક દવાઓ, પંચકર્મ, હર્બલ થેરાપી એન્ટિબાયોટિક / સ્ટેરોઇડ / IV Fluids આપવાની મંજૂરી નથી

    કાયદો સ્પષ્ટ છે:

     BHMS અથવા BAMS તબીબો Allopathic Medicines, IV Fluids (બોટલ), Antibiotics અને Emergency Treatment કરશે તો તે Illegal Allopathic Practice ગણાય છે.

    આ બાબતના ઉલ્લંખન બદલ કેટલાક કાયદાઓ તેમજ NMC Act, 2020 મુજબ કાર્યવાહી થાય છે.

    કડીમાં આ કાયદાના સીધા ઉલ્લંઘનના આક્ષેપ

    સ્થાનિક નાગરિકો અને આગેવાનોનો દાવો છે કે:

    જકાત નાકા રોડ,અયોધ્યા સોસાયટી વિસ્તાર,નગરપાલિકા પાસે પાણીની ટાંકી વિસ્તાર,કરણનગર રોડ,કસ્બા મુખ્ય વિસ્તાર માં ઘણા BHMS અને BAMS તબીબો

    Allopathic Injection

    IV Fluids / બોટલો

    High-Dose Antibiotics

    Steroid Treatments ખુલ્લેઆમ આપી રહ્યા છે.

    આક્ષેપ:

    આ દવાખાનાઓમાં Emergency Support System નથી.

    જો દર્દીની હાલત બગડે તે સમયે જવાબદાર કોણ?

    તંત્ર સામે સીધા સવાલ: કાર્યવાહી અટકેલી કેમ?

    કડી તાલુકાના હેલ્થ ઓફિસર ડો. બ્રિજેશ પ્રજાપતિની કામગીરી પર ચર્ચા વધતી જાય છે.

    સ્થાનિક નાગરિકોનો સવાલ:

     “બિનકાયદેસર પ્રેક્ટિસ ના પુરાવા ઉપલબ્ધ હોવા છતાં રેડ અથવા સીલિંગ કેમ નથી?

    હેલ્થ ડિપાર્ટમેન્ટ કોના દબાણ હેઠળ છે?”

    આંતરિક સૂત્રો અનુસાર: સ્ટાફમાં અસંતોષ

    આરોગ્ય વિભાગનાં કેટલાક સૂત્રોનું કહેવું છે:

    હેલ્થ ઓફિસર ગ્રામ આરોગ્ય કેન્દ્રોમાં દેખાવ માટે ‘મુલાકાતો’ કરે છેપરંતુ ગેરકાયદેસર દવાખાનાઓ સામે એક્શન લેવામાં પાછી પાની થઈ રહી છે.

    આરોગ્ય વિભાગના કેટલાક નાના કર્મચારીઓને કહેવામાં આવી રહ્યું છે કે:

     “કામ નહિ કરો તો દૂરના તાલુકામાં બદલી આવશે.”

    નોંધ: આ આક્ષેપો વિભાગ દ્વારા અધિકૃત રીતે સ્વીકારેલા નથી, પરંતુ ચર્ચા વ્યાપક રીતે ચાલી રહી છે.

    મુખ્ય મુદ્દો

    આ બાબત વ્યક્તિગત વિવાદ નથી.

    આ લોકોના જીવન, આરોગ્ય સુરક્ષા અને કાયદાની માન્યતાનો મુદ્દો છે.

    જનતાની સ્પષ્ટ માંગ

    1. કડીમાં તમામ ક્લિનિકો નો સર્વે અને રજીસ્ટ્રેશન ચકાસણી થઈ

    2. જે તબીબ પાસે ડિગ્રી + રજીસ્ટ્રેશન નથી, તેની પ્રેક્ટિસ તાત્કાલિક બંધ થઈ

    3. ગેરકાયદેસર એલોપથી માટે કાનૂની કાર્યવાહી થાય

    4. તંત્ર જાહેર કરે કે એક્શન અટકવાનો કારણ શું છે?

     

    ખુલ્લો અંતિમ સવાલ

    કડીના દર્દીઓની જાન કોણે સુરક્ષિત કરવી?

    કાયદો?

    તંત્ર?

    કે નસીબ?

    આ સવાલ હવે આરોગ્ય વિભાગે જવાબ આપવાનો છે.

  • ત્રણ વર્ષથી ન્યાયની રાહ જોતા કામદારો… ભોગ નહિ, લડત પસંદ કરી – અને સત્યનિષ્ઠ પત્રકારિતા એ અંતે જીત અપાવી

    દેત્રોજ તાલુકા, ભગાપુરા | સ્પેશ્યલ રિપોર્ટ

    અહેવાલ : પ્રદીપ ઠાકોર

       દેત્રોજ તાલુકાના ભગાપુરા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી J.S.W સ્ટીલ ફેક્ટરીમાં કામદારો છેલ્લા ત્રણ વર્ષથી એવી માંગણીઓ કરી રહ્યા હતા, જે કોઈ ખાસ અથવા અતિશય નહીં, પરંતુ શ્રમ કાયદા મુજબ મળવી જોઈએ તેવા મૂળભૂત અધિકારો હતા.

     પડતર માંગણીઓ શું હતી?

    વર્ષો નો પગાર વધારો બંધ

    ઓવરટાઈમ નું સંતોષકારક વળતર નહીં

    મશીનો અને જોખમી વિભાગોમાં સેફ્ટી કિટ્સ નો અભાવ

    કામચલાઉ કામદારોને કાયમી કરવાની માંગણી

    આ માંગણીઓ માટે કામદારો વારંવાર મેનેજમેન્ટ ને રજૂઆત કરતા રહ્યા. પરંતુ બેઠક, વાયદા અને લંબાતી ચર્ચાઓ વચ્ચે હક હજી કાગળ પર જ રહ્યો.

     જ્યારે સહનશક્તિ નો અંત આવ્યો…

    જ્યારે સ્પષ્ટ થયું કે મેનેજમેન્ટ માંગણીઓને સ્વીકારવા ઉત્સુક નથી અને પ્રશ્નોને વારંવાર ટાળવામાં આવ્યા, ત્યારે કામદારોે શાંતિપૂર્ણ હડતાળનો રસ્તો પસંદ કર્યો.

    “કોઈ તોડફોડ નહીં, કોઈ હુલ્લડ બાજી નહીં.

    માત્ર અમારા અધિકારો માટે ઉભા રહીશું” – આ નક્કી કરીને સેંકડો  કામદારો પ્લાન્ટ બહાર બેઠકો શરૂ કરી.

     કંપની તરફથી દબાણની નીતિ

    હડતાળ શરૂ થયા બાદ કંપની તરફથી વિવિધ ત્રાસી પગલાં લેવાયા,કામદારોને છૂટાછવાયા પાડવાના પ્રયત્નો,કેટલાકને લાલચ, કેટલાકને ધમકી,આંતરિક તોડ જોડ માટે અજમાયશ પરંતુ કામદારો એક પણ ઈંચ પાછળ ન હટ્યા.

    એક કામદારના શબ્દોમાં:

    “અમારી સામે કંપનીના કરોડો રૂપિયા છે, પરંતુ અમારી પાસે એકતા છે.”

    અહીંથી શરૂ થાય છે સત્ય પત્રકારિતાની અસર

     જ્યારે સ્થાનિક મિડિયા મૌન હતું, ત્યારે દિવ્ય ભાસ્કરના સીનીયર પત્રકાર સતીશ પટેલ અને માંડલના બ્યુરો ચીફ રિપોર્ટર રાજભા સોલંકીએ આ મુદ્દાને ગંભીરતાથી લીધો.બન્નેએ સાઇટ પર જઈ કામદારોને સાંભળ્યા, પુરાવા તપાસ્યા અને હકીકતના આધાર પર અહેવાલ તૈયાર કર્યા.પછી અખબારમાં કડક અને સત્ય આધારિત રિપોર્ટ્સ પ્રકાશિત થયા:

     કામદારોની સમસ્યાઓ

     કંપનીની નીતિ

     હડતાળના કારણો

     માનવહિત ના મુદ્દા

    અહેવાલો છપાતા જ સરકારી તંત્ર અને મજૂર વિભાગ હરકતમાં આવી ગયા.

    હડતાળ દબાવવા માટે થયેલી કોશિશો પણ સમાજ સામે ખુલ્લી પડી.

    ત્રીજા દિવસે બદલાયો ઈતિહાસ

    સોશિયલ અને મિડિયા દબાણ વધતાં, JSW સ્ટીલ મેનેજમેન્ટે કામદારોના પ્રતિનિધિઓ સાથે બેઠક બોલાવી.

    આ બેઠક એક કલાકની નહીં – આખો દિવસ ચાલતી ચર્ચાઓ સાથે સમાપ્ત થઈ.

    અને અંતે:

     પગાર વધારાની માંગણી મંજૂર

     ઓવરટાઈમ વળતર સુધાર્યું

     સેફ્ટી સાધનો આપવાનો વાયદો નહીં, તરત લેખિત અમલ

    અનિયમિતતા માં જવાબદારી નક્કી

    આગામી દિવસથી કામદારો વારાફરતી ડ્યુટી પર

    કંપની પાસે ખરેખર કોઈ વિકલ્પ નહોતો.

    “અમને હક મળ્યો કારણ કે કોઈએ અમારી ચુપ અવાજને દુનિયા સુધી પહોંચાડ્યો,”

    એક કામદાર બોલ્યો.

     કામદારોનો આભાર અને સન્માન

    લડત જીત્યા બાદ કામદારો નક્કી કર્યું કે જે બે પત્રકારોએ ડર્યા વગર સત્યની બાજુ લીધી, તેમનો જાહેર સન્માન થવો જોઈએ.

    એક નાના પરંતુ ભાવનાત્મક કાર્યક્રમમાં:

    શાલ પહેરાવી

    મોમેન્ટો આપીને

    જાહેર મંચ પર આભાર માની

    બન્ને પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું.

     ઘટના શું શીખવે છે?

     સાચું પત્રકારત્વ ખેતીવાડીની જેમ – સમય લાગે પણ વસ્તુઓ બદલાવે છે

     કામદાર એકતા = કાયદેસર ન્યાય

     સત્તા મોટી હોય શકે, પરંતુ સત્યથી મોટી નથી