Category: શિક્ષણ

  • જોટાણા થી જાકાસણા રોડ ના ખાડા પૂરવામાં ભ્રષ્ટાચાર

    મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાને ગામડાઓ સુધી જોડતા રોડ ના રિપેરિંગ કામ માં ભ્રષ્ટાચાર ની બુમરાડ ઉઠવા પામી છે.

         મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ગામડાઓના રોડ રસ્તા ની હાલત બિસ્માર બની છે.રોડ ઉપર ખાડા નહીં પરંતુ ખાડાઓમાં રોડ હોય તેવી પરિસ્થિતિ ઉદભવી છે.વાહન ચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.વાહનચાલકો ના વાહનો તૂટી રહ્યા છે તો બીમાર માણસો વધુ બીમાર પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે ઉપરાંત વિધાર્થીઓ ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા માં પડેલા ખાડા ના લીધે રસ્તા ના સમારકામ ની બુમરાડ ઉઠવા પામી હતી જે અનુસંધાને માર્ગ મકાન વિભાગ દ્વારા રોડ નું પેચ વર્ક કરવામાં આવ્યું હતું જેમાં જોટાણા થી જાકાસણા રોડ ઉપર પડેલા ખાડા પૂરવામાં આવ્યા હતા પરંતુ રોડ માં પડેલા ખાડા પૂરવામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની લોકોમાં ચર્ચા જામી છે.રોડ ના સમારકામ માં ખાડા પુરવા ડામર તો પાથરવામાં આવ્યો પરંતુ એજન્સી દ્વારા તેના ઉપર રોલર ફેરવવાની પણ તસ્દી લેવામાં આવી નહીં અને દસ થી પંદર દિવસમાં ફરી થી રોડના ખાડા દેખાઈ આવે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે.એક બાજુ લોકો ખાડા ના લીધે પરેશાન છે ત્યારે આવા ભ્રષ્ટાચારી પાકોની તકલીફોમાં પણ રૂપિયા રળવાનો મોકો છોડતા નહીં હોવાની ચર્ચા અત્યારે તો જોટાણા પંથકમાં જામી છે.

  • હત્યાના પાંચ અને દુષ્કર્મ નો એક એમ કુલ છ બાળ આરોપી ગાર્ડ ને ધક્કો મારી થયા ફરાર

    દોઢ વર્ષમાં મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી બાળ ગુનેગારો ભાગી જવાની ત્રીજી ઘટના

    મહેસાણા શહેર ખાતે આવેલા બાળ ઓબ્ઝરવેશન હોમમાંથી હત્યાના પાંચ અને દુષ્કર્મ ના ગુનાનો એક આરોપી મળી કુલ છ આરોપી ગાર્ડ ને ધક્કો મારી ભાગી જવાની ઘટના સામે આવતા કેટલાય સવાલો પેદા થયા છે.

       શહેરના રાધનપુર ચોકડી નજીક આવેલા બાળ ઓબ્ઝર્વેશન માંથી બાળ ગુનેગારો ભાગી જવાની દોઢ વર્ષમાં આજે ત્રીજી ઘટના છે. બુધવારે સવારે હોમનો દરવાજો ખુલતા છ બાળ ગુનેગારો સિક્યુરિટી ને ધક્કો મારી મગપરા ના રસ્તે ભાગી છૂટ્યા હતા.ગંભીર ગુનામાં ઝડપાયેલા બાળ ગુનેગારો ભાગી જતા સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.

        મહેસાણા ના બાળ ઓબ્ઝર્વેશન માંથી બાળ આરોપીઓ ભાગવાનો સિલસિલો અત્યારનો નથી છેલ્લા દોઢ વર્ષમાં ત્રણ વખત આરોપીઓ સિકયુરિટી ને થાપ આપી ભાગી છૂટ્યા છે તેનું એક માત્ર કારણ છે સિકયુરિટી કંપનીની અણઆવડત.મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન ખાતે 60 બાળ આરોપીઓને સુધારણા માટે રાખવામાં આવેલા છે જેની સિક્યુરિટી જવાબદારી વીર સિકયુરિટી નામની ખાનગી એજન્સી પાસે છે પરંતુ વીર સિકયુરિટી ના કારણે ગણતરીના સમયમાં ત્રણ ઘટનાઓ સામે આવતા સિકયુરિટી એજન્સી સામે પણ સવાલો પેદા થઈ રહ્યા છે.

    વીર સિકયુરિટી એજન્સી નું માલિક કોણ ?? નિષ્કાળજી છતાં અત્યાર સુધી કોઈ પગલા કેમ નથી લેવાતા ??

       મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન માંથી છેલ્લા દોઢ વર્ષમાં ત્રણ વખત ગંભીર ગુનાના બાળ આરોપીઓ ભાગી છૂટવાની ઘટના સામે આવી છે.ગુનાઓમાં ઝડપાયેલા આરોપીઓને અહીં સુધારણા માટે રાખવામાં આવેલા છે પરંતુ સિકયુરિટી ની નિષ્કાળજી થી સમયાંતરે આરોપીઓ ભાગી જવાની ઘટના બને છે અને સ્થાનિક પોલીસ મહામહેનતે આરોપીઓને શોધી ને લાવે છે.આટઆટલી નિષ્કાળજી છતાં અત્યારસુધી કેમ વીર સિકયુરિટી સામે કોઈ પગલા લેવાયા નથી કે તેનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો નથી.આ વખતે સમાજ સુરક્ષા અધિકારીએ એજન્સી રદ કરવાની વાત તો કરી છે પરંતુ અત્યાર સુધી કેમ કોઈ પગલા લેવાયા નથી તે મોટો પ્રશ્ન છે.શું વીર એજન્સી માં એવા કોઈ વગદાર માલિક કે ભાગીદાર છે કે અત્યાર સુધી તેના ઉપર કોઈ એકશન લેવામાં આવી નથી.

  • દારૂના દૂષણ ને દૂર કરો :– બહુચરાજી ના રૂપપુરા ગામને દારૂના દૂષણમાંથી છોડાવવા ગ્રામજનો મેદાને

    બહુચરાજી તાલુકાના રૂપપુરા ગામમાં દારૂનું દૂષણ દૂર કરવા ગ્રામજનોએ મોરચો માંડ્યો છે

     

     

     

    રૂપપુરા ગામની દેશી દારૂ ની ભઠ્ઠીઓ ઉપર થી આસજોલ, કરણપુરા, ધનપુરા,ચડાસણા,ઈન્દ્રપ,મરતોલી,રાંતેજ સહિતના ગામોમાં દારૂ થાય છે સપ્લાય..

     

     

     

     

    શક્તિપીઠ બહુચરાજી તાલુકાના કેટલાક ગામડાઓમાં દેશી વિદેશી દારૂનું દૂષણ વધી રહ્યું છે.ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ ઉપર હોવાનું અને બહુચરાજી તાલુકામાં ધમધોકાર દારૂ વેચાઈ રહ્યો હોવાનું અને પીવાઈ રહ્યો હોવાનું ગ્રામજનોના હોબાળા બાદ વધુ એક વખત સામે આવ્યું છે.રૂપપુરા સહિતના ગામડાઓમાં દારૂ તેમજ જુગાર ની પ્રવૃતિઓએ માઝા મૂકી છે અને દારૂના રવાડે ચડી ગયેલા લોકો નાની ઉમરમાં મોતના ભેટતા હોય છે જેથી નાની ઉમરના લોકોના મૃત્યુ આંકમાં વધારો,ચોરી સહિતની અસમાજિક પ્રવૃતિઓમાં વધારો થયો છે તેવામાં રૂપપુરા ગ્રામજનોએ બહુચરાજી મામલતદાર અને પોલીસ સ્ટેશન ખાતે દારૂ જુગાર નુ દૂષણ દૂર કરવા આવેદનપત્ર આપી મોરચો માંડ્યો છે.

     

    ગ્રામજનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે રૂપપુરા ગામમાં વર્ષો થી દેશી દારૂ તથા જુગાર ની પ્રવૃતિઓ થી રૂપપુરા – લીલાપુરા ગામમાં કેટલીય બહેનો નાની ઉમરમાં વિધવા થઈ છે અને તેમના સંતાનો ના શિક્ષણ ઉપર ખરાબ અસર પડી રહી છે.અસામાજિક તત્વો સરકારી પ્રાથમિક શાળા ની મિલકતને નુકશાન પહોંચાડે છે ગામમાં શાંતિ ડહોળે છે જેથી આવા તત્વો ઉપર અંકુશ લગાવવો જરૂરી છે.દીકરીઓ ને અસમાજિક તત્વોના ડર થી અભ્યાસ કરવો મુશ્કેલ બન્યો છે અને રૂપપુરા ગામની દેશી દારૂની ભઠ્ઠીઓ વાળા આસજોલ, કરણપુરા,ધનપુરા,ઈન્દ્રપ,મરતોલી અને રાંતેજ સહિતના વિસ્તારોમાં નજીકની કંપનીઓમાં ખુલ્લેઆમ દારૂનું સપ્લાય કરી રહ્યા છે.

     

     

     

     

     

    દારૂના દૂષણ સામે ગ્રામજનો તો જાગ્યા પરંતુ પોલીસ ક્યારે જાગશે તે એક મોટો સવાલ ???

    ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તે ફક્ત કાગળ ઉપર છે.દારૂબંધી નુ પાલન કરાવનાર પોલીસ જ હપ્તરાજમાં રાચી દારૂના વેચાણ અને પીવા ઉપર અંકુશ નહીં મૂકતા ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને પીવાઈ રહ્યો હોવાની હકીકત સ્પષ્ટ છે.દારૂના દૂષણ સામે હવે ગ્રામજનો એ મોરચો માંડી અવાજ ઉઠાવ્યો છે પરંતુ પોલીસ તંત્ર ક્યારે જાગશે તે એક મોટો સવાલ તંત્ર સામે પેદા થઈ રહ્યો છે.

  • સરકારી તંત્રનો વધુ એક છબરડો આવ્યો સામે :– પાલજ માં બિન હરીફ સભ્યની દરખાસ્ત કરનાર ની સહી ખોટી

    મહેસાણા 

    ઉમેદવારે ફોર્મ ભર્યું ત્યારે દરખાસ્ત કરનાર સાથે નહોતા 

    મહેસાણા જિલ્લા કલેકટરને કરાઈ લેખિત રજૂઆત 

     

       

     

     

     

    ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્યતરે અવનવા છબરડા પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે મહેસાણાના પાલજ ગામે યોજાયેલી વોર્ડ નંબર 7ના બિન હરીફ બનેલ સભ્યની દરખાસ્ત કરનાર વ્યક્તિએ સહી કરી જ ન હોવાનો મુદ્દો ઉઠ્યો છે. ગામના યુવાને જિલ્લા કલેકટરને આ સંબંધે લેખિત ફરિયાદ આપી છે. 

        પાલજ ગામના જયેશકુમાર બળદેવભાઈ રબારીએ મહેસાણા જિલ્લા કલેકટરને આપેલા લેખિતે ચર્ચાઓ જગાવી છે. જેમાં તાજેતરમાં આયોજિત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેમના પાલેજ ગામે વોર્ડ નંબર ચારના ઉમેદવાર આનંદીબેન અમૃતભાઈ પટેલ વોર્ડ નંબર સાતમાં સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને તે સમયે તેઓએ ફોર્મમાં દરખાસ્ત કરનાર તરીકે ગામના ગોપાલજી સોનાજી ઠાકોરને રાખેલા. પરંતુ આ ગોપાલજી ઠાકોરે દરખાસ્ત કરનાર તરીકે સહી કરી જ નથી અને તે ઉપજાવી કાઢેલ છે તેમજ ખોટી સહી ઉમેદવારના પતિ પાસે કરાવેલ હોવાનો ઉલ્લેખ લેખિતમાં કર્યો છે. 

       આ ઉપરાંત જયેશભાઈ રબારીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, સભ્યપદની ચૂંટણીમાં દરખાસ્ત કરનાર ઠાકોર ગોપાલજી સોનાજી જાણતા જ નથી અને તેમને દરખાસ્ત ફોર્મમાં સહી પણ કરેલ નથી સદર સભ્ય સામે કોઈ ઉમેદવારે ફોર્મ ભરેલ ન હોવાથી તેમને બિનહરીફ સભ્ય તરીકે જાહેર કરવામાં આવેલ છે. ચૂંટણી અધિનિયમની જોગવાઈ મુજબ જ્યારે સભ્ય કે ઉમેદવાર ફોર્મ ભરે ત્યારે દરખાસ્ત કરનાર સાથે હોવો જોઈએ પરંતુ આ કામના સભ્યએ સદર ગોપાલજી સોનાજી ઠાકોરને સાથે રાખેલ નથી કે તેઓને કોઈપણ પ્રકારની જાણ પણ કરેલ નથી અને ખોટા દસ્તાવેજ ઉપર સહી કરી દરખાસ્ત કરેલ અને ફોર્મ ભરેલ હોય ઘટતી કાર્યવાહી કરવી તેવો ઉલ્લેખ કરેલ છે.

  • Save Life Earn Money :- અકસ્માતમાં જીવ બચાવનાર ને મળશે રૂ .25 હજાર

    હવે તમે જ્યારે રોડ ઉપર અકસ્માતમાં જુઓ તો તમે તેને હોસ્પિટલ પહોંચાડજો તેનો જીવ બચાવજો સરકાર તમને આપશે રૂ.25000 ઇનામ

     

     

    ઘણા લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે તેનું કારણ છે અકસ્માતનો ભોગ બનનાર ને સમયસર સારવાર નથી મળતી.લોકો જ્યારે અકસ્માત થાય ત્યારે ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે પહોંચાડવા માટે વિચાર કરતા હોય છે તેનું કારણ છે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડનાર સરકારી કામકાજ ના ચક્કરો માં ફસાવા નથી માગતો અને ઘાયલ વ્યક્તિને સમયસર સારવાર નથી મળતી અને અકસ્માતમાં માં ઘાયલ વ્યક્તિ મૃત્યુ પામે છે પરંતુ હવે મહેસાણામાં ઘાયલ વ્યક્તિને સમયસર સારવાર મળી રહેશે અને તેનો જીવ બચી જશે તેનું કારણ છે સરકારની નીતિ.હવે અકસ્માતમાં જીવ બચાવનાર વ્યક્તિ રાહવીર તરીકે ઓળખાશે.રોડ અકસ્માતમાં અકસ્માત થયા પછીનો 1 કલાક ગોલ્ડન અવર(કલાક) તરીકે ઓળખાય છે જેમાં વ્યક્તિને સમયસર સારવાર મળી રહે તો તેનો જીવ બચાવી શકાય છે.આ 1 કલાકના સમયગાળા દરમ્યાન અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને જો કોઈ વ્યક્તિ હોસ્પિટલ પહોંચાડશે તેને હવે ઇનામ મળશે.આ માટે જિલ્લા સ્તરે 5 સભ્યોની સમિતિ બનશે જેમાં જિલ્લા કલેક્ટર,જિલ્લા પોલીસ વડા(એસપી),જિલ્લા આરોગ્ય અધિકારી,CDMO અને RTO ના અધિકારી નો સમાવેશ થશે.અકસ્માત બાદ સ્થાનિક પોલીસ અધિકારીના અભિપ્રાયબાદ જીવ બચાવનાર વ્યક્તિને રાહવીર તરીકે જાહેર કરી તેને રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે જેનાથી અન્ય લોકો પણ પ્રેરણા લઈ શકે.

  • કડીના ફેમિલી ફન વોટર પાર્ક ની ગૌરી વ્રત નિમિતે બાળકીઓ માટે અદ્દભુત સ્કીમ

    બે દિવસ વ્રત કરતી બાળાઓ અને તેમની માતાઓને કરાવશે જલસા

     

     

     

     

     

    હિન્દુઓનો પવિત્ર માસ શરૂ થવા જઈ રહ્યો છે તેવામાં દીકરીઓ ગૌરી વ્રત અને જયાપાર્વતી વ્રત કરી રહી છે.દીકરીઓ વ્રત ના દિવસો માં પૂજા કરતી હોય છે અને ઉપવાસ કરતી હોય છે તેવામાં કડી ના કુંડાળ ખાતે આવેલા ફેમિલી ફન વોટર પાર્ક દ્વારા વ્રત કરતી બાળાઓ માટે ખાસ યોજના બહાર પાડવામાં આવી છે જેનાથી વ્રત કરતી બાળાઓ તો ઠીક પણ તેમની મમ્મીઓને પણ જલસો પડી જવાનો છે.ફેમિલી ફન વોટરપાર્ક દ્વારા 9 અને 10 જુલાઈના રોજ વ્રત કરનારી બાળાઓ અને તેમની માતાઓને ફ્રી પ્રવેશ આપવામાં આવશે અને તેમને વોટરપાર્ક દ્વારા તેમને ફ્રી માં ચા નાસ્તો આપવામાં આવશે જેનો સમય 3:00 થી સાંજ 6:00 સુધી રાખવામાં આવ્યો છે.

     

     ફેમિલી ફન વોટરપાર્ક માલિક નું આ પગલું ખરેખર સરાહનીય છે.

  • સરકારની વિકાસની વાતો પોકળ:– શું આવી રીતે ભણશે ગુજરાતના બાળકો ?????

    બહુચરાજી 

        એક તરફ તંત્ર દ્વારા સુવિધા સભર શિક્ષણની વાતો થઈ રહી છે. ત્યારે મહેસાણા જિલ્લામાં ઘણા એવા ગામો છે કે,જ્યાં પાકા રસ્તાના અભાવે વિદ્યાર્થીઓને મજબુરીવશ કાદવ વાળા રસ્તે અભ્યાસ માટે જવા મજબુર થવું પડે છે.તંત્ર ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધા પહોંચી હોવાના દાવા અહીંયા પોકળ સાબિત થતાં જોવા મળે છે.

           કીચડવાળો રસ્તો પસાર કરી અભ્યાસ માટે જવા મજબુર મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના સાપાવાડા ગામે સાપાવાડા થી કોઠારપુર ગામને જોડતો રસ્તો આઝાદી પછી ક્યારે પાકા રસ્તાની સુવિધા પ્રાપ્ત થઈ નથી.આ રસ્તો કાદવ કીચડથી ખદબદે છે.પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળે છે.ખેતરોમાં રહેતા લોકોને આવા ગંદકી વાળા અને કાદવ કીચડવાળા રસ્તા પર થઈને પસાર થવું પડે છે.સૌથી વધારે દયનીય પરિસ્થતિ તો વિદ્યાર્થીઓની છે.આવતીકાલનું ઉજળું ભવિષ્ય એવા નાના વિદ્યાર્થીઓને પણ મજબૂરીવશ આવા કાદવ કીચડવાળો રસ્તો પસાર કરીને અભ્યાસ માટે જવું પડે છે. ખેતરોમાં વસવાટ કરતા 50 ઘરોના પરિવારો ચોમાસામાં ઘણી તકલીફ ભોગવી રહ્યા છે તેમને દરરોજ ગામમાં આવવાનું હોય શાકભાજી લેવા,દૂધ ભરાવવા,તેમજ જીવન જરૂરિયાત ની સામગ્રી લેવા માટે દરરોજ ગામમાં જવું પડે છે.તથા જો કોઈ ગંભીર બીમારી આવે તો જીવ ખોવાનો વારો આવે છે.તો બીજી તરફ ખેડૂતોને પોતાના ખેતરોમાં ટ્રેકટર,બળદગાડા લઈને આ રસ્તેથી જવાનું હોય છે.પણ ચોમાસામાં ખેડૂતો પણ હેરાન પરેશાન છે.    ખેતરોમાં વસવાટ કરતા પરિવારોને દેશ આઝાદ થયો છતાં પરિસ્થતિ ન બદલાઈ,પ્રાથમિક જરૂરિયાત રોડ,રસ્તા છે.

        સરકાર કહે છે દીકરીઓને ભણાવો પણ જ્યારે દીકરીઓ ભણવા માટે તૈયાર થાય છે પણ કાદવ કીચડવાળા રસ્તામાંથી પસાર થઈને ભણવા જવા એ પણ મજબુરી હશે.  ત્યારે વાત કરવામાં આવે તો બહુચરાજી તાલુકાના સાપાવાડાના એક દયનીયને કાદવ કીચડવાળા રસ્તાની જેમાં સાપાવાડા ગામમાં લગભગ 3500 થી વસ્તી ધરાવતું ગામ છે ગામમાં અલગ અલગ જ્ઞાતિ ધરાવતા લોકો વસવાટ કરે છે ત્યાં ગામમાંથી કોઠારપુરા તરફ જતા રસ્તા ઉપર 50 થી વધુ ઘર આવેલા છે તે પરિવારમાંથી 25 થી વધુ વિદ્યાર્થીઓ અને વિધાર્થિનીઓ અભ્યાસ કરવા માટે 3 કિમી ચાલીને ગામમાં આવું પડે છે.પરંતુ ચોમાસામાં પ્રથમ વરસાદ પડતાં જ રસ્તો બંધ થઈ જાય છે.ત્યારે વિદ્યાર્થીઓ કાદવ કીચડ વાળા રસ્તે થઈને આવતા હોય છે.જ્યારે રસ્તામાં વધુ પાણી હોય તો ખેતરોના શેઢા ખૂંદીને આવે છે પરંતુ લીલા ઘાસમાં ઝેરી જાનવર પડ્યું હોય તો બાળકોને કરડે તો જીવ ખોવાનો વારો આવે છે.આ બધી ચિંતાઓ વાલીઓ કરી રહ્યા છે.પણ મહેસાણા જિલ્લા વહીવટી તંત્રને નથી.

        વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ કાદવ કીચડમાં થઈને ચપ્પલ હાથમાં લઈ ગામની શાળામાં અભ્યાસ કરવા માટે જવા મજબૂર બનવું પડ્યું છે.

         સાપાવાડાના જાગૃતિ નાગરિક ભુરાજી ઝાલાએ જણાવ્યું હતું કે,આઝાદી પછી ક્યારે પાકા રસ્તાની સુવિધા પ્રાપ્ત થઈ નથી.અહી ચોમાસામાં કે ક્યારે કોઈ અધિકારીઓ જોવા પણ નથી આવતા.વારંવાર રજૂઆતો કરવા છતાં અમારી કોઈ પીપુડી સાંભળતું નથી.

         સાપાવાડા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય નવલદાન ગઢવીએ જણાવ્યું હતું કે ખેતરોમાંથી આવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે આવે છે પણ ચોમાસામાં તેઓ ઘણી તકલીફો વેઠીને શાળાએ પહોચે છે.વરસાદમાં વિદ્યાર્થીઓ કાદવકીચડ વાળા રસ્તેથી આવે છે.જો સરકાર આ વિદ્યાર્થીઓ માટે કઈ કરે તો સારું છે.

    સાપાવાડા ગામના વિદ્યાર્થીના વાલી અજીતસિંહ વાઘેલા એ જણાવ્યું હતું કે, અમારા બાળકોને શાળાએ મોકલીએ છીએ પણ જીવના જોખમ સાથે મોકલીએ છે.અમારા આ નાના બાળકો ખેતરોના શેઢા ખૂંદીને આવે છે ત્યારે કોઈ ઝેરી જાનવર કરડે ત્યારે અમારા બાળકનો જીવ ખોવાનો વારો આવશે.સરકાર આ બાબતે કઈ વિચારે તો સારું.

  • મુસ્લિમ ધર્મમાં તાજિયા નું કેટલું વિશેષ મહત્વ છે જાણીએ Samachardiary24*7 ના વિશેષ રિપોર્ટમાં

    મુસ્લિમ સમુદાય માટે મોહરમ મહિનો એ નવા વર્ષનો મહિનો છે.નવા વર્ષના નવમાં અને દશમાં દિવસે મુસ્લિમોએ બનાવેલા તાજીયાનું જુલુસ કાઢવા માં આવે છે.મહેસાણા જિલ્લાના કડી શહેરમાં મહોરમ નિમિતે છેલ્લા કેટલાક સમયથી કમિટીઓના યુવાનો બાળકો સહિતના લોકો મહોરમ માટે બનાવવામાં આવતા તાજિયા માટેની તૈયારીઓ કરી રહ્યા છે.

     

    કડી શહેરમાં આ વખતે મહોરમ નિમિતે આજે રાત્રે ત્રણ જગ્યાએથી તાજિયા કાઢવામાં આવ છે જેમાં મોટા મકાનના પીર દરગાહ થી નીકળી સહારા ચોક આવશે ત્યારબાદ સરકારી શાળા થઈ તાજિયા ઘુમ્મટિયા પહોંચશે ત્યાંથી પરત મોટા પીર ના મકાન પહોંચશે ત્યાર બાદ દશમાં ચાંદ ના દિવસે ફરી થી તાજિયા નીકળી મોટા પીર ના મકાને પાણી છાંટી ઠંડા કરવામાં આવશે.મહોરમ નિમિતે મુસ્લિમ સમુદાયમાં અત્યારે ભારે ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે.

    હાથ થી બનાવામાં આવે છે તાજિયા :–

     મહોરમ નિમિતે બનાવવામાં આવતા તાજિયા હાથ થી બનાવવામાં આવે છે.તાજિયા બની ગયા બાદ તેમને જગ્યા ઉપર સ્થાન આપવામાં આવે છે.હિન્દુ અને મુસ્લિમો આસ્થા અને શ્રદ્ધા અનુસાર તાજિયા ખાતે માનતા પૂર્ણ કરવા આવતા હોય છે ત્યારબાદ તાજીયાનું જુલુસ કાઢવામાં આવે છે.

     

    ઇમામ હુસેને માનવધર્મને બચાવવા આપી હતી કુરબાની :– મહોરમ ના તહેવારોની ઉજવણી કોઈ એક ધર્મ સંપ્રદાય માટે નથી હોતી પરંતુ કરબલામાં ઈમામ હુસૈન દ્વારા માનવધર્મ ને બચાવવા માટે કુરબાની આપી હતી.ઇમામ હુસેનની કુરબાની નો સંદેશ લોકો સુધી પહોંચે તેમજ લોકો મહોરમ ની શહીદી થી માહિતગાર થાય તે માટે ઉજવણી કરવામાં આવતી હોય છે.જુલુસ માં શ્રીફળ, દૂધ કોલ્ડ્રીંક્સ,ખીચડો આપવાની પરંપરા હોય છે. ઇમામ હુસૈન ના આદર્શ અને સંસ્કારો દરેક માનવી અપનાવી સમાજમાં શાંતિ અને ભાઈચારા નું વાતાવરણ ફેલાય તે માટે મહોરમ ઉજવવામાં આવે છે.

     

    મુસ્લિમો યુદ્ધમાં સાથે નહીં હોવાનો શોક મનાવે :– ઇસ્લામ ધર્મના લોકો મહોરમ ના દિવસે તાજિયા કાઢીને શોક મનાવે છે.મહોરમના દિવસે નીકળેલા જુલુસમાં મુસ્લિમ લોકો આખા રસ્તે માતમ મનાવે છે અને યા હુસૈન અમે ન થયા કહીને ઇમામ હુસૈન ની શહાદત ઉપર શોક વ્યક્ત કરે છે.

     

    કરબલા યુદ્ધ :– ઇરાકના કરબલામાં ઇ. સ. 624 માં અધર્મ વિરુદ્ધ ધર્મનું યુધ્ધ થયું હતું જેમાં અત્યાચારી શાસક યજીદ ના લશ્કરે ઇસ્લામના પયગંબર હજરત મહંમદ સાહેબના નવાસા ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારોને શહીદ કરી નાખ્યા હતા.કરબલાના શહીદો ની યાદમાં મહોરમ મનાવવામાં આવે છે.કરબલામાં ધર્મયુદ્ધ માં 72 યોદ્ધાઓની શહીદી વહોરી હતી તેમને દર વર્ષે મહોરમ નિમિતે યાદ કરવામાં આવે છે.
    તાજિયા પાણી થી ઠંડા પાડવામાં આવે છે :– ભારતમાં માનવ ધર્મની સવિશેષ સેવા કરવાની સંસ્કૃતિ છે.મહોરમ માનવ ધર્મ કાજે ઈમામ હુસૈન ની આપેલી શહીદી ને યાદ કરવાનો અવસર હોવાથી તાજિયા પડમાં આવે ત્યારે હિન્દુ મુસ્લિમ યુવાનો ઉઘાડા પગે ચોકારો લે છે અને કરબલાના શહીદો ભૂખ તરસ વેઠીને શહીદ થયા હતા તેમને યાદ કરીને પાણી પીવડાવવાની અને પાણી છાંટવાની એક વિશેષ પરંપરા હોય છે.
  • रिंकू सिंह को ICC T20I Rankings में छप्परफाड़ फायदा, 39 स्थानों की लगाई छलांग, इस नंबर पर पहुंचे

    ICC T20I Player Rankings- India TV Hindi

    Image Source : GETTY
    रिंकू सिंह को छप्परफाड़ फायदा

    Latest ICC T20I Player rankings: भारतीय टी20 टीम में फिनिशर की जगह पक्‍की कर चुके रिंकू सिंह छोटे से करियर में बड़ी छाप छोड़ चुके हैं। रिंकू सिंह को भारतीय क्रिकेट का भविष्य बताया जा रहा है। वह टी20 फॉर्मेट में लगातार अच्छा प्रदर्शन कर रहे हैं। उन्हें इस शानदार प्रदर्शन का इनाम इंटरनेशनल क्रिकेट काउंसिल की ताजा टी20I रैंकिंग में मिला है। उन्होंने बल्लेबाजों की रैंकिंग में लंबी छलांग लगाई है। 

    रिंकू सिंह को आईसीसी रैंकिंग में छप्परफाड़ फायदा

    रिंकू सिंह को आईसीसी की ताजा टी20I रैंकिंग में छप्परफाड़ फायदा हुआ है। उन्होंने ताजा रैंकिंग में 39 स्थानों की छलांग लगाई है। वह 548 रेटिंग प्वॉइंट के साथ 31वें नंबर पर पहुंच गए हैं। वहीं, भारतीय कप्तान रोहित शर्मा ने भी लंबी छलांग लगाई है। रोहित शर्मा 19 स्थानों की छलांग लगाकर 49वें नंबर पर आ गए हैं। दूसरी ओर विराट कोहली 2 स्थानों के नुकसान के साथ 46वें नंबर पर आ गए हैं। 

    रिंकू सिंह का धमाकेदार खेल जारी 

    26 साल के रिंकू ने पिछले साल अगस्त में आयरलैंड के खिलाफ टी-20 सीरीज से इंटरनेशनल डेब्यू किया था। वहीं, वनडे वर्ल्ड कप 2023 के बाद वह ऑस्ट्रेलिया, साउथ अफ्रीका और अफगानिस्तान के खिलाफ टी-20 सीरीज में टीम का हिस्सा रहे। उन्हें टी20 टीम में लगातार मौके मिल रहे हैं, जिसका वह भरपूर फायदा उठा रहे हैं। रिंकू ने हाल में ही अफगानिस्तान के खिलाफ टी20 सीरीज में बल्ले से काफी शानदार प्रदर्शन दिखाया था। 

    छोटे से करियर में छोड़ी अपनी छाप 

    रिंकू सिंह ने टीम इंडिया के लिए अभी तक 15 टी20 और 2 वनडे मैच खेले हैं। टी20 में उन्होंने 89.00 की औसत और 176.23 की स्ट्राइक रेट से 356 रन बनाए हैं। इस दौरान वह 2 अर्धशतक भी लगा चुके हैं। वहीं, वनडे में उन्होंने 27.50 की औसत से 55 रन बनाए हैं। वह इस समय भारत ए टीम का हिस्सा हैं। जो इंग्‍लैंड लॉयंस के खिलाफ चार दिवसीय मैच खेल रही है।

    ये भी पढ़ें

    ICC T20I रैंकिंग में बड़ा बदलाव, टॉप-10 से बाहर हुआ टीम इंडिया का ये स्टार खिलाड़ी

    ICC Rankings: विराट कोहली और रोहित शर्मा को भारी नुकसान

    Latest Cricket News

    Source link

  • TRP लिस्ट में फिनाले से पहले ‘बिग बॉस 17’ ने किया खेल, ‘अनुपमा’ और ‘गुम है किसी के प्यार में’ के बीच टक्कर जारी

    BARC TRP- India TV Hindi

    Image Source : DESIGN
    BARC TRP

    इस हफ्ते की BARC टीआरपी रेटिंग सामने आ चुकी हैं। इस लिस्ट को देखकर कई लोगों को झटका लगने वाला है। वहीं सलमान खान के फैंस को भी यह लिस्ट चौंकाने वाली है। क्योंकि इस हफ्ते ‘बिग बॉस’ की टीआरपी में जबरदस्त उछाल देखने को मिला और यह टॉप पांच शो में शामिल हो गया है। वहीं ‘बातें कुछ अनकही सी’ की टीआरपी में भी गजब का उछाल हुआ है, जिसके बाद यह शो टॉप टेन शो में शामिल हो गया है। इसके अलावा ‘तेरी मेरी डोरियां’ के साथ ‘शिव शक्ति तप त्याग तांडव’ की टीआरपी में भारी गिरावट देखी गई है। वहीं ‘कुंडली भाग्य’ की टीआरपी में भी वृद्धि देखी गई है और ‘भाग्य लक्ष्मी’ की टीआरपी में गिरावट देखी गई है। वहीं हमेशा की तरह एक बार फिर इस लिस्ट में ‘अनुपमा’ नबंर वन पर बना रहा। डालिए एक नजर BARC टीआरपी की पूरी लिस्ट पर। 

    ‘अनुपमा’

    हिंदी टीवी सीरियल की लिस्ट में ‘अनुपमा’ को लगातार जनता का प्यार मिल रहा है, यही वजह है कि यह शो हर बार टीआरपी लिस्ट में नबंर वन पर रहता है। ऐसे में हसेशा की तरह इस बार भी ‘अनुपमा’ अपनी नंबर वन की जगह पर बना हुआ है। इस बार इस शो को  2.7 मिलियन व्यूअरशिप हासिल हुई है। ऐसा लग रहा है कि ‘अनुपमा’ की बादशाहत को टक्कर देने वाला कोई शो फिलहाल टेलीकास्ट नहीं हो रहा है। 

     ‘गुम है किसी के प्यार में’

    शो ‘गुम है किसी के प्यार में’ लगातार अपने प्रदर्शन से लोगों का फेवरेट बना हु्आ है। शो इस बार ये शो नंबर 2 की गद्दी पर कब्जा जमाए हुऐ है। इस हफ्ते शो 2.6 मिलियन इम्प्रेशंस मिले हैं। 

    ‘ये रिश्ता क्या कहलाता है’

     वहीं ‘ये रिश्ता क्या कहलाता है’ इस सप्ताह नंबर तीसरे नंबर है। इस हफ्ते शो 2.3 मिलियन इम्प्रेशंस मिले हैं। 

    ‘इमली’

    टीआरपी लिस्ट में ‘इमली’ भी छाई हुई है तभी तो इस शो ने  ‘तारक मेहता का उल्टा चश्मा’ और कुडंली भाग्य को पीछे छोड़ टॉप 5 में अपनी जगह बना ली है।  

    इस हफ्ते शो को 2.2 इम्प्रेशंस मिले हैं। दर्शको को यह शो काफी पसंद आ रहा है, यही कारण है शो के टीआरपी में इजाफा देखने को मिल रहा है। 

    ‘बिग बॉस’

    वहीं इस हफ्ते सलमान खान के शो ‘बिग बॉस’ ने भी बाजी मार ली है। इस शो की टीआरपी में जबरदस्त उछाल देखने को मिला और यह टॉप पांच शो में शामिल हो गया है। इस हफ्ते शो को 2.1 इम्प्रेशंस मिले हैं। इन शोज के अलावा टाॅप 10 में किन शोज ने अपनी जगह बनाई है यहां देखिए पूरी लिस्ट।

    लिस्ट

    1. अनुपमा –  2.7
    2. गुम है किसी के प्यार में – 2.6
    3. ये रिश्ता क्या कहलाता है – 2.3 
    4. इमली – 2.2
    5. बिग बाॅस 17 – 2 .1
    6. झनक – 2.0
    7. पंड्या स्टोर –  2.0
    8. बातें कुछ अनकही सी –  2.0
    9. तारक मेहता का उल्टा चश्मा – 1.8
    10. तेरी मेरी डोरियां – 1.7

    ये भी पढ़ें:

    परिणीति चोपड़ा शादी के बाद करने वाली हैं जिंदगी की नई शुरुआत, पोस्ट शेयर कर दी जानकारी

    हवा से ज्यादा जमीन पर दिखी एरियल एक्शन वाली ‘फाइटर’, ऋतिक-दीपिका ने पार लगाई नौका

    Source link