Category: નવીનતમ સમાચાર

  • જાફરાબાદના કડીયાળી ગામે સરકારી હાઈસ્કૂલમાં વાલી મીટિંગનું આયોજન — વિદ્યાર્થીઓના વર્તન, અભ્યાસ અને અનુકૂળ વાતાવરણ પર થઈ ચર્ચા

    રિપોર્ટર: જીજ્ઞેશ બારૈયા, જાફરાબાદ

    જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા — કડીયાળી હાઈસ્કૂલ — ખાતે વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શીતલબેન પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ વાલી મીટિંગમાં ગામના વાલીગણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

    શિક્ષકો અને વાલીઓ વચ્ચે સીધો સંવાદ

    મીટિંગ દરમિયાન શાળાના સ્ટાફગણ દ્વારા દરેક વાલીઓની મુલાકાત કરી વિદ્યાર્થીઓના અભ્યાસ, વર્તન, પ્રગતિ અને અડચણોની વિગતવાર સમજ આપવામાં આવી.

    વાલીગણ માટે ખાસ કરીને નીચેના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું:

    વિદ્યાર્થીઓમાં જોવા મળતા નકારાત્મક વર્તન

    વ્યસન જેવા ખતરનાક વલણો તરફ ઝુકાવ

    અભ્યાસ પ્રત્યેની અરુચી અને તેનું માર્ગદર્શન

    મોબાઇલના વધારે ઉપયોગથી થતા અભ્યાસમાં ઘટાડા અંગે ચેતવણી

    નિયમિત હાજરીનું મહત્વ

    વિદ્યાર્થી–શિક્ષક–વાલી ત્રિપક્ષીય સંકલન

    વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ માટે વાલીઓનો સહકાર અત્યંત આવશ્યક હોવાનું સ્ટાફ દ્વારા ભારપૂર્વક જણાવાયું.

    શિક્ષકોની પ્રતિબદ્ધતા — “અમે સંપૂર્ણ નિષ્ઠાથી કાર્યરત છીએ”

    શાળાના આચાર્ય શીતલબેન પરમારે વાલીઓને ખાતરી આપતા જણાવ્યું:“શિક્ષકો પૂરી મહેનત અને નિષ્ઠાથી બાળકોને શિક્ષણ પુરૂ પાડે છે. વિદ્યાર્થીઓનો શૈક્ષણિક માપદંડ સુધરે તે માટે શાળાની આખી ટીમ સંકલિત રીતે કાર્યરત છે.”

    આચાર્યએ વાલીઓને પણ અપિલ કરી કે તેઓ ઘરે બાળકોને યોગ્ય અભ્યાસ વાતાવરણ આપે, તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખે અને શાળાની સાથે સતત સંપર્કમાં રહે.

    CRC કોઓર્ડિનેટરનું સંબોધન

    સી.આર.સી. કોઓર્ડિનેટરે પણ વાલીઓને સંબોધતા વાલીઓ–શાળા સંકલન, બાળકના સર્વાંગી વિકાસ અને શાળાનું યોજનાત્મક માર્ગદર્શન વિષે વિગતવાર સમજણ આપી હતી.

    સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ

    સુવ્યવસ્થિત આયોજન, શાળાના સ્ટાફની સક્રિયતા અને વાલીગણની ઉત્સાહભરી હાજરીને કારણે મીટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ.શાળાના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે વાલીઓ–શિક્ષકો વચ્ચેનું સમન્વય વધારે મજબૂત બન્યું.

  • પાટણ ACBનો ધમાકેદાર ટ્રેપ: UGVCLના જુ.એન્જિનિયર ₹50,000 લાંચ લેતા ઝડપાયા

    રિપોર્ટર:–ચેહરસંગ મિયાણી (પાટણ)

    પાટણ ACBએ આજે એક સફળ અને શિસ્તબદ્ધ રીતે ગોઠવેલ ટ્રેપ ઓપરેશનમાં UGVCLના સમી પેટા વિભાગના જુનિયર એન્જિનિયર ચિંતન કુમાર શૈલેષભાઈ પટેલને ₹50,000ની લાંચ સ્વીકારતાં રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી સરકારી તંત્રમાં વ્યાપેલી ભ્રષ્ટાચારની માનસિકતાને મોટો ઝટકો પહોંચ્યો છે.

    ખેડૂતમાંથી વીજ જોડાણ માટે રૂ. 50,000 લાંચની માંગણી

    પ્રાપ્ત વિગતો મુજબ, એક જાગૃત નાગરિકે પોતાના ખેતરમાં વીજ જોડાણ મેળવવા માટે UGVCLમાં અરજી કરી હતી.પણ આ નિયમસરની કામગીરી માટે એન્જિનિયર ચિંતન પટેલે ફરિયાદી પાસે ₹50,000ની ગેરકાયદેસર લાંચ માગી હતી.

    ફરિયાદી લાંચ આપવાની ઈચ્છા ના હોવાથી પાટણ ACBનો સંપર્ક કર્યો અને સમગ્ર મામલે વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ACBએ તાત્કાલિક ટ્રેપનું આયોજન કર્યું.

    સમી UGVCL કચેરીમાં જ ટ્રેપ ગોઠવાયો

    16 નવેમ્બરના રોજ સમીના UGVCL પેટા વિભાગની કચેરી ખાતે એસીબીએ યોજના મુજબ છટકો ગોઠવ્યો હતો.ફરિયાદી અને આક્ષેપિત વચ્ચે હેતુલક્ષી વાતચીત થતા અને આક્ષેપિતે માંગેલ મુજબ ₹50,000ની લાંચની રકમ સ્વીકારતા, ACB ટીમે તેને તરત જ કબજે કરી આપવીતી જ મૂકી.

    માગેલી લાંચ: ₹50,000

    સ્વીકારેલી લાંચ: ₹50,000

    રીકવર રકમ: ₹50,000

    ACB મુજબ, આખી રકમ આક્ષેપિત પાસેથી જ જપ્ત કરવામાં આવી છે.

    આક્ષેપિતને ACB દ્વારા ડિટેઇન

    આક્ષેપિત ચિંતન પટેલને સ્થળ પર જ ડિટેઇન કરી તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધાયો છે.આગળની તમામ કાનૂની પ્રક્રિયા ACBના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

  • રૂપાવટી કોઝવે પર જીવના જોખમે મુસાફરી — તંત્રની નિષ્ક્રિયતા પર લોકોનો આક્રોશ

    રિપોર્ટર: અલ્તાફ દલ, ગારિયાધાર

    ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામ પાસે આવેલ બેઠલા કોઝવેની હાલત છેલ્લા ઘણા સમયથી દયનીય બની રહી છે. સતત વાહનવ્યવહાર ધરાવતા આ માર્ગ પર આજકાલ પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે.

    સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, “આ કોઝવે તો ક્યારેક અકસ્માત નોતરે તો નવાઈ નહીં. તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.”

    વરસાદ બાદ રસ્તો–તળાવ એક સમાન — વાહનચાલકોમાં ભયનો માહોલ

    ગયા દિવસોમાં પડેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં પાણી ભરાઈ ગયું છે.રૂપાવટી ગામ પાસે આવેલા આ કોઝવે પર હાલ પરિસ્થિતિ એવી છે કે રસ્તો અને બાજુમાં આવેલ તળાવ — બંને એક સરખા દેખાય છે.

    કોઝવે પર ગોઠણ જેટલું પાણી

    ચારેબાજુ ઊંડા ખાડા

    વાહનોનું સંતુલન બગડે તેવો જોખમ

    2-વ્હીલર્સ માટે ખાસ જોખમકારક

    પરિણામે, આ માર્ગ પરથી પસાર થનાર દરેક વાહનચાલકો મનમાં ભય લઈને પસાર થાય છે.

    તંત્રની અવગણના? — “કોઈ મોટી દુર્ઘટના પછી જ પગલાં?”

    સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.તેમનો પ્રશ્ન —

    “કોઝવેની હાલત તંત્રના ધ્યાનમાં નથી આવતી? કે પછી કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે જ કાર્યવાહી થશે?”

    લોકોને લાગે છે કે આ માર્ગનું મહત્વ અને તેમાં રહેલું જોખમ હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.

    સ્થાનિક લોકોનો સીધો આક્ષેપ —

    “સમયસર રિપેરિંગ ન થવાને કારણે કોઝવે ખતરનાક થઈ ગયો છે.”

    રૂપાવટી–ગારિયાધાર માર્ગ મહત્વનો માર્ગ છે, જ્યાં:રોજ કામસર સૈંકડો લોકોની અવરજવર,કૃષિ વાહનોનો મોટો પ્રવાહ,સ્કૂલ–કૉલેજ જતા વિદ્યાર્થીઓ,તાત્કાલિક સેવાઓના વાહનો આવી સતત અવરજવરમાં આવા કોઝવે પર પાણી ભરાયેલું હોવું મોટો જોખમ જ છે.

    લોકો કરી રહ્યા છે તાત્કાલિક સમારકામની માંગ

    સ્થાનિકોની માગણીઓ:

    તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા

    કોઝવેની સંપૂર્ણ રિપેરિંગ

    ચેતવણી બોર્ડ અને સ્પીડ કંટ્રોલ

    રાત્રી સમયે લાઈટિંગની સુવિધા

    લાંબા ગાળાનો સ્થાયી ઉકેલ

    લોકોની સ્પષ્ટ માંગ છે કે “અકસ્માત પહેલા પગલાં લેવાય, પછી નહીં.”

  • ધોળકાની ત્રાસદ ચોકડી પર ‘‘માતેલ સાંઢ’’ જેમ દોડતા ઓવરલોડ ડમ્પરો — આજે ફરી અકસ્માત, તંત્ર હજુ સુતેલું!

    રિપોર્ટર: શંભુ લીમ્બાચીયા (ધોળકા)

    અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક આવેલી ત્રાંસદ ચોકડી છેલ્લા ઘણાં સમયથી અકસ્માત પ્રવણ ઝોન તરીકે ઓળખાઈ રહી છે. કારણ એક જ ઓવરલોડ ભરેલા, બેફામ ગતિએ દોડતા અને નિયમોને પગે દબાવી દેતા ડમ્પરો. સ્થાનિકોમાં હવે એક જ ચર્ચા જોર પકડે છે કે, શું કોઈ મોટી દુર્ઘટના સર્જાશે પછી જ તંત્ર કાર્યવાહી કરશે?

    ઓવરલોડ ડમ્પરોની દોડધામ — રસ્તા પર જીવ જોખમમાં

    ત્રાસદ ચોકડીમાં રોજબરોજ ડમ્પરો એટલી ઝડપથી દોડે છે કે જાણે કોઈ નિયંત્રણ જ ન હોય. સ્થાનિકોના કહેવા મુજબ આ ડમ્પર ડ્રાઈવરો પર ના તો પોલીસનો ડર, ના આરટીઓનો.

    ઘણા ડમ્પરો ઓવરલોડ ભરાયેલા હોવાથી સ્ટિયરિંગ અને બ્રેક પર ડ્રાઈવરનું નિયંત્રણ પણ ઘટે છે — અને એ જ અવ્યવસ્થાનો પરિણામ બનતો આજનો અકસ્માત.

    આજે સવારે બનેલો અકસ્માત — સદ્દનસીબે જાનહાનિ ટળી

    આજે સવારે ત્રાસદ ચોકડી પાસે બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો.એક ડમ્પરના આગળના ભાગને મોટું નુકસાન થયું.પ્રાથમિક માહિતી અનુસાર, ડમ્પર ડ્રાઈવર બેફામ ગતિએ વાહન ચલાવી રહ્યો હતો અને ઓવરલોડના કારણે વાહનનું સંતુલન બગડ્યું.

    સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી — પરંતુ આ માત્ર ઇશારો છે કે કોઈપણ દિવસ મોટો ખતરો સર્જાઈ શકે છે.

    ‘તંત્ર ક્યારે જાગશે?’’ — લોકોનો સવાલ, તંત્રની ખામોશી

    સ્થાનિક લોકો, વેપારીઓ અને રોજ આ માર્ગ પરથી પસાર થતાં મુસાફરોમાં ભારે રોષ છે.

    તેમનો સીધો સવાલ —

    “શું કોઈ મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે જ કાર્યવાહી થશે? કે પછી આમ જ બેફામ રીતે ઓવરલોડ ડમ્પરો દોડતા રહેશે?”

    ભૂતકાળમાં પણ અનેક અકસ્માતોમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે, છતાં અહીં  ઓવરલોડ ચેકિંગ થતું નથી

    સ્પીડ કંટ્રોલ માટે કોઈ વ્યવસ્થા નથી

    ટ્રાફિક ડિપાર્ટમેન્ટની હાજરી ઓછી અને આરટીઓ વિભાગ તરફથી કોઈ કડક પગલાં દેખાતા નથી

    આથી લોકો માને છે કે તંત્રની નિષ્ક્રિયતા જ આવા અકસ્માતોનું મુખ્ય કારણ છે.

    ડમ્પર લોબીનો પ્રભાવ?

    આ વિસ્તારના લોકોનું માનવું છે કે ડમ્પર ઓપરેટરોની લોબી એટલી મજબૂત છે કે તેમના પર કોઈ હાથ નાખતું નથી.ઓવરલોડ, સ્પીડ, માર્ગ સુરક્ષા — ત્રણેય નિયમોને હાથે હેરાન કરતા આ વાહનો સામે કડક કાર્યવાહી કરવી સમયની માંગ છે.

    લોકોની માગ — રેગ્યુલર ચેકિંગ અને લાગુ પડતી કાર્યવાહી

    સ્થાનિકો હવે માંગ કરી રહ્યા છે કે:ત્રાસદ ચોકડી પર ટ્રાફિક પોલીસની તાત્કાલિક ડ્યુટી મૂકી દેવી

    ઓવરલોડ ડમ્પરો પર સીધી જ દંડાત્મક કાર્યવાહી

    રસ્તા પર સ્પીડ કંટ્રોલ મિકેનિઝમ

    CCTV અને ચેકપોસ્ટ દ્વારા સતત મોનીટરીંગ

    જો આવું ન થાય, તો near-miss પછી actual tragedy એ માત્ર સમયની વાત છે.

  • પીપળવા રેલવે ફાટક પાસે વીજ વાયર અડકતાં ઘાસ ભરેલી ગાડીમાં આગ—ખેડૂતો અને સૈનિકોની સમયસર દોડધામે મોટી દુર્ઘટના ટળીઃ વીજ વિભાગની બેદરકારી સામે તીક્ષ્ણ સવાલો

    અહેવાલ…મયુર મહેતા (તલાલા)

     

    તાલાલા તાલુકામાં પીપળવા રેલવે ફાટક પાસે આજે બપોરે એક ગંભીર ઘટના સામે આવી છે. સરકારની યોજના હેઠળ આંબળાશ–ગીર વિસ્તારના ખેડૂતોને અપાતા સૂકા ઘાસના ગાંઠો લઈ જઈ રહી એક મજદા (મિની ટ્રક) વીજ તારને અડકતાં જ ભભૂકી ઊઠી હતી. સૂકા ઘાસની ભરેલી ગાડી 11 કે.વી.ના હાઈ ટેન્શન વીજ વાયર નીચે પરથી પસાર થતી હતી, ત્યારે ઘાસનો ઉપલો ભાગ વાયર સાથે સંપર્કમાં આવતા તરત જ આગ લાગવાની ઘટના બની હતી.

    પ્રાપ્ત વિગતો પ્રમાણે, તાલાલાથી આંબળાશ તરફ જતા પીપળવા રોડ પર આવેલા રેલવે ફાટક નજીક વર્ષોથી વીજ તાર નીચા લટકતા હોવાની ગામજનોમાં ચર્ચા હતી. તે વાયર એટલો નીચો હતો કે ઘાસ ભરેલાં વાહનનો ઉંચો ભાગ તેને અડકતો રહેતો. આજે પણ મજદા ગાડીમાંથી ઘાસ ઉપસતું હોવાને કારણે તે સીધો 11 કે.વી.ના તાર સાથે ટકરાયો અને ચિંગારીઓ ફાટી નીકળતાં જ ઘાસને આગ લાગી ગઈ. ચાલકે ગાડી રોકવાની કોશિશ કરી, પરંતુ થોડા જ સેકન્ડમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ અને આખું વાહન ઘાસ સાથે આગમાં ઘેરાઈ ગયું.

    આગ લાગતાં જ આસપાસના ખેડૂતો, સ્થાનિક લોકો  દોડી આવ્યા હતા. સૌએ મળીને ગાડીમાંથી ઘાસની ગાંઠો બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો અને રેતી, માટી અને જે પાણી મળ્યું તે વડે આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો. સમયસર મળેલી ઝડપી મદદથી મોટી દુર્ઘટના અને જાનહાનિ થતી અટકાઈ. સ્થળ પર હાજર રહેલા ખેડૂતોના જણાવ્યા અનુસાર, જો આગ થોડા મિનિટ વધુ ચાલતી તો નિકટના રેલવે ફાટક, વીજ ખંભાઓ અને આસપાસના ઘરો સુધી આગ ફેલાવાની શકયતા હતી.

      આ ઘટનાએ ફરી એકવાર પીપળવા ફાટક વિસ્તારના ખતરનાક નીચા વીજ તારો અંગે સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક લોકો જણાવે છે કે તેઓએ અગાઉ પણ આ અંગે વીજ વિભાગને સૂચવું પડ્યું હતું, પરંતુ પૂરતી કાર્યવાહી ન થતાં અકસ્માતનો ખતરો અકબંધ રહ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે રોજ જ ભારે વાહન, ખેત ઉત્પાદન ભરેલી ગાડીઓ અને ઘાસ ભરેલા વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે અને વાયરનું ઊંચાઈ ઓછી હોવાને કારણે રોજ જોખમ સામે રહે છે.

      મજદા માં રહેલા ચાલક અને અન્ય લોકો સમયસર બહાર નીકળી જવાથી કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ સૂકા ઘાસનું મોટું નુકસાન થયું છે તથા વાહનના આગળના ભાગમાં ભારે તબાહી મચી છે. ઘટનાની જાણ થતાં વીજ વિભાગ અને સ્થાનિક પ્રશાસન સ્થળે પહોંચ્યા હતા અને નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે.

      ગામજનોની માંગ છે કે આ વિસ્તારના તમામ હાઈ ટેન્શન વીજ તારોનું તાત્કાલિક સર્વે કરાવાઈ અને જ્યાં તાર નીચે લટકતા હોય ત્યાં તેને ઉંચા કરવાનું કામ તાત્કાલિક હાથ ધરવામાં આવે. આજની ઘટના એ ચેતવણી છે કે મેન્ટેનન્સની બેદરકારીથી કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

     તાલાલા–પીપળવા માર્ગ પર બનતી આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે સ્થાનિક લોકો હવે ખાતરીપૂર્વક પગલા લેવા માંગે છે. આ દુર્ઘટનામાં સ્થાનિકો અને ખેડૂતોની સમયસરની મદદથી એક મોટી જાનહાનિ ટળતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ઘટનાએ વીજ વ્યવસ્થા અંગેની ગંભીર ખામીઓ ખુલ્લી મૂકી છે

    YOUTUBE

  • પાંચ વર્ષ પહેલા બનેલી 29 લાખની ટાંકી — આજે પણ સુકી! ઘડિયા ગામની પાણી વ્યવસ્થા પાછળની બેદરકારીનો મોટો ગોટાળો બહાર આવ્યો

    અહેવાલ..દીપક પરમાર (ઘડિયા)

    ઘડિયા.. કપડવંજ 

    પરિચય — એક ટાંકી જેનો કોઈ સરનામું નહીં…

    ખેડા જિલ્લાનાં ઘડિયા ગામમાં પીવાના પાણી માટે રૂ. 29 લાખનો ખર્ચ કરીને એક વિશાળ પાણી ટાંકી નિર્માણ થયું હતું. પંચાયતના દસ્તાવેજોમાં પ્રોજેક્ટ “પૂર્ણ” બતાવાયો, ખાતાઓમાં બિલો પાસ થયા, ઠેકેદારને ચુકવણી થઈ ગઈ… પણ પાંચ વર્ષથી ગામના નળોમાં એક બૂંદ પાણી આવ્યું નથી.

    આ ઘટનામાં એક મોટો સવાલ: 👉 ટાંકી બની, પૈસા વપરાયા… તો પાણી ક્યાં છે?

    ભાગ – 1 : ટાંકીનો પ્રોજેક્ટ — શરૂ થયો અને અટવાઈ ગયો

    ઘડિયા ગામની પાણી ટાંકીનું નિર્માણ વર્ષો પહેલા ઝડપભેર થયું હતું.પરંતુ અમારા તપાસ ટીમે ગ્રામજનો અને કેટલાક ભૂતપૂર્વ પંચાયત સભ્યો સાથે વાત કરી ત્યારે આ ચોંકાવનારી વિગતો સામે આવી

    પ્રોજેક્ટ પૂર્ણ બતાવાયો પરંતુ મુખ્ય કનેક્શન જ નહીં!

    ટાંકી સુધી પાણીની પાઈપલાઈનનો અડધો ભાગ જ નાખવામાં આવ્યો હોવાનો અંદાજ છે

    મુખ્ય પાણી લાઈનનું જોડી કામ અધૂરું

    મોટર નાખવાની પ્રક્રિયા અધૂરા સ્ટેજે અટકી

    ટાંકી માટે જરૂરી વીજળીનું કનેક્શન હજુ સુધી નથી

    એટલે કે—ટાંકી હાજર છે, પરંતુ પાણી પહોંચવા માટે જરૂરી સિસ્ટમ જ અધૂરી!

    ભાગ – 2 : પંચાયતની ભૂમિકા — બેદરકારી કે રૂપિયો “એડજસ્ટ” કરાયો?

    સ્થાનિકો જણાવે છે કે,સરપંચ અને સભ્યોએ પ્રોજેક્ટ પૂર્ણ બતાવી દીધો,ઠેકેદારને ચુકવણી સમયસર થઈ ગઈ પરંતુ કામ માત્ર કાગળ પર પૂર્ણ કરાયું.પાંચ વર્ષમાં એકપણ વાર ટાંકીની ચકાસણી કે ફીઝિકલ વેરિફિકેશન થયું હોવાનું ધ્યાનમાં નથી

    આ દસ્તાવેજો એક મોટો સવાલ ઊભો કરે છે:

    શું બેદરકારી છે કે કોઈ નાણાકીય ગોટાળો છુપાવવામાં આવી રહ્યો છે?

    ભાગ – 3 : ગામજનોની હાલત — પાણી માટે રોજની મથામણ

    ગામજનોના વાક્યો આ પ્રોજેક્ટની વાસ્તવિકતા ખુલ્લી કરે છે:મહિલાઓને કૂવા અથવા બીજા ગામોમાંથી પાણી લાવવા મજબૂર..સ્કૂલના બાળકોને ગરમીમાં પાણી વગરની મુશ્કેલી વૃદ્ધોને પાણી માટે લાઈનમાં ઊભા રહેવું પડે.કેટલાક ઘરોમાં બોરવેલ સૂકા પડી ગયા છે.પશુપાલકોને પશુઓને પાણી પીવડાવવા તકલીફ

    ગામજનો કહે છે:

    “ટાંકી તો ઉભી કરી દીધી, પણ પાણી માટે હજુ પણ મથામણ કરવી પડે છે!”

    ભાગ – 4 : પૈસા ક્યાં ગયા? 29 લાખનો માર્ગ ક્યાં વળ્યો?

    અમારી  તપાસમાં 3 સંભાવનાઓ સામે આવી:

    1️⃣ કામ અધૂરું રાખીને પ્રોજેક્ટ પૂર્ણ બતાવાયો

    ટાંકી બનાવી પરંતુ તેનું ઓપરેશનલ કામ અધૂરું.

    2️⃣ ઠેકેદાર–પંચાયત મિલીભગતનો સંદેહ

    ચુકવણી પૂર્ણ થઈ ગયા પછી કામ બંધ.

    3️⃣ ટેકનિકલ મંજૂરીઓ અટવાઈ ગઈ હોવાનો દાવો—પરંતુ પાંચ વર્ષનો સમય ખૂબ લાંબો

    સ્થાનિક સૂત્રો કહે છે કે “બજેટ વપરાઈ ગયું” એવો જવાબ મળતો હતો.

    ભાગ – 5 : જવાબદારી ક્યાં છે? અધિકારીઓ ચુપ કેમ?

    અમણે નીચેના પ્રશ્નો પંચાયત અને સંબંધિત અધિકારીઓને મોકલ્યા,પાણી ટાંકીનું ઓપરેશનલ કામ ક્યારે પૂર્ણ થશે?

    મુખ્ય લાઈન અને મોટર શા માટે નથી લગાડવામાં આવી?

    પાંચ વર્ષમાં એકપણ વખત ચકાસણી કેમ ન થઈ?

    29 લાખના ખર્ચની ઓડિટ રિપોર્ટ ક્યાં છે?

    પ્રોજેક્ટને પૂર્ણ બતાવવાનો આધાર શું છે?

    પરંતુ અમારી તપાસની ઘડિયે કોઈ અધિકારી તરફથી સત્તાવાર જવાબ મળ્યો નથી.આ મૌન પોતે જ એક મોટો સવાલ છે.

     ભાગ – 6 : ગામજનોની માંગ — જવાબદારી નક્કી થાય

    ગામજનો હવે એક જ માંગ રાખે છે:ટાંકી તાત્કાલિક કાર્યરત કરવામાં આવે,જવાબદાર સત્તાધીકારીઓ પર કાર્યવાહી,નાણાનો ઉપયોગ ક્યાં થયો તેની વિગતવાર ઓડિટ,ઠેકેદારનું નામ જાહેર કરાય,સરકાર દ્વારા સ્વતંત્ર તપાસ થાય

    ગામજનોનો વાક્ય:

    અમે પાણી માટે નહીં, અમારી સાથે થયેલી ન્યાયહીનતા માટે લડી રહ્યા છીએ.”

    નિષ્કર્ષ — ટાંકી ખાલી, લોકો તરસ્યા અને જવાબદાર ચુપ!

    ઘડિયા ગામની 29 લાખની ટાંકી એ ફક્ત એક અધૂરી પ્રોજેક્ટ નહીં,

    પરંતુ સિસ્ટમની નિષ્ફળતા, બેદરકારી અને શક્ય ગોટાળાનો જીવંત ઉદાહરણ છે.

    આ તપાસ આગળ પણ ચાલુ રહેશે.

    જાહેર નાણાંથી બનેલા પ્રોજેક્ટોનો વપરાશ ક્યાં થાય છે—તેનો જવાબ જાહેરને મળવો જ જોઈએ.

  • કડી પોલીસ સ્ટેશન ઉભરાયું દારૂ ની બોટલો થી || કાયદો અને વ્યવસ્થા માત્ર કાગળ ઉપર રહી છે

    મહેસાણા જિલ્લામાં મોટી કાર્યવાહી…

    કડી નજીકથી કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો! 🚨

    કડી તાલુકાના કાસવા ગામની સીમમાંથી SMCની ટીમે સફળ દરોડો પાડી, રૂ. ૧.૮૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.

    અહીંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ… એટલે કે IMFLની કુલ ૧૮,૬૫૧ બોટલો અને બે વાહનો સહિત કુલ માલ મળી રૂ. ૧,૮૮,૪૩,૭૦૦ રૂપિયાનો જથ્થો પકડાયો. 🍾🚚

    આ દરોડામાં રાજસ્થાનનો એક ડ્રાઈવર ઝડપાયો છે, જ્યારે અન્ય પાંચ વોન્ટેડ આરોપીઓ હજી પણ ફરાર છે.

    જપ્ત કરાયેલો દારૂ પંજાબ અને ચંદીગઢની વિવિધ ડિસ્ટિલરીઓમાંથી લાવવામાં આવ્યો હતો. 🇮🇳➡🍾

    આ ગંભીર મામલે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

    SMCની આ વિશેષ કાર્યવાહી PSI વી.એન. જાડેજાની આગેવાનીમાં હાથ ધરાઈ હતી. 👮‍♂

    કડી વિસ્તારમાં દારૂના જથ્થા પર સૌથી મોટી કાર્યવાહી一 ગણાય છે…

    YOUTUBE

  • રાજકોટ–ભાવનગર હાઈવે પર તૂટેલી નાળાની રેલિંગથી જાનનો ખતરો—બાબરામાં તંત્રની નિષ્ફળતા સામે લોકોનો રોષ

    રિપોર્ટ: મહેશભાઈ મેવાડા | બાબરા

    રાજકોટ–ભાવનગર સ્ટેટ હાઈવે પર બાબરાના વિસ્તારની નજીક આવેલ નાળાની રેલિંગ છેલ્લા ઘણા મહિનાઓથી તૂટેલી હાલતમાં પડી છે. રાજ્યનો વ્યસ્ત હાઈવે, સતત વધતા વાહનવ્યવહાર અને આસપાસના પવિત્ર સ્થળો છતાં, જવાબદાર તંત્રની ઉદાસીનતાએ અકસ્માતોની શક્યતાઓને આમંત્રણ આપ્યું છે.

    સ્થાનિકોનો આક્ષેપ છે કે નેશનલ ઓથોરિટી હોય કે માર્ગ અને મકાન વિભાગ બંનેએ લોકોની અરજીઓ છતાં કોઈ કાર્યવાહી કરી નથી. પરિણામે આ માર્ગ આજે સમય બૉમ્બ જેવી જોખમી સ્થિતિમાં ફેરવાઈ ગયો છે.

    મંદિર પાસે વળાંક, નીચે નાળો—અને વચ્ચે માત્ર તૂટેલી રેલિંગ!

    નાળાની બાજુમાં આવેલું શ્રી નીલકંઠ મહાદેવ મંદિર દરરોજ મોટી સંખ્યામાં ભાવિકોને આકર્ષે છે. મંદિર તરફ જતો માર્ગ નાળાની બાજુએ વળે છે અને ત્યાં સીધો મોટો, ખુલ્લો ખાડો છે.

    આ પરિસ્થિતિમાં તૂટેલી રેલિંગ ‘જોખમ’ નહીં, પણ મૃત્યુફાંસો બની ચૂકી છે.બે-વ્હીલર સવાર થોડું સંતુલન ગુમાવે તો સીધા નાળામાં રાત્રિના સમય દરમ્યાન જોખમ વધુ વધી જાય છે

    તહેવારો દરમિયાન વાહનવ્યવહાર વધે ત્યારે અકસ્માતની સંભાવના અનેકગણી

    ભાવિકો કહે છે:

    રેલિંગ વગરનો રસ્તો એટલે જીવન જૂગાર. કોઈપણ ક્ષણે દુર્ઘટના બની શકે.”

    સ્થાનિકોની ફરીયાદો પર તંત્ર મૌન—‘કોણ લે જવાબદારી?’

    બાબરાના રહેવાસીઓએ અનેક વખત માર્ગ અને મકાન વિભાગ તથા નેશનલ ઓથોરિટી બંનેને જાણ કરી છે.પરંતુ

    નાળાની તપાસ = નથી થઈ

    રેલિંગની મરામત = નથી થઈ

    ટ્રાફિક ચેતવણીના બોર્ડ = નથી મૂકાયા

    આ મુદ્દે લોકોનો સવાલ છે:

    “કોઈ અકસ્માત બને તો જવાબદારી કોની? અધિકારીઓની? વિભાગની? કે અમારી પોતાની?”

    એક સ્થાનિકે વધુ તીક્ષ્ણ શબ્દોમાં કહ્યું:

    “લાખોના ટેન્ડરો થાય છે, કામ શરૂ થાય છે…પણ લોકોની સલામતી જેવા મૂળભૂત કામો મહિના સુધી અધૂરાં કેમ રહે?”

     

    ગંભીર અકસ્માતોનો ઈતિહાસ 

    એવું નથી કે આ માર્ગ પર અગાઉ કોઈ અકસ્માત થયા નથી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, તૂટેલી રેલિંગ અને નાળાની પાસેના જોખમી વળાંકને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક નાના–મોટા અકસ્માતો બન્યા છે.પરંતુ આ વખતે રેલિંગ સંપૂર્ણ રીતે તૂટી ગયેલી હોવાથી જોખમ અનેકગણા વધી ગયું છે.

    “તાત્કાલિક રેલિંગ બનાવો” — લોકોની એકમઅવાજ માંગ

    સ્થાનિકો, વાહનચાલકો અને ભાવિકોની માંગ સ્પષ્ટ છે:

    1️⃣ નાળાની રેલિંગ તાત્કાલિક નવી બને

    2️⃣ તાત્કાલિક ટ્રાફિક ચેતવણી બોર્ડ મૂકાય

    3️⃣ રાત્રે રિફ્લેક્ટર અથવા લાઇટિંગ સુવિધા પૂરું પાડવામાં આવે

    4️⃣ જવાબદાર અધિકારીઓ મુલાકાત લે

    લોકો જણાવે છે કે હવે આ મુદ્દો માત્ર માર્ગની મરામતનો નથી… પરંતુ જીવન બચાવવાનો પ્રશ્ન બની ગયો છે.

    શું તંત્ર જાગશે કે અકસ્માતની રાહ જોશે?

    હાઈવે પર રોજના હજારો વાહનો ચાલે છે. ભાવિકો, સ્કૂલના બાળકો, બે–વ્હીલર સવાર અને પ્રવાસીઓ—દરેકનું જીવન અહીં જોખમમાં છે.રેલિંગનું કામ બહુ મોટું નથી…પરંતુ તેને અવગણવાથી નુકસાન ભયાનક થઈ શકે છે.

    પ્રશ્ન સીધો છે—

    “તંત્ર તૂટેલી રેલિંગને જોખમ માને છે કે સામાન્ય બાબત?”

    કેમ કે લોકોની નજરમાં—આ હવે નાગરિક સુરક્ષાનો મુદ્દો છે.

  • જોષીકુવા ગ્રામસભામાં મચેલો હોબાળો – શું ગટર લાઇન માત્ર બહાનું છે? કે ગામમાં ચાલી રહેલા ગૂઢ સત્તા સંગ્રામનું પર્દાફાશ?

    રિપોર્ટ: કિરણકુમાર ગોહેલ | આંકલાવ

    આંકલાવ તાલુકાનું જોષીકુવા ગામ શાંત ગણાતું હતું, પરંતુ તાજેતરમાં ગટર લાઇનના મુદ્દે ગ્રામસભામાં મચેલા હોબાળાએ ગામની રાજકીય અને પ્રાશાસનિક વ્યવસ્થાનો નવો ચહેરો બહાર લાવ્યો છે. પરિસ્થિતિ એટલી તંગ બની કે બે પક્ષો વચ્ચે ધક્કામુક્કી, ઉગ્ર બોલાચાલીને કારણે ગ્રામસભા અર્ધવટે જ મોકૂફ રાખવી પડી હતી. પરંતુ પ્રશ્ન એ છે—આ બધું ખરેખર માત્ર ગટર લાઇન માટે હતું કે ગામમાં કંઈક વધુ ગૂઢ રહસ્ય થઈ રહ્યું છે?

    આ સ્ટોરી માત્ર એક ઘટના નથી, પરંતુ ગામની રાજનીતિ, પદાધિકારીઓની જવાબદારી, પારદર્શકતાનો અભાવ અને પત્રકારોને રોકવાના સંજોગો વિશેના સવાલોનો સામુહિક પરિચય છે.

    ગટરની લાઇન કે ‘ગામની લાઇન-ઓફ-કંટ્રોલ’? — બે જૂથોમાં લાંબા સમયથી ચાલતો મતભેદ

    જોશીકુવામાં ગટર લાઇન ક્યાંથી પસાર થવી જોઈએ, તેનો ખર્ચ કોણ ઉઠાવે, જમીન માપણી ક્યાં સુધી સાચી છે–આ મુદ્દાઓ પર બે જૂથો વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી તણાવ હતો.

    ગામના સૂત્રો જણાવે છે કે—

    એક જૂથ પંચાયત દ્વારા પસંદ થયેલ માર્ગને યોગ્ય માને છે

    બીજું જૂથ દાવો કરે છે કે જમિનદારોની મંજૂરી લીધા વિના ટ્રેક નક્કી કરાયો

    બંને જૂથો વચ્ચે અનેક વખત બેઠક થઈ પરંતુ સમાધાન થયું નહીં

    ગ્રામસભા એ સમસ્યા ઉકેલવા માટેનું સૌથી લોકશાહી મંચ છે, પરંતુ અહીં ઉકેલ નહીં, ઉલટું સત્તા અને અહંકારની ટક્કર વધુ સ્પષ્ટ દેખાઈ.

    પંચાયતનો અચાનક પત્રકારોને રોકવાનો નિર્ણય – શંકા કઈ તરફ ઇશારો કરે છે?

    સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે ગ્રામસભા ચાલુ રહે ત્યારે પત્રકારોને કવરેજ કરતાં રોકી દેવામાં આવ્યા.

    ◼️ સરપંચ અને તલાટીએ પત્રકારોને દૂર રહેવા સૂચના આપી

    ◼️ કોઈ લેખિત કારણ આપવામાં આવ્યું નહીં

    ◼️ પરંતુ ગામજનો કહે છે કે “પંચાયત ઇચ્છતી નહોતી કે ગટર લાઇનના વિવાદની મૂળ હકીકત બહાર આવે”

    આત્મવિશ્વાસ સાથે કામ કરનાર પંચાયત પત્રકારોથી કેમ ડરે?

    આ નિર્ણય શેનું રક્ષણ કરતો હતો—

    પદાધિકારીઓની છબી?

    કરાર પ્રક્રિયાની અસ્પષ્ટતા?

    અથવા જૂથવાદી દબાણ?

    ઉગ્ર બોલાચાલીથી લઈને હાથાપાઈ સુધી – શા માટે આવ્યું ગામ આટલી તંગ સ્થિતિમાં?

    ગ્રામસભામાં આવેલા બે જૂથોએ ગટર લાઇનને લઈને પરસ્પર આરોપ-પ્રત્યારોપ શરૂ કર્યા.પ્રારંભિક બોલાચાલી ઝડપથી ઉગ્ર બની અને કેટલાક લોકોએ ધકકામુક્કી સુધી કરી.સૂત્રો મુજબ વિવાદ શાંતિથી સાંભળવા માટે કોઈ વ્યવસ્થા ન હતી

    પંચાયતના મંચ પરથી પક્ષપાતનો આરોપ

    કોઈ ન્યાયીપક્ષીય જવાબ ન મળતા હાહાકાર

    અને અંતે પરિસ્થિતિ અંકુશ બહાર ગઈ

    આ તમામ ઘટનાઓ દર્શાવે છે કે ગામમાં મૂળ સમસ્યા ગટર નહીં, ગવર્નન્સ છે.

    ગ્રામસભા મોકૂફ – થાકેલો લોકતંત્ર કે ગભરાતી પંચાયત?

    મહત્ત્વનો પ્રશ્ન એ છે કે—

    શું આ તણાવ ખરેખર અનિયંત્રિત હતો?

    કે પંચાયતને લાગ્યું કે ગેરવહીવટના મુદ્દાઓ બહાર આવી જશે?

    મોકૂફ રાખવાની કાર્યવાહીથી ઘણા પ્રશ્નો ઊભા થયા છે:

    કાર્યપદ્ધતિ પર શંકા

    અમુક લોકોના લાભ માટે માર્ગ બદલાયો?

    ટેન્ડર પ્રક્રિયા પારદર્શક હતી?

    ગ્રામજનની તકોની અવગણના થઈ?

    આ પ્રશ્નોના જવાબ હજુ શોધવાના બાકી છે.

    ઘટના પોલીસ સ્ટેશન સુધી — કાયદાકીય નહીં પરંતુ સામાજિક તણાવનું પ્રતિબિંબ

    ઘટના બાદ બંને પક્ષ પોલીસ સ્ટેશન પહોંચ્યા, જેના અર્થ એ છે કે ગામનું તણાવ હવે વ્યક્તિગત દ્વેષ થી આગળ વધી કાયદાકીય ઘર્ષણ સુધી આવી ગયું છે.

    પોલીસ હાલ બંને પક્ષનાં નિવેદન લઇ રહી છે, પરંતુ ગામમાં ચર્ચા છે કે—

    “આ ઘટના એ દર્શાવે છે કે પંચાયતનું લીડરશીપ વિવાદ સંભળાવવા માટે મજબૂત નથી.”

    જવાબદારી કોણે લેવી? — પંચાયત, તલાટી, કે ગામના જૂથપ્રમુખો?

    વિશ્વાસનો તંત્ર ખોરવાઈ જાય ત્યારે વિકાસ અટકી જાય છે.

    જોશીકુવા હવે તે માર્ગે જઈ રહ્યું છે કે નહીં તે તપાસવાનું કામ માત્ર પત્રકારનું જ નહીં, પરંતુ પ્રશાસનનું પણ છે.

    પ્રશ્નો સ્પષ્ટ છે—

    પત્રકારોને કેમ રોકાયા?

    ગટર લાઇનના માર્ગમાં કોઈ હિતછુપાવવું તો નથી?

    પંચાયત નિષ્પક્ષ રહી કે જૂથવાદના દબાણમાં આવી ગઈ?

    ગ્રામસભા ફરી ક્યારે યોજાશે અને શું તે પારદર્શક રહેશે?

    આ પ્રશ્નોના જવાબો વિના જોષીકુવા ગામનો તણાવ શાંત થવાનો નથી.

  • અદાણી કંપનીના દબદબાનો નવો અધ્યાય? — હાઈ ટેન્શન પાવર લાઇનના વિવાદમાં પત્રકાર પર લૂંટનો કેસ

    રિપોર્ટ: મહેશ ખેર, કચ્છ

        હળવદથી કચ્છ તરફ નીકળતી હાઈ ટેન્શન પાવર લાઇનના કાર્ય દરમ્યાન અદાણી કંપની દ્વારા ખેડુતોને યોગ્ય વળતર ન આપવાના મુદ્દે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. વાંઢીયા ગામના ખેડુતો પર બળજબરીથી કામગીરી થતી હોવાની ફરિયાદો વચ્ચે ઘટના વધુ ગંભીર બની જ્યારે આ સમગ્ર પ્રક્રિયાનો કવરેજ કરવા ગયેલા જનતા દસ્તકના પત્રકાર મહેશ રાજગોર પર જ લૂંટનો ગુન્હો નોંધાઈ ગયો.

    કંપનીના પાવર સામે ખેડૂતો – અને હવે પત્રકારો પણ!?

     ખેડુતો લાંબા સમયથી દાવો કરે છે કે કંપની યોગ્ય વાટાઘાટ કર્યા વગર, વળતર નક્કી કર્યા વગર, અને બળજબરીથી જમીનમાં પોલ ઉભા કરી રહી છે.આ આક્ષેપો વચ્ચે પત્રકારો ઘટનાસ્થળે પહોંચતા માહોલ વધુ તંગ બન્યો.આક્ષેપ છે કે 

    ➡️ અદાણી કંપનીના કમલેશ મોદી અને ટીમે સેંકડો ખેડુતો અને પોલીસની હાજરી વચ્ચે પત્રકારને ધમકાવ્યો

    ➡️ કવરેજ દરમિયાન પત્રકારની ચેન છીનવી લેવાનો પ્રયાસ થયો

    ➡️ અને આશ્ચર્યજનક રીતે, પોલીસે પત્રકારને બદલે કંપનીના વ્યક્તિની જ ફરિયાદ લઈને લૂંટનો કેસ નોંધ્યો

    પ્રથમ ફરિયાદી પત્રકાર હોવા છતાં FIR કંપનીના માણસની?

    સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠ્યો છે કે—

    “જે વ્યક્તિ પીડિત છે, જેના પર હુમલો થયો છે, તેના બદલે કંપનીના પાવર ધરાવતા કર્મચારીની એફઆઇઆર કેમ? શું પોલીસ કોઈ દબાણ હેઠળ છે?”

    સામખીયાળી પોલીસે કંપનીના કમલેશ મોદીની ફરિયાદ તરત જ સ્વીકારી, પરંતુ પત્રકારની ફરિયાદ અંગે કોઈ કાર્યવાહી થઈ નથી.આ મામલે પોલીસની નિષ્પક્ષતા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

    ખેડૂતોનો ગુસ્સો – “અમને અભણ સમજી કંપની બળજબરી કરે છે”

    વાંઢીયા અને આસપાસના ગામોના ખેડૂતોનો આક્ષેપ છે કે અદાણી કંપની તેમને અભણ અને અજાણ માનીને, વળતર વિના હાઈ ટેન્શન લાઇન પસાર કરાવવા માગે છે.

    એક ખેડૂતનું નિવેદન—“વળતર તો આપે નહીં, ઉપરથી વિરોધ કરીએ તો કેસ, ધમકી અને હવે તો પત્રકારો પર પણ ગુન્હો!”

    પોલીસ-કંપની ગઠબંધનનો આરોપ

    પત્રકારોને ટાર્ગેટ કરવાનું ગણતરીપૂર્વકનું કામ હોવાનું ખેડૂતોનું કહેવું છે.

    “અમારી વાત બહાર ન જાય, ખેડૂતોનો સત્ય ન દેખાય, એ માટે પત્રકારોને ડરાવવા FIR નો હથિયાર વપરાયું છે.”પોલીસે આત્મમંથન કરવું જરૂરી,આઈનાની રક્ષા કરનાર એજન્સી તરીકે પોલીસની ભૂમિકા નિષ્પક્ષ હોવી જોઈએ.પરંતુ અહીં—પત્રકાર પર હુમલા છતાં તપાસ નહીં

    પત્રકારને બદલે કંપનીના કર્મચારીની જ ફરિયાદ

    સ્થળ પર મોટી સંખ્યામાં લોકો સમક્ષ થયેલી ઘટના છતાં પત્રકારના વિડિઓ – સાક્ષીઓને અવગણવો

    આ તમામ પ્રશ્નો સામખીયાળી પોલીસ માટે આત્મમંથનનો મુદ્દો છે.