Category: Today Focus

  • કડી ભાઉપુરામાં મોટી દુર્ઘટના, દિવાલ ધસી પડતાં 7 મજૂરો દટાયા! એક મજૂરનું કરુણ મોત

    🚨 મૃત્યુઆંક વધવાની ભીતિ વચ્ચે બાંધકામની સલામતી પર સવાલ!

    મહેસાણા: કડી માં આવેલા ભાઉપુરા માં આજે બપોરના સુમારે એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના સામે આવી છે.

    ગામમાં એક ખાનગી મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક નવી બની રહેલી દિવાલ ધસી પડતાં સાત જેટલા શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

    આ અકસ્માતમાં અત્યાર સુધીમાં એક મજૂરનું કરુણ મોત નિપજ્યું હોવાની સત્તાવાર માહિતી મળી છે, જ્યારે અન્ય છ મજૂરો ઘાયલ થયા છે.

    દુર્ઘટનાની વિગતો:

    • સ્થળ: કડી, ભાઉપુરા ગામ (ખાનગી મકાન બાંધકામ સાઇટ).

    • સમય: બપોરનો સમય (ચોક્કસ સમયની તપાસ ચાલુ).

    • ઇજાગ્રસ્તોની સ્થિતિ: ઘાયલ થયેલા છ મજૂરોમાંથી ત્રણની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

    તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

    • બચાવ કામગીરી: દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો, પોલીસ અને વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. JCB મશીનોની મદદથી કાટમાળ હટાવીને દટાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.

    તંત્ર દ્વારા હાલમાં સાઇટ પર સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

    મૃતક મજૂરના પરિવાર માટે સરકારી સહાયની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર બાંધકામ સાઇટ પરની સલામતી અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

    🏗️ સલામતીના નિયમોની ઘોર અવગણના: બાંધકામ પરવાનગીઓ અને સુરક્ષાના કાયદા

    આવી દુર્ઘટનાઓ દર્શાવે છે કે, ગુજરાતમાં બાંધકામ પ્રોજેક્ટ્સમાં સલામતીના નિયમોનું પાલન કેટલી હદે અનિવાર્ય છે. મકાન કે બિલ્ડિંગનું બાંધકામ શરૂ કરતા પહેલાં અનેક કાનૂની પરવાનગીઓ (Legal Permits) મેળવવી ફરજિયાત છે, જેમાં મુખ્યત્વે નીચેના નિયમોનો સમાવેશ થાય છે:

    • બિનખેતી (NA) પરવાનગી: જમીન પર બાંધકામ કરતા પહેલા જમીનને બિનખેતી માટેની પરવાનગી લેવી ફરજિયાત છે.

    પ્લાન અને નકશા મંજૂરી (Plan & Map Approval): ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ (Gujarat Town Planning and Urban Development Act) હેઠળ સક્ષમ સત્તાધિકારી, જેમ કે AUDA, GUDA, કે સ્થાનિક નગરપાલિકા પાસેથી બાંધકામના નકશા અને પ્લાન મંજૂર કરાવવા પડે છે.

    • સલામતી અને ફાયર સેફ્ટી (Safety & Fire Safety): મોટા કોમર્શિયલ કે હાઈ-રાઈઝ બાંધકામો માટે ગુજરાત અગ્નિનિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ, ૨૦૧૩ હેઠળ ફાયર સેફ્ટીની NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવવી પડે છે.

    • શ્રમિક કલ્યાણ અને સુરક્ષા: બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષા માટે હેલ્મેટ, સેફ્ટી હાર્નેસ, મજબૂત સ્કેફોલ્ડિંગ (Scaffolding) અને સુરક્ષિત કાર્ય વાતાવરણ પૂરું પાડવું એ કોન્ટ્રાક્ટર અને માલિકની કાનૂની જવાબદારી છે.

    • ગુણવત્તા અને માળખાગત સ્થિરતા: મકાન કે દિવાલના બાંધકામમાં વપરાતી સામગ્રીની ગુણવત્તા અને એન્જિનિયરિંગ માળખું નિર્ધારિત ધોરણો મુજબનું હોવું જોઈએ.

    નિષ્ણાતોનું મંતવ્ય: બાંધકામ ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે, ભાઉપુરા જેવી ઘટનાઓ અયોગ્ય બાંધકામ પદ્ધતિઓ, નબળી ગુણવત્તાવાળી સામગ્રી અને સુરક્ષા ધોરણોની અવગણનાનું પરિણામ છે. વહીવટી તંત્રએ આવી ઘટનાઓ માટે જવાબદાર વ્યક્તિઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

    📢 અન્ય મહત્ત્વના સમાચાર: માર્ગ સલામતી અને ટ્રાફિકના કડક નિયમો અમલમાં

    રાજ્યમાં માર્ગ અકસ્માતોનો વધતો આંકડો જોતા ગુજરાત સરકારે માર્ગ સલામતી માટેના નિયમો વધુ કડક બનાવ્યા છે.

    • બ્લેક સ્પોટ સુધારણા: વારંવાર અકસ્માત થતા હોય તેવા હાઈવે પરના “બ્લેક સ્પોટ્સ” શોધીને ત્યાં રંબલ સ્ટ્રીપ્સ અને અન્ય સુરક્ષાત્મક પગલાં લેવા માટે તંત્ર સક્રિય બન્યું છે.

    • હેલ્મેટ અને ટ્રાફિક નિયમ: ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ દંડની રકમ વધારવામાં આવી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવા અને તેનું સખત પાલન કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

    • ‘રાહવીર યોજના’: અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિને “ગોલ્ડન અવર” (Golden Hour) માં હોસ્પિટલ પહોંચાડનાર નાગરિકને ‘રાહવીર યોજના’ હેઠળ રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

    આ તમામ પગલાંનો હેતુ નાગરિકોના અમૂલ્ય જીવનને સુરક્ષિત કરવાનો છે અને તમામ નાગરિકોને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

    તંત્ર દ્વારા કડીની દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરી દેવાઈ છે.

  • કડી તાલુકા હેલ્થ ઓફિસર ડો.બ્રિજેશ પ્રજાપતિ – કામગીરી નબળી કે પછી નકલી તબીબો થી ડરી ગયા ?? કડી આરોગ્યતંત્ર ની નિષ્ફળતા પર ખુલ્લો સવાલ

    કડી તાલુકા ના આરોગ્ય તંત્રની હાલત અત્યારે બિસ્માર બની ગઇ છે.નકલી ડોક્ટરો,પૂરતી માન્ય ડિગ્રી વિનાનાં ડોક્ટરો,લાયસન્સ વિનાના ક્લિનિકો આજે ખુલ્લેઆમ લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે અને આ બધું એકદમ સરકારી તંત્રની આંખ સામે.

    પ્રશ્ન છે તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.બ્રિજેશ પ્રજાપતિ કરે છે શું ??

    કડી માં તબીબી માફિયા – સરકાર સૂતી કે હેલ્થ ઓફિસર ચુપ ??

     

     કડી શહેરમાં ઠેર ઠેર પૂરતી ડિગ્રી વિનાના તબીબો , ડિગ્રી વિનાના લોકો ઇન્જેક્શન લાગતા,ખોટી દવાઓ,એલોપથી ડિગ્રી વિના એલોપથી દવાઓ જેવી કામગીરી થઈ રહી છે આમાં કાયદા પ્રમાણે આ બધો ગુનો હોવા છતાં છેલ્લા ઘણા સમયથી એક પણ મોટી રેડ , સીલ અથવા FIR નથી એટલે પત્રકારીય સવાલ સીધો..

    હેલ્થ ઓફિસર નું કામ ફાઇલોમાં ટીકમાર્ક કરવાનું છે કે વાસ્તવિક કાર્યવાહી કરવાનું ??

    કાયદો શું કહે છે: MBBS, BAMS અને BHMS તબીબોની સારવારની સીમાઓ

    ભારતમાં “તબીબી વ્યવસાય” માટે મુખ્ય કાનૂની નિયમન:

    National Medical Commission (NMC) Act

    Drugs & Cosmetics Act

    Clinical Establishment Act

    Ayush Ministry Regulations

    MBBS તબીબ શું કરી શકે?

    MBBS એ માન્ય એલોપથી તબીબી ડિગ્રી છે.

    MBBS તબીબ સંપૂર્ણ ઓલોપેથિક મેડિસિન, ડાયગ્નોસિસ, ઈન્જેક્શન, સિરમ, એન્ટિબાયોટિક, ઈમરજન્સી મેનેજમેન્ટ કરી શકે છે.

    તેની પ્રેક્ટિસમાં સમાવેશ થાય છે:

    Fever, Infection, Viral/Seasonal diseases

    Antibiotics / Steroids / IV Fluids

    Emergency medicine

    Minor Procedures

    Prescription of allopathic medicines

    મોટી વાત:

    MBBS તબીબ પાસે ICU & Emergency decision-making ની ટ્રેનિંગ હોય છે.

    BHMS અને BAMS તબીબ શું કરી શકે?

    ડિગ્રી સિસ્ટમ અધિકૃત સારવાર ક્ષેત્ર મર્યાદા

    BHMS હોમિયોપેથિક chronic diseases, skin, allergy, migraine વગેરે એલોપથી દવાઓ prescribe કરવાની મંજૂરી નથી

    BAMS આયુર્વેદિક આયુર્વેદિક દવાઓ, પંચકર્મ, હર્બલ થેરાપી એન્ટિબાયોટિક / સ્ટેરોઇડ / IV Fluids આપવાની મંજૂરી નથી

    કાયદો સ્પષ્ટ છે:

     BHMS અથવા BAMS તબીબો Allopathic Medicines, IV Fluids (બોટલ), Antibiotics અને Emergency Treatment કરશે તો તે Illegal Allopathic Practice ગણાય છે.

    આ બાબતના ઉલ્લંખન બદલ કેટલાક કાયદાઓ તેમજ NMC Act, 2020 મુજબ કાર્યવાહી થાય છે.

    કડીમાં આ કાયદાના સીધા ઉલ્લંઘનના આક્ષેપ

    સ્થાનિક નાગરિકો અને આગેવાનોનો દાવો છે કે:

    જકાત નાકા રોડ,અયોધ્યા સોસાયટી વિસ્તાર,નગરપાલિકા પાસે પાણીની ટાંકી વિસ્તાર,કરણનગર રોડ,કસ્બા મુખ્ય વિસ્તાર માં ઘણા BHMS અને BAMS તબીબો

    Allopathic Injection

    IV Fluids / બોટલો

    High-Dose Antibiotics

    Steroid Treatments ખુલ્લેઆમ આપી રહ્યા છે.

    આક્ષેપ:

    આ દવાખાનાઓમાં Emergency Support System નથી.

    જો દર્દીની હાલત બગડે તે સમયે જવાબદાર કોણ?

    તંત્ર સામે સીધા સવાલ: કાર્યવાહી અટકેલી કેમ?

    કડી તાલુકાના હેલ્થ ઓફિસર ડો. બ્રિજેશ પ્રજાપતિની કામગીરી પર ચર્ચા વધતી જાય છે.

    સ્થાનિક નાગરિકોનો સવાલ:

     “બિનકાયદેસર પ્રેક્ટિસ ના પુરાવા ઉપલબ્ધ હોવા છતાં રેડ અથવા સીલિંગ કેમ નથી?

    હેલ્થ ડિપાર્ટમેન્ટ કોના દબાણ હેઠળ છે?”

    આંતરિક સૂત્રો અનુસાર: સ્ટાફમાં અસંતોષ

    આરોગ્ય વિભાગનાં કેટલાક સૂત્રોનું કહેવું છે:

    હેલ્થ ઓફિસર ગ્રામ આરોગ્ય કેન્દ્રોમાં દેખાવ માટે ‘મુલાકાતો’ કરે છેપરંતુ ગેરકાયદેસર દવાખાનાઓ સામે એક્શન લેવામાં પાછી પાની થઈ રહી છે.

    આરોગ્ય વિભાગના કેટલાક નાના કર્મચારીઓને કહેવામાં આવી રહ્યું છે કે:

     “કામ નહિ કરો તો દૂરના તાલુકામાં બદલી આવશે.”

    નોંધ: આ આક્ષેપો વિભાગ દ્વારા અધિકૃત રીતે સ્વીકારેલા નથી, પરંતુ ચર્ચા વ્યાપક રીતે ચાલી રહી છે.

    મુખ્ય મુદ્દો

    આ બાબત વ્યક્તિગત વિવાદ નથી.

    આ લોકોના જીવન, આરોગ્ય સુરક્ષા અને કાયદાની માન્યતાનો મુદ્દો છે.

    જનતાની સ્પષ્ટ માંગ

    1. કડીમાં તમામ ક્લિનિકો નો સર્વે અને રજીસ્ટ્રેશન ચકાસણી થઈ

    2. જે તબીબ પાસે ડિગ્રી + રજીસ્ટ્રેશન નથી, તેની પ્રેક્ટિસ તાત્કાલિક બંધ થઈ

    3. ગેરકાયદેસર એલોપથી માટે કાનૂની કાર્યવાહી થાય

    4. તંત્ર જાહેર કરે કે એક્શન અટકવાનો કારણ શું છે?

     

    ખુલ્લો અંતિમ સવાલ

    કડીના દર્દીઓની જાન કોણે સુરક્ષિત કરવી?

    કાયદો?

    તંત્ર?

    કે નસીબ?

    આ સવાલ હવે આરોગ્ય વિભાગે જવાબ આપવાનો છે.

  • ત્રણ વર્ષથી ન્યાયની રાહ જોતા કામદારો… ભોગ નહિ, લડત પસંદ કરી – અને સત્યનિષ્ઠ પત્રકારિતા એ અંતે જીત અપાવી

    દેત્રોજ તાલુકા, ભગાપુરા | સ્પેશ્યલ રિપોર્ટ

    અહેવાલ : પ્રદીપ ઠાકોર

       દેત્રોજ તાલુકાના ભગાપુરા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી J.S.W સ્ટીલ ફેક્ટરીમાં કામદારો છેલ્લા ત્રણ વર્ષથી એવી માંગણીઓ કરી રહ્યા હતા, જે કોઈ ખાસ અથવા અતિશય નહીં, પરંતુ શ્રમ કાયદા મુજબ મળવી જોઈએ તેવા મૂળભૂત અધિકારો હતા.

     પડતર માંગણીઓ શું હતી?

    વર્ષો નો પગાર વધારો બંધ

    ઓવરટાઈમ નું સંતોષકારક વળતર નહીં

    મશીનો અને જોખમી વિભાગોમાં સેફ્ટી કિટ્સ નો અભાવ

    કામચલાઉ કામદારોને કાયમી કરવાની માંગણી

    આ માંગણીઓ માટે કામદારો વારંવાર મેનેજમેન્ટ ને રજૂઆત કરતા રહ્યા. પરંતુ બેઠક, વાયદા અને લંબાતી ચર્ચાઓ વચ્ચે હક હજી કાગળ પર જ રહ્યો.

     જ્યારે સહનશક્તિ નો અંત આવ્યો…

    જ્યારે સ્પષ્ટ થયું કે મેનેજમેન્ટ માંગણીઓને સ્વીકારવા ઉત્સુક નથી અને પ્રશ્નોને વારંવાર ટાળવામાં આવ્યા, ત્યારે કામદારોે શાંતિપૂર્ણ હડતાળનો રસ્તો પસંદ કર્યો.

    “કોઈ તોડફોડ નહીં, કોઈ હુલ્લડ બાજી નહીં.

    માત્ર અમારા અધિકારો માટે ઉભા રહીશું” – આ નક્કી કરીને સેંકડો  કામદારો પ્લાન્ટ બહાર બેઠકો શરૂ કરી.

     કંપની તરફથી દબાણની નીતિ

    હડતાળ શરૂ થયા બાદ કંપની તરફથી વિવિધ ત્રાસી પગલાં લેવાયા,કામદારોને છૂટાછવાયા પાડવાના પ્રયત્નો,કેટલાકને લાલચ, કેટલાકને ધમકી,આંતરિક તોડ જોડ માટે અજમાયશ પરંતુ કામદારો એક પણ ઈંચ પાછળ ન હટ્યા.

    એક કામદારના શબ્દોમાં:

    “અમારી સામે કંપનીના કરોડો રૂપિયા છે, પરંતુ અમારી પાસે એકતા છે.”

    અહીંથી શરૂ થાય છે સત્ય પત્રકારિતાની અસર

     જ્યારે સ્થાનિક મિડિયા મૌન હતું, ત્યારે દિવ્ય ભાસ્કરના સીનીયર પત્રકાર સતીશ પટેલ અને માંડલના બ્યુરો ચીફ રિપોર્ટર રાજભા સોલંકીએ આ મુદ્દાને ગંભીરતાથી લીધો.બન્નેએ સાઇટ પર જઈ કામદારોને સાંભળ્યા, પુરાવા તપાસ્યા અને હકીકતના આધાર પર અહેવાલ તૈયાર કર્યા.પછી અખબારમાં કડક અને સત્ય આધારિત રિપોર્ટ્સ પ્રકાશિત થયા:

     કામદારોની સમસ્યાઓ

     કંપનીની નીતિ

     હડતાળના કારણો

     માનવહિત ના મુદ્દા

    અહેવાલો છપાતા જ સરકારી તંત્ર અને મજૂર વિભાગ હરકતમાં આવી ગયા.

    હડતાળ દબાવવા માટે થયેલી કોશિશો પણ સમાજ સામે ખુલ્લી પડી.

    ત્રીજા દિવસે બદલાયો ઈતિહાસ

    સોશિયલ અને મિડિયા દબાણ વધતાં, JSW સ્ટીલ મેનેજમેન્ટે કામદારોના પ્રતિનિધિઓ સાથે બેઠક બોલાવી.

    આ બેઠક એક કલાકની નહીં – આખો દિવસ ચાલતી ચર્ચાઓ સાથે સમાપ્ત થઈ.

    અને અંતે:

     પગાર વધારાની માંગણી મંજૂર

     ઓવરટાઈમ વળતર સુધાર્યું

     સેફ્ટી સાધનો આપવાનો વાયદો નહીં, તરત લેખિત અમલ

    અનિયમિતતા માં જવાબદારી નક્કી

    આગામી દિવસથી કામદારો વારાફરતી ડ્યુટી પર

    કંપની પાસે ખરેખર કોઈ વિકલ્પ નહોતો.

    “અમને હક મળ્યો કારણ કે કોઈએ અમારી ચુપ અવાજને દુનિયા સુધી પહોંચાડ્યો,”

    એક કામદાર બોલ્યો.

     કામદારોનો આભાર અને સન્માન

    લડત જીત્યા બાદ કામદારો નક્કી કર્યું કે જે બે પત્રકારોએ ડર્યા વગર સત્યની બાજુ લીધી, તેમનો જાહેર સન્માન થવો જોઈએ.

    એક નાના પરંતુ ભાવનાત્મક કાર્યક્રમમાં:

    શાલ પહેરાવી

    મોમેન્ટો આપીને

    જાહેર મંચ પર આભાર માની

    બન્ને પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું.

     ઘટના શું શીખવે છે?

     સાચું પત્રકારત્વ ખેતીવાડીની જેમ – સમય લાગે પણ વસ્તુઓ બદલાવે છે

     કામદાર એકતા = કાયદેસર ન્યાય

     સત્તા મોટી હોય શકે, પરંતુ સત્યથી મોટી નથી

  • અંધકારમાંથી પ્રકાશ સુધી – 75 વર્ષની ઉજવણીમાં ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ નો સંદેશ

           અંધકારને તોડી પ્રકાશ તરફ વધતી જિંદગીઓ… સમાજના એ વર્ગ માટે, જેને આંખો નહીં પરંતુ મનની શક્તિથી જીવન જોવાનું શીખવું પડ્યું — એવી countless દિવ્યાંગ પ્રતિભાઓને માર્ગ દર્શાવતું નામ છે બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશન (અંધજન મંડળ). આ સંસ્થા માત્ર શૈક્ષણિક અને વ્યવસાયિક તાલીમ આપતી નથી, પરંતુ તેમને આત્મવિશ્વાસ, રોજગાર અને સમાજમાં માન સાથે જીવવાની તક આપે છે.આ સંસ્થા હવે 75 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે — અને આ અવસરે અમદાવાદ ખાતે પૂર્વ વિદ્યાર્થીઓ માટે સ્નેહમિલન નું વિશાળ આયોજન કરવામાં આવ્યું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સ્ટાફ, ટ્રસ્ટી ગણ અને વિશિષ્ટ અતિથિઓ ની હાજરીમાં આ ઉજવણી યાદગાર બની.

     ગ્રીન વિચારો સાથે સ્નેહનો સંગમ

       આ કાર્યક્રમમાં ખાસ આકર્ષણ રહ્યા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ, જેમણે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી. જીતુભાઈ પર્યાવરણ સંરક્ષણ અને વડે બનેલી “ગ્રીન ગ્લોબલ બ્રિગેડ” જેમનું મંત્ર માત્ર અભિયાન નહીં, પણ જીવનશૈલી છે.કાર્યક્રમ દરમિયાન સંસ્થાના ડાયરેક્ટર અને ટ્રસ્ટીઓએ જીતુભાઈ ને શાલ અને મોમેન્ટો પહેરાવી સન્માનિત કર્યા — માત્ર સન્માન નહીં, પરંતુ પર્યાવરણ માટેના તેમના નિષ્ઠા અને કાર્યને આદર આપવાની અભિવ્યક્તિ રૂપે.

     અંધજન મંડળની મુલાકાત અને પ્રેરણાદાયી ક્ષણો

    ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ના ટ્રસ્ટી ગણ પણ આ પ્રસંગે હાજર રહ્યા. તેમણે કેમ્પસ ની મુલાકાત લઈને અંધ વિદ્યાર્થીઓ માટે તૈયાર થયેલી વિવિધ સુવિધાઓ, વિદ્યાર્થી હોસ્ટેલ, બ્રેઇલ શિક્ષણ કેન્દ્ર, મ્યૂઝિકલ ટ્રેઇનિંગ તથા રોજગાર તાલીમ સેન્ટર નો અનુભવ કર્યો.

       ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, જેમણે અહીં શિક્ષણ અને તાલીમ મેળવી જીવનમાં આત્મનિર્ભરતા મેળવી છે, તેઓની સફળતા વાર્તાઓને સાંભળવા કાર્યક્રમ સ્થાને લાગેલી ગેલેરી એ સૌનું ધ્યાન ખેંચ્યું. ઘણી વ્યક્તિઓએ અહીં જ મળી, જૂની યાદો જીવંત થઈ અને સંસ્થા સાથેનો લાગણીસભર સંબંધ ફરી તાજો થયો.

     સમાજ માટે સંદેશ – પર્યાવરણ વિના ભવિષ્ય નથી

    પ્રસંગના અંતે જીતુભાઈ એ સૌને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો:

    “સંવેદના અને પ્રકૃતિ, બન્નેનો સન્માન કરનાર સમાજ જ સત્યમાં માનવતાવાદી છે.”

      તેમણે સૌને પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવા માટે પ્રેરિત કર્યા અને કાર્યક્રમમાં હાજર બધા પૂર્વ વિદ્યાર્થીઓ, ટ્રસ્ટી ગણ અને મહેમાનોને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ના પાંચ નિયમોની પ્રતિજ્ઞા લેવડાવી:

    ✅ વૃક્ષારોપણ

    ✅ પ્લાસ્ટિક નો ઘટાડેલો ઉપયોગ

    ✅ પાણી અને વીજળી બચત

    ✅ પર્યાવરણ સ્વચ્છતા

    ✅ હરિયાળી અભિયાનને જીવનનો ભાગ બનાવવો

    હોલમાં તાળીઓના ગડગડાટ વચ્ચે સોથી વધુ લોકોએ હાથ ઉંચા કરીને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી — “પ્રકૃતિ સુરક્ષિત, ભવિષ્ય સુરક્ષિત”.

    એક સંસ્થા, બે મિશન — માનવ સેવા અને પ્રકૃતિ સેવા

      અંધજન મંડળે 75 વર્ષમાં હજારો દિવ્યાંગ બાળકો અને યુવાનોના જીવનમાં પ્રકાશ ભરીને માનવ સેવા કરી છે. હવે સાથે જ પર્યાવરણ માટે જાગૃતિ ફેલાવતી સંસ્થાઓ સાથે હાથ મિલાવીને “નવા પેઢીને લીલા વિચારો” આપી રહી છે.

    આ સ્નેહમિલન માત્ર ઉજવણી નહોતું — પણ ભવિષ્ય માટેની ધીમી નહીં, પણ મજબૂત શરૂઆત બની રહ્યું છે.

  • કડીમાં ‘હાટડી ડોકટરો’નું રાજ? હેલ્થ વિભાગની નિષ્ક્રિયતા પર ઉઠતા સવાલો – તાલુકા હેલ્થ ઓફિસર ડો.બ્રિજેશ પ્રજાપતિ સાહેબ ચુપ કેમ ??

    કડી  :

       મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં જાહેર આરોગ્ય વ્યવસ્થાને લઈને ગંભીર ચર્ચા જાગી છે. શહેરનાં મુખ્ય વિસ્તારો થી લઈને ગ્રામ્ય વસ્તી ઓ સુધી એવા લોકો દ્વારા દવાખાના ચલાવવામાં આવી રહ્યા હોવાની ચર્ચા છે, જે પાસે માન્ય તબીબી ડિગ્રી કે પ્રેક્ટિસ લાઈસન્સ ન હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જનતા અને સામાજિક મંચો માં આ મુદ્દો છેલ્લા કેટલાક સપ્તાહો થી ગરમાયો છે.

    સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનોનો આક્ષેપ છે કે આવા “હાટડી ડોકટરો”ને કારણે લોકોના જીવન અને સ્વાસ્થ્ય ઉપર જોખમ વધી રહ્યું છે. છતાં, આરોગ્ય વિભાગ તરફથી અસરકારી પગલાં દેખાતા નથી.

    જ્યાં જુઓ ત્યાં ક્લિનિક — પણ અધિકૃત લાઈસન્સ ક્યાં છે?

    કડી શહેરમાં, કરણનગર રોડ, નાની કડી જકાતનાકા, કુંડાળ રોડ,પાણી ની ટાંકી,કસ્બા વિસ્તાર જેવા શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર માં પણ લાઈટ બોર્ડ વાળા નાના દવાખાનાઓ ની સંખ્યા ઝડપી વધી રહી છે.

    સ્થાનિક નાગરિકો કહે છે:

     “ખાનગી હોસ્પિટલમાં ફી વધારે પડે છે, એટલે ગરીબ અને મધ્યમવર્ગીય લોકો હાટડી ડોકટરો પાસે જઈ પડે છે.

    પણ સારવાર ખોટી પડે તો જોખમ બહુ મોટું છે.”

    આવા દવાખાનાઓમાં સીરમ,પેઇન કિલર ઇન્જેક્શન, એન્ટિબાયોટિક , તાવ ની સારવાર જેવી સારવાર કરવામાં આવતી હોવાનું લોકો કહે છે.

    કાયદાએ સ્પષ્ટ કહ્યું છે — તો અમલ ક્યાં છે?

    ભારતીય મેડિકલ કાઉન્સિલ એક્ટ તથા રાજ્ય આરોગ્ય કાયદા મુજબ:

    ✅ ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરવી ગુનો

    ✅ એલોપેથી દવા લખવી અથવા આપવી ગુનો

    ✅ સીરમ / ઇન્જેક્શન આપવું ગંભીર ગેરકાયદેસર

    કાગળ પર કાયદો કડક છે  પણ જમીન પર દેખાતી કાર્યવાહી ઓછી છે, એવી ચર્ચા છે.

    તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. બ્રિજેશ પ્રજાપતિની ભૂમિકા ચર્ચામાં

    જોટાણા તાલુકામાંથી કડીમાં બદલી થયા બાદ, ડૉ. બ્રિજેશ પ્રજાપતિ પાસેથી લોકોમાં મોટી અપેક્ષાઓ હતી પરંતુ તેમની કામગીરી ફક્ત દેખાવ પૂરતી હોવાની લોકોમાં ચર્ચા છે.સ્થાનિકોમાં ચર્ચા છે કે કોઈ મોટી રેડ નથી, કોઈ જગ્યાએ સીલ કરવામાં આવ્યું હોય કે લાયસન્સ ચેક કરવામાં આવ્યું હોય તેની કોઈ માહિતી નથી

    લોકોમાં સવાલ:

     “શું તંત્રને સ્થિતિની જાણ છે કે ખબર હોવા છતા પગલાં લેવાતા નથી?”

    ગેરકાયદે દવાખાનાઓ બાબતે તાલુકા હેલ્થ વિભાગનું સત્તાવાર નિવેદન મળ્યું નથી અને આ મૌન હવે ચર્ચા અને શંકાઓને વધુ તીવ્ર બનાવી રહ્યું છે.

    ડો.બ્રિજેશ પ્રજાતિ ની માત્ર સેન્ટર મુલાકાતો અને સીન સપાટા થી  સમસ્યા હલ થતી નથી – સ્થાનિકોની ચર્ચા

    એક વડીલ સામાજિક કાર્યકરે કડક શબ્દોમાં કહ્યું:

     “કાગળમાં કામગીરી બતાવી શકાય છે,પણ મેદાનમાં દેખાય એ જ વાસ્તવિક કામગીરી છે!”

    આરોગ્ય જોખમો — જે બેદરકારી નહીં, પરંતુ જીવન-મરણનો પ્રશ્ન

    ડિગ્રી વિનાના સારવાર કરનાર દ્વારા ખોટી દવા અથવા ઇન્જેક્શન આપવાથી બ્લડ પ્રેશર માં તકલીફ,અન્ય દવાઓ સાથે રિએક્શન,સેપ્ટિસેમિયા (બ્લડ ઇન્ફેક્શન),રિએક્શનથી શોક અને મરણ સુધી પહોંચવાની ઘટના શક્ય છે.

    આ મુદ્દો માત્ર કાયદાનો નથી  આ જીવનનો મુદ્દો છે.

    લોકોની માંગ — હવે ‘મોટી કાર્યવાહી’ જોઈએ

    નાગરિક મંચો, સમાજ જન અને યુવા ફોરમે માંગ રાખી છે:ગેરકાયદે દવાખાનાઓ નું સર્વેક્ષણ,લાઈસન્સ ચેકિંગ,ગેરકાયદે પ્રેક્ટિસ બંધ કરાવવી અને જાહેર રેકોર્ડ માં કાર્યવાહી મુકવી

    જો આવનારા દિવસોમાં પગલાં ન લેવાય, તો

    જિલ્લા આરોગ્ય અધિકારી → કલેક્ટર → આરોગ્ય સચિવાલય સુધી લેખિત રજૂઆતો કરવાની તૈયારીની જાણ થઈ છે.

    આગળનું પગલું હવે તંત્રની વિશ્વસનીયતા પર નિર્ભર

    કડીમાં લોકોનો સવાલ ખૂબ જ સીધો છે:

     “આરોગ્ય ઉપર જોખમ વધે તે પહેલાં તંત્ર જાગશે?” જો નહીં—તો લોકો આ મુદ્દે મૌન નહીં રહે.

  • બહુચરાજી ખરીદ–વેચાણ સંઘમાં ખાતર વિતરણમાં ‘કૃષિવીર’ ફરજિયાત? ખેડૂતોને યુરિયા માટે ₹300 વધારાનો ભાર — કર્મચારીના દબાણથી તણાવ, પ્રતિનિધિઓના મૌન પર સવાલો,

    અહેવાલ..પ્રદીપ ઠાકોર ( બહુચરાજી )

    બહુચરાજી…

       તાલુકાના ખરીદ–વેચાણ સંઘ ખાતે આજે ખાતર વિતરણ દરમ્યાન તણાવનું વાતાવરણ સર્જાયું હતું. યુરિયા ખાતર લેવા આવેલી ખેડૂતોની લાઇનમાં ખુલ્લેઆમ ₹300 કિંમતની ‘કૃષિવીર’ થેલી ફરજિયાત લેવડાવવામાં આવી રહી છે એવો આક્ષેપ થતાં ખેડૂતોએ કડક વિરોધ વ્યક્ત કર્યો.

    “ખાતર જોઈએ તો કૃષિવીર લેવું પડશે” — ખેડૂતોનો સીધો આક્ષેપ

    ખેડૂતોના જણાવ્યા અનુસાર સંઘના કર્મચારીઓનું વલણ સ્પષ્ટ હતું:

     “જો કૃષિવીર ન લો, તો ખાતર નહીં મળે. આદેશ ઉપરથી છે — એમ કહીને દબાણ કરાયું.”

    કેટલાક ખેડૂતો કહે છે કે એક નહીં, પણ બે–બે પેકેટ લેવા પણ મજબૂરી કરવામાં આવી.

    આ દબાણ કરનાર કર્મચારીનું નામ શૈલેષભાઈ તરીકે સામે આવ્યું છે. ખેડૂતો કહે છે કે સંઘના અન્ય કર્મચારીઓ પણ મૌન સમર્થન સાથે આ પ્રક્રિયામાં સામેલ હતા.

    મનમાની નવો વિષય નથી: “ફરિયાદ લઈ જાઓ, જવાબ એ જ ‘ઉપરથી આદેશ છે’”

    સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયમાં સંઘમાં:

    1.મનમાની વેચાણ

    2.લાઇનમાં લાંબી રાહ અને જવાબદારી ટાળવાનો વલણ સરળતાથી જોવા મળે છે.

    ખેડૂતોનો સવાલ —

    સહકારી સંસ્થા ખેડૂતો માટે છે કે કોઈ રાજકીય ટોળું ચલાવે છે?સ્થળ પર સ્થાનિક ધારાસભ્ય હાજર — છતાં ખેડૂતો સુધી ન પહોંચ્યા,ખેડૂતોએ વધુ નારાજગી વ્યક્ત કરી કે હંગામા દરમ્યાન સ્થાનિક ધારાસભ્ય માર્કેટયાર્ડ માં હાજર હતા, છતાં:

     “અમારી સમસ્યા સાંભળવા તો આવ્યા પણ નહિ. ચૂંટણી વખતે દરવાજે આવે છે અને આજે નજર પણ ન કરી.”

    AAP તાલુકા પ્રમુખ અશોકજી ઠાકોરે ખેડૂત સાથે – લેખિત ફરિયાદની શક્યતા

    આ પરિસ્થિતિ દરમ્યાન આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ અશોકજી ઠાકોર સ્થળે પહોંચ્યા.

    તેમણે ખેડૂતોની ફરિયાદ સાંભળી અને જાહેરમાં જણાવ્યું:

     “જો આ દબાણ પુરાવા સાથે સાચું છે, તો અમે કૃષિ વિભાગ તથા જિલ્લા રજિસ્ટ્રાર ને લેખિત ફરિયાદ કરીશું. કાનૂની કાર્યવાહીથી પણ પાછળ નહીં હટીએ.”

    કાયદાકીય રીતે ફરજિયાત વેચાણ મનાઈ

    સહકારી કાનૂન અને કૃષિ જથ્થો વિતરણ નિયમો અનુસાર:

    ખાતર આવશ્યક કૃષિ જથ્થો છે

    જ્યારે કૃષિવીર વૈકલ્પિક ઉત્પાદન છે

     આથી ખાતર સાથે કોઈપણ વધારાનું ઉત્પાદન ફરજિયાત વેચવું ગેરકાયદેસર ગણાય છે.

    જો આક્ષેપ સાચા સાબિત થાય તો:

    છેતરપિંડી ગંભીરતા

    ખેડૂતોને પરાણે ખરીદાવું છેતરપીંડી હેઠળ

    સહકારી સંસ્થા નિયમ ભંગ વહીવટી ગુનો

    રાજકીય રક્ષણની શક્યતા તપાસ માટે મુદ્દો

    ખેડૂતોનો ચેતાવણી ભર્યો સંદેશ

     “જો મનમાની બંધ ન થાય તો અમે સમૂહમાં જિલ્લા કચેરી અને કૃષિ વિભાગમાં લેખિત ફરિયાદ કરીશું.”

    આગળ શું?

    વિડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ફેલાતા,

    આ મામલો જિલ્લા સ્તરે વિવાદ ઉભો કરવાની ક્ષમતા ધરાવે છે.

  • બહુચરાજીમાં રખડતા ઢોરનો ત્રાસ વિકરાળ — યાત્રાધામના માર્ગ પર જોખમ, તંત્રની આંખ બંધ અને કાન બહેરા?

    શક્તિ સર્કલ પાસે દરરોજ 40 થી વધુ આખલાઓ નો અડ્ડો; યાત્રાધામની સુરક્ષા અને પ્રતિષ્ઠા બંને જોખમમાં

    સ્પેશિયલ રિપોર્ટ..પ્રદીપ ઠાકોર ( બહુચરાજી )

     બહુચરાજી યાત્રાધામમાં ભક્તિ નહીં, ભયનું વાતાવરણ

    બહુચરાજી — મા બહુચરાજી નું પવિત્ર ધામ. દરરોજ હજારો ભક્તો અહીં માતાજીના દર્શન માટે આવે છે. શહેરના મધ્યમાં આવેલ શક્તિ સર્કલથી લઈને મુખ્ય મંદિર સુધીનો માર્ગ બહુચરાજી નું હાર્ટ લાઇન ગણાય છે.પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ માર્ગ એક નવા અને જોખમી ત્રાસ હેઠળ આવી ગયો છે 

     રખડતા ઢોરનો આતંક.

    દરરોજ રાત્રે 40 થી વધુ આખલાઓ નો સમૂહ શક્તિ સર્કલ અને આસપાસના વિસ્તારોમાં ભેગો થાય છે. રોડના મધ્યમાં બેઠેલા આ ઢોરને કારણે ટ્રાફિક વારંવાર અટકી જાય છે. વાહનચાલકોને જોખમ તો રહે જ છે, પણ અનેકવાર બાઈક ચાલકો અને રિક્ષાઓ સીધા ઢોર સાથે અથડાઈ અકસ્માતો સર્જાય છે.

     ભક્તો અને સ્થાનિકો માટે જોખમ — “આ રસ્તો હવે ભયજનક બની ગયો છે”

      શહેરના વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓ કહે છે કે રાત્રે 9 વાગ્યા પછી શક્તિ સર્કલથી મંદિર સુધીનો માર્ગ ભયજનક બની જાય છે.ઘણા ભક્તો રાત્રે મંદિરે જતા સમયે આ રસ્તો ટાળવા મજબૂર બન્યા છે. ખાસ કરીને શનિવાર-રવિવાર અને તહેવારો દરમિયાન, જ્યારે શહેરમાં ભક્તોની સંખ્યા વધે છે, ત્યારે સ્થિતિ વધુ જોખમી બની જાય છે.

    સ્થાનિક વેપારી ભરત પટેલ કહે છે:

     “રોજ રાત્રે આખલાઓ નો ટોળું અહીં બેસે છે. પોલીસના વાહન પણ પસાર થાય છે, પણ કોઈ કાર્યવાહી નથી. કોઈ દિવસ મોટો અકસ્માત થશે.”

    તંત્ર ના દાવા અને હકીકત વચ્ચે અંતર 

     બહુચરાજી નગરપાલિકા દ્વારા વર્ષો થી ઢોર નિયંત્રણ માટે દાવા કરવામાં આવે છે — ફંડ ની ફાઈલો, ટેન્ડર, અને ગૌશાળા માટેની યોજનાઓ કાગળ પર તો છે, પરંતુ ગ્રાઉન્ડ પર કંઈ જ બદલાવ નથી.

    નગરપાલિકાના એક અધિકારીએ નામ ન બતાવવાની શરતે કહ્યું:

    ઢોર પકડવા માટે મજૂર અને વાહન બંનેની તંગી છે. ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે.”

    પરંતુ સ્થાનિકો કહે છે કે આ માત્ર બહાનું છે. “ફંડ ખાઈ અને ફાઈલ ખોલાય, પણ ઢોર રસ્તા પર જ.”

    તંત્ર પાસે ઇચ્છાશક્તિનો અભાવ છે — એ વાત હવે દરેકના મોઢે છે.

     છેલ્લા મહિનામાં ત્રણ અકસ્માત — કોઈ રિપોર્ટિંગ નહીં

    સ્થાનિક લોકોએ જણાવ્યું કે છેલ્લા એક મહિનામાં ત્રણ અલગ અલગ નાના અકસ્માતો થયાં છે.

    બે બાઈક ચાલકો ઢોરને ટકરાઈ પટકાયા

    એક રિક્ષા ઢોર સાથે અથડાઈ રોડ પરથી ખસી ગઈ

    સદ્દભાગ્યે જાનહાનિ ન થઈ, પરંતુ લોકોને હવે લાગે છે કે તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે.

    એક નિવાસી સુરેશભાઈ ઠાકોર કહે છે:

     “જ્યારે સુધી કોઈ ભક્ત કે બાળકને ઈજા નહીં થાય, ત્યાં સુધી અધિકારીઓ નહીં જાગે.”

     યાત્રાધામમાં આવી સ્થિતિ શરમજનક

      બહૂચરાજી માત્ર એક શહેર નથી — એ એક યાત્રાધામ અને ધાર્મિક કેન્દ્ર છે. દરરોજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ભક્તો આવે છે.

    પરંતુ આવી પરિસ્થિતિમાં,

    રસ્તા પર અંધારું,ઢોરનો ઉપદ્રવ અને સુરક્ષા સ્ટાફની ગેરહાજરી મળીને યાત્રાધામની પ્રતિષ્ઠા પર દાગ મૂકે છે.

    સ્થાનિક પુરોહિતો પણ આ મુદ્દે નારાજ છે. તેઓ કહે છે:

     “માતાજીના ધામમાં ભક્ત સુરક્ષિત રહે તે તંત્રની પ્રથમ ફરજ છે. પણ હાલ તો યાત્રાધામમાં ભક્તિ કરતા ભય વધુ છે.”

     રાજકીય ઉદાસીનતા કે તંત્રની નિષ્ફળતા?

       રાજકીય સ્તરે પણ આ મુદ્દે માત્ર મુલાકાતો અને ફોટા સુધીની કાર્યવાહી થઈ છે. ધારાસભ્ય અને અધિકારીઓ વચ્ચે અનેક મીટિંગ થઈ હોવાનો દાવો થાય છે, પરંતુ હકીકતમાં રોડ પર ઢોરની સંખ્યા ઘટી નથી.

    એક સ્થાનિક રાજકીય કાર્યકર કહે છે:

     “દર વર્ષની જેમ આ વર્ષે પણ ઢોર પકડવાના ટેન્ડર નીકળ્યા છે. પરંતુ ક્યારેય કોઈ ગૌશાળામાં ઢોર પહોંચ્યા — તેનો પુરાવો નથી.”

     સુધારાના સંકેતો — પણ પગલાં જરૂરી

      સ્થાનિક નાગરિક સંગઠનો અને વેપારી એસોસિએશને નીચેના મુદ્દાઓ તાત્કાલિક અમલમાં મુકવાની માંગ કરી છે:

    1. ઢોર પકડીને નજીકની ગૌશાળામાં ખસેડવા માટે ખાસ ટીમની રચના

    2. નગરપાલિકાની રાત્રિ ટીમ ફરજિયાત બનાવવી

    3. શક્તિ સર્કલ અને મંદિર રોડ પર ચેતવણી બોર્ડ અને લાઈટ સિસ્ટમ સુધારવી

    4. રખડતા ઢોર સામે જાહેર ફરિયાદ માટે હેલ્પલાઇન શરૂ કરવી

     શહેરની એક જ માંગ: “બહુચરાજી યાત્રાધામ છે, રખડતા ઢોરનો અડ્ડો નહીં.”

    ભક્તો, વેપારીઓ અને રહેવાસીઓ તંત્ર પાસે એક જ અપીલ કરી રહ્યા છે —

     “બહુચરાજી યાત્રાધામ છે, અહીં માતાજીના દર્શન માટે આવનાર ભક્તો ભય વગર ફરવા જોઈએ. રખડતા ઢોર સામે તંત્ર તાત્કાલિક અને કડક પગલાં લે.”

    હવે જો તંત્ર સમયસર જાગશે નહીં, તો ભક્તિનું ધામ બહુચરાજી, એક દિવસ દુર્ઘટનાના ધામમાં ફેરવાઈ શકે છે.

  • બહુચરાજી – મોઢેરા હાઈવે ઉપર દેલવાડા નજીકના નદીના પુલ પાસે જોખમની ‘ગડર’: અકસ્માત પહેલાં તંત્ર જાગશે કે પછી?

    અહેવાલ.. પ્રદીપ ઠાકોર ( બેચરાજી )

      બહુચરાજી…

        બહુચરાજી તાલુકાના દેલવાડા ગામ પાસે આવેલ નદીના પુલ પરથી ભારે માલવાહક વાહનોની અવરજવર અટકાવવા તાલુકા અને R&B વિભાગે પુલના બંને છેડે લોખંડી ગડરો (iron barricades/height bar) સ્થાપિત કર્યા હતા. તેનો હેતુ સ્પષ્ટ હતો—પુલની ક્ષમતા કરતા વધારે ભાર વાળા ટ્રકોને રોકવા અને પુલની સુરક્ષા જાળવી રાખવા. પરંતુ હાલ આ જ ગડર જોખમનું કારણ બની રહી છે.

     ગડર ના ઉપરનો ભાગ છૂટી ગયો – હવે જાન જોખમમાં

      મોઢેરા તરફથી આવતા છેડે મૂકેલી ગડર નો ઉપરનો ભાગ બોલ્ટ છૂટી જતાં હવે તે આડી રીતે લટકી રહ્યો છે. દિવસ દરમ્યાન પણ સ્પષ્ટતા ઓછી દેખાય અને રાત્રે તો લગભગ અદૃશ્ય ની જેમ. આવા સંજોગોમાં ટુ-વ્હીલર, ટેમ્પો અથવા કાર અથડાય તો ગંભીર અકસ્માત, માથાની ઈજા કે મૃત્યુ સુધીનું જોખમ ઉભું થઈ શકે છે.સ્થાનિક વાહનચાલકો અને રહેવાસી ઓનો આક્ષેપ છે કે ઘણા દિવસોથી ગડર આવી સ્થિતિમાં છે, છતાં કોઇપણ વિભાગે તેને સારું કરવા પગલું ભર્યું નથી.

    સ્થાનિકોની ફરિયાદ: અકસ્માત થાય પછી જ અધિકારીઓ ખિસ્સામાંથી કલમ કાઢશે?

      દેલવાડા–બહુચરાજી હાઈવે પર દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. ખાસ કરીને વહેલી સવારે અને રાતે નાના વાહનચાલકોને ગડર દેખાતી પણ નથી. અનેક વખત વાહનચાલકોએ હોર્ન વગાડીને એકબીજાને ચેતવણી આપી છે.

    સ્થાનિક લોકોનો સવાલ સ્પષ્ટ છે:

    વ્યવસ્થા લોકોના પ્રાણ બચાવવા માટે છે કે પ્રાણ લઈ લે તે માટે?”

    જો આ ગડર નીચે પડી જાય, અથવા કોઈ વાહન અથડાય, પછી FIR, તપાસ, પેપરવર્ક અને જવાબદારી નક્કી થશે. પરંતુ શું દર્દનાક અકસ્માતની રાહ જોવી જરૂરી છે?

     જોકે ડિઝાઇન પણ ચર્ચાસ્પદ 

    પુલ પર ગડરો લગાવવી જરૂરી હતી—પરંતુ:

    • ગડર ખૂબ નજીક છે

    • રાત્રે રિફ્લેક્ટર સ્ટીકર નથી

    • લાઈટની વ્યવસ્થા નબળી

    • ગડરનો ઉપરનો ભાગ પ્રોપર welding વગર

    અર્થાત તંત્રએ ગડર લગાવી એની જવાબદારી ત્યાં જ પૂર્ણ માનીએ તેમ લાગી રહ્યું છે.

     

    રોડ સેફ્ટી પ્રોટોકોલ મુજબ આ પ્રકારની ગડર પર bright reflector, warning board, side marking, speed breaker, night-lighting જરૂરી છે. પરંતુ અહીં બધું કાગળ પર છે કે નહીં એ પ્રશ્ન છે.

     GPS રેકોર્ડ પ્રમાણે પણ પુલ પરથી ‘overload’ વાહન હજી પસાર થતું જોવા મળે

     સ્થાનિક પરિવહન વ્યવસાયી. ઓનો દાવો છે કે ઊંચાઈ ન હોવાને લીધે અને દેખાવ નબળો હોવાથી કેટલાક હળવા કોમર્શિયલ વાહનો અને પિકઅપ ટ્રકો ગડર વચ્ચે થી ગોઠવીને પસાર થઈ જાય છે. એટલે ગડર નો હેતુ પણ નિષ્ફળ જાય છે.

     

    અધિકારીઓ ક્યાં?

     ગ્રામજનો મુજબ અહીં થી ઘણી વખત જે તે વિભાગ ના અધિકારીઓ નીકળતા હોય છે પરંતુ હજી સુધી મરામત કે તાત્કાલિક કાર્યવાહી નથી.

    પ્રશ્ન : શું ટેન્ડર – ફાઈલ – મંજૂરીના ચક્કરમાં લોકોનો જીવ જોખમમાં મૂકવામાં આવશે?

     અંતિમ અને કડક સવાલ

    દેલવાડા નજીકની નદીનો આ પુલ વર્ષોથી હજારો લોકો માટે લાઇફલાઇન છે –

    તો પછી આ ગડર:

    • બેદરકારી છે?

    • કે અવ્યવસ્થાનો જીવંત દાખલો?

    જે રીતે ડીસા, પાટણ અને મહેસાણા હાઇવે પર એવા સિમિલર incidentsમાં અકસ્માતો બાદ જ કાર્યવાહી થઈ હતી, શું અહીં પણ પ્રથમ લોહી વહે પછી કલમ ચાલે?

     જનતા અને વહીવટી તંત્ર માટે અપીલ

    • ગડર તાત્કાલિક રિપેર અથવા સ્થિર કરવું

    • રાત્રે રિફ્લેક્ટર અને ચેતવણી બોર્ડ

    • પુલની સેફ્ટી ચેક

    • ટ્રાફિક વિભાગ દ્વારા સ્થળ નિરીક્ષણ

    આ પ્રશ્ન સીધો રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી નહીં, માનવજીવનની સુરક્ષાથી છે.

    જવાબદારી ટાળવા નહીં—લઈને પગલું ભરવાનો સમય આવી ગયો છે.

  • કડીમાં કપિરાજનો આતંક: મહિલા ઘાયલ, કુંડાળ સરકારી હોસ્પિટલમાં દવા ન હોવાથી ગાંધીનગર રીફર – તંત્રની તૈયારી પર મોટો સવાલ

    કડી..

     કડી શહેરમાં કપિરાજ (વાંદરાઓ)નો આતંક દિવસે ને દિવસ વધતો જાય છે. ખાસ કરીને કલોલ દરવાજા નજીકના મલ્લી વાસ વિસ્તારમાં વાંદરાઓનો ઉપદ્રવ સામાન્ય બની ગયો છે. ગુરુવારની સાંજે બનેલી એક ઘટનાએ શહેરની સુરક્ષા પ્રણાલી અને આરોગ્ય તંત્રની બેદરકારીને ઉઘાડે મૂકી દીધી છે.

     હુમલો અને હાહાકાર

      સ્થાનિક સૂત્રો મુજબ, મલ્લી વાસ વિસ્તારમાં એક મહિલા રોજની જેમ ઘર બહાર કામ કરી રહી હતી ત્યારે અચાનક એક વાંદરે પાછળથી દોડીને પગમાં કરડ્યું. આસપાસના લોકોમાં ડર અને ગભરાટ ફેલાઈ ગયો. તરત જ મહિલાને કુંડાળ ની  સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી.

    પરંતુ ત્યાં પહોંચી બાદ જે હકીકત સામે આવી — તે વધુ ચિંતાજનક છે. એન્ટી રેબિઝ દવા જ ન હતી!વાંદરા કરડવાની ઘટના “આકસ્મિક ઈમરજન્સી” તરીકે ગણાય છે. છતાં કુંડાળ સરકારી હોસ્પિટલમાં એન્ટી રેબિઝ ઈન્જેક્શન, ગ્લોબ્યુલિન અને જરૂરી દવાઓનો જથ્થો નહોતો.

     ડૉક્ટરોએ માત્ર પ્રાથમિક સારવાર આપી અને બાદમાં મહિલાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ રિફર કરી દેવામાં આવી.

    સ્થાનિકોમાં ભારે નારાજગી છે —

     “જો સરકારી હોસ્પિટલમાં ઈમરજન્સી દવાઓ જ ન હોય, તો આ બિલ્ડિંગો આરોગ્ય સેવા માટે છે કે ફક્ત દેખાવ માટે?

     સ્થાનિકોમાં ભયનો માહોલ

    બાળકોને બહાર રમવા ન મોકલાય

    સવાર-સાંજ છત પર વાંદરાનો જૂથ દેખાય

    રસ્તા પર ચાલતા લોકોને લપકવા ના બનાવો

    ઘરોમાંથી ખાણીપીણીની ચીજવસ્તુઓ ખેંચી જવાના કિસ્સા

    રહેવાસીઓ કહે છે 

     “અમે વન વિભાગને વારંવાર જાણ કરી, પરંતુ દરેક વખતે એક જ જવાબ — ‘ટીમ મોકલીશું.’”

     વન વિભાગની નિષ્ક્રીયતા

    કડી શહેરમાં વાંદરાઓની સંખ્યા છેલ્લા બે વર્ષમાં વધી છે.

    પરંતુ હજુ સુધી:

     કોઈ પકડ અભિયાન શરૂ થયું નથી

     કોઈ કંટ્રોલ પ્લાન જાહેર થયો નથી

     અને સ્થાનિક અધિકારીઓના મુલાકાતના અહેવાલ પણ નથી

    વિશેષજ્ઞો માને છે કે શહેરમાં ખોરાક, કચરો અને ખુલ્લી વ્યવસ્થાનો વાંદરાઓ માટે અનુકૂળ પરિસ્થિતિ બનાવે છે.

      રેબિઝ ફેલાવાનો જોખમ

    નિષ્ણાતો ચેતવણી આપે છે કે વાંદરા કરડવાથી રેબિઝ તેમજ અન્ય ચેપ જન્ય બીમારીઓ ફેલાય શકે છે. સમયસર ઈન્જેક્શન ન મળે તો જીવલેણ જોખમ વધી શકે છે.

    આથી નાની સરકારી હોસ્પિટલો સુધીમાં દવાઓની અછત વધુ ચિંતાનો વિષય બની ગઈ છે.

       સુરક્ષાની માર્ગદર્શિકા

    વાંદરો દેખાય ત્યારે: 

     આંખમાં આંખ ન કરો

    હાથમાં ખોરાક ન રાખો

    બાળકોને એકલા ન મોકલો

     કચરાપેટી બંધ રાખો

     છત પર ખોરાક ખુલ્લો ન રાખો

    જો વાંદરો કરડે તો: 

     ઘા સાબુ-પાણીથી ધોઇ લો

     તાત્કાલિક હોસ્પિટલ પહોંચી રેબિઝ ઈન્જેક્શન લો

     વન વિભાગને જાણ કરો

     કરડવું નાનું લાગતું હોય, છતાં સારવાર લેવી ફરજિયાત

     તંત્ર માટે જાહેર માંગણીઓ

    1. વન વિભાગે કડીમાં કપિરાજ પકડ અભિયાન તાત્કાલિક શરૂ કરવું જોઈએ

    2. કુંડાળ, કડી અને આસપાસની હોસ્પિટલોને એન્ટી રેબિઝ દવાઓનો ફરજિયાત સ્ટોક રાખવો

    3. કચરા વ્યવસ્થાપન સુધારવું, જેથી વાંદરા માનવોની નજીક ન આવે

    4. જોખમ ગ્રસ્ત વિસ્તારોમાં સિવિલ ડિફેન્સ અને વૉચ ટીમોની મુલાકાત વધારવી

     નિષ્કર્ષ

    કડીમાં કપિરાજ નો આતંક માત્ર એક સામાજિક મુદ્દો નથી, પરંતુ શહેરી સુરક્ષા અને આરોગ્ય તંત્રની નિષ્ફળતાનો સ્પષ્ટ દાખલો છે.એક બાજુ વાંદરાનો હુમલો, બીજી બાજુ હોસ્પિટલમાં દવાનો અભાવ — બે તંત્રોની ખામી એક સાથે ખુલ્લી પડી છે.જો તંત્રો હવે જાગશે નહીં, તો આવનારા દિવસોમાં આ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

  • હાંસલપુર માં પહેલીવાર તુલસી વિવાહનો ભવ્ય ઉત્સવ – માત્ર ધાર્મિક વિધિ નહીં, ગામની એકતાનું જીવંત ચિત્ર!

    સાંસ્કૃતિક પરંપરાનો નવો અધ્યાય

    અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાનું હાંસલપુર ગામ સામાન્ય રીતે શાંત અને પરંપરાગત જીવન માટે ઓળખાય છે. પરંતુ ગઈકાલે એક એવો પ્રસંગ થયો જે ગામના ઈતિહાસનું નવું પાનું લખી ગયો. તુલસી વિવાહ, જે મોટાભાગે મંદિરો અને ભક્તિ મંડળોમાં ઉજવાય છે, તે પહેલી વાર આ ગામે સમગ્ર સમાજની હાજરીમાં ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો.

       આખો દિવસ ભક્તિ, સંસ્કૃતિ અને સામાજિક એકતાના સ્વરો ગુંજતા રહ્યા. શું માત્ર એક ધાર્મિક કાર્યક્રમ? નથી! — અહીં ઊંડે સુધી સામાજિક એકતા, સંસ્કારી પરંપરા જાળવવાની ઇચ્છા અને યુવા પેઢીને સંસ્કાર સાથે જોડવાનો સંદેશ છુપાયેલો હતો.

       વિધિના મુખ્ય યજમાન

    વરપક્ષ: કનુભાઈ માલુ ભાઈ ભરવાડ

    કન્યા પક્ષ: મહેન્દ્રસિંહ કડવા જી ઠાકોર

    પરંપરાગત મંત્રોચ્ચાર, મંગલ ફેરા, હલદી -ચાંદલો, કંકોતરી જેવી તમામ ધાર્મિક વિધિઓ નિભાવતા ગામના લોકો માત્ર દર્શક નહીં, ભાગીદાર બન્યા.

     ગામનું વિશેષ ધ્યાન ખેંચનાર એક મુદ્દો એ હતો કે વિધિમાં કોઈ એક જાતિ, કોઈ એક જૂથ નહિ — સમગ્ર ગામ એક મંચ પર જોવા મળ્યું. આ પાસું ગામની સામાજિક સમરસતા નું મજબૂત પ્રતિનિધિત્વ કરે છે.

       મામેરુ — માત્ર પરંપરા નહીં, ભાવનાત્મક જોડાણ

    મામેરા સ્વરૂપે

    ચિરાગ કુમાર બાબુલાલ પટેલ

    સંદીપકુમાર બાબુલાલ પટેલ

    તરફથી પરંપરાગત સામગ્રી ભેટ સ્વરૂપે અર્પણ થઈ.

    ઢોલ, નગારા, શહેનાઈ અને લોકગીતો વચ્ચે ઉલ્લાસ ભરી ક્ષણો સર્જાઈ. સમાજના તમામ વય જૂથના લોકોમાં ઉમંગ જોવા મળ્યો.

    આ અંગે સ્થાનિકોમાં ચર્ચા એ હતી કે ગામ હવે માત્ર ધાર્મિક જ નહિ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ મોટા કાર્યક્રમો માટે તૈયાર છે.

     

     ધાર્મિક મહંતશ્રી નો વિશ્લેષણાત્મક અભિપ્રાય

    સ્થાનિક મહંતે આ કાર્યક્રમને માત્ર ભક્તિનો પ્રસંગ નહીં પરંતુ ગામના ભવિષ્ય સાથે જોડ્યો:

    “તુલસી વિવાહનો ઉદ્દેશ માત્ર વિધિ કરવો નહીં, પરંતુ ગામને એક કરવો છે. આજે જે રીતે તમામ સમાજો અને તમામ વયના લોકો જોડાયા તે બતાવે છે કે હાંસલપુર  સંસ્કાર અને એકતા જાળવી રાખવા માટે તૈયાર છે. આ પેઢીમાંથી નવી પેઢીને પરંપરાનો સંદેશ મળે તે બહુ જરૂરી છે.”

    આ નિવેદન સ્પષ્ટ કરે છે કે કાર્યક્રમ પાછળ સામાજિક સુત્રધાર નું તત્વ પણ મજબૂત છે.

     ગ્રામજન નો પ્રતિભાવ — લોકોની લાગણી બોલી ઉઠી

    એક વડીલ રહેવાસી, જેઓ વર્ષોથી ગામના બદલાતા ચહેરાને નિહાળી રહ્યા છે, એમણે જણાવ્યું:

    “આવો કાર્યક્રમ પહેલી વાર જોવામાં આવ્યો. લોકોમાં સંગઠન અને ભક્તિનો ભાવ જોવા મળ્યો. યુવાનો આગળ આવ્યા, સ્ત્રીઓએ સેવા આપી અને સૌએ ભેગા થઈને ઉત્સવ ઊજવ્યો — આ ગામ માટે મોટું પરિવર્તન છે. હવે દર વર્ષે આ વિવાહ થવો જોઈએ.”

    આ પ્રતિભાવ દર્શાવે છે કે કાર્યક્રમ માત્ર ધાર્મિક નહીં — ગામમાં એકતા અને સાથ સાધના તરફનું પગલું પણ છે.

    સમગ્ર ગામનો સહયોગ – શાંતિપૂર્ણ આયોજન

    યુવાનો ,સ્ત્રીઓ ,વડીલો અને સ્થાનિક સેવાભાવી માણસોએ આયોજનમાં મહત્વનો ફાળો આપ્યો હતો.પ્રસાદ વિતરણ થી લઈને ભક્તિભર્યા કાર્યક્રમ સુધી સૌએ જવાબદારીપૂર્વક કાર્ય કર્યું અને અંતે સર્વ માણસોએ પ્રસાદી સ્વીકારી આશીર્વાદ આપ્યા

    અહેવાલ અને ફોટો :– લાભુજી ઠાકોર (માંડલ )