Tag: #crime #election

  • થરાદમાં પોલીસ પરિવારોનો ગર્જનાટ — ખાખી પર મળેલ ધમકી સામે જનઆક્રોશ

    રિપોર્ટર : કિરણ ચૌધરી, વાવ-થરાદ જિલ્લો

    જાહેર રેલીમાં મહિલાઓ, વેપારીઓ, પોલીસ પરિવારોનો ઉમળકો; જીગ્નેશ મેવાણી વિરુદ્ધ આવેદનપત્ર પાઠવાયું.

    વાવ-થરાદ :
    ખાખીધારી પોલીસસદસ્યોને મળેલી ગર્ભિત ધમકીનાં મામલે આજે થરાદમાં પોલીસ પરિવારો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો રસ્તા પર ઉતર્યા. શહેરમાં તંગદિલીનું માહોલ વચ્ચે પ્રચંડ રેલી કાઢવામાં આવી હતી, જેમાં મહિલા સંગઠન, વેપારી સંગઠન, દુકાનદારો અને પોલીસ કર્મચારીઓના પરિવારો હાજર રહ્યાં.

    આ રેલી દરમિયાન “જીગ્નેશ મેવાણી હાય હાય” ના નારા ગુંજ્યાં હતાં. સાથે જ જીગ્નેશ મેવાણી વિરુદ્ધ મહિલા અને વેપારી સંગઠનોએ આવેદનપત્ર પાઠવી સરકારને પગલાં લેવા વિનંતી કરી હતી.

    પટ્ટા ઉત્તરાવી દેવાના નિવેદનને લઈને ઉદ્ભવેલા વિવાદે સ્થાનિક સ્તરે ઉગ્રતા ફેલાવી છે. લોકોને લાગે છે કે આ પ્રકારના નિવેદનો ખાખીનો અપમાન કરે છે, જેના કારણે પોલીસ પરિવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

    સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવતા અધિકારીઓને આ રીતે ટાર્ગેટ કરવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જાય છે.
    આ સમગ્ર રેલી શાંતિપૂર્ણ રહી હતી પરંતુ લોકોએ પોતાની ભાવનાઓ સશક્ત રીતે વ્યક્ત કરી હતી.

  • વિજાપુર મામલતદાર, ખાણ ખનીજ વિભાગ અને પોલીસ ટીમ ત્રાટકી – સાબરમતી નદીના પટમાંથી રેતી ચોરી કરતા અધધ વાહનો ઝડપાયા

         વિજાપુર તાલુકા મા સાબરમતી નદીના પટમાં નદી ની રેતી ની ચોરીઓ ની વ્યાપક ફરિયાદો બાદ સફાળી જાગી ઉઠેલ ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર અમદાવાદ મેહસાણા અને તાલુકા મામલતદાર શૈલેષ સિંહ બારીયા તેમજ પોલીસ અધિકારી ને સાથે રાખી બુધવારે સંઘપુર તરફ ની નદી ના પટ મા રેડ કરી 19 ટરબા ત્રણ જેટલા હિટાચી મશીન અને એક નાવડી જપ્ત કરી પોલીસ મથકે લાવવા મા આવ્યા હતા. જોકે તંત્ર દ્વારા હજુ સુધી કાર્યવાહી પૂર્ણ થઈ નહિ હોવાથી કેટલો જપ્ત કરાયેલા મુદ્દામાલ ની તેમજ પકડાયેલ ટર્બો સહિત તંત્ર દ્વારા વિગતો હજુ જાહેર કરવા મા આવી નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હજુ પણ કેટલીક સાધન સામગ્રી લાવવા ની બાકી હોવાથી હાલમાં મા ખાણ ખનીજ વિભાગ તેમજ પોલીસ કાફલા સાથે તપાસ ચાલુ રાખવા મા આવી છે.

  • કડી ના મલ્હારપુરા ના ચાર માળિયામાંથી મસમોટો દારૂનો જથ્થો ઝડપાયો :– બુટલેગર ના ત્યાં નોકરી કરતા બે સાગરિત ઝડપાયા

    ફરી એક વાર કડી પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.

     

    કડી પોલીસને ફરી એકવાર મોટી સફળતા મળી છે જ્યારે થોડાક દિવસો અગાઉ કડી જીઆઇડીસી માંથી પોલીસ દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવેલો હતો જ્યાં ફરી એકવાર કડી પોલીસ દ્વારા કડીના મલ્હારપુરા મા આવેલ ચાર માળિયા ફ્લેટમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની માહિતી મળતાની સાથે જ પોલીસ દ્વારા રેડ કરવામાં આવેલી હતી અને બુટલેગર અને ત્યાં નોકરી કરતા બે ઈસમોને રંગે હાથ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી પોલીસે કાર્યવાહી કરી ગુનો દાખલ કર્યો હતો.

     

       કડી પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફ પીએસઆઇ રાઠવા, પરેશભાઈ, સંજયસિંહ, ભીમાભાઇ,રવિ કુમાર,નીતિનકુમાર, હરપાલસિંહ, રાજુભાઈ સહિત સ્ટાફના માણસો કડી પોલીસ સ્ટેશનના પીઆઇ એ એન સોલંકી ની સૂચનાથી કડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન ગુરુવારે મોડી સાંજે સ્ટાફના માણસો મલ્હારપુરા ચોકમાં આવતા સંજય સિંહ અને પરેશકુમાર અને માહિતી મળી હતી કે, મલ્હારપુરા મા આવેલ ચાર માળિયા ફ્લેટમાં કલાલ જાવેદ હનીફભાઈ વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે અને દારૂનો વેપલો કરી રહ્યો છે જેવી હકીકત મળતાની સાથે જ પોલીસ સ્ટાફના માણસો માહિતી વાળી જગ્યા ઉપર પહોંચતા ફ્લેટમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તેમજ જાવેદ મહેબૂબભાઈ કલાલ અને અબ્બાસ ભાઈ કલાલ બંને રહે મલ્હારપુરા, રાવળ વાસ કડી જગ્યા ઉપરથી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા હતા.

        પોલીસ દ્વારા ફ્લેટની તપાસ કરતાં ફ્લેટમાંથી વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ટીન કુલ. 1638 કિંમત રૂપિયા 4,84,360 /- મળી આવ્યો હતો તેમ જ સ્થળ ઉપરથી ઝડપાયેલ ઈસમોની પૂછતાછ કરતા કલાલ જાવેદ હનીફભાઈ રહે મલ્હારપુરા વાળાને ત્યાં બંને જણા નોકરી કરતા હતા અને જયુપીટર માં વિદેશી દારૂનો જથ્થો ભરી અલગ-અલગ ઓર્ડર પ્રમાણે વેચવા માટે જતા હતા જેવી કબુલાત કરતા પોલીસ દ્વારા ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો તેમ જ પોલીસ દ્વારા કુલ રૂપિયા 5,89,360 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • તોડબાજ પીએસઆઇ સસ્પેન્ડ – વડનગર પોલીસ સ્ટેશનના PSI એસ. એમ .પરમાર જુગાર કેસ મુદ્દે કરાયા સસ્પેન્ડ

    રેન્જ આઇજી ની તપાસમાં ડબ્બા ટ્રેડિંગ નો કેસ જુગાર નો બતાવી 15 લાખનો તોડ કર્યો હતો

     

        વડનગર પોલીસ સ્ટેશનમાં ઘણા સમય થી કેટલાક પોલીસ કર્મચારીઓ તોડ પાણી કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી પરંતુ કોઈ ખુલી ને બોલવા તૈયાર નહોતું.વડનગર પોલીસ સ્ટેશનમાં કાળા રંગની થાર ગાડીમાં ફરતા PSI એસ એમ પરમાર નો વટ પણ જોવા જેવો હતો.પોતે ગર્ભ શ્રીમંત હોવાની વાત કરી લાખો રૂપિયાની ગાડીમાં ફરતા PSI એસ એમ પરમાર નો દાવ ઊંધો પડતા રેન્જ આઇજી ની તપાસમાં તેમણે 15 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાની વિગતો સામે આવતા PSI ને અત્યારે હાલ તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

     

     

    વડનગર ના કહીપુર માં PSI પરમાર ની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં ડબ્બા ટ્રેડિંગ કરતા નવ ઇસમો ઝડપાઈ ગયા હતા. ડબ્બા ટ્રેડિંગ ના ગુનામાં જલ્દી જામીન મળતા નથી તેવામાં PSI પરમાર નો તોડબાજ જીવ ચમક્યો અને ઝડપાયેલા આરોપીઓને ડર બતાવી ડબ્બા ટ્રેડિંગ ના બદલે જુગાર નો કેસ બતાવી દીધો અને તેમના મોંઘા મોબાઈલ પરત આપી તેમની પાસે થી 15 લાખ રૂપિયાનો તોડ કરી લીધો.15 લાખ રૂપિયા નો તોડ કરી PSI પરમાર મસ્ત નિંદ્રા માણી રહ્યા હતા તેવામાં કોઈએ રેન્જ આઇજી વીરેન્દ્ર યાદવ સમક્ષ તોડ ની માહિતી આપી દીધી જેથી રેન્જ આઇજી દ્વારા LCB ના પીઆઇ એન.આર.વાઘેલા ને સમગ્ર વિગત ની તપાસ સોંપતા પરમાર દ્વારા 15 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાની વાત પુરવાર થઈ જતા પરમાર ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

  • Land grabbing:- તલોદર ગ્રામ પંચાયત ના સરપંચે લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ દાખલ કરી.

    ભરૂચ 

     

         ઝઘડિયા જીઆઇડીસી ની કોહલર કંપની ના ડિરેક્ટરો તથા મેનેજર સામે તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ દાખલ કરી જમીન નો કબજો પરત મેળવવા કોર્ટમાં દાવો કરવામાં આવ્યો

    લેન્ડ ગ્રેબિગ મુજબ કાર્યવાહી કરવા કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સહિત તમામ સામે જીલ્લા કલેકટર ફરિયાદ દાખલ કરવા અરજી આપવામાં આવી 

    કોહલર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતની જમીન પર કબજો કરી દિવાલ બનાવી દેવામાં આવી હોવાનો સરપંચે આક્ષેપ કર્યો

     ઝઘડિયા તાલુકાની તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન ઉપર કોહલર ઈન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા બિન અધિકૃત કબજો કરતા તમામ ડિરેક્ટરો અને મૅનેજર સામે ભરૂચ કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબીગ ની ફરિયાદ દાખલ કરી, તેમજ ઝઘડિયા કોર્ટમાં કંપની પાસે થી જમીન પર ગેરકાયદેસર કરેલ કબજો પરત લેવા દાવો દાખલ કર્યો, બનાવની વિગત એવી છે કે ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ કોહલર ઈન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા તલોદરા ગૃપ ગ્રામ પંચાયતની જમીન જે સંપાદન પણ થઇ નથી તેમ છતાં મનસ્વી રીતે ગેરકાયદેસર રીતે બિન અધિકૃત કબજો કરી કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તલોદરા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર કંપનીને તેમજ જવાબદાર રેવેન્યૂ અધિકારીઓને જમીનનો કબજો પરત મેળવવાની ઘણી રજૂઆતો કરી હતી પરંતુ અત્યાર સુધી કોઈ પરિણામ‌ આવ્યું નથી, જેથી તલોદરા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા વડોદરાના એડવોકેટ રાકેશ ડી પરમાર ને વકીલ તરીકે નિમેલા અને તેઓના મારફતે અને સલાહ મુજબ કોહલર ઈન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની ઝઘડિયાના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબીગ ની ફરિયાદ દાખલ કરી હતી તેમજ ઝઘડિયા કોર્ટમાં કોહલર કંપની દ્વારા ગેરકાયદેસર કબજો પરત લેવા દાવો દાખલ કર્યો હતો, તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને વકીલ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આવી મોટી કંપનીઓ દ્વારા અધિકારીઓના મેળાપીપણામાં સરકારી જમીન ઉપર બિન અધિકૃત કબજો કરતા હોય છે તેવા ઘણા બનાવો બને છે અને જીઆઇડીસી માં તેનો દાખલો બેસે તે માટે આ કાર્યવાહી કરવાની ફરજ પડી છે અને આવી ઘટનાઓ કંપનીઓ સામે માટે લાલબત્તી સમાન છે તેમ જણાવ્યું હતું.

  • લો બોલો.. મહેસાણા ના આ ગામની 20 વર્ષ ની યુવતી બની ગઈ સરપંચ. ભૂલ કોની સરપંચ બનનાર યુવતી ની કે ચૂંટણી અધિકારી ની ??

    છેલ્લા ઘણા સમય થી લોકો સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ની રાહ જોતા હતા અને ચૂંટણી યોજાઈ પણ ગઈ અને સરપંચ બનવા થનગની રહેલા લોકો ચૂંટણી જીતી ને સરપંચ બન્યા પણ ખરા અને કેટલાક ના ચૂંટણી હારી ને સરપંચ બનવા સપના ઉપર પાણી પણ ફરી વળ્યું.પરંતુ કદાચ પહેલી વાર મહેસાણા જીલ્લામાં એવો કિસ્સો સામે આવ્યો કે ફક્ત 20 વર્ષ ની યુવતી સરપંચ બની ગઈ.સરપંચ બનવા માટે ની લાયકાત 21 વર્ષ છે તેમ છતાં 20 વર્ષીય યુવતી સરપંચ પદે ઊભી પણ રહી અને સરપંચ બની પણ ગઈ.હવે આ સમગ્ર ઘટનામાં ભૂલ કોની સરપંચ બનનાર 20 વર્ષીય યુવતીની કે ફોર્મ ચકાસણી કરનાર ચૂંટણી અધિકારી ની.

     

    મહેસાણા જિલ્લાના ગિલોસણ ગામની ચૂંટણી માં 20 વર્ષીય યુવતી અફરોજ પરમાર સરપંચ બની ગયા બાદ તંત્ર ના ધ્યાન ઉપર આવ્યું કે જે યુવતી સરપંચ બની છે તે હજી સરપંચ બનવા માટે ની પ્રાથમિક લાયકાત પણ ધરાવતી નથી.મહેસાણા તાલુકાના ગિલોસણ ગામમાં અફરોજ પરમાર નામની યુવતીએ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીમાં સરપંચ પદ માટે ની ઉમેદવારી ફોર્મ ભર્યું તેમાં પણ તેણે છેડછાડ કરી 21 વર્ષ બતાવ્યા હતા પરંતુ તેની ઉમર હજી સુધી 20 વર્ષ જ થઈ હતી.જ્યારે સમગ્ર મુદ્દો ચર્ચામાં આવ્યો ત્યારે તંત્ર ને ખબર પડી કે યુવતીની ઉંમર હજી સરપંચ બનવા માટેની થઈ જ નથી.જ્યારે તપાસ થઈ ત્યારે માલૂમ થયું કે અફરોજ પરમાર ની ઉમર એલ સી અને આધારકાર્ડ માં અલગ અલગ છે.યુવતીની ઉંમર એલ સી માં 07 જાન્યુઆરી 2005 છે અને આધારકાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ માં 8 ડિસેમ્બર 2004 છે.બંને ડોક્યુમેન્ટ માં જન્મતારીખ અલગ અલગ છે તેમ છતાં એકમાં પણ યુવતીની ઉંમર 21 વર્ષ થતા નથી. સમગ્ર મામલો બહાર આવતા તાલુકા વિકાસ અધિકારીએ તપાસ કરી અહેવાલ પ્રાંત અધિકારીને આપ્યો છે.અહેવાલમાં બે અધિકારીઓની ભૂલ સામે આવી છે જેમાં તત્કાલીન ચૂંટણી અધિકારી અને વિસ્તરણ અધિકારી નયન પ્રજાપતિ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી જીગ્નેશ સોલંકી ની ભૂલ સ્પષ્ટ પણે દેખાઈ આવે છે કેમ કે તેમણે ઉમેદવાર ના ડોક્યુમેન્ટ ની તપાસ કરવામાં કચાશ રાખી છે.ગિલોસણ ના સરપંચ બનેલી યુવતીની ની ઉમર 21 વર્ષ પૂર્ણ થવામાં હજી સુધી 6 થી 7 મહિના બાકી છે તેમ છતાં તેણે પણ વિગતો છુપાવી હોવાથી ચૂંટાયેલા સરપંચ વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ શકે છે.પરંતુ આમાં ભૂલ કોની સરપંચ બનનાર યુવતીની કે ચૂંટણી અધિકારી ની કે બંને ની

    ??