Tag: #mehsanapolice

  • થરાદમાં પોલીસ પરિવારોનો ગર્જનાટ — ખાખી પર મળેલ ધમકી સામે જનઆક્રોશ

    રિપોર્ટર : કિરણ ચૌધરી, વાવ-થરાદ જિલ્લો

    જાહેર રેલીમાં મહિલાઓ, વેપારીઓ, પોલીસ પરિવારોનો ઉમળકો; જીગ્નેશ મેવાણી વિરુદ્ધ આવેદનપત્ર પાઠવાયું.

    વાવ-થરાદ :
    ખાખીધારી પોલીસસદસ્યોને મળેલી ગર્ભિત ધમકીનાં મામલે આજે થરાદમાં પોલીસ પરિવારો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો રસ્તા પર ઉતર્યા. શહેરમાં તંગદિલીનું માહોલ વચ્ચે પ્રચંડ રેલી કાઢવામાં આવી હતી, જેમાં મહિલા સંગઠન, વેપારી સંગઠન, દુકાનદારો અને પોલીસ કર્મચારીઓના પરિવારો હાજર રહ્યાં.

    આ રેલી દરમિયાન “જીગ્નેશ મેવાણી હાય હાય” ના નારા ગુંજ્યાં હતાં. સાથે જ જીગ્નેશ મેવાણી વિરુદ્ધ મહિલા અને વેપારી સંગઠનોએ આવેદનપત્ર પાઠવી સરકારને પગલાં લેવા વિનંતી કરી હતી.

    પટ્ટા ઉત્તરાવી દેવાના નિવેદનને લઈને ઉદ્ભવેલા વિવાદે સ્થાનિક સ્તરે ઉગ્રતા ફેલાવી છે. લોકોને લાગે છે કે આ પ્રકારના નિવેદનો ખાખીનો અપમાન કરે છે, જેના કારણે પોલીસ પરિવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

    સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવતા અધિકારીઓને આ રીતે ટાર્ગેટ કરવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જાય છે.
    આ સમગ્ર રેલી શાંતિપૂર્ણ રહી હતી પરંતુ લોકોએ પોતાની ભાવનાઓ સશક્ત રીતે વ્યક્ત કરી હતી.

  • 🚨 મહેસાણા: જિલ્લા પોલીસ બેડામાં આંતરિક બદલીનો ગંજીફો – SP હિમાંશુ સોલંકી દ્વારા 26 કર્મચારીઓની બદલી 🚨

    મહેસાણા જિલ્લામાં પોલીસ બેડામાં આંતરિક બદલીનો માહોલ સર્જાયો છે.

    જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા કુલ 26 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.

    ગણતરીના દિવસો પહેલા જ હિમાંશુ સોલંકીની મહેસાણા જિલ્લામાં જિલ્લા પોલીસ વડા તરીકે બદલી થઈ હતી.

    ત્યાં પછી તેઓએ તાત્કાલિક LCB, પેરોલ ફલો, SOG સહિતની વિવિધ શાખાઓમાંથી કર્મચારીઓની આંતરિક બદલી કરી છે.

    આ બદલીઓથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.

  • 8 પીઆઇ ઓની મહેસાણા જિલ્લામાં આંતરિક બદલી :– વડનગર વિવાદાસ્પદ જુગાર કેસ બાદ પીઆઈ વી આર વાણિયાને લીવ રિઝર્વમાં મુકાયા

    મહેસાણા જિલ્લા માં નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. તરુણ દુગ્ગલ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.આઠ પીઆઇ ઓની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં વિવાદાસ્પદ જુગાર કેસમાં બદનામ થયેલા વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ વી આર વાણિયા ની બદલી લીવ રિઝર્વમાં કરી દેવામાં આવી છે.

     

       ઘણા સમય થી પોલીસ ઇન્સ્પેક્ટર ઓની આંતરિક બદલી થવાની સંભાવના હતી ત્યારે જિલ્લામાં એકાએક આઠ પીઆઇ ઓની આંતરિક બદલી કરી દેવામાં આવતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.ત્રણ પોલીસ સ્ટેશનના પીઆઇ ને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે જેમની જગ્યાએ અન્ય પોલીસ સ્ટેશનમાંથી અને લીવ રિઝર્વમાં રહેલા પી.ડી.દરજી ને ખેરાલુ પોલીસ સ્ટેશન અને એચ.એલ.જોશીને વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.

     

    પીઆઇ ઓનું બદલી લિસ્ટ

     

            નામ                    ક્યાં હતા.                          ક્યાં મુકાયા

     પી. એલ.વાઘેલા.     મ. શહેર A ડિવિઝન       બેચરાજી પો.સ્ટે.

    એસ.એસ. આનંદ.    બેચરાજી પો.સ્ટે.                   લીવ રિઝર્વ

    કે.જે.પટેલ.                ખેરાલુ પો.સ્ટે.            મ.શહેર A ડિવિઝન

    પી.ડી.દરજી.          લીવ રિઝર્વ.                    ખેરાલુ પો.સ્ટે.

    કે.કે.ચૌધરી.         સાયબર ક્રાઇમ પો.સ્ટે.       વિજાપુર પો.સ્ટે.

    ડી.આર.રાવ.      વિજાપુર પો.સ્ટે.             લીવ રિઝર્વ

    વી.આર.વાણિયા.   વડનગર સ્માર્ટ પો.સ્ટે.      લીવ રિઝર્વ

    એચ.એલ.જોશી.   લીવ રિઝર્વ.      વડનગર સ્માર્ટ પો.સ્ટે

  • તોડબાજ પીએસઆઇ સસ્પેન્ડ – વડનગર પોલીસ સ્ટેશનના PSI એસ. એમ .પરમાર જુગાર કેસ મુદ્દે કરાયા સસ્પેન્ડ

    રેન્જ આઇજી ની તપાસમાં ડબ્બા ટ્રેડિંગ નો કેસ જુગાર નો બતાવી 15 લાખનો તોડ કર્યો હતો

     

        વડનગર પોલીસ સ્ટેશનમાં ઘણા સમય થી કેટલાક પોલીસ કર્મચારીઓ તોડ પાણી કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી પરંતુ કોઈ ખુલી ને બોલવા તૈયાર નહોતું.વડનગર પોલીસ સ્ટેશનમાં કાળા રંગની થાર ગાડીમાં ફરતા PSI એસ એમ પરમાર નો વટ પણ જોવા જેવો હતો.પોતે ગર્ભ શ્રીમંત હોવાની વાત કરી લાખો રૂપિયાની ગાડીમાં ફરતા PSI એસ એમ પરમાર નો દાવ ઊંધો પડતા રેન્જ આઇજી ની તપાસમાં તેમણે 15 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાની વિગતો સામે આવતા PSI ને અત્યારે હાલ તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

     

     

    વડનગર ના કહીપુર માં PSI પરમાર ની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં ડબ્બા ટ્રેડિંગ કરતા નવ ઇસમો ઝડપાઈ ગયા હતા. ડબ્બા ટ્રેડિંગ ના ગુનામાં જલ્દી જામીન મળતા નથી તેવામાં PSI પરમાર નો તોડબાજ જીવ ચમક્યો અને ઝડપાયેલા આરોપીઓને ડર બતાવી ડબ્બા ટ્રેડિંગ ના બદલે જુગાર નો કેસ બતાવી દીધો અને તેમના મોંઘા મોબાઈલ પરત આપી તેમની પાસે થી 15 લાખ રૂપિયાનો તોડ કરી લીધો.15 લાખ રૂપિયા નો તોડ કરી PSI પરમાર મસ્ત નિંદ્રા માણી રહ્યા હતા તેવામાં કોઈએ રેન્જ આઇજી વીરેન્દ્ર યાદવ સમક્ષ તોડ ની માહિતી આપી દીધી જેથી રેન્જ આઇજી દ્વારા LCB ના પીઆઇ એન.આર.વાઘેલા ને સમગ્ર વિગત ની તપાસ સોંપતા પરમાર દ્વારા 15 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાની વાત પુરવાર થઈ જતા પરમાર ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.