3 ઇંચ જેટલા વરસાદમાં કડી શહેર અસ્ત વ્યસ્ત :- જળબંબાકાર ની સ્થિતિ

SHARE:

ભારે વરસાદ ની આગાહી ને પગલે મહેસાણા જિલ્લાના કડીમાં સવાર થી મેઘરાજ એ મહેર વરસાવી હતી. ધીમી ધારે વરસાદ શરૂ થયેલા વરસાદે થોડા સમય બાદ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને સતત ચાર કલાક કરતાં વધારે સમય થી વરસેલા વરસાદે કડી શહેરમાં મુશ્કેલી ઉભી કરી દીધી હતી.શહેરમાં એકાદ અઠવાડિયા થી શરૂ થયેલા વરસાદથી રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા.

 

 

 કડી પંથકમાં રવિવારે બપોર દરમિયાન એકાએક ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી અને ત્રણ ઇંચ વરસાદ ખાબકતા ઠંડક પસરી ગઈ હતી. મુશળધાર વરસાદ પડતા ની સાથે જ કડીના કરણનગર રોડ ઉપર ઢીંચણ સમા પાણી ભરાઈ જતા લોકો અને વાહનચાલકો પરેશાન થઈ ઊઠ્યા હતા. દર ચોમાસાની જેમ કડીના કરણ નગર રોડ ઉપર સામાન્ય કે ભારે વરસાદ પડતાની સાથે જ પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદભવતી હોય છે તેવું જ કડીના થોળ રોડ ઉપર આવેલ અન્ડર બ્રિજમાં પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જતા અંડર બ્રિજ બંધ કરવાનો વારો આવ્યો હતો તેમ જ કડીના સુજાતપુરા રોડ ઉપર આવેલ રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલ અંડપ બ્રિજમાં પણ પાણી ભરાઈ જતા બ્રિજ બંધ કરવાનો વારો આવતા કડી શહેરમાં ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા.

 

 એકાએક ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતા ની સાથે જ કડી શહેરના માર્કેટિયા રોડ ભીમનાથ રોડ ભાગ્યોદય હોસ્પિટલ ની પાછળ સુજાતપુરા રોડ કરણનગર રોડ જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો તેમ જ વાહન ચાલકો હેરાન પરેશાન અને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.

 

દર વર્ષની માફક આ વર્ષે પણ કડી પાલિકાની પ્રિ મોન્સુન કામગીરી નિષ્ફળ

કડી પાલિકા ચોમાસા પહેલા તેમની તમામ કામગીરી પૂર્ણ કરી દે છે અને લોકો એવી આશા રાખી રહ્યા હોય છે કે આ વર્ષે ચોમાસામાં ઘરમાં પાણી નહીં ઘૂસે,રસ્તામાં પાણી ભરાવાથી ક્યાંય અટકવું નહીં પડે પરંતુ પાલિકાની કામગીરી ને પગલે દર વર્ષની માફક આ વર્ષે પણ નાગરિકોને હેરાન જ થવું પડ્યું.ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા ના લીધે કડી પાલિકાની પ્રિ મોન્સુન કામગીરી પણ પાણીમાં ગઈ હોય તેવું અત્યારે તો લાગી રહ્યું છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!