નંદાસણ હત્યાકાંડ?: માસૂમને એકસાથે છ રસી! ત્રણ મહિનાની બાળકીએ તડપીને ગુમાવ્યો જીવ.

SHARE:

મહેસાણા…

આરોગ્ય વિભાગની ચોંકાવનારી બેદરકારી સામે આવી છે.
નંદાસણની બાલમંદિરમાં માત્ર ત્રણ મહિનાની નાની બાળકીને એકસાથે છ રસી આપી દેવામાં આવી—અને થોડા જ કલાકોમાં બાળકીએ જીવ ગુમાવી દીધો.

પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ગત બુધવારે રસીકરણ દરમિયાન કોઈ માહિતી વગર, કોઈ ચકાસણી વગર બાળકીને છ-છ રસી એક જ વખત આપી દેવામાં આવી.
રસી બાદ બાળકીની તબિયત ઝડપથી બગડી… અને અંતે બાળકીએ તડપતા-તડપતા જીવ ગુમાવ્યો.

મૃતક બાળકીના પિતા તોસિફ દિવાન અને સબંધી નસીમબેનએ આરોગ્ય વિભાગ સામે સીધો સવાલ ઉઠાવ્યો છે—
“એકસાથે છ રસી આપવાનો નિર્ણય કોણે લીધો? જવાબદાર કોણ?”

પરિવારજનોએ આ ઘટનાને માનવજીવન સાથેનો ખેલ ગણાવી ન્યાયની માંગ કરી છે.

ગામમાં ભારે રોષ છે…
અને લોકો એક જ વાત કહી રહ્યા છે—
“બાલમંદિરમાં આટલો મોટો કાંડ કેવી રીતે બન્યો?”

આ મામલે આરોગ્ય વિભાગ શું કાર્યવાહી કરે છે, તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!