Category: ગુજરાત

  • કડી નગરપાલિકાના પાપે બે નિર્દોષ યુવાનોએ જીવ ગુમાવ્યા

    કડી પાલિકા ના અણઘડ વહીવટ ના કારણે કડી તાલુકાના કરણનગર ગામના બે નિર્દોષ યુવાનોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.બે આશાસ્પદ નિર્દોષ યુવાનોએ જીવ ગુમાવતા તેમના પરિવારજનો કડી પાલિકાના સત્તાધીશો ઉપર રોષે ભરાયા હતા અને નક્કર કામગીરી કરવા અપીલ કરી હતી.

     

    કડી શહેરમાં રખડતા ઢોરો એ અડિંગો જમાવ્યો છે.જાહેર રોડ ઉપર અડિંગો જમાવી ને બેસી રહેતા ઢોરો ના કારણે કેટલાય નિર્દોષ લોકો અકસ્માત નો ભોગ બન્યા છે તો પણ કડી પાલિકાના ફાટીને ધુમાડે ગયેલા સત્તાધીશો નું પેટનું પાણી પણ હલતું ના હોય તેમ હજી સુધી કોઈ નક્કર કામગીરી નહીં કરાતા લોકોનો રોષ કડી પાલિકાના બની બેઠેલા સત્તાધીશો સામે ફૂટી નીકળ્યો છે જેથી ટૂંક સમયમાં કડી શહેરમાં કઈ નવા જૂની થવાના એધાણ વર્તાઈ રહ્યા છે.

     

    કડી તાલુકાના કરણનગર ગામના બે યુવકો કડિયા કામ જેવી છૂટક મજૂરી કરી પરિવાર નું ગુજરાન ચલાવી રહ્યા હતા.બંને યુવાનો દિવસે કામ અર્થે નીકળી પોતાના બાઇક ઉપર રાત્રે ઘેર આવી જતા.પરંતુ તેમને અને તેમના પરિવારજનોને ક્યાં ખબર હતી કે કડી પાલિકાના નિષ્ઠુર સત્તાધીશો ના કારણે તેમનો પરિવાર વિખેરાઈ જશે.રણજીત બજાણિયા અને અજય બજાણિયા બંને દિવસ ભર મજૂરી કરી ઘેર જવા નીકળ્યા ત્યારે કડી કરણનગર રોડ ઉપર રોડ ઉપર અડિંગો જમાવી ને બેસેલા આખલા સાથે અકસ્માત થયો જેમાં બંને યુવકો ગંભીર ઘાયલ થયા જેમાં એક યુવકનું તો ઘટનાસ્થળે જ ગંભીર મોત નીપજ્યું જ્યારે બીજાનું સારવાર દરમ્યાન મોત કરુણ મોત થયું.સમગ્ર મુદ્દે જ્યારે કડી પાલિકા ને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ મોઢામાં આંગળા નાખી ને કઈ પણ બોલવા તૈયાર ના થયા પરંતુ કડી પાલિકાના સત્તાધીશો ની જ બેદરકારી થી બંને નિર્દોષ આશાસ્પદ યુવકોએ જીવ ગુમાવ્યો છે.

     

    મોટા ઉપાડે શરૂ કરાયેલ ઢોર પકડ અભિયાન કડી પાલિકાએ કોના આદેશ બંધ કરી દીધું…

     

    છેલ્લા છ મહિના પહેલા રોડ ઉપર અડિંગો જમાવી ને બેસતા રખડતા ઢોરો ને કારણે અકસ્માત ની ઘટના બની હતી જેથી લોકોમાં રખડતા ઢોરો ને પકડવા પાલિકા દ્વારા નક્કર પગલા લે તેવી આશા અને રોષ હતો અને નજીકમાં ચૂંટણી પણ આવી રહી હતી જેથી પાલિકાએ થોડા દિવસ ઢોર પકડ નું તૂતક ચલાવ્યું ત્યાર બાદ એકાએક છ મહિનાથી ઢોર પકડવાનું બંધ કરી દીધું.ભોગ બનનાર પરિવારજનો દ્વારા કડી પાલિકા દ્વારા છ મહિના થી ઢોર પકડવાનું બંધ કરી દીધું હોવાનો દાવો દાવો કર્યો હતો જે પણ એક સત્ય છે.પાલિકાએ શરૂ કરેલ ઢોર પકડ અભિયાન કોના આદેશ થી બંધ કરી દીધું તેવો એક મોટો સવાલ કડી ની જનતા ના મનમાં થઈ રહ્યો છે જે આગળ જતા એક વિકરાળ સ્વરૂપ પકડે તો નવાઈ નહીં.

  • જાણો કયા ધારાસભ્ય બાળકો સાથે ફિલ્મ જોવા પહોચ્યા થિયેટર

    મહેસાણા 

    અત્યારે હાલ બોલિવૂડ માં ફિલ્મ સ્ટાર આમીર ખાન ના સ્ટાર કાસ્ટ માં નાના બાળકો માટે “સિતારે જમીન ઉપર” નામની ફિલ્મ ટ્રેડિંગ માં છે જેમાં બાળકો ના જીવન આધારિત ફિલ્મ છે અને બાળકો માટે પ્રેરણા રૂપ ફિલ્મ ગણાય છે ત્યારે મહેસાણા ના લોકલાડીલા ધારાસભ્ય મુકેશભાઇ પટેલ નાના બાળકો સાથે ફિલ્મ જોવા માટે થિયેટર પહોંચ્યા હતા.મુકેશભાઇ પટેલે મહેસાણા ના દિવ્યાંગ બાળકો ના જીવન ઉપર આધારિત ફિલ્મ સિતારે જમીન ઉપર નિહાળવા માટે શહેરના દિવ્યાંગ બાળકો ને સાથે લઈ ફિલ્મ જોવા પહોચ્યા હતા.મુકેશભાઇ પટેલ ની સાથે સાંસદ મયંકભાઇ નાયક સહિત અન્ય નેતાઓએ પણ દિવ્યાંગ બાળકો સાથે ફિલ્મ નિહાળી હતી.ફિલ્મ નિહાળવા દિવ્યાંગ બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

  • રૂપ સુંદરી :– મિસ યુનિવર્સ ગુજરાત મહેસાણાની લકી બારોટ મહેસાણામાં

    મહેસાણા…

    મહાકાલી જ્વેલર્સમા લકી બારોટનું આગમન 

     

    માતાના પ્રયાસ અને તેમની હિંમતથી આજે હું આ સ્થાન ઉપર પહોંચી છું : લકી બારોટ 

    મિસ યુનિવર્સ ગુજરાત બનેલી મહેસાણાની લકી બારોટ મહેસાણાના આંગણે આવી હતી. મહાકાલી જ્વેલર્સમાં પહોંચેલી લકી બારોટે કહ્યું કે, તમે તમારું સ્વપ્ન પૂરું કરવા અર્થાગ મહેનત કરો સફળતા તમને ચોક્કસ મળશે. ગુજરાતમાં પ્રેમ મળ્યો તેવો જ પ્રેમ ભારત ભરમાં મળે તે માટે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને મિસ ઈન્ડિયામાં જવાની તૈયારી કરી રહી છું. 

    મહેસાણા રાધનપુર રોડ ઉપર આવેલ મહાકાલી જ્વેલર્સની મહેમાન બનેલ મિસ યુનિવર્સ ગુજરાત લકી બારોટે કહ્યું કે, મને ગુજરાતી હોવાનો ગર્વ છે. ગુજરાતીઓ હાલમાં અર્થતંત્રની સાથોસાથ રાજકીય રીતે પણ ભારતનું અભિન્ન અંગ છે. ગુજરાતી ભાષા માટે કહેવાય છે કે ગુજરાતની બાર ગામે બોલી બદલાય.. આપણી બોલી બદલાય છે પરંતુ ભાવ બદલાતો નથી. ભાષામાં ક્યારેય અહંકાર આવતો નથી. 

    મિસ ગુજરાત બનવા પાછળ મુખ્ય શ્રેય પોતાની માતાને આપતા લકી બારોટે કહ્યું કે, આ શ્રેય માત્ર એક વ્યક્તિનો નહીં પરંતુ દરેક વ્યક્તિનો છે જેમને મારા ઉપર વિશ્વાસ મૂક્યો મારા માટે અતૂટ પ્રાર્થનાઓ કરી. મારી માતાનું આ સિદ્ધિ પાછળ ખૂબ મોટું યોગદાન છે. મિસ મિસ યુનિવર્સ ગુજરાતના અંતિમ પડાવમાં પણ મારી માતાએ મને હિંમત આપી હતી. આ તાજ માત્ર મારો નથી પરંતુ આ તાજ જીવનમાં કંઈક બનવા માગતી દીકરીઓનો છે, તમામ ક્ષેત્રમાં આગળ વધવા માગતી મારી બહેનોનો છે. આ તાજ તેમનું છે કે જે પોતાના તમામ સપનાઓને સાકાર કરવા માટે પુરુષાર્થ કરી રહ્યા છે.દુનિયાની તમામ કપરી પરિસ્થિતિઓનો સામનો કરે તેમને ચોક્કસ સફળતા મળે તેવું મારું માનવું છે. મિસ યુનિવર્સ ગુજરાત બનેલ લકી બારોટે મહેસાણા ની ગણપત વિદ્યાલયમાં આઇટી સાઇબર સિક્યુરિટીનો અભ્યાસ કર્યો છે. બાળપણથી તે યુનિવર્સ સ્પર્ધાઓ જોતી હતી જેમાં પ્રિયંકા ચોપરાને મિસ યુનિવર્સ બનતી ટીવીમાં જોઈ લખીએ મનમાં નિર્ણય કર્યો હતો કે હું પણ આ ક્ષેત્રમાં આગળ વધીશ. ત્યારબાદ તેને ક્યારેય પણ પાછું વળીને જોયું નથી. હાલમાં તે મિસ ઇન્ડિયા બનવા માટે મહેનત કરી રહી છે. નોંધનીય છે કે, લકીની પ્રેરણામૂર્તિ એવા તેની માતા મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર છે. અને તેમના શબ્દોમાં કહીએ તો દીકરીને કહ્યું હતું કે પહેલા અભ્યાસ પછી કારકિર્દી… તેને કરી બતાવ્યું. મહેસાણાની આ દિકરીને ગુજરાતી પ્રેમ આપ્યું છે અને આગામી સમયમાં ભારતભરમાંથી પણ તેને પ્રેમ મળી રહેશે તેવી પ્રાર્થના છે મારી.

     

     મિસ મહાકાલી બની ભાવિની પટેલ 

    મહાકાલી શોરૂમ દ્વારા અહીં મિસ મહાકાલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેટવોકની સાથો સાથે જનરલ નોલેજ લગત સવાલ પૂછાયા હતા .જેમાં મહેસાણાની મિસ મહાકાલી ભાવિની પટેલ બની હતી.

  • દિનદહાડે દુષ્કર્મ! :– પૂર્વ કચ્છમાંથી હેરાન કરતી ઘટના: પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો ની નોધાઈ ફરિયાદ

    કચ્છ….

     

    બાળકી પર હેવાનિયતથી ધ્રૂજ્યું કચ્છ

    હેવાને બચપણ લૂંછી લીધું: બાવળની ઝાડી પાછળ નરાધમનો કૃત્ય

    શિણાય પછી હવે રાપર દુષ્કર્મના કિસ્સાઓએ હળોળાવ્યું કચ્છ!

    પાંચ વર્ષની માસૂમ પર પાશવી હેવાનિયત, કચ્છ ફરી એકવાર કંપી ઉઠ્યું.

    ૦૧ જુલાઈ ૨૦૨૫ ના રોજ કચ્છના રાપર તાલુકાના શીરાનીવાંઢ ગામે એક માસૂમ બાળકીને અડપલાં કર્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. માત્ર પાંચ વર્ષની બાળકી પર ૩૫ વર્ષીય શખ્સે બાવળની ઝાડીમાં લઈ જઈને અભદ્ર અડપલાં કર્યા હતા. બાળકી હાલ ઈજાગ્રસ્ત હાલતમાં છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ઘટના તા. ૨૯ જૂનના રોજ સવારે આશરે ૯:૩૦ વાગ્યે ઘટી હતી, જ્યારે ખડીર તાલુકાની એક વાંઢમાં બાળકી કુદરતી હાજતે ગઈ હતી. આ દરમિયાન શીરીનીવાંઢનો પ્રભુ ઉર્ફે હગા નીલાભાઈ કોળી નામનો શખ્સ બાળકીને પાછળથી અનુસરી ગયો હતો અને તેને ઝાડીમાં લઈ જતો રહી જાતીય અડપલાં કર્યા હતા.

    અંતર્ગત, બાળકીના ગુપ્ત ભાગે ઈજાઓ થતાં તેને સોજો આવતાં માતાને ઘટનાની જાણ થઈ હતી. માતાએ તાત્કાલિક ખડીર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ખબર મળતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. આરોપી હાલ પલાયન છે, પરંતુ તેના વિરુદ્ધ પોકસો એક્ટ સહિત IPCની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

    ખડીર પોલીસના પીઆઈ શ્રી એમ. એન. દવે મુજબ આરોપીની શોધખોળ માટે જુદા જુદા સ્થળોએ દરોડા કરવામાં આવી રહ્યા છે. બાળકીનો હાલ ચિકિત્સક તબીબી તાબે સારવાર હેઠળ છે.

    🔴 લોકોમાં રોષ ફાટી નીકળ્યો

    શિણાયમાં સગીરાની સાથે હેવાનિયતના કેસને લઈ લોકોમાં રોષ હતો જ, ત્યારે હવે પાંચ વર્ષની બાળકી સાથે થયેલી હેવાનિયતના સમાચાર બહાર આવતા વાગડ પંથકમાં ચિંતાની લહેર ફેલાઈ ગઈ છે. લોકો વધુ સખત કાર્યવાહી અને ઝડપથી આરોપીની ધરપકડની માંગ કરી રહ્યા છે

  • 3 ઇંચ જેટલા વરસાદમાં કડી શહેર અસ્ત વ્યસ્ત :- જળબંબાકાર ની સ્થિતિ

    ભારે વરસાદ ની આગાહી ને પગલે મહેસાણા જિલ્લાના કડીમાં સવાર થી મેઘરાજ એ મહેર વરસાવી હતી. ધીમી ધારે વરસાદ શરૂ થયેલા વરસાદે થોડા સમય બાદ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને સતત ચાર કલાક કરતાં વધારે સમય થી વરસેલા વરસાદે કડી શહેરમાં મુશ્કેલી ઉભી કરી દીધી હતી.શહેરમાં એકાદ અઠવાડિયા થી શરૂ થયેલા વરસાદથી રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા.

     

     

     કડી પંથકમાં રવિવારે બપોર દરમિયાન એકાએક ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી અને ત્રણ ઇંચ વરસાદ ખાબકતા ઠંડક પસરી ગઈ હતી. મુશળધાર વરસાદ પડતા ની સાથે જ કડીના કરણનગર રોડ ઉપર ઢીંચણ સમા પાણી ભરાઈ જતા લોકો અને વાહનચાલકો પરેશાન થઈ ઊઠ્યા હતા. દર ચોમાસાની જેમ કડીના કરણ નગર રોડ ઉપર સામાન્ય કે ભારે વરસાદ પડતાની સાથે જ પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદભવતી હોય છે તેવું જ કડીના થોળ રોડ ઉપર આવેલ અન્ડર બ્રિજમાં પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જતા અંડર બ્રિજ બંધ કરવાનો વારો આવ્યો હતો તેમ જ કડીના સુજાતપુરા રોડ ઉપર આવેલ રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલ અંડપ બ્રિજમાં પણ પાણી ભરાઈ જતા બ્રિજ બંધ કરવાનો વારો આવતા કડી શહેરમાં ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા.

     

     એકાએક ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતા ની સાથે જ કડી શહેરના માર્કેટિયા રોડ ભીમનાથ રોડ ભાગ્યોદય હોસ્પિટલ ની પાછળ સુજાતપુરા રોડ કરણનગર રોડ જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો તેમ જ વાહન ચાલકો હેરાન પરેશાન અને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.

     

    દર વર્ષની માફક આ વર્ષે પણ કડી પાલિકાની પ્રિ મોન્સુન કામગીરી નિષ્ફળ

    કડી પાલિકા ચોમાસા પહેલા તેમની તમામ કામગીરી પૂર્ણ કરી દે છે અને લોકો એવી આશા રાખી રહ્યા હોય છે કે આ વર્ષે ચોમાસામાં ઘરમાં પાણી નહીં ઘૂસે,રસ્તામાં પાણી ભરાવાથી ક્યાંય અટકવું નહીં પડે પરંતુ પાલિકાની કામગીરી ને પગલે દર વર્ષની માફક આ વર્ષે પણ નાગરિકોને હેરાન જ થવું પડ્યું.ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા ના લીધે કડી પાલિકાની પ્રિ મોન્સુન કામગીરી પણ પાણીમાં ગઈ હોય તેવું અત્યારે તો લાગી રહ્યું છે.

  • યુપી – બિહાર સ્ટાઇલમાં આંબલિયાસણ ના જ્વેલર્સમાં લૂંટ – વેપારીઓમાં ગભરાહટ

    મહેસાણા તાલુકાના આંબલીયાસણ ગામની બજારમાં આવેલા મહાકાળી જ્વેલર્સના ધોળા દિવસે ત્રણ અજાણ્યા લૂંટારૂઓએ લૂંટ ચલાવતા વેપારીઓમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

      મહેસાણા જિલ્લાના આંબલીયાસણ ગામની મુખ્ય બજારમાં સોના ચાંદીના દાગીના નું વેચાણ કરતી મહાકાળી જ્વેલર્સ નામની દુકાન આવેલી છે.શનિવાર ના રોજ ધોળા દિવસે એરગન સાથે ત્રણ અજાણ્યા ઇસમો જ્વેલર્સ માં પ્રવેશ્યા હતા અને દુકાનદાર ને છરીના ઘા મારી લૂંટ ચલાવી ભાગી નીકળ્યા હતા. દુકાન માલિક અશોક પટેલ ઉપર છરી ના ઘા મારી બે એક્ટિવા લઈ ફરાર થઈ ગયા હતા.દુકાન માલિક અશોક પટેલ ને ઇજા થતા SMC હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે જ્યારે લાંઘણજ પોલીસે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

  • છ મહિના અગાઉ ખાતમુર્હુત છતાં કડી નો કયો રોડ હજી ખખડધજ:- રાજકીય આંટીઘૂંટીમાં રોડ ફસાયો અને પ્રજા ત્રાહિમામ

    કડી શહેરનો મુખ્ય રસ્તો કહી શકાય કે જેનું ખાતમુર્હુત સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય કરશન સોલંકી ના હસ્તે થયા ના છ મહિના ઉપરાંત નો સમય વીતી જવા છતાં રોડ રાજકીય આંટીઘૂંટીમાં એવો ફસાયો છે કે હજી રોડ નું કાર્ય પૂર્ણ થયું નથી અને શહેરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.

     

    કડી શહેર ને એક રૂપકડું ઉપનામ આપવામાં આવેલું છે.” કડી એટલે સોનાની દડી” જેવા મસ્ત મજાના રાજ્યમાં માથું ઊંચું રાખીને વટભેર છાતી કાઢીને ફરતા શહેરના લોકો અત્યારે રાજકીય કાવાદાવામાં એવા ફસાયા છે કે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.કડી ના વડવાળા હનુમાન મંદિર થી ભાગ્યોદય ચોકડી સુધીનો માત્ર 600 મીટર જેટલો રોડ ની હાલત બિસ્માર બની છે.શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ ઉપર પડેલા મસમોટા ખાડાઓથી ત્રાહિમમાં જનતાએ રોડ ના નવીનીકરણ ની વારંવાર રજૂઆત કરતા રોડ ના નવીનીકરણ ની મંજૂરી પણ મળી ગઈ હતી પરંતુ શહેરની જનતા ને સારા રોડ રસ્તા ના ઉપયોગ માટે રાહ જોવાની તેમના ભાગ્યમાં લખેલી હશે જેથી સમય વિતવા છતાં હજી સુધી રોડ નું કામ અધૂરું રહ્યું છે.

     

    કડી પૂર્વ સ્વર્ગસ્થ ધારાસભ્ય કરશન સોલંકી અને પાલિકા ના હોદ્દેદારો રહિત ના આગેવાનોએ છ મહિના પહેલા રોડ નું ખાતમુર્હુત કર્યું હતું ત્યારે ડામર રોડ બનાવવામાં આવનાર હતો પરંતુ શહેરનો મુખ્ય માર્ગ અને માર્કેટ યાર્ડ હોવાથી તેમજ પાણી ભરાવાની સમસ્યા ના કારણે સીસી રોડ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી ત્યારે અધિકારીઓએ 1 કરોડ ના ખર્ચે બનનાર રોડ ફ્કત 2 મહિનામાં પૂર્ણ થઈ જશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ છ મહિના ઉપરાંત નો સમય વિતવા છતાં ફક્ત સીસીટીવી રોડ નું કામકાજ પૂર્ણ થયું છે અને આગળ ની બાજુ હજુ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે.ખાડાઓના કારણે અને ટ્રાફિક સમસ્યાથી ટ્રસ્ટ વેપારીઓ અને જનતા ત્રાહિમમાં પોકારી ઉઠી છે અને ક્યારે રોડ નું કાર્ય પૂર્ણ થાય તેની કાગડોળે રાહ જોઈ ને બેઠા છે.

  • અષાઢી બીજે કચ્છ કાર્નિવલ ઉત્સવ નું આયોજન કરાયું

    દર વર્ષ ની માફક અષાઢી બીજે કચ્છમાં નવા વર્ષની શરૂઆત થાય છે. અષાઢી બીજ થી કચ્છમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી નવા વર્ષ નિમિત્તે કચ્છ કાર્નિવલ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હતું. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે આ કાર્યક્રમ ભુજ શહેરના હમીરસર તળાવ પર યોજવામાં આવે છે. આજે પણ તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છની પરંપરા દર્શાવવામાં આવી હતી.

    જેમાં 62 કૃતિઓમાં બે હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.

    હજારોની મેચની અહીં ઉમટી હતી. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નું મોમેન્ટો અને સાલ વડે અને પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.

    કચ્છના ધારાસભ્યો તેમજ નગરપાલિકાના પ્રમુખો આ પ્રસંગે હાજર રહ્યા હતા

    .

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ સરહદના સંત્રીઓને ઓપરેશન સિંદૂર ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા

    કચ્છ – ગાંધીનગર

    બી.એસ.એફ ખાવડા બીઓપી ખાતે ૮૫ બલૂચ વિજેતા બટાલિયનના જવાનો સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંવાદ યોજવામાં આવ્યો હતો.

     મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ના ત્રીજા દિવસે આવતી કાલે કચ્છ જિલ્લાના છેવાડાના ગામ કુરનની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવવા માટે શુક્રવારે મોડી સાંજે કચ્છ પહોચ્યા હતા.

    મુખ્યમંત્રીશ્રીએ કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતા બોર્ડર સિક્યુરીટી ફોર્સ બી.એસ.એફ.ની ૮૫ બટાલિયનના જવાનોને મળીને તેમની સાથે ભોજન લીધું હતું .

    ૧૯૭૧ના યુદ્ધમાં આ બટાલિયનના જવાનોએ દુશ્મન ક્ષેત્રમાં અંદર સુધી પ્રવેશ કરીને પાકિસ્તાની સૈન્યની કોલમ નષ્ટ કરી હતી અને ૨૧માં બલુચ રેજિમેન્ટના રેજિમેન્ટલ હેડક્વાર્ટર પર હુમલો કરીને તેને નષ્ટ કર્યુ હતુ.

    ૮૫ બટાલિયને રેજિમેન્ટલ ઈન્સિગ્નિયા અને રાઈફલ રેક જેવી યુદ્ધ ટ્રોફીઓ મેળવી છે અને ૧૯૭૧ના યુદ્ધમાં આ બટાલિયનના વિજયે તેને બલુચ વિજેતાની ઓળખ અપાવી છે એટલું જ નહીં,ઓપરેશન સિંદુરમાં પણ ૮૫ બટાલિયન બી.એસ.એફ.એ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

     મુખ્યમંત્રીશ્રીએ દેશની સીમાની સુરક્ષા કરતા બી.એસ.એફ.ના આ જવાનો સાથે સંવાદ ગોષ્ઠી પણ કરી હતી અને રણની વિષમ પરિસ્થિતિમાં પણ દેશની સરહદના સંત્રી તરીકે ખડે પગે રહેવાની ફરજ નિષ્ઠાની પ્રસંશા કરી હતી.

    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેના અને સુરક્ષા બળોએ ઓપરેશન સિંદૂર ની જે સફળતા મેળવી છે તે માટે મુખ્યમંત્રીશ્રીએ સૌ ગુજરાતીઓ વતી અભિનંદન પાઠવ્યા હતા.

    મુખ્યમંત્રીશ્રીએ જવાનોને સંબોધન કરતાં જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરની સફળતામાં જવાનોએ દેશ પ્રત્યેના ઉત્તમ સમર્પણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.તેમણે જવાનોના આ અદમ્ય સાહસને બિરદાવ્યું હતું.

    ગુજરાત ફ્રન્ટિયર બી.એસ.એફના આઈ.જી. શ્રી અભિષેક પાઠકે સ્વાગત પ્રવચન કરીને ગુજરાત રાજ્યમાં સ્થિત વિવિધ બી.એસ.એફ. ચોકીઓ ખાતે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ હંમેશા સહયોગ આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. 

    આ ઉપરાંત ભુજમાં “બી.એસ.એફ રેઈઝીંગ ડે પરેડ’ની ઉજવણી કરાશે એમ તેઓએ જાહેરાત કરી હતી. 

    આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહજી જાડેજા, ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, બી.એસ.એફ વેસ્ટર્ન કમાન્ડના એડીજીશ્રી એસ.એસ.ખંધારે, કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ,બી.એસ.એફ ભુજના ડીઆઇજીશ્રી અનંતકુમાર સિંઘ, ૮૫ બટાલિયનના કમાન્ડન્ટશ્રી શિવકુમાર સહિત જવાનો, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • માળીયા હાટીના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા અને લોક સેવક જીવા સિસોદિયા એ દર્દીને નવજીવન આપ્યું

    ગુજરાત રાજ્યના માંગરોળ માળીયા હાટીના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અને લોકસેવક જીવા સિસોદિયા ની સમયસૂચકતા અને 108 જેવી તકેદારી થી દર્દીને નવજીવન આપતા લોકો બંને લોક સેવકનો આભાર માની રહ્યા છે.

     

    માળીયા હાટીના તાલુકાના મંજુ ભૂપત સિસોદિયા ઉં.વર્ષ 49 ને તાજેતરમાં ગંભીર ફંગસ નું સંક્રમણ થયું હતું જેથી તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ કોઈ ટેક્નિકલ કારણોસર “માં” કાર્ડ નીકળતું નહોતું જેથી પરિવાર સારવાર ના ખર્ચ ને લઈને ચિંતામાં મુકાયો હતો ત્યારે આવા કપરા સમયમાં તાલુકાના લોકસેવક જીવા સિસોદિયા નો સંપર્ક કરવામાં આવતા જીવા સિસોદિયાએ તાત્કાલિક વિસ્તારના ધારાસભ્ય અને લોકસેવક ભગવાનજી કરગઠીયા ને જાણ કરતા ધારાસભ્યે તાત્કાલિક મુદ્દાને ગંભીરતા થી લઈ તેમના લેટરપેડ ઉપર જરૂરી રજૂઆત કરી ગાંધીનગર સંપર્ક કેન્દ્ર ઉપર ટેલિફોનીક કામગીરી ઝડપી બનાવવા સૂચના આપતા દર્દીને તાત્કાલિક જરૂરી સારવાર મળી અને જીવતદાન મળ્યું હતું.દર્દીને જીવતદાન મળતા પરિવારજનોએ બંને લોકસેવકોને આભાર વ્યક્ત કર્યો હતો.સમગ્ર મામલે બંને લોક પ્રતિનિધિઓની સમય સૂચકતા અને માનવતાવાદી સેવાની ભાવનાની લોકોએ પ્રશંસા કરી હતી

    [IT_EPOLL id="1"][/IT_EPOLL]

    .