Category: ગુજરાત

  • દૂધસાગર ડેરીમાં થયેલા લાફાકાંડ ના આક્ષેપ મુદ્દે ચેરમેન અશોક ચૌધરી નો ખુલાસો

    શુક્રવાર ના રોજ મહેસાણા દૂધસાગર ડેરીમાં ભાજપના મેન્ડેડ ઉપર ચૂંટાયેલા ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ નું જૂથ સામસામે આવી ગયું હતું જેમાં યોગેશ પટેલે ભ્રષ્ટાચાર મુદ્દે ચેરમેન અશોક ચૌધરી ને પ્રશ્ન પૂછતા તેમણે ઉશ્કેરાઈ જઈ તેમને લાફો મારી દીધો હોવાનો આક્ષેપ કરી મહેસાણા B ડિવિઝન ખાતે તેમના જૂથ સાથે અશોક ચૌધરી સામે ફરિયાદ નોંધાવવા પહોચ્યા હતા ત્યારે દૂધ સાગર ડેરી ના લાફા કાંડ મુદ્દે ચેરમેન અશોક ચૌધરી નો રસપ્રદ ખુલાસો સામે આયો છે.

    અશોક ચૌધરીએ લાફા કાંડ મુદ્દે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તેમની ઉપર લાફો મારવાનો જે આક્ષેપ થયો છે તે ખોટો છે.ડેરીમાં કોઈ ભ્રષ્ટાચાર વ્યાપેલો નથી.જ્યાર થી ડેરીમાં સત્તા પરિવર્તન થયેલું છે ત્યારબાદ ડેરી નો વિકાસ થયેલો છે.ડેરીમાં પારદર્શકતા સાથે વહીવટ કરાઈ રહ્યો છે.છેલ્લા સાડા ચાર વર્ષ થી ડેરી ના સુલભ અને કુશળ વહીવટથી પશુચાલકો ખુશ છે અને તેમના ઉપર જે આક્ષેપ થયો છે તે તદ્દન પાયા વિહોણા છે.વાઇસ ચેરમેન યોગેશ પટેલ જે પ્રશ્નો લઈને આવ્યા હતા એ બોર્ડ મિટિંગ પહેલા જ ડિરેક્ટરોને આજે ઝગડો કરવાના છે તેવું તેમણે કહ્યું હતું.યોગેશ પટેલે અસભ્ય વર્તન કર્યું હોવા છતાં અમે તેમને સમજાવ્યા હતા પરંતુ તો પણ તેઓ બોર્ડ રૂમમાંથી બહાર નીકળી ગયા હતા . તેમણે જે લાફો મારવાનો આક્ષેપ કર્યો છે તે પાયા વિહોણા ખોટો છે અને તે આજે બોર્ડ મિટિંગમાં વાતાવરણ ડહોળવાજ આવ્યા હતા.

     

    શું ચેરમેન અશોક ચૌધરી વાઇસ ચેરમેન ઉપર હુમલો કરવા પંકાયેલા ??

    દૂધસાગર ડેરીમાં આજે થયેલા લાફા કાંડ મામલે વાઇસ ચેરમેન યોગેશ પટેલે ચેરમેન અશોક ચૌધરી સામે આક્ષેપ કર્યો છે જે મામલે અશોક ચૌધરીએ સમગ્ર આક્ષેપ ને ફગાવી દીધા છે ત્યારે ભૂતકાળમાં પણ આવા કાંડ સામે આવ્યા હતા.ભૂતકાળમાં વાઇસ ચેરમેન મોઘજી ભાઈ ચૌધરી હતા ત્યારે પણ તેમના ઉપર હુમલો થયો હતો અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.ભૂતકાળ અને અત્યારે થયેલા આક્ષેપ મુદ્દે એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે અશોક ચૌધરી ડેરીમાં એકહથ્થુ શાસન કરવા ટેવાયેલા છે અને તેમની સામે પ્રશ્નો કરવા વાળા ને તેઓ ગણકારતા નથી.જોકે અત્યારે વાઇસ ચેરમેન યોગેશ પટેલ ના આક્ષેપ મુદ્દે સાચી વિગતો તપાસ બાદ જ બહાર આવશે.

  • શું મહેસાણા દૂધ સાગર ડેરીમાં થઈ લાફાવાળી ?? ચેરમેન અશોક ચૌધરી એ વાઇસ ચેરમેનને લાફો ઝીંક્યો હોવાની ચર્ચા..

    મહેસાણા દૂધ સાગર ડેરીના રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે.મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થતા દૂધસાગર ડેરી ના ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેન યોગેશ પટેલ ને લાફો માર્યો હોવાનો આક્ષેપ કરતા માહોલ ગરમાયો છે.

    મહેસાણા દૂધ સાગર ડેરીના રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે.મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થતા દૂધસાગર ડેરી ના ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેન યોગેશ પટેલ ને લાફો માર્યો હોવાનો આક્ષેપ કરતા માહોલ ગરમાયો છે.

     

    સમગ્ર એશિયામાં જેની ગણના થાય છે તેવી દૂધસાગર ડેરી નું રાજકારણ અત્યારે ગરમાયું છે.મહેસાણા દૂધસાગર ડેરી ખાતે શુક્રવાર ના રોજ બોર્ડ મિટિંગ યોજાઈ હતી જેમાં ડેરી ના કેટલાક પ્રશ્નોને લઈને હોબાળો મચી જવા પામ્યો હતો જેમાં દૂધસાગરડેરી ના વાઇસ ચેરમેન યોગેશ પટેલ દ્વારા ચેરમેન અશોક ચૌધરી ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા.વધુમાં તેમણેજણાવ્યું હતું કે અશોક ચૌધરીએ બોલાચાલી દરમ્યાન તેમને લાફો મારી દીધો હતો જેથી તેમના ચશ્મા અને સોનાની ચેન પણ તૂટી ગઈ હતી જેથી તેઓ ડેરી ના અન્ય ડિરેક્ટર કનુભાઈ ચૌધરી અને એલ કે પટેલ સાથે મહેસાણા B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે પહોંચ્યા છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે ડેરી ની કેટલીક બાબતો અંગે તેમણે પ્રશ્ન પૂછતા ચેરમેન અશોક ચૌધરી ગુસ્સે થઈ ગયા હતા અને તેમને લાફો ઝીંકી દીધો હતો.

     

    સમગ્ર લાફકાંડ મુદ્દે અત્યારે તો રાજકારણ ગરમાયું છે.દૂધસાગર ડેરી ના ચેરમેન અને વાઇસ ચેરમેન બંને ભાજપના મેન્ડેડ ઉપર ચૂંટાઈ ને આવ્યા હોવા છતાં ડેરી નો આંતરિક વિખવાદ સામે આવ્યો છે

    .

  • આખલાઓ ના આતંક થી ક્યાં રાહદારીઓ ના જીવ તાળવે ચોંટયા

    વિસનગર શહેરમાં જાહેર માર્ગ ઉપર બે આખલાઓનો આતંક સામે આવ્યો હતો.જાહેર રોડ ઉપર બે આખલાઓ સામસામે આવી જતા રાહદારીઓને જીવ તાળવે ચોંટયા હતા.વિસનગર શહેરના લોકો ઘણા સમય થી શહેરમાં રખડતા ઢોરો નો ત્રાસ દૂર કરવા માંગણી કરી રહ્યા છે પરંતુ વિસનગર પાલિકાનું નઘરોળ તંત્ર મીઠી ની નિંદ્રામાં પોઢી રહ્યું છે.કોઈ અનિચ્છનીય બનાવ બને ત્યારે જ પાલિકા તંત્ર જાગશે કે શું ?? તે મોટો સવાલ છે.

  • કડી શહેરમાં 54 મી ભગવાન જગન્નાથ ની ભવ્યાતિભવ્ય રથયાત્રા

     

    અષાઢી બીજના પવિત્ર દિવસે કડી શહેરમાં ભગવાન જગન્નાથ ની 54 મી ભવ્ય રથયાત્રા નીકળતા ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.શહેરના દેત્રોજ રોડ ઉપર ના રામજી મંદિર ખાતે થી પરંપરાગત રીતે ભવ્ય જગન્નાથ ભગવાન ની રથ યાત્રાનો પ્રારંભ થયો હતો.

    રામજી મંદિર થી પ્રયાણ થયેલી રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારો માં ઘૂમી હતી.શહેરમાં ભગવાન જગન્નાથ નગર ચર્યાએ નિકળતા મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.રથયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ને અટકાવવા માટે કડી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

  • મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર 3 કિમી લાંબો ટ્રાફિક

     મહેસાણા અમદાવાદ હાઇવે પર ભારે વરસાદને કારણે મોઢેરા ચોકડી થી શિવાલા સર્કલ સુધી આશરે ત્રણ કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાલાવાસણા ચોકડી પાસે નવા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાના કારણે વાહનની અવર-જવર ધીમી પડી રહી છે.

     

    મહેસાણા જિલ્લામાં પડેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હોવાથી પરિસ્થિતિ વિકટ બની છે તેમજ છેલ્લા ત્રણ કલાક કરતાં વધુ સમયથી હજારો વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે.

     

    ટ્રાફિક પોલીસ દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો આ ધરવામાં આવ્યા છે પરંતુ એક બાજુ ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે ત્યારે બીજી બાજુ બ્રિજ નું નિર્માણ કાર્ય શરૂઆતથી વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે