Category: રાજ્ય

  • Save Life Earn Money :- અકસ્માતમાં જીવ બચાવનાર ને મળશે રૂ .25 હજાર

    હવે તમે જ્યારે રોડ ઉપર અકસ્માતમાં જુઓ તો તમે તેને હોસ્પિટલ પહોંચાડજો તેનો જીવ બચાવજો સરકાર તમને આપશે રૂ.25000 ઇનામ

     

     

    ઘણા લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે તેનું કારણ છે અકસ્માતનો ભોગ બનનાર ને સમયસર સારવાર નથી મળતી.લોકો જ્યારે અકસ્માત થાય ત્યારે ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે પહોંચાડવા માટે વિચાર કરતા હોય છે તેનું કારણ છે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડનાર સરકારી કામકાજ ના ચક્કરો માં ફસાવા નથી માગતો અને ઘાયલ વ્યક્તિને સમયસર સારવાર નથી મળતી અને અકસ્માતમાં માં ઘાયલ વ્યક્તિ મૃત્યુ પામે છે પરંતુ હવે મહેસાણામાં ઘાયલ વ્યક્તિને સમયસર સારવાર મળી રહેશે અને તેનો જીવ બચી જશે તેનું કારણ છે સરકારની નીતિ.હવે અકસ્માતમાં જીવ બચાવનાર વ્યક્તિ રાહવીર તરીકે ઓળખાશે.રોડ અકસ્માતમાં અકસ્માત થયા પછીનો 1 કલાક ગોલ્ડન અવર(કલાક) તરીકે ઓળખાય છે જેમાં વ્યક્તિને સમયસર સારવાર મળી રહે તો તેનો જીવ બચાવી શકાય છે.આ 1 કલાકના સમયગાળા દરમ્યાન અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને જો કોઈ વ્યક્તિ હોસ્પિટલ પહોંચાડશે તેને હવે ઇનામ મળશે.આ માટે જિલ્લા સ્તરે 5 સભ્યોની સમિતિ બનશે જેમાં જિલ્લા કલેક્ટર,જિલ્લા પોલીસ વડા(એસપી),જિલ્લા આરોગ્ય અધિકારી,CDMO અને RTO ના અધિકારી નો સમાવેશ થશે.અકસ્માત બાદ સ્થાનિક પોલીસ અધિકારીના અભિપ્રાયબાદ જીવ બચાવનાર વ્યક્તિને રાહવીર તરીકે જાહેર કરી તેને રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે જેનાથી અન્ય લોકો પણ પ્રેરણા લઈ શકે.

  • કડીના ફેમિલી ફન વોટર પાર્ક ની ગૌરી વ્રત નિમિતે બાળકીઓ માટે અદ્દભુત સ્કીમ

    બે દિવસ વ્રત કરતી બાળાઓ અને તેમની માતાઓને કરાવશે જલસા

     

     

     

     

     

    હિન્દુઓનો પવિત્ર માસ શરૂ થવા જઈ રહ્યો છે તેવામાં દીકરીઓ ગૌરી વ્રત અને જયાપાર્વતી વ્રત કરી રહી છે.દીકરીઓ વ્રત ના દિવસો માં પૂજા કરતી હોય છે અને ઉપવાસ કરતી હોય છે તેવામાં કડી ના કુંડાળ ખાતે આવેલા ફેમિલી ફન વોટર પાર્ક દ્વારા વ્રત કરતી બાળાઓ માટે ખાસ યોજના બહાર પાડવામાં આવી છે જેનાથી વ્રત કરતી બાળાઓ તો ઠીક પણ તેમની મમ્મીઓને પણ જલસો પડી જવાનો છે.ફેમિલી ફન વોટરપાર્ક દ્વારા 9 અને 10 જુલાઈના રોજ વ્રત કરનારી બાળાઓ અને તેમની માતાઓને ફ્રી પ્રવેશ આપવામાં આવશે અને તેમને વોટરપાર્ક દ્વારા તેમને ફ્રી માં ચા નાસ્તો આપવામાં આવશે જેનો સમય 3:00 થી સાંજ 6:00 સુધી રાખવામાં આવ્યો છે.

     

     ફેમિલી ફન વોટરપાર્ક માલિક નું આ પગલું ખરેખર સરાહનીય છે.

  • Problem in JIO:- જિયોનું સર્વર ડાઉન, મોબાઈલમાં નેટવર્ક ન આવતા કોલિંગ અને ઈન્ટરનેટ સર્વિસ ઠપ

    ફોન અને ઇન્ટરનેટ બંધ થઈ જતા લોકો આકળ વિકળ બન્યા

     

     

     

     

    મહેસાણા જિલ્લાના કડી સહિત વિવિધ વિસ્તારોમાં જિયો નું સર્વર ડાઉન થતા ની સાથે જ લોકોને તકલીફ પડવા લાગી છે.જિયો કંપની નું એકાએક સર્વર ડાઉન થઈ જતા મોબાઇલમાં નેટવર્ક આવતા બંધ થઈ ગયા હતા.અત્યારે હાલ મોબાઈલ ફોન જીવન જરૂરિયાત નું સાધન બની ગયો છે ત્યારે જિયો નું સર્વર અચાનક ટેકનિકલ ફોલ્ટ ના કારણે ડાઉન થઈ જતા મોબાઇલમાં નેટવર્ક બંધ થઈ ગયા હતા જેથી કોલિંગ અને ઇન્ટરનેટ સર્વિસ ઠપ્પ થઈ જવા પામી હતી જેથી લોકો ને કોલીંગ અને ઇન્ટરનેટ વાપરવાનો તકલીફ થતા લોકો હેરાનગતી નો સામનો કરી રહ્યા છે.બે દિવસ અગાઉ પણ જીયોનું સર્વર ડાઉન થતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

  • Land grabbing:- તલોદર ગ્રામ પંચાયત ના સરપંચે લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ દાખલ કરી.

    ભરૂચ 

     

         ઝઘડિયા જીઆઇડીસી ની કોહલર કંપની ના ડિરેક્ટરો તથા મેનેજર સામે તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ દાખલ કરી જમીન નો કબજો પરત મેળવવા કોર્ટમાં દાવો કરવામાં આવ્યો

    લેન્ડ ગ્રેબિગ મુજબ કાર્યવાહી કરવા કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સહિત તમામ સામે જીલ્લા કલેકટર ફરિયાદ દાખલ કરવા અરજી આપવામાં આવી 

    કોહલર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતની જમીન પર કબજો કરી દિવાલ બનાવી દેવામાં આવી હોવાનો સરપંચે આક્ષેપ કર્યો

     ઝઘડિયા તાલુકાની તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન ઉપર કોહલર ઈન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા બિન અધિકૃત કબજો કરતા તમામ ડિરેક્ટરો અને મૅનેજર સામે ભરૂચ કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબીગ ની ફરિયાદ દાખલ કરી, તેમજ ઝઘડિયા કોર્ટમાં કંપની પાસે થી જમીન પર ગેરકાયદેસર કરેલ કબજો પરત લેવા દાવો દાખલ કર્યો, બનાવની વિગત એવી છે કે ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ કોહલર ઈન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા તલોદરા ગૃપ ગ્રામ પંચાયતની જમીન જે સંપાદન પણ થઇ નથી તેમ છતાં મનસ્વી રીતે ગેરકાયદેસર રીતે બિન અધિકૃત કબજો કરી કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તલોદરા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર કંપનીને તેમજ જવાબદાર રેવેન્યૂ અધિકારીઓને જમીનનો કબજો પરત મેળવવાની ઘણી રજૂઆતો કરી હતી પરંતુ અત્યાર સુધી કોઈ પરિણામ‌ આવ્યું નથી, જેથી તલોદરા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા વડોદરાના એડવોકેટ રાકેશ ડી પરમાર ને વકીલ તરીકે નિમેલા અને તેઓના મારફતે અને સલાહ મુજબ કોહલર ઈન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની ઝઘડિયાના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબીગ ની ફરિયાદ દાખલ કરી હતી તેમજ ઝઘડિયા કોર્ટમાં કોહલર કંપની દ્વારા ગેરકાયદેસર કબજો પરત લેવા દાવો દાખલ કર્યો હતો, તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને વકીલ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આવી મોટી કંપનીઓ દ્વારા અધિકારીઓના મેળાપીપણામાં સરકારી જમીન ઉપર બિન અધિકૃત કબજો કરતા હોય છે તેવા ઘણા બનાવો બને છે અને જીઆઇડીસી માં તેનો દાખલો બેસે તે માટે આ કાર્યવાહી કરવાની ફરજ પડી છે અને આવી ઘટનાઓ કંપનીઓ સામે માટે લાલબત્તી સમાન છે તેમ જણાવ્યું હતું.

  • Gujrat Lion :- ચેકડેમ ઉપર સિંહણ અને બે સિંહ બાળ લટાર મારતા દેખાય

    જૂનાગઢ…

       ચોમાસા ની શરૂઆતમાં જ રાજ્યમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે તેવામાં ગીરના જંગલમાં સારો વરસાદ થતા નદી નાળા છલકાયા છે. ગીર જંગલમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસતા અનેક ડેમો માં નવા નીરની આવક જોવા મળી રહી છે તેવામાં જંગલના ચેક ડેમ ઉપ
    રથી સિંહણ અને બે બાળ સિંહનો લટાર મારતો વીડિયો સામે આવતા લોકોમાં બાળ સિંહ જોવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
  • Pre monsoon activity fail:- ઘેડ પંથક ની નદીઓ સાફ સફાઈ વિનાની

    જૂનાગઢ…

    જૂનાગઢ જિલ્લામાં માંગરોળ ના ઘેડ પંથકમાં પ્રિ મોન્સુન કામગીરી ફક્ત કાગળ ઉપર થઈ રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અને ગ્રાન્ટ ના કરોડો રૂપિયા ચાઉં થઈ ગયા હોવાની ચર્ચા અત્યારે ચાલી રહી છે.

         માંગરોળ ના ઘેડ પંથકમાં પ્રિ મોન્સુન કામગીરી માટે સરકાર દ્વારા કરોડો ની ગ્રાન્ટ ફાળવી હોવાની ચર્ચા ચાલી રહી છે જેની બીજી બાજુ ઘેડ પંથકની નદીઓ ની સાફ સફાઈ થઈ ના હોવાથી પ્રિ મોન્સુન કામગીરી ફક્ત કાગળ ઉપર જ થઈ હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે.હાલ વરસાદ ના કારણે ઓઝત નદીમાં પાણી આવતા નદી છલકાઈ હતી અને આ પાણીથી પાકમાં નુકશાન ન થાય તે માટે માંગરોળ તાલુકાના ઘોડાદર ગામે હાલ નદીમાંથી કચરો કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.પરંતુ અત્યારે હાલ જે સાફ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તો સરકારના પ્રિ મોન્સુન ની કામગીરીમાં નદી સાફ કરવામાં નહોતી આવી કે શું તેવા અનેક સવાલો અત્યારે હાલ ઊભા થઈ રહ્યા છે.

       એક તરફ ઘેડ પંથકમાં પાણી ભરાઈ ના રહે તે માટે સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેવી વાતો કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ નદીમાં પાણી આવ્યા બાદ સફાઈ કરતા જોવા મળે તો શું પ્રિ મોન્સુન કામગીરી થઈ છે પછી તે ફક્ત કાગળ ઉપર જ થઈ છે તેવા અનેક સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યા છે.

  • વીજ કરંટ થી મોત – એક જ ઘરના ત્રણ વ્યક્તિઓ નું મોત

    બનાસકાંઠા….

     

      બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં ગોઝારી ઘટના સામે આવી છે.વીજ કરંટ લાગતા એક જ પરીવાર ના ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવતા પરીવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

       વાવ તાલુકાના ધરાદર ગામમાં વીજ કરંટ લાગતા એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે.ખેડૂત પરિવાર રોજિંદા સામાન્ય કામ માટે ખેતરમાં ગયો હતો ત્યારે ઘટના ઘટી હતી.ખેતરમાં કામ અર્થે ગયેલા પુત્ર અને માતા પિતા ને વીજ કરંટ લાગતા પરિવારના ત્રણેય વ્યક્તિઓના ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યા હતા.પ્રાથમિક તારણમાં જ્યારે પરિવાર ના સભ્યો ખેતરમાં ગયા હતા ત્યારે ત્યાં વીજલાઇન માં ફોલ્ટ થયો હોવો જોઈએ જેથી અચાનક કરંટ ફેલાયો અને કામ કરતા માતા પિતા અને પુત્ર ત્રણેય વ્યક્તિઓને વીજ કરંટ લાગ્યો હતો.ત્રણેય મૃતકો ના મૃતદેહ ને વાવ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યા હતા.

       એકીસાથે એક જ પરિવારના ત્રણ સભ્યો ના મોત થતા પરિવાર તેમજ ગામ સહિત પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • Rain in Gujrat :- અરવલ્લી ના ભિલોડામાં ધોધ જીવંત બન્યા

    અરવલ્લી

    ચોમાસા ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે.સમગ્ર ઉત્તર ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે તેવામાં અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેવામાં ભિલોડા પંથકમાં વરસાદ થી ધોધ જીવંત બન્યા છે.

       સીઝનમાં પહેલીવાર સુનસર ધોધ જીવંત બન્યો છે. સુનસર ધોધ નો આહલાદક નયનરમ્ય નજારો સામે આવ્યો છે.અરવલ્લી ની ગિરિમાળા થી 500 ફૂટ ની ઊંચાઈથી વહેતા ધોધ નો અદ્ભુત નજારો સામે આવ્યો છે.દર વર્ષે પ્રવાસીઓ સુનસર ધોધ જીવંત બને તેની રાહ જોતા હોય છે તેવામાં ભિલોડા થી 12 કિલોમીટર દૂર મુનાઇ ગામ પાસે આવેલા સુનસર ગામે ધરતી માતાના મંદિર પાસે આવેલો છે ધોધ જેમાં નાહવાની મજા લેવા લોકો દૂર દૂર થી આવતા હોય છે.

  • કડી માં મહોરમ નિમિતે રંગબેરંગી તાજીયા નીકળ્યા :– મોટી સંખ્યામાં લોકોએ શોક મનાવ્યો

     

    કડી

    મહોરમ નિમિતે કડી શહેરમાંથી ત્રણ જગ્યાએથી તાજિયા ની ઝરી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો તાજિયા ના દર્શન માટે ઉમટી પડ્યા હતા.

    મહોરમ એ હઝરત ઇમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોક (માતમ) મનાવવાનો તહેવાર છે.આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં અપવાસ (ઉપવાસ) રાખે છે.કરબલામાં શહીદી લગભગ 1400 વર્ષ પહેલા ઘટી હતી.પયગંબરે ઇસ્લામ હજરત મોહમ્મદૂરસુલુલ્લાહ ના નવાસા (દોહિત્ર) હઝરત ઇમામ હુસેને પોતાના બોતેર સાથીઓ સાથે શહાદત અપનાવી હતી.

    ચૌદસો વર્ષ થી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે કારણકે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં પરંતુ કોઈપણ અકીદા થી સબંધિત વ્યક્તિ જે અત્યાચારો ની વિરુદ્ધ અને સચ્ચાઈ નો સમર્થક છે એ હજરત હુસૈન અને એમના સાથીઓની કુરબાની ઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે.આ પ્રસંગે કડી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી જુલુસ નીકળ્યું હતું જેમાં તાજિયા ની ત્રણ જરી નીકળી હતી.ઢોલ નગારા સાથે નીકળેલી જરી ઓનાં લોકોએ દર્શન કર્યા હતા અને લોકોએ શહીદો ની યાદમાં શોક વ્યક્ત કર્યો હતો.

  • સરકારની વિકાસની વાતો પોકળ:– શું આવી રીતે ભણશે ગુજરાતના બાળકો ?????

    બહુચરાજી 

        એક તરફ તંત્ર દ્વારા સુવિધા સભર શિક્ષણની વાતો થઈ રહી છે. ત્યારે મહેસાણા જિલ્લામાં ઘણા એવા ગામો છે કે,જ્યાં પાકા રસ્તાના અભાવે વિદ્યાર્થીઓને મજબુરીવશ કાદવ વાળા રસ્તે અભ્યાસ માટે જવા મજબુર થવું પડે છે.તંત્ર ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધા પહોંચી હોવાના દાવા અહીંયા પોકળ સાબિત થતાં જોવા મળે છે.

           કીચડવાળો રસ્તો પસાર કરી અભ્યાસ માટે જવા મજબુર મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના સાપાવાડા ગામે સાપાવાડા થી કોઠારપુર ગામને જોડતો રસ્તો આઝાદી પછી ક્યારે પાકા રસ્તાની સુવિધા પ્રાપ્ત થઈ નથી.આ રસ્તો કાદવ કીચડથી ખદબદે છે.પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળે છે.ખેતરોમાં રહેતા લોકોને આવા ગંદકી વાળા અને કાદવ કીચડવાળા રસ્તા પર થઈને પસાર થવું પડે છે.સૌથી વધારે દયનીય પરિસ્થતિ તો વિદ્યાર્થીઓની છે.આવતીકાલનું ઉજળું ભવિષ્ય એવા નાના વિદ્યાર્થીઓને પણ મજબૂરીવશ આવા કાદવ કીચડવાળો રસ્તો પસાર કરીને અભ્યાસ માટે જવું પડે છે. ખેતરોમાં વસવાટ કરતા 50 ઘરોના પરિવારો ચોમાસામાં ઘણી તકલીફ ભોગવી રહ્યા છે તેમને દરરોજ ગામમાં આવવાનું હોય શાકભાજી લેવા,દૂધ ભરાવવા,તેમજ જીવન જરૂરિયાત ની સામગ્રી લેવા માટે દરરોજ ગામમાં જવું પડે છે.તથા જો કોઈ ગંભીર બીમારી આવે તો જીવ ખોવાનો વારો આવે છે.તો બીજી તરફ ખેડૂતોને પોતાના ખેતરોમાં ટ્રેકટર,બળદગાડા લઈને આ રસ્તેથી જવાનું હોય છે.પણ ચોમાસામાં ખેડૂતો પણ હેરાન પરેશાન છે.    ખેતરોમાં વસવાટ કરતા પરિવારોને દેશ આઝાદ થયો છતાં પરિસ્થતિ ન બદલાઈ,પ્રાથમિક જરૂરિયાત રોડ,રસ્તા છે.

        સરકાર કહે છે દીકરીઓને ભણાવો પણ જ્યારે દીકરીઓ ભણવા માટે તૈયાર થાય છે પણ કાદવ કીચડવાળા રસ્તામાંથી પસાર થઈને ભણવા જવા એ પણ મજબુરી હશે.  ત્યારે વાત કરવામાં આવે તો બહુચરાજી તાલુકાના સાપાવાડાના એક દયનીયને કાદવ કીચડવાળા રસ્તાની જેમાં સાપાવાડા ગામમાં લગભગ 3500 થી વસ્તી ધરાવતું ગામ છે ગામમાં અલગ અલગ જ્ઞાતિ ધરાવતા લોકો વસવાટ કરે છે ત્યાં ગામમાંથી કોઠારપુરા તરફ જતા રસ્તા ઉપર 50 થી વધુ ઘર આવેલા છે તે પરિવારમાંથી 25 થી વધુ વિદ્યાર્થીઓ અને વિધાર્થિનીઓ અભ્યાસ કરવા માટે 3 કિમી ચાલીને ગામમાં આવું પડે છે.પરંતુ ચોમાસામાં પ્રથમ વરસાદ પડતાં જ રસ્તો બંધ થઈ જાય છે.ત્યારે વિદ્યાર્થીઓ કાદવ કીચડ વાળા રસ્તે થઈને આવતા હોય છે.જ્યારે રસ્તામાં વધુ પાણી હોય તો ખેતરોના શેઢા ખૂંદીને આવે છે પરંતુ લીલા ઘાસમાં ઝેરી જાનવર પડ્યું હોય તો બાળકોને કરડે તો જીવ ખોવાનો વારો આવે છે.આ બધી ચિંતાઓ વાલીઓ કરી રહ્યા છે.પણ મહેસાણા જિલ્લા વહીવટી તંત્રને નથી.

        વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ કાદવ કીચડમાં થઈને ચપ્પલ હાથમાં લઈ ગામની શાળામાં અભ્યાસ કરવા માટે જવા મજબૂર બનવું પડ્યું છે.

         સાપાવાડાના જાગૃતિ નાગરિક ભુરાજી ઝાલાએ જણાવ્યું હતું કે,આઝાદી પછી ક્યારે પાકા રસ્તાની સુવિધા પ્રાપ્ત થઈ નથી.અહી ચોમાસામાં કે ક્યારે કોઈ અધિકારીઓ જોવા પણ નથી આવતા.વારંવાર રજૂઆતો કરવા છતાં અમારી કોઈ પીપુડી સાંભળતું નથી.

         સાપાવાડા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય નવલદાન ગઢવીએ જણાવ્યું હતું કે ખેતરોમાંથી આવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે આવે છે પણ ચોમાસામાં તેઓ ઘણી તકલીફો વેઠીને શાળાએ પહોચે છે.વરસાદમાં વિદ્યાર્થીઓ કાદવકીચડ વાળા રસ્તેથી આવે છે.જો સરકાર આ વિદ્યાર્થીઓ માટે કઈ કરે તો સારું છે.

    સાપાવાડા ગામના વિદ્યાર્થીના વાલી અજીતસિંહ વાઘેલા એ જણાવ્યું હતું કે, અમારા બાળકોને શાળાએ મોકલીએ છીએ પણ જીવના જોખમ સાથે મોકલીએ છે.અમારા આ નાના બાળકો ખેતરોના શેઢા ખૂંદીને આવે છે ત્યારે કોઈ ઝેરી જાનવર કરડે ત્યારે અમારા બાળકનો જીવ ખોવાનો વારો આવશે.સરકાર આ બાબતે કઈ વિચારે તો સારું.