Category: રાજ્ય

  • મુસ્લિમ ધર્મમાં તાજિયા નું કેટલું વિશેષ મહત્વ છે જાણીએ Samachardiary24*7 ના વિશેષ રિપોર્ટમાં

    મુસ્લિમ સમુદાય માટે મોહરમ મહિનો એ નવા વર્ષનો મહિનો છે.નવા વર્ષના નવમાં અને દશમાં દિવસે મુસ્લિમોએ બનાવેલા તાજીયાનું જુલુસ કાઢવા માં આવે છે.મહેસાણા જિલ્લાના કડી શહેરમાં મહોરમ નિમિતે છેલ્લા કેટલાક સમયથી કમિટીઓના યુવાનો બાળકો સહિતના લોકો મહોરમ માટે બનાવવામાં આવતા તાજિયા માટેની તૈયારીઓ કરી રહ્યા છે.

     

    કડી શહેરમાં આ વખતે મહોરમ નિમિતે આજે રાત્રે ત્રણ જગ્યાએથી તાજિયા કાઢવામાં આવ છે જેમાં મોટા મકાનના પીર દરગાહ થી નીકળી સહારા ચોક આવશે ત્યારબાદ સરકારી શાળા થઈ તાજિયા ઘુમ્મટિયા પહોંચશે ત્યાંથી પરત મોટા પીર ના મકાન પહોંચશે ત્યાર બાદ દશમાં ચાંદ ના દિવસે ફરી થી તાજિયા નીકળી મોટા પીર ના મકાને પાણી છાંટી ઠંડા કરવામાં આવશે.મહોરમ નિમિતે મુસ્લિમ સમુદાયમાં અત્યારે ભારે ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે.

    હાથ થી બનાવામાં આવે છે તાજિયા :–

     મહોરમ નિમિતે બનાવવામાં આવતા તાજિયા હાથ થી બનાવવામાં આવે છે.તાજિયા બની ગયા બાદ તેમને જગ્યા ઉપર સ્થાન આપવામાં આવે છે.હિન્દુ અને મુસ્લિમો આસ્થા અને શ્રદ્ધા અનુસાર તાજિયા ખાતે માનતા પૂર્ણ કરવા આવતા હોય છે ત્યારબાદ તાજીયાનું જુલુસ કાઢવામાં આવે છે.

     

    ઇમામ હુસેને માનવધર્મને બચાવવા આપી હતી કુરબાની :– મહોરમ ના તહેવારોની ઉજવણી કોઈ એક ધર્મ સંપ્રદાય માટે નથી હોતી પરંતુ કરબલામાં ઈમામ હુસૈન દ્વારા માનવધર્મ ને બચાવવા માટે કુરબાની આપી હતી.ઇમામ હુસેનની કુરબાની નો સંદેશ લોકો સુધી પહોંચે તેમજ લોકો મહોરમ ની શહીદી થી માહિતગાર થાય તે માટે ઉજવણી કરવામાં આવતી હોય છે.જુલુસ માં શ્રીફળ, દૂધ કોલ્ડ્રીંક્સ,ખીચડો આપવાની પરંપરા હોય છે. ઇમામ હુસૈન ના આદર્શ અને સંસ્કારો દરેક માનવી અપનાવી સમાજમાં શાંતિ અને ભાઈચારા નું વાતાવરણ ફેલાય તે માટે મહોરમ ઉજવવામાં આવે છે.

     

    મુસ્લિમો યુદ્ધમાં સાથે નહીં હોવાનો શોક મનાવે :– ઇસ્લામ ધર્મના લોકો મહોરમ ના દિવસે તાજિયા કાઢીને શોક મનાવે છે.મહોરમના દિવસે નીકળેલા જુલુસમાં મુસ્લિમ લોકો આખા રસ્તે માતમ મનાવે છે અને યા હુસૈન અમે ન થયા કહીને ઇમામ હુસૈન ની શહાદત ઉપર શોક વ્યક્ત કરે છે.

     

    કરબલા યુદ્ધ :– ઇરાકના કરબલામાં ઇ. સ. 624 માં અધર્મ વિરુદ્ધ ધર્મનું યુધ્ધ થયું હતું જેમાં અત્યાચારી શાસક યજીદ ના લશ્કરે ઇસ્લામના પયગંબર હજરત મહંમદ સાહેબના નવાસા ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારોને શહીદ કરી નાખ્યા હતા.કરબલાના શહીદો ની યાદમાં મહોરમ મનાવવામાં આવે છે.કરબલામાં ધર્મયુદ્ધ માં 72 યોદ્ધાઓની શહીદી વહોરી હતી તેમને દર વર્ષે મહોરમ નિમિતે યાદ કરવામાં આવે છે.
    તાજિયા પાણી થી ઠંડા પાડવામાં આવે છે :– ભારતમાં માનવ ધર્મની સવિશેષ સેવા કરવાની સંસ્કૃતિ છે.મહોરમ માનવ ધર્મ કાજે ઈમામ હુસૈન ની આપેલી શહીદી ને યાદ કરવાનો અવસર હોવાથી તાજિયા પડમાં આવે ત્યારે હિન્દુ મુસ્લિમ યુવાનો ઉઘાડા પગે ચોકારો લે છે અને કરબલાના શહીદો ભૂખ તરસ વેઠીને શહીદ થયા હતા તેમને યાદ કરીને પાણી પીવડાવવાની અને પાણી છાંટવાની એક વિશેષ પરંપરા હોય છે.
  • અમેરિકામાં ગુજરાતીના સોના ચાંદીના શોરૂમમાં લૂંટારૂઓ ત્રાટકયા :- સીસીટીવી માં 12 લૂંટારૂઓએ એક જ મિનિટમાં આખો શોરૂમ ખાલી કર્યો હોવાનું કેદ

    અમેરિકામાં ભારતીયો સહિત અન્ય દેશો ના નાગરિકો ઉપર હુમલાની ઘટના વધતી જાય છે સાથે સાથે અમેરિકાના ગુંડાઓ ગુજરાતીઓને પણ મોટી સંખ્યામાં ટાર્ગેટ કરી રહ્યા હોવા દેખાય આવે છે ત્યારે અમેરિકાના કેલિફોર્નિયા માં જ્વેલરી શોરૂમ માં ધોળા દિવસે લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં એકી સાથે ત્રાટકેલા 12 જેટલા લૂંટારૂઓએ માત્ર 1 જ મિનિટમાં આખો શોરૂમ ખાલી કરી દીધો હોવાનું ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ આવે છે.આવા પ્રકાર ની લૂંટ થી અમેરિકામાં રહેતા ગુજરાતી પરીવાર માં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

     

    અમેરિકામાં દિવસે ને દિવસે ક્રાઈમ રેટમાં વધારો જોવા મળી રહ્યો છે.સ્થાનિક ફોક્સ 11 ન્યૂઝ ના અહેવાલ ના પ્રમાણે 1 જુલાઈના રોજ સાઉથ કેલિફોર્નિયાના આર્ટેસિયાના બે એરિયામાં આવેલા અંબર જ્વેલર્સ માં લૂંટ ની ઘટના બની હતી.બનાવની વિગત અનુસાર બપોરના 4 વાગ્યા ના આસપાસ સ્ટોર ની લોખંડ ની જાળી સાથે કાર અથડાઈ હતી જેથી સ્ટોર નો દરવાજો તૂટી ગયો હતો.દરવાજો તૂટી જતા કાર તરતજ બહાર નીકળી ગઈ હતી અને એકાએક અંદાજે 12 જેટલા લૂંટારુઓ બુકાની પહેરી સ્ટોરમાં ઘૂસી આવ્યા હતા .આ ઘટનામાં સ્ટોરની એક વ્યક્તિ ઘાયલ થઈ હતી.

     

    સ્ટોરમાં ઘૂસેલા ધાડપાડુઓ એ સ્ટોરમાં રહેલા કાચના કેબિનેટ હથોળી થી તોડી ને સાથે લાવેલા પ્લાસ્ટિક ના કોથળામાં સોનાના ઘરેણા તથા ઘડિયાળો ભરી અને ફક્ત એક જ મિનિટમાં સ્ટોર ખાલી કરી ભાગી છૂટ્યા હતા.સ્ટોરમાં લૂંટ કરવા લૂંટારુઓ ચાર થી પાંચ કાર લઈને આવ્યા હતા અને તમામ કારની નંબર પ્લેટ પણ ગાયબ હતી.ગુજરાતીઓના કહેવા પામે આ એક આયોજનબધ્ધ લૂંટ હતી જેમાં લૂંટારૂઓએ પ્રથમ બે કાર દ્વારા સ્ટોર વાળી સ્ટ્રીટ ને બ્લોક કરી દીધી હતી ત્યારબાદ લૂંટ ચલાવી હતી.લૂંટારૂઓએ લૂંટ કરતા આજુબાજુની દુકાનોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો અને બધાએ પોતપોતાની દુકાન બંધ કરી દીધી હતી.સ્થાનિક ગુજરાતી ના કહેવા પ્રમાણે આ પ્રકારના ગુના અમેરિકામાં કોમન થઈ ગયા છે અને આરોપીઓ પણ પકડાતા નથી અને પકડાય તો પણ કડક સજા થતી

    નથી.

  • કડીમાં જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ :– એક્ટિવા લઈને જતા યુવકને પીક અપ ડાલા થી ટક્કર મારી ચાર ઈસમો ધારિયા જેવા હથિયાર થી તૂટી પડ્યા

    કડી શહેર માં વધુ એક લોહિયાળ જંગ ખેલાયો છે.અંગત જૂની અદાવતમાં ખેલાયેલા ખુની ખેલમાં એક્ટિવા લઈ જઈ રહેલા યુવકને કડી જાસલપુર રોડ ઉપર ટક્કર મારી પાડી દઈ ચાર ઈસમોએ લોખંડ ના ધારિયા જેવા હથિયાર થી હુમલો કરતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે.ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે અમદાવાદ ની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

    કડી શહેરના જાસલપુર રોડ ઉપર આવેલી ખ્વાજા પાર્ક સોસાયટીમાં રહેતા બશીરભાઈ નાગોરી ને કડી ના પાડાપોળ માં રહેતા અહેમદભાઈ ઘાંચી સાથે મકાન બાબતે છેલ્લા ઘણા સમય થી અદાવત ચાલી રહી છે.ગત વર્ષે એપ્રિલ મહિનામાં પણ બશીરભાઈ ને અહેમદભાઈ ઘાંચી નુ ઉપરાણું લઈને આવેલા ઇદ્રીશ ભાઈ સાથે ઝઘડો થયેલો હતો અને એમાં બશીરભાઈએ અહેમદભાઈ ના બનેવી ઇદ્રીશ ભાઈ સામે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.ગુરુવાર ના રોજ સવારના સમયે પોતાના ઘેર થી તેઓ જાસલપુર રોડ ઉપર આવેલી દરગાહની બાજુમાં લાકડાના વાડામાં ગયા હતા ત્યાંથી બશીરભાઈ એક્ટિવા લઈને કુંડાળ ચોકડી ઉપર આવેલ વિક્રમ સર્વિસ સ્ટેશન પાસે પાણી ભરવા નીકળ્યા હતા ત્યારે જાસલપુર રોડ ઉપર આવેલ માલગુરુ મંદિર ની સામે કડી ના પાડાપોળ માં રહેતા અહેમદભાઈ ઘાંચી , મહેબૂબ ઘાંચી,આયન ઘાંચી,અશરફ ઘાંચી સફેદ કલર નું પીક અપ ડાલુ ફૂલ ઝડપે લઈને આવી બશીરભાઈ ના એક્ટિવા ને ટક્કર મારી રોડ ઉપર પછાડ્યા હતા.

     

    પીક અપ ડાલા થી ટક્કર મારતા બશીરભાઈ નીચે પટકાતા ડાલા માં બેસેલ અહેમદભાઈ ઘાંચી,તેમનો દીકરો અયાન ઘાંચી હાથમાં ધારિયું લઈ આવી પહોંચ્યા હતા ત્યારબાદ ડાલા માંથી અહેમદઘાંચી નો બીજો દીકરો મહેબૂબ પણ આવી પહોંચ્યો હતો અને તેમણે બશીરભાઈ ને તે મારા બનેવી ઇદ્રીશ ને માર્યો છે એટલે આજે તને પતાવી દેવાનો છે કહી બશીરભાઈ ઉપર લોખંડ ના ધારિયા થી હુમલો કરતા બશીરભાઈ ના માથાના ભાગે તેમજ હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે હાથમાં ધારિયું વાગતા આંગળીઓ કપાઈ ગઈ હતી અને હાથ પણ કપાઈ ને લબડી પડ્યો હતો.

     

     બસીરને માથાના ભાગે તેમ જ હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને લોહી લુહાણ થઈ જતા હુમલાખોરો ત્યાંથી પીકપ ડાલુ લઈ ભાગી છૂટ્યા હતા. જ્યાં બસેરીને જે બાદ માલુમ થયું હતું કે, બે દિવસથી અશરફ તેની રેખી કરી રહ્યો હતો અને બધા જ તેના સમાચાર અહેમદને કહેતો હતો રેકી કરી હુમલો કરવામાં આવેલો હતો બસેર ઉપર જ્યાં રોડ ઉપર લોહી લુહાણ હાલતમાં બસીર પડી રહ્યો હતો જેમાં એક રીક્ષા ચાલક આવી પહોંચ્યો હતો અને તેને ભાગ્યોદય હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવેલો હતો અને તેના પરિવારજનોને જાણ કરવામાં આવેલી હતી જ્યાં વધુ સારવાર માટે તેને અમદાવાદ કેદી હોસ્પિટલમાં રીફર કરી દાખલ કરવામાં આવેલો હતો ઘટનાને લઇ કડી પોલીસે ચાર વિરોધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી

     

    હતી.

  • સહકારી મંડળીના મંત્રી ની કપડાની થેલીમાંથી કડી પટેલભુવન પાસે રૂ.50000 ગઠિયો તફડાવી ગયો

    કડી શહેરમાં અચરાસણ ડેરી ના મંત્રી ડેરી ના પગાર ના રૂપિયા ઉઠાવી જઈ રહ્યા હતા ત્યારે પટેલ ભુવન પાસે અજાણ્યો ગઠિયો કપડાની થેલી ફાડીને થેલી માં રહેલા 50,000 રૂપિયા ઉઠાવી જવાની ઘટના સામે આવતા કડી પોલીસ એકશનમાં આવી ગઈ છે.

     

    કડી તાલુકાના અચરાસણ ગામમાં આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મંત્રી તરીકે સેવા આપતા લક્ષ્મણજી ઠાકોર ગુરુવાર ના રોજ ગામના દિપકજી ને સાથે લઈ મોટરસાયકલ ઉપર કડી શહેરના પીર બોરડી ઢાળ ઉપર આવેલ મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેંકમાં ડેરીનો પગાર લેવા આવ્યા હતા જ્યાં લક્ષ્મણજી ઠાકોરે ચેક દ્વારા રૂ.1,52,200 ઉપાડી બેંકમાં થોડી વાર બેઠા હતા ત્યારબાદ તેમની સાથેના દીપક જી ને બજારમાં કામ હોવાથી તેઓ બાઇક લઈને જતા લક્ષ્મણજી ઠાકોરે તેમની જોડેના પૈસા કપડાની થેલીમાં મૂકી ચાલીને ગાંધીચોક આવ્યા ત્યાં આવીને તેમણે દિપકજી ને ફોન કરી પટેલભુવન કરિયાણા ની દુકાન પાસે આવવાનું કહી તેઓ ચાલતા ચાલતા પટેલભુવન પહોંચ્યા હતા.પટેલભુવન પાસે દીપકને મળતા દીપકે પૈસા તેને આપી દેવા જણાવતા લક્ષ્મણજી ઠાકોરે થેલી દીપકને આપતા પૈસા ભરેલી કપડાં ની તૂટેલી હાલતમાં જોતા તેમણે અંદર રાખેલા પૈસા ગણતા અજાણ્યો ઇસમ પૈસા ભરેલી થેલી તોડી રુ.50000 જેટલી રકમ તફડાવી ગયો હોવાનું માલૂમ પડતા તેઓ તત્કાલિક કડી પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને ત્યાં પહોંચી અધિકારીને સંપૂર્ણ વિગતો જણાવતા પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા ઇસમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી સીસીટીવી ફૂટેજ સહિત ની વિગતો મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

  • લો બોલો.. મહેસાણા ના આ ગામની 20 વર્ષ ની યુવતી બની ગઈ સરપંચ. ભૂલ કોની સરપંચ બનનાર યુવતી ની કે ચૂંટણી અધિકારી ની ??

    છેલ્લા ઘણા સમય થી લોકો સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ની રાહ જોતા હતા અને ચૂંટણી યોજાઈ પણ ગઈ અને સરપંચ બનવા થનગની રહેલા લોકો ચૂંટણી જીતી ને સરપંચ બન્યા પણ ખરા અને કેટલાક ના ચૂંટણી હારી ને સરપંચ બનવા સપના ઉપર પાણી પણ ફરી વળ્યું.પરંતુ કદાચ પહેલી વાર મહેસાણા જીલ્લામાં એવો કિસ્સો સામે આવ્યો કે ફક્ત 20 વર્ષ ની યુવતી સરપંચ બની ગઈ.સરપંચ બનવા માટે ની લાયકાત 21 વર્ષ છે તેમ છતાં 20 વર્ષીય યુવતી સરપંચ પદે ઊભી પણ રહી અને સરપંચ બની પણ ગઈ.હવે આ સમગ્ર ઘટનામાં ભૂલ કોની સરપંચ બનનાર 20 વર્ષીય યુવતીની કે ફોર્મ ચકાસણી કરનાર ચૂંટણી અધિકારી ની.

     

    મહેસાણા જિલ્લાના ગિલોસણ ગામની ચૂંટણી માં 20 વર્ષીય યુવતી અફરોજ પરમાર સરપંચ બની ગયા બાદ તંત્ર ના ધ્યાન ઉપર આવ્યું કે જે યુવતી સરપંચ બની છે તે હજી સરપંચ બનવા માટે ની પ્રાથમિક લાયકાત પણ ધરાવતી નથી.મહેસાણા તાલુકાના ગિલોસણ ગામમાં અફરોજ પરમાર નામની યુવતીએ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીમાં સરપંચ પદ માટે ની ઉમેદવારી ફોર્મ ભર્યું તેમાં પણ તેણે છેડછાડ કરી 21 વર્ષ બતાવ્યા હતા પરંતુ તેની ઉમર હજી સુધી 20 વર્ષ જ થઈ હતી.જ્યારે સમગ્ર મુદ્દો ચર્ચામાં આવ્યો ત્યારે તંત્ર ને ખબર પડી કે યુવતીની ઉંમર હજી સરપંચ બનવા માટેની થઈ જ નથી.જ્યારે તપાસ થઈ ત્યારે માલૂમ થયું કે અફરોજ પરમાર ની ઉમર એલ સી અને આધારકાર્ડ માં અલગ અલગ છે.યુવતીની ઉંમર એલ સી માં 07 જાન્યુઆરી 2005 છે અને આધારકાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ માં 8 ડિસેમ્બર 2004 છે.બંને ડોક્યુમેન્ટ માં જન્મતારીખ અલગ અલગ છે તેમ છતાં એકમાં પણ યુવતીની ઉંમર 21 વર્ષ થતા નથી. સમગ્ર મામલો બહાર આવતા તાલુકા વિકાસ અધિકારીએ તપાસ કરી અહેવાલ પ્રાંત અધિકારીને આપ્યો છે.અહેવાલમાં બે અધિકારીઓની ભૂલ સામે આવી છે જેમાં તત્કાલીન ચૂંટણી અધિકારી અને વિસ્તરણ અધિકારી નયન પ્રજાપતિ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી જીગ્નેશ સોલંકી ની ભૂલ સ્પષ્ટ પણે દેખાઈ આવે છે કેમ કે તેમણે ઉમેદવાર ના ડોક્યુમેન્ટ ની તપાસ કરવામાં કચાશ રાખી છે.ગિલોસણ ના સરપંચ બનેલી યુવતીની ની ઉમર 21 વર્ષ પૂર્ણ થવામાં હજી સુધી 6 થી 7 મહિના બાકી છે તેમ છતાં તેણે પણ વિગતો છુપાવી હોવાથી ચૂંટાયેલા સરપંચ વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ શકે છે.પરંતુ આમાં ભૂલ કોની સરપંચ બનનાર યુવતીની કે ચૂંટણી અધિકારી ની કે બંને ની

    ??

  • અઢી મહિના પહેલા થયેલી આત્મહત્યામાં કડી પોલીસ ની તપાસ સનસનીખેજ ખુલાસો

    અમદાવાદ માં રહેતા યુવકે અઢી મહિના પહેલા કડી તાલુકાના રંગપુરડા ગામની નર્મદા કેનાલમાં કૂદી આત્મહત્યા કરી હતી જેની તપાસ કડી પોલીસ કરી રહી હતી ત્યારે પોલીસ ની તપાસમાં સનસનીખેજ ખુલાસો થવા પામ્યો છે.મૃતક યુવકે શરીરસબંધની લાલચમાં દલાલ યુવક ના બ્લેકમેલિંગ થી કંટાળી આત્મહત્યા કરી હોવાનો કડી પોલીસે ઘટસ્ફોટ કર્યો છે.

     

         હાલ અમદાવાદ ખાતે રહેતા અને મૂળ બાવળા તાલુકાના યુવકે અઢી મહિના પૂર્વે નર્મદા કેનાલમાં કૂદી આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકની લાશ કડી તાલુકાના રંગપુરડા નર્મદા કેનાલમાંથી મળી આવી હતી જે બાદ પોલીસ દ્વારા યુવકની લાશ પીએમ અર્થે ખસેડી લાશ પરિવારજનોને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યાં કાર્યવાહી દરમિયાન મોટો ઘટ સપોર્ટ સામે આવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી.

     

     અત્યારે હાલ અમદાવાદ ખાતે રહેતા અને મૂળ બાવળા ના વતની રાકેશ પગી જેવો આર્કિટેકનો ધંધો વ્યવસાય કરી રહ્યા છે, તેમજ તેમના ભાઈ તુષાર બાવળા ખાતે પોતાના માતા પિતા તેમજ પત્ની અને બે દીકરીઓ સાથે રહી ધંધો વ્યવસાય કરી રહ્યો હતો,12/5/25 ના રોજ રાકેશભાઈ પગી રાત્રિના 11:00 વાગે પોતાના ઘરે અમદાવાદ પરિવાર સાથે હાજર હતા ત્યારે whatsapp ફેમિલી ગ્રુપમાં તુષાર નો મેસેજ આવ્યો હતો, તુષાર એ મેસેજમાં લખ્યું હતું કે મારા બંને ઢીંગલા પપ્પાનું નામ રોશન કરજો, અને તોફાન કરતા નહીં જેવો મેસેજ આવતા રાકેશને અજુગતું લાગ્યું હતું, તરત જ રાકેશ તુષારને પર્સનલ whatsapp માં મેસેજ કર્યો હતો અને કહ્યું હતું કે, તેની હાજરી ખાતરી કરવા માટે મેસેજ કરતા તુષારે મેસેજ કરીને જવાબ આપ્યો હતો કે હું બહાર છું ટેન્શન લેશો નહીં જેવું કહેતા રાકેશે મેસેજમાં કહ્યું હતું કે તું ઘરે જા, જે બાદ થોડા કલાકો બાદ રાકેશે

    તુષાર ને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતા તુરંત જ રાકેશ ઘરની બહાર નીકળી તેની શોધ કોણે હાથ ધરી હતી અને સગા વાલા ને જાણ કરી શોધવાની તજવીજ હાથ ધરી હતી.

     

    13/5/25 ની રાત્રીએ રાકેશ તેમજ તેના પરિવારજનો તેની શોધખોળ કરતાં કરતાં કડી રંગપુરડા નર્મદા કેનાલ નજીક પહોંચ્યા હતા જ્યાં તુષારની ગાડી મળી આવી હતી જ્યાં ગાડી નંબર GJ 38 BF 0150 મળી આવતા રાકેશ તેમજ તેના પરિવારજનોએ તેની શોધ કોણે હાથ ધરી હતી પરંતુ તેની લાશ નર્મદા કેનાલમાં ધરતી જોવા મળી હતી. જે બાદ રાકેશ દ્વારા કડી પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે કરી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાની મદદથી તુષાર ની લાશને બહાર કાઢી પીએમ અર્થે કુંડાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડી પીએમ કરાવી લાશને પરિવારજનોને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવકે આત્મહત્યા કરી લેતા પોલીસને શંકા પડી હતી જે બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જ્યાં તપાસમાં તુષાર અને મૂળ રાજકોટના રહેવાસી અને અત્યારે ઓઢવ અમદાવાદ ખાતે રહેતો હાર્દિક હર્ષદભાઈ ઠાકર અને સ્નેહલ રમેશભાઈ ગોહિલ પરિચિતમાં હતા જ્યાં હાર્દિક કંઈ કામ ધંધો કરતો ન હતો અને હાર્દિક તેમજ સ્નેહલ સાથે એક જ મકાનમાં રહેતા હતા તેમ જ સ્નેહલ કોલ ગર્લ અને દેહ વેપારનો ધંધો કરતી હતી, હાર્દિક સ્નેહલને ગ્રાહકો લાવવા માટે મદદ કરતો હતો અને જે પણ પૈસા આવે તે બંને જણા ભાગે વેચી લેતા હતા.

     

     તુષાર અવારનવાર સ્નેહલ પાસે ગ્રાહક તરીકે જતો હતો જ્યાં તુષાર ગત 12 મેના રોજ તુષાર એ હાર્દિકને કહ્યું હતું કે સ્નેહલને અમદાવાદના થલતેજ પાસે આવેલ શાલીગ્રામ હોટલમાં મોકલી આપવાનું કહ્યું હતું જ્યાં સ્નેહલ શાલીગ્રામ હોટલમાં પહોંચી હતી સ્નેહલ અને તુષાર બંને જણા હોટલમાં સાંજ સુધી રોકાયા હતા જ્યાં હાર્દિક તે હોટલ ઉપર આવી પહોંચ્યો હતો અને હાર્દિક તેમજ સ્નેહલને સાથે જોતા હાર્દિક અને તુષાર અને ટેલિફોનિક વાતચીત થઈ હતી. જ્યાં હાર્દિકે whatsapp ઉપર તુષારને બે રેકોર્ડિંગ મોકલ્યા હતા, જે રેકોર્ડિંગ સાંભળતા હાર્દિક અને તુષાર વચ્ચે થયેલી વાતચીત સાંભળવા મળી હતી જ્યાં હાર્દિક તુષાર ને કહી રહ્યો હતો કે, સ્નેહલને હોટલમાં લઈ જવા બાબતે વાંચી થઈ રહી હતી જ્યાં હાર્દિક તુષાર ને કહી રહ્યો હતો કે તું સ્નેહલને કોઈ શેઠ નું નામ લઈ તું હોટલમાં લઈ ગયો હતો, તે મારી સાથે વિશ્વાસઘાત કરેલો છે હું તને કોઈ દિવસ માફ નહીં કરું.

     

     વધુમાં હાર્દિક તુષાર ને કહી રહ્યો છે કે, હવે સ્નેહલને મારી સાથે રાખવાની નથી, તું તારા ઘરે સ્નેહલને લઈ જા, અને સ્નેહલને તું તારા ઘરે રાખજે તેવું કહેતા તુષારે હાર્દિક પાસે માફી માગતો હતો, હાર્દિક સ્નેહલને તુષારના ઘરે લઈ જવા માટે જીદ પકડે છે જ્યાં તુષાર આજીજી હાર્દિક પાસે કરે છે, હાર્દિક કહે છે કે સ્નેહલને જગ જાહેર તને સોંપી દઉં છું અને જ્યાં હાલી જાઓ ત્યાંથી પાછો વળતો નથી, તુષાર હાર્દિક પાસે આજીજી કરતો રહે છે અને આવી વાતમાં ફેમિલીને ઇન્વોલ નહીં કરવાનું કહેતો રહે છે, વારંવાર હાર્દિક ધમકીઓ આપતો રહે છે તુષારને તો તુષારે કહ્યું કે હું તો મરી જાઉ તો હાર્દિક કહે છે કે તું મરી જાય તો પણ મને કંઈ ફરક પડતો નથી આવા રેકોર્ડિંગ મળી આવ્યા હતા જ્યાં તુષાર નો મોબાઇલ ચેક કરતા whatsapp મેસેજ ચેટ મળી આવ્યા હતા.

     

     તુષાર whatsapp થી તુષારે હાર્દિકને મેસેજ કરેલો કે,મેં કોઈ જ વિશ્વાસઘાત કર્યો નથી જો હું સ્નેહલને ડાયરેક્ટ મળું તો તમે મારું પેમેન્ટ લો નહીં એટલે આવી રીતે પ્લાન કરવો પડ્યો હતો, અને જો મારે એવું હોય તો હું ઘરે કસ્ટમરની જેમ આવતો ત્યારે જ હું ના કહું કે મારે જવું છે, અમે લોકો મળવા આવશું તારે જે પણ હોય તું કેજે, વિશાલ ની ગાડી લઈને કે ડ્રાઇવર લઈને તને મળવા આવશું, સવાર નહીં તારા હોમ પાસે વાતચીત કરીશું, તારા હોમ ઉપર પહોંચ એટલે અમે કાર લઈને આવીએ, ડાયરેક્ટ હોમ ઉપર આવું તો સારું લાગે નહીં તેવું હાર્દિકે મેસેજ કરીને જણાવેલ.

     

     તુષાર ફરીથી હાર્દિકને મેસેજ થી જવાબ આપે છે કે, ભાઈ ટાઈમ લાગશે હું રસ્તામાં છું અને આ બધું ઘરમેળે પતાવો તો સારુ, હું રાત્રે આવું તો ઘરે શું જવાબ દેવાનો? સવાર શાંતિથી રાખો આપણે બેસીને ચર્ચા કરીશું, આવી મેટર ફેમિલી ઇન્વોલ કરાય નહીં, બધી બાજુ ખરાબ લાગે ભાઈ એમ વાત નથી, બટ રાત્રે ઘરે આવું તો મારે શું કહેવું ઘરે, જે છે એ તમને વિશ્વાસ આવે કે ન આવે એટલે તમારે મોટું કરવું છે, સવારે મળવાનું રાખો ને તો સારું મારે બહુ લેટ થઈ ગયું છે, મારે બહુ લેટ થઈ જવાય છે અત્યારે સવારે 7:00 વાગ્યે ઘરે આવી જઈશ, ભાઈ મારાથી ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજો, સોરી બ્રધર હું દુનિયા છોડી દઉં છું, મારી ઢીંગલીને સાચવજો કઈ પ્રોબ્લેમ ન થાય તે જોજો તેવું કહીને તુષાર એ આત્મહત્યા કરી હતી જે બાદ પોલીસ દ્વારા હાર્દિક ઠાકર ઉપર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • કેજરીવાલ તેમના પોતાના રાજ્યો સંભાળી શકતા નથી.દિલ્હી અને પંજાબ ની કેવી હાલત કરી દીધી છે. – આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ના સણસણતો જવાબ

     

    ગણતરી ના સમય અગાઉ આમ આદમી પાર્ટી ના નેતા અને દિલ્હી ના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતના રાજકોટ અને જૂનાગઢ રોડ મુદ્દે નિવેદન આપી ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા ત્યારે આ મુદ્દે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અરવિંદ કેજરીવાલને સણસણતો જવાબ આપ્યો છે.

    મહેસાણા ખાતે પધારેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે

    કેજરીવાલ ના નિવેદન મુદ્દે મીડિયા સાથે વાત કરતા કેજરીવાલ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે તમે ગુજરાત ની વાત કરતા પહેલા તમારું દિલ્હી અને પંજાબ જોઈ આવો.કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી તેમના રાજ્યો સંભાળી શકતી નથી.પંજાબ અને દિલ્હી ની હાલત જુઓ કેવી કરી મૂકી છે તેમ કહી કેજરીવાલ ને ટોણો માર્યો હતો.કેજરીવાલ પહેલા તેમના રાજ્યો નો વિકાસ કરે ત્યાર બાદ બીજા રાજ્યોમાં ઝાડુ મારવા નીકળે.કેજરીવાલ નુ ઝાડું ભલે ગુજરાતમાં એકાદ સીટ જીત્યું પરંતુ તેનાથી કોઈ ફેર નહીં પડે.ભાજપે કડીમાં 40,000 મત ની લીડ થી જીત્યું છે.આ પહેલાની દરેક ચૂંટણીમાં આપ કે કોંગ્રેસ દેખાયું નથી એટલે એક જ સીટ જીતીને તેઓ જે પ્રચાર કરે છે તેમને નિરાશ થવું પડશે કેમ કે આ ગુજરાત છે.

  • નંદાસણ પાસે પંચર પડેલી ગાડીનું ટાયર બદલતા સમયે જ ગઠિયો ગાડીમાંથી રૂપિયા અને લેપટોપ ઉઠાવી ગયો

    કડી તાલુકાના નંદાસણ નજીક આવેલ ઉમા નગર પાસે પેટ્રોલ પંપ ની બાજુમાં કૈયલ ગામનો યુવક ઇનોવા ગાડીમાં પંચર પડતા ત્યાં પંચરની દુકાને પંચર કરાવી ટાયર બદલી રહ્યો હતો અને ગાડીમાં પડેલ પૈસા ભરેલો ઢેલો અને લેપટોપ ગઠીયો ઉઠાવી રફુચક્કર થઈ ગયો હતો. જ્યાં યુવકે કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવતા પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.

     

     કડી તાલુકાના કૈયલ ગામે રહેતા અને કલોલ બોરીસણા નજીક આર.વી ટ્રેડર્સ નામનો ધંધો વ્યવસાય કરતા વૈભવ પટેલ બુધવારે પોતાના ઘરેથી પોતાની માલિકીની ઇનોવા નંબર GJ 2 EK 4748 લઈ પોતાના ધંધા અર્થે કલોલ બોરીસણા ખાતે જઈ રહ્યા હતા જે દરમિયાન નંદાસણ નજીક આવેલ ઉમા નગર મેલડી માતાજીના મંદિરની બાજુમાં ચા પાણી કરવા તેઓ ગાડી ઉભી રાખી હતી અને ચા પાણી કરીને તેઓ ગાડી માં બેઠા હતા પરંતુ ગાડીમાં પંચર હોય તેવું માલુમ પડતાં તેઓ નીચે ઉતરી ટાયર ચેક કરતા ટાયરમાં ચેકો લાગ્યો હોય તેવું જોવા મળ્યું હતું, જ્યારે વૈભવ પટેલ પોતાના ઘરેથી નીકળ્યા ત્યારે ધંધાના રૂપિયા 5,70,000 અને એક લેપટોપ લઈ થેલામાં લઈ ગાડીમાં મુકેલા હતા.

     ચાની હોટલની બાજુમાં એક ટાયર પંચરની દુકાન હતી જ્યાં ટાયર પંચર ની દુકાન બંધ હોવાથી તેઓએ ટાયર પંચર ના દુકાનવાળાને ફોન કરીને બોલાવ્યો હતો જ્યાં થોડીક મિનિટો બાદ ટાયર પંચર વાળો ભાઈ આવી પહોંચ્યો હતો જ્યાં ત્યાંને ટાયર ચેક કરતા ટાયર અને ચીરો વાગેલ હતો અને ટાયર બદલવાનું કહેતા ટાયર બદલી રહ્યા હતા. ટાયર બદલી વૈભવ પટેલ ગાડીમાં બેસતા આગળની સીટ ઉપર પડેલ થેલો ગાયબ હતો જ્યાં તેઓએ તપાસ કરી હતી પરંતુ માલુમ ન પડતા તુરંત જ તેઓએ કડી તાલુકાના નંદાસણ પોલીસને જાણ કરવામાં આવેલી હતી જ્યાં ગાડીમાં પડેલ 5, 70,000 અને એક લેપટોપની ઉઠાંતરી કરી  છું મંતર થઈ ગયો હતો. જ્યાં નંદાસણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આજુબાજુના સીસીટીવી તેમજ પેટ્રોલ પંપ ના સીસીટીવી ચેક કરતા એક નાનો છોકરો થેલો ઉપાડી લઈ જતો હોય તેવું નજરે ચડતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી.

  • કડી નગરપાલિકાના પાપે બે નિર્દોષ યુવાનોએ જીવ ગુમાવ્યા

    કડી પાલિકા ના અણઘડ વહીવટ ના કારણે કડી તાલુકાના કરણનગર ગામના બે નિર્દોષ યુવાનોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.બે આશાસ્પદ નિર્દોષ યુવાનોએ જીવ ગુમાવતા તેમના પરિવારજનો કડી પાલિકાના સત્તાધીશો ઉપર રોષે ભરાયા હતા અને નક્કર કામગીરી કરવા અપીલ કરી હતી.

     

    કડી શહેરમાં રખડતા ઢોરો એ અડિંગો જમાવ્યો છે.જાહેર રોડ ઉપર અડિંગો જમાવી ને બેસી રહેતા ઢોરો ના કારણે કેટલાય નિર્દોષ લોકો અકસ્માત નો ભોગ બન્યા છે તો પણ કડી પાલિકાના ફાટીને ધુમાડે ગયેલા સત્તાધીશો નું પેટનું પાણી પણ હલતું ના હોય તેમ હજી સુધી કોઈ નક્કર કામગીરી નહીં કરાતા લોકોનો રોષ કડી પાલિકાના બની બેઠેલા સત્તાધીશો સામે ફૂટી નીકળ્યો છે જેથી ટૂંક સમયમાં કડી શહેરમાં કઈ નવા જૂની થવાના એધાણ વર્તાઈ રહ્યા છે.

     

    કડી તાલુકાના કરણનગર ગામના બે યુવકો કડિયા કામ જેવી છૂટક મજૂરી કરી પરિવાર નું ગુજરાન ચલાવી રહ્યા હતા.બંને યુવાનો દિવસે કામ અર્થે નીકળી પોતાના બાઇક ઉપર રાત્રે ઘેર આવી જતા.પરંતુ તેમને અને તેમના પરિવારજનોને ક્યાં ખબર હતી કે કડી પાલિકાના નિષ્ઠુર સત્તાધીશો ના કારણે તેમનો પરિવાર વિખેરાઈ જશે.રણજીત બજાણિયા અને અજય બજાણિયા બંને દિવસ ભર મજૂરી કરી ઘેર જવા નીકળ્યા ત્યારે કડી કરણનગર રોડ ઉપર રોડ ઉપર અડિંગો જમાવી ને બેસેલા આખલા સાથે અકસ્માત થયો જેમાં બંને યુવકો ગંભીર ઘાયલ થયા જેમાં એક યુવકનું તો ઘટનાસ્થળે જ ગંભીર મોત નીપજ્યું જ્યારે બીજાનું સારવાર દરમ્યાન મોત કરુણ મોત થયું.સમગ્ર મુદ્દે જ્યારે કડી પાલિકા ને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ મોઢામાં આંગળા નાખી ને કઈ પણ બોલવા તૈયાર ના થયા પરંતુ કડી પાલિકાના સત્તાધીશો ની જ બેદરકારી થી બંને નિર્દોષ આશાસ્પદ યુવકોએ જીવ ગુમાવ્યો છે.

     

    મોટા ઉપાડે શરૂ કરાયેલ ઢોર પકડ અભિયાન કડી પાલિકાએ કોના આદેશ બંધ કરી દીધું…

     

    છેલ્લા છ મહિના પહેલા રોડ ઉપર અડિંગો જમાવી ને બેસતા રખડતા ઢોરો ને કારણે અકસ્માત ની ઘટના બની હતી જેથી લોકોમાં રખડતા ઢોરો ને પકડવા પાલિકા દ્વારા નક્કર પગલા લે તેવી આશા અને રોષ હતો અને નજીકમાં ચૂંટણી પણ આવી રહી હતી જેથી પાલિકાએ થોડા દિવસ ઢોર પકડ નું તૂતક ચલાવ્યું ત્યાર બાદ એકાએક છ મહિનાથી ઢોર પકડવાનું બંધ કરી દીધું.ભોગ બનનાર પરિવારજનો દ્વારા કડી પાલિકા દ્વારા છ મહિના થી ઢોર પકડવાનું બંધ કરી દીધું હોવાનો દાવો દાવો કર્યો હતો જે પણ એક સત્ય છે.પાલિકાએ શરૂ કરેલ ઢોર પકડ અભિયાન કોના આદેશ થી બંધ કરી દીધું તેવો એક મોટો સવાલ કડી ની જનતા ના મનમાં થઈ રહ્યો છે જે આગળ જતા એક વિકરાળ સ્વરૂપ પકડે તો નવાઈ નહીં.

  • જાણો કયા ધારાસભ્ય બાળકો સાથે ફિલ્મ જોવા પહોચ્યા થિયેટર

    મહેસાણા 

    અત્યારે હાલ બોલિવૂડ માં ફિલ્મ સ્ટાર આમીર ખાન ના સ્ટાર કાસ્ટ માં નાના બાળકો માટે “સિતારે જમીન ઉપર” નામની ફિલ્મ ટ્રેડિંગ માં છે જેમાં બાળકો ના જીવન આધારિત ફિલ્મ છે અને બાળકો માટે પ્રેરણા રૂપ ફિલ્મ ગણાય છે ત્યારે મહેસાણા ના લોકલાડીલા ધારાસભ્ય મુકેશભાઇ પટેલ નાના બાળકો સાથે ફિલ્મ જોવા માટે થિયેટર પહોંચ્યા હતા.મુકેશભાઇ પટેલે મહેસાણા ના દિવ્યાંગ બાળકો ના જીવન ઉપર આધારિત ફિલ્મ સિતારે જમીન ઉપર નિહાળવા માટે શહેરના દિવ્યાંગ બાળકો ને સાથે લઈ ફિલ્મ જોવા પહોચ્યા હતા.મુકેશભાઇ પટેલ ની સાથે સાંસદ મયંકભાઇ નાયક સહિત અન્ય નેતાઓએ પણ દિવ્યાંગ બાળકો સાથે ફિલ્મ નિહાળી હતી.ફિલ્મ નિહાળવા દિવ્યાંગ બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.