Blog

  • યુપી – બિહાર સ્ટાઇલમાં આંબલિયાસણ ના જ્વેલર્સમાં લૂંટ – વેપારીઓમાં ગભરાહટ

    મહેસાણા તાલુકાના આંબલીયાસણ ગામની બજારમાં આવેલા મહાકાળી જ્વેલર્સના ધોળા દિવસે ત્રણ અજાણ્યા લૂંટારૂઓએ લૂંટ ચલાવતા વેપારીઓમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

      મહેસાણા જિલ્લાના આંબલીયાસણ ગામની મુખ્ય બજારમાં સોના ચાંદીના દાગીના નું વેચાણ કરતી મહાકાળી જ્વેલર્સ નામની દુકાન આવેલી છે.શનિવાર ના રોજ ધોળા દિવસે એરગન સાથે ત્રણ અજાણ્યા ઇસમો જ્વેલર્સ માં પ્રવેશ્યા હતા અને દુકાનદાર ને છરીના ઘા મારી લૂંટ ચલાવી ભાગી નીકળ્યા હતા. દુકાન માલિક અશોક પટેલ ઉપર છરી ના ઘા મારી બે એક્ટિવા લઈ ફરાર થઈ ગયા હતા.દુકાન માલિક અશોક પટેલ ને ઇજા થતા SMC હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે જ્યારે લાંઘણજ પોલીસે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

  • છ મહિના અગાઉ ખાતમુર્હુત છતાં કડી નો કયો રોડ હજી ખખડધજ:- રાજકીય આંટીઘૂંટીમાં રોડ ફસાયો અને પ્રજા ત્રાહિમામ

    કડી શહેરનો મુખ્ય રસ્તો કહી શકાય કે જેનું ખાતમુર્હુત સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય કરશન સોલંકી ના હસ્તે થયા ના છ મહિના ઉપરાંત નો સમય વીતી જવા છતાં રોડ રાજકીય આંટીઘૂંટીમાં એવો ફસાયો છે કે હજી રોડ નું કાર્ય પૂર્ણ થયું નથી અને શહેરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.

     

    કડી શહેર ને એક રૂપકડું ઉપનામ આપવામાં આવેલું છે.” કડી એટલે સોનાની દડી” જેવા મસ્ત મજાના રાજ્યમાં માથું ઊંચું રાખીને વટભેર છાતી કાઢીને ફરતા શહેરના લોકો અત્યારે રાજકીય કાવાદાવામાં એવા ફસાયા છે કે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.કડી ના વડવાળા હનુમાન મંદિર થી ભાગ્યોદય ચોકડી સુધીનો માત્ર 600 મીટર જેટલો રોડ ની હાલત બિસ્માર બની છે.શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ ઉપર પડેલા મસમોટા ખાડાઓથી ત્રાહિમમાં જનતાએ રોડ ના નવીનીકરણ ની વારંવાર રજૂઆત કરતા રોડ ના નવીનીકરણ ની મંજૂરી પણ મળી ગઈ હતી પરંતુ શહેરની જનતા ને સારા રોડ રસ્તા ના ઉપયોગ માટે રાહ જોવાની તેમના ભાગ્યમાં લખેલી હશે જેથી સમય વિતવા છતાં હજી સુધી રોડ નું કામ અધૂરું રહ્યું છે.

     

    કડી પૂર્વ સ્વર્ગસ્થ ધારાસભ્ય કરશન સોલંકી અને પાલિકા ના હોદ્દેદારો રહિત ના આગેવાનોએ છ મહિના પહેલા રોડ નું ખાતમુર્હુત કર્યું હતું ત્યારે ડામર રોડ બનાવવામાં આવનાર હતો પરંતુ શહેરનો મુખ્ય માર્ગ અને માર્કેટ યાર્ડ હોવાથી તેમજ પાણી ભરાવાની સમસ્યા ના કારણે સીસી રોડ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી ત્યારે અધિકારીઓએ 1 કરોડ ના ખર્ચે બનનાર રોડ ફ્કત 2 મહિનામાં પૂર્ણ થઈ જશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ છ મહિના ઉપરાંત નો સમય વિતવા છતાં ફક્ત સીસીટીવી રોડ નું કામકાજ પૂર્ણ થયું છે અને આગળ ની બાજુ હજુ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે.ખાડાઓના કારણે અને ટ્રાફિક સમસ્યાથી ટ્રસ્ટ વેપારીઓ અને જનતા ત્રાહિમમાં પોકારી ઉઠી છે અને ક્યારે રોડ નું કાર્ય પૂર્ણ થાય તેની કાગડોળે રાહ જોઈ ને બેઠા છે.

  • અષાઢી બીજે કચ્છ કાર્નિવલ ઉત્સવ નું આયોજન કરાયું

    દર વર્ષ ની માફક અષાઢી બીજે કચ્છમાં નવા વર્ષની શરૂઆત થાય છે. અષાઢી બીજ થી કચ્છમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી નવા વર્ષ નિમિત્તે કચ્છ કાર્નિવલ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હતું. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે આ કાર્યક્રમ ભુજ શહેરના હમીરસર તળાવ પર યોજવામાં આવે છે. આજે પણ તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છની પરંપરા દર્શાવવામાં આવી હતી.

    જેમાં 62 કૃતિઓમાં બે હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.

    હજારોની મેચની અહીં ઉમટી હતી. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નું મોમેન્ટો અને સાલ વડે અને પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.

    કચ્છના ધારાસભ્યો તેમજ નગરપાલિકાના પ્રમુખો આ પ્રસંગે હાજર રહ્યા હતા

    .

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ સરહદના સંત્રીઓને ઓપરેશન સિંદૂર ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા

    કચ્છ – ગાંધીનગર

    બી.એસ.એફ ખાવડા બીઓપી ખાતે ૮૫ બલૂચ વિજેતા બટાલિયનના જવાનો સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંવાદ યોજવામાં આવ્યો હતો.

     મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ના ત્રીજા દિવસે આવતી કાલે કચ્છ જિલ્લાના છેવાડાના ગામ કુરનની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવવા માટે શુક્રવારે મોડી સાંજે કચ્છ પહોચ્યા હતા.

    મુખ્યમંત્રીશ્રીએ કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતા બોર્ડર સિક્યુરીટી ફોર્સ બી.એસ.એફ.ની ૮૫ બટાલિયનના જવાનોને મળીને તેમની સાથે ભોજન લીધું હતું .

    ૧૯૭૧ના યુદ્ધમાં આ બટાલિયનના જવાનોએ દુશ્મન ક્ષેત્રમાં અંદર સુધી પ્રવેશ કરીને પાકિસ્તાની સૈન્યની કોલમ નષ્ટ કરી હતી અને ૨૧માં બલુચ રેજિમેન્ટના રેજિમેન્ટલ હેડક્વાર્ટર પર હુમલો કરીને તેને નષ્ટ કર્યુ હતુ.

    ૮૫ બટાલિયને રેજિમેન્ટલ ઈન્સિગ્નિયા અને રાઈફલ રેક જેવી યુદ્ધ ટ્રોફીઓ મેળવી છે અને ૧૯૭૧ના યુદ્ધમાં આ બટાલિયનના વિજયે તેને બલુચ વિજેતાની ઓળખ અપાવી છે એટલું જ નહીં,ઓપરેશન સિંદુરમાં પણ ૮૫ બટાલિયન બી.એસ.એફ.એ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

     મુખ્યમંત્રીશ્રીએ દેશની સીમાની સુરક્ષા કરતા બી.એસ.એફ.ના આ જવાનો સાથે સંવાદ ગોષ્ઠી પણ કરી હતી અને રણની વિષમ પરિસ્થિતિમાં પણ દેશની સરહદના સંત્રી તરીકે ખડે પગે રહેવાની ફરજ નિષ્ઠાની પ્રસંશા કરી હતી.

    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેના અને સુરક્ષા બળોએ ઓપરેશન સિંદૂર ની જે સફળતા મેળવી છે તે માટે મુખ્યમંત્રીશ્રીએ સૌ ગુજરાતીઓ વતી અભિનંદન પાઠવ્યા હતા.

    મુખ્યમંત્રીશ્રીએ જવાનોને સંબોધન કરતાં જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરની સફળતામાં જવાનોએ દેશ પ્રત્યેના ઉત્તમ સમર્પણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.તેમણે જવાનોના આ અદમ્ય સાહસને બિરદાવ્યું હતું.

    ગુજરાત ફ્રન્ટિયર બી.એસ.એફના આઈ.જી. શ્રી અભિષેક પાઠકે સ્વાગત પ્રવચન કરીને ગુજરાત રાજ્યમાં સ્થિત વિવિધ બી.એસ.એફ. ચોકીઓ ખાતે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ હંમેશા સહયોગ આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. 

    આ ઉપરાંત ભુજમાં “બી.એસ.એફ રેઈઝીંગ ડે પરેડ’ની ઉજવણી કરાશે એમ તેઓએ જાહેરાત કરી હતી. 

    આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહજી જાડેજા, ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, બી.એસ.એફ વેસ્ટર્ન કમાન્ડના એડીજીશ્રી એસ.એસ.ખંધારે, કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ,બી.એસ.એફ ભુજના ડીઆઇજીશ્રી અનંતકુમાર સિંઘ, ૮૫ બટાલિયનના કમાન્ડન્ટશ્રી શિવકુમાર સહિત જવાનો, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • માળીયા હાટીના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા અને લોક સેવક જીવા સિસોદિયા એ દર્દીને નવજીવન આપ્યું

    ગુજરાત રાજ્યના માંગરોળ માળીયા હાટીના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અને લોકસેવક જીવા સિસોદિયા ની સમયસૂચકતા અને 108 જેવી તકેદારી થી દર્દીને નવજીવન આપતા લોકો બંને લોક સેવકનો આભાર માની રહ્યા છે.

     

    માળીયા હાટીના તાલુકાના મંજુ ભૂપત સિસોદિયા ઉં.વર્ષ 49 ને તાજેતરમાં ગંભીર ફંગસ નું સંક્રમણ થયું હતું જેથી તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ કોઈ ટેક્નિકલ કારણોસર “માં” કાર્ડ નીકળતું નહોતું જેથી પરિવાર સારવાર ના ખર્ચ ને લઈને ચિંતામાં મુકાયો હતો ત્યારે આવા કપરા સમયમાં તાલુકાના લોકસેવક જીવા સિસોદિયા નો સંપર્ક કરવામાં આવતા જીવા સિસોદિયાએ તાત્કાલિક વિસ્તારના ધારાસભ્ય અને લોકસેવક ભગવાનજી કરગઠીયા ને જાણ કરતા ધારાસભ્યે તાત્કાલિક મુદ્દાને ગંભીરતા થી લઈ તેમના લેટરપેડ ઉપર જરૂરી રજૂઆત કરી ગાંધીનગર સંપર્ક કેન્દ્ર ઉપર ટેલિફોનીક કામગીરી ઝડપી બનાવવા સૂચના આપતા દર્દીને તાત્કાલિક જરૂરી સારવાર મળી અને જીવતદાન મળ્યું હતું.દર્દીને જીવતદાન મળતા પરિવારજનોએ બંને લોકસેવકોને આભાર વ્યક્ત કર્યો હતો.સમગ્ર મામલે બંને લોક પ્રતિનિધિઓની સમય સૂચકતા અને માનવતાવાદી સેવાની ભાવનાની લોકોએ પ્રશંસા કરી હતી

    [IT_EPOLL id="1"][/IT_EPOLL]

    .

  • દૂધસાગર ડેરીમાં થયેલા લાફાકાંડ ના આક્ષેપ મુદ્દે ચેરમેન અશોક ચૌધરી નો ખુલાસો

    શુક્રવાર ના રોજ મહેસાણા દૂધસાગર ડેરીમાં ભાજપના મેન્ડેડ ઉપર ચૂંટાયેલા ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ નું જૂથ સામસામે આવી ગયું હતું જેમાં યોગેશ પટેલે ભ્રષ્ટાચાર મુદ્દે ચેરમેન અશોક ચૌધરી ને પ્રશ્ન પૂછતા તેમણે ઉશ્કેરાઈ જઈ તેમને લાફો મારી દીધો હોવાનો આક્ષેપ કરી મહેસાણા B ડિવિઝન ખાતે તેમના જૂથ સાથે અશોક ચૌધરી સામે ફરિયાદ નોંધાવવા પહોચ્યા હતા ત્યારે દૂધ સાગર ડેરી ના લાફા કાંડ મુદ્દે ચેરમેન અશોક ચૌધરી નો રસપ્રદ ખુલાસો સામે આયો છે.

    અશોક ચૌધરીએ લાફા કાંડ મુદ્દે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તેમની ઉપર લાફો મારવાનો જે આક્ષેપ થયો છે તે ખોટો છે.ડેરીમાં કોઈ ભ્રષ્ટાચાર વ્યાપેલો નથી.જ્યાર થી ડેરીમાં સત્તા પરિવર્તન થયેલું છે ત્યારબાદ ડેરી નો વિકાસ થયેલો છે.ડેરીમાં પારદર્શકતા સાથે વહીવટ કરાઈ રહ્યો છે.છેલ્લા સાડા ચાર વર્ષ થી ડેરી ના સુલભ અને કુશળ વહીવટથી પશુચાલકો ખુશ છે અને તેમના ઉપર જે આક્ષેપ થયો છે તે તદ્દન પાયા વિહોણા છે.વાઇસ ચેરમેન યોગેશ પટેલ જે પ્રશ્નો લઈને આવ્યા હતા એ બોર્ડ મિટિંગ પહેલા જ ડિરેક્ટરોને આજે ઝગડો કરવાના છે તેવું તેમણે કહ્યું હતું.યોગેશ પટેલે અસભ્ય વર્તન કર્યું હોવા છતાં અમે તેમને સમજાવ્યા હતા પરંતુ તો પણ તેઓ બોર્ડ રૂમમાંથી બહાર નીકળી ગયા હતા . તેમણે જે લાફો મારવાનો આક્ષેપ કર્યો છે તે પાયા વિહોણા ખોટો છે અને તે આજે બોર્ડ મિટિંગમાં વાતાવરણ ડહોળવાજ આવ્યા હતા.

     

    શું ચેરમેન અશોક ચૌધરી વાઇસ ચેરમેન ઉપર હુમલો કરવા પંકાયેલા ??

    દૂધસાગર ડેરીમાં આજે થયેલા લાફા કાંડ મામલે વાઇસ ચેરમેન યોગેશ પટેલે ચેરમેન અશોક ચૌધરી સામે આક્ષેપ કર્યો છે જે મામલે અશોક ચૌધરીએ સમગ્ર આક્ષેપ ને ફગાવી દીધા છે ત્યારે ભૂતકાળમાં પણ આવા કાંડ સામે આવ્યા હતા.ભૂતકાળમાં વાઇસ ચેરમેન મોઘજી ભાઈ ચૌધરી હતા ત્યારે પણ તેમના ઉપર હુમલો થયો હતો અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.ભૂતકાળ અને અત્યારે થયેલા આક્ષેપ મુદ્દે એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે અશોક ચૌધરી ડેરીમાં એકહથ્થુ શાસન કરવા ટેવાયેલા છે અને તેમની સામે પ્રશ્નો કરવા વાળા ને તેઓ ગણકારતા નથી.જોકે અત્યારે વાઇસ ચેરમેન યોગેશ પટેલ ના આક્ષેપ મુદ્દે સાચી વિગતો તપાસ બાદ જ બહાર આવશે.

  • શું મહેસાણા દૂધ સાગર ડેરીમાં થઈ લાફાવાળી ?? ચેરમેન અશોક ચૌધરી એ વાઇસ ચેરમેનને લાફો ઝીંક્યો હોવાની ચર્ચા..

    મહેસાણા દૂધ સાગર ડેરીના રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે.મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થતા દૂધસાગર ડેરી ના ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેન યોગેશ પટેલ ને લાફો માર્યો હોવાનો આક્ષેપ કરતા માહોલ ગરમાયો છે.

    મહેસાણા દૂધ સાગર ડેરીના રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે.મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થતા દૂધસાગર ડેરી ના ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેન યોગેશ પટેલ ને લાફો માર્યો હોવાનો આક્ષેપ કરતા માહોલ ગરમાયો છે.

     

    સમગ્ર એશિયામાં જેની ગણના થાય છે તેવી દૂધસાગર ડેરી નું રાજકારણ અત્યારે ગરમાયું છે.મહેસાણા દૂધસાગર ડેરી ખાતે શુક્રવાર ના રોજ બોર્ડ મિટિંગ યોજાઈ હતી જેમાં ડેરી ના કેટલાક પ્રશ્નોને લઈને હોબાળો મચી જવા પામ્યો હતો જેમાં દૂધસાગરડેરી ના વાઇસ ચેરમેન યોગેશ પટેલ દ્વારા ચેરમેન અશોક ચૌધરી ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા.વધુમાં તેમણેજણાવ્યું હતું કે અશોક ચૌધરીએ બોલાચાલી દરમ્યાન તેમને લાફો મારી દીધો હતો જેથી તેમના ચશ્મા અને સોનાની ચેન પણ તૂટી ગઈ હતી જેથી તેઓ ડેરી ના અન્ય ડિરેક્ટર કનુભાઈ ચૌધરી અને એલ કે પટેલ સાથે મહેસાણા B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે પહોંચ્યા છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે ડેરી ની કેટલીક બાબતો અંગે તેમણે પ્રશ્ન પૂછતા ચેરમેન અશોક ચૌધરી ગુસ્સે થઈ ગયા હતા અને તેમને લાફો ઝીંકી દીધો હતો.

     

    સમગ્ર લાફકાંડ મુદ્દે અત્યારે તો રાજકારણ ગરમાયું છે.દૂધસાગર ડેરી ના ચેરમેન અને વાઇસ ચેરમેન બંને ભાજપના મેન્ડેડ ઉપર ચૂંટાઈ ને આવ્યા હોવા છતાં ડેરી નો આંતરિક વિખવાદ સામે આવ્યો છે

    .

  • આખલાઓ ના આતંક થી ક્યાં રાહદારીઓ ના જીવ તાળવે ચોંટયા

    વિસનગર શહેરમાં જાહેર માર્ગ ઉપર બે આખલાઓનો આતંક સામે આવ્યો હતો.જાહેર રોડ ઉપર બે આખલાઓ સામસામે આવી જતા રાહદારીઓને જીવ તાળવે ચોંટયા હતા.વિસનગર શહેરના લોકો ઘણા સમય થી શહેરમાં રખડતા ઢોરો નો ત્રાસ દૂર કરવા માંગણી કરી રહ્યા છે પરંતુ વિસનગર પાલિકાનું નઘરોળ તંત્ર મીઠી ની નિંદ્રામાં પોઢી રહ્યું છે.કોઈ અનિચ્છનીય બનાવ બને ત્યારે જ પાલિકા તંત્ર જાગશે કે શું ?? તે મોટો સવાલ છે.

  • કડી શહેરમાં 54 મી ભગવાન જગન્નાથ ની ભવ્યાતિભવ્ય રથયાત્રા

     

    અષાઢી બીજના પવિત્ર દિવસે કડી શહેરમાં ભગવાન જગન્નાથ ની 54 મી ભવ્ય રથયાત્રા નીકળતા ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.શહેરના દેત્રોજ રોડ ઉપર ના રામજી મંદિર ખાતે થી પરંપરાગત રીતે ભવ્ય જગન્નાથ ભગવાન ની રથ યાત્રાનો પ્રારંભ થયો હતો.

    રામજી મંદિર થી પ્રયાણ થયેલી રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારો માં ઘૂમી હતી.શહેરમાં ભગવાન જગન્નાથ નગર ચર્યાએ નિકળતા મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.રથયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ને અટકાવવા માટે કડી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો