સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની ઋતુ જામી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ તેમજ વરસાદ પડી રહ્યો છે જ્યાં કડી પંથકમાં છેલ્લા એક અઠવાડિયા થી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.
કડી પંથકમાં બુધવારે મોડી રાત્રે અને દિવસ દરમિયાન કુલ બે ઇંચ વરસાદ પડતા અનેક વેચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદભવી હતી. ગુરુવારે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા જ્યાં કડી તાલુકાના નાની કડી રોડ ઉપર આવેલ મમતા સોસાયટી અને ડીજે સ્કૂલની સામે રોડ ઉપર પાણી ભરાઈ રહેતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા જ્યારે આ સ્કૂલની સામે જ પાણી ભરાતા વિદ્યાર્થીઓ પણ સ્કૂલે જતા પરેશાન થઈ ગયા હતા.
કડી પંથકમાં વર
સાદી વાતાવરણ બનતા પંથક ની અંદર ઠંડક પસરી ગઈ હતી, કડી શહેરમાં અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા જ્યારે અનેક વિસ્તારમાં પાણી કલાકો બાદ ગયા હતા પરંતુ નાની કડી રોડ ઉપર વરસાદી પાણી ન ઓછળતા વાહનચાલકો તેમજ રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.






