મુખ્ય બજારમાં આવેલી ખજાના ટ્રેડર્સમાં દરોડો
કડી શહેરમાં સેન્ટ્રલ જીએસટી ની ટીમે દરોડો પાડતા વેપારીઓમાં હડકંપ મચી જવા પામ્યો છે.મોટી રકમની કરચોરીની આશંકા ના પગલે જીએસટી વિભાગે રેડ કરી હોવાની માહિતી સૂત્રો પાસે થી મળી છે.
- કડી શહેરની મુખ્ય બજારમાં આવેલી તંબાકુ ની પેઢી ઉપર ગઈ સાંજ થી જીએસટી વિભાગની રેડ ની કામગીરી ચાલુ છે.
શહેરની મુખ્ય બજારમાં આવેલી શ્રીદેવી છાપ તંબાકુ નો વેપાર કરતી ખજાના ટ્રેડર્સ નામની પેઢી ઉપર સેન્ટ્રલ જીએસટી વિભાગની ટીમે રેડ કરી હતી.
ખજાના ટ્રેડર્સ ના માલિકે મોટી રકમની કરચોરી કરી હોવાની આશંકા ના પગલે પડેલી રેડ ની તપાસ અત્યારે હાલ ચાલી રહી છે.
રેડ પૂરી થયા બાદ સમગ્ર વિગતો બહાર આવશે.






