સમગ્ર ગુજરાતમાં ખળભળાટ: અમરેલીમાં પારિવારિક ઝઘડામાં 60 વર્ષના વૃદ્ધને નિર્મમ હત્યા

SHARE:

વડિયા તાલુકાના અરજણસુખ ગામે સસરા પક્ષે કુહાડીના ઘા મારી વૃદ્ધના બંને પગ કાપી નાખ્યા; સારવાર દરમિયાન વૃદ્ધનું મોત

 

અમરેલી: અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામે લગ્નના વિવાદને લઈને એક ચોંકાવનારી અને નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે. ગોંડલના રહેવાસી 60 વર્ષીય દિનેશ સોલંકીનું તેમની પત્નીના પાંચ ભાઈઓએ હુમલો કરીને હત્યા કરી નાખી છે.

મળતી માહિતી મુજબ, દિનેશ સોલંકી અને તેમની પત્ની વચ્ચે છેલ્લા એક મહિનાથી વિવાદ ચાલી રહ્યો હતો, જેના સમાધાન માટે તેઓ અરજણસુખ ખાતે તેમની ભત્રીજીના ઘરે ગયા હતા. આ સમાધાનની ચર્ચા દરમિયાન, પત્નીના ભાઈઓ (સાળાઓ) ત્યાં પહોંચ્યા હતા.

ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં, આશરે પાંચ જેટલા આરોપીઓએ દિનેશ સોલંકી પર ઘાતક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ સૌપ્રથમ તેમને ધાતુના પાઇપ વડે માથામાં માર માર્યો અને ત્યારબાદ કુહાડી વડે તેમના બંને પગ કાપી નાખ્યા હતા.

ગંભીર રીતે ઘાયલ થયેલા દિનેશ સોલંકીને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ નિધન થયું હતું.

પોલીસ કાર્યવાહી:

આ ઘટના બાદ, વડિયા પોલીસે મૃતકની ભત્રીજીની ફરિયાદના આધારે મૃતકના પાંચ સાળાઓ— કાનજી સવાણીયા, હાકુ સવાણીયા, નાનુ, બાઘા, જાદવ સહિત કુલ આઠ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાયબ પોલીસ અધિક્ષક (DSP) દ્વારા જણાવ્યા મુજબ, પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ ટીમો બનાવી છે અને આ મામલે સઘન તપાસ ચાલી રહી છે.

Leave a Comment

error: Content is protected !!