જામનગર: કલેક્ટર કચેરીમાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ, 8 અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ

અહેવાલ: વિશાલ જે હરવરા, જામનગર

જામનગર તા. 20 નવેમ્બર: જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી જામનગર ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કુલ 10 અરજીઓમાંથી 8 અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યો, જે અરજદારો માટે સુખદ સમાચાર તરીકે સ્વીકારાયું.

કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની ફરિયાદોને કલેક્ટરે ધ્યાનપૂર્વક સાંભળી, દરેક પ્રશ્નનો નિરાકરણ લાવવા માટે તાત્કાલિક કાર્યવાહી સુનિશ્ચિત કરી. આ પ્રસંગે કલેક્ટરે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી, ચોક્કસ સમય મર્યાદામાં બાકી પ્રશ્નોનું ઉકેલ લાવવા સૂચના આપી. જ્યાં જરૂરી લાગ્યું ત્યાં વિભાગોનું અરસ પરસ સંકલન પણ સુનિશ્ચિત કરાયું.

અરજદારના પ્રશ્નો અને ઉકેલો

આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે:

સોસાયટીમાં પાણી પૂરવઠો પૂરો ન હોવો

રી-સર્વે પ્રોમોલગેશન અંગે ક્ષતિ સુધારા

માર્ગની બાજુઓ પર દબાણ માપણી

સરકારી જગ્યા તથા રોડ પરના બિનઅધિકૃત દબાણો દૂર કરાવવું

પીવાના પાણી માટે અન્ડરગ્રાઉન્ડ પાઈપલાઈન

પોલીસ ફરિયાદ સંબંધિત પ્રશ્નો

વરસાદી પાણી ભરાવાના પ્રશ્નો

જન્મતારીખના દાખલામાં વારસદાર નામ ઉમેરવા વગેરે

કલેક્ટરે દરેક પ્રશ્ન સાંભળી સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી તાત્કાલિક નિકાલ લાવવા હુકમ આપ્યા. અરજદારોને કાર્યક્રમ અંતે પોતાના પ્રશ્નોનો સુખદ ઉકેલ મળતા તેઓએ સંતોષ અને હર્ષ વ્યક્ત કર્યો.

ઉપસ્થિતિ

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈની, અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, તેમજ સંલગ્ન વિભાગોના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા.

આ કાર્યક્રમ કલેક્ટર કચેરી દ્વારા જિલ્લામાં નાગરિક સેવાની સુખદ છબિ રજુ કરતો પ્રયાસ અને માનવીય અભિગમ દર્શાવતો ઉદાહરણ બન્યો છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *