ગુજરાતમાં વરસાદનો વધુ એક ભારે રાઉન્ડ શરૂ
ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજથી આગામી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 30 જુલાઈએ સુરત સહિત 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે 31 જુલાઈએ અમદાવાદ, વડોદરા, સુરત સહિત 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને 24 તાલુકામાં 1 મિમીથી લઈને પોણો ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.
અમદાવાદ-વડોદરાની સ્કૂલ-કોલેજોમાં રજા
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને 31 જુલાઈએ અમદાવાદ અને વડોદરાની તમામ સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
અમદાવાદમાં તમામ આંગણવાડીઓ 3 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં પણ મોડીરાતથી ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ પર મૂકાયું છે.
ગાંધીનગરમાં વેધર વૉચ ગ્રુપની બેઠક
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ‘વેધર વૉચ ગ્રુપ’ની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં તમામ જિલ્લા તંત્રને:
-
જરૂર પડે ત્યાં NDRF અને SDRFની ટીમો તૈનાત રાખવા,
-
નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સમયસર સ્થળાંતર કરાવવા,
-
જર્જરિત મકાનો અને જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા,
-
આપત્તિ અંગે સમયસર ચેતવણી પહોંચાડવા






