મહેસાણાના યુવાને પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ મેળવી મહેસાણા નું નામ ઉજાળ્યું :– 53 કિગ્રા ના યુવાને 75 કીગ્રા ઊંચક્યું

મહેસાણા ના જયેશ સુથાર નામના કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માં ડિપ્લોમા કરતા યુવાને 5 દેશો ની વચ્ચે પોતાની તાકાત બતાવી છે.પાવર લીફ્ટિંગ ગેમમાં ગોલ્ડ મેળવી મહેસાણા નું નામ અનય દેશોમાં પણ ગુંજતું કર્યું.

મહેસાણા ના વતની એવા જયેશ સુથાર કોમ્પ્યુટર એન્જિયરિંગ માં અભ્યાસ ની સાથે સાથે છેલ્લા એક વર્ષ થી પાવર લિફ્ટિંગ માં મહેનત કરે છે.નેપાળ ખાતે 15 થી 17 ઓગસ્ટ ના રોજ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી જેમાં જયેશ સુથારે 53 કિગ્રા ની કેટેગરીમાં ભાગ લીધો હતો જયેશ સુથારે 53 કિગ્રા બોડીવેઇટ હેઠળ બેન્ચ પ્રેસમાં ભાગ લીધો હતો જેમાં ભારત સાથે શ્રીલંકા,નેપાળ,પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા મળી કુલ પાંચ દેશો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમાં 53 કિગ્રા જયેશ સુથારે 75 કીગ્રા વજન ઉઠાવ્યું હતું.75 કીગ્રા વજન ઉંચકી જયેશ સુથારે ગોલ્ડ મેડલ મેળવતા મહેસાણા નું નામ વિદેશમાં પણ ગુંજતું કરી દીધું છે.ગોલ્ડ મેડલ મેળવતા પરવારજનો તેમજ સ્નેહીઓએ અભિનંદન આપ્યા હતા.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *