મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંકના CEO વિનોદ પટેલની ધરપકડ CID ક્રાઈમ દ્વારા કાર્યવાહી, રૂ.64 કરોડ લોન કૌભાંડની તપાસ શરૂ

મહેસાણા:

મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંકના CEO વિનોદ પટેલને CID ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બેંકમાંથી બિજલ મહેતા અને તેની પત્ની અમન મહેતાની માલિકીની કંપનીઓ – બાગેશ્રી ઇન્ફ્રા અને ઓમ ઇન્ફ્રાના નામે કરોડો રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

2016 થી 2023 દરમ્યાન લેવામાં આવી 64 કરોડની લોન

આરોપ મુજબ વર્ષ 2016 થી 2023 દરમ્યાન બેંકમાંથી કુલ રૂ.64 કરોડની લોન આપવામાં આવી હતી. આ લોન મંજૂરી દરમિયાન RBIની ગાઇડલાઇનનો ભંગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.

મેળાપીપણામાં આપી લોન

CEO વિનોદ પટેલે બિજલ મહેતા સાથેના મેળાપીપણાના કારણે લોન મંજૂર કરી, એવો આરોપ છે. જેના કારણે બેંકના નિયમો તથા પ્રક્રિયાનો ભંગ થયો હોવાની જાણકારી બહાર આવી છે.

વધુ ધરપકડો

આ કેસમાં ગાંધીધામ શાખાના મેનેજર પી.ટી. પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ સમગ્ર કૌભાંડની CID ક્રાઈમ તપાસ કરી રહી છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *