રીપોર્ટ : નયનભાઈ રાવરાણી
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં એસએલ માંડવીયા ફાઉન્ડેશન દ્વારા જનસેવા રથ આપણા આંગણે હેઠળ વોર્ડ નંબર 4 ભૂલકા ગરબી ચોક, ખરાવાડ પ્લોટ વિસ્તારમાં વિશાળ જનકલ્યાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ લોકોને ઘરઆંગણે પહોંચાડવાનો હતો. સ્થળ પર નીચે મુજબની અનેક યોજનાઓ અંગે માર્ગદર્શન તથા લાભ આપવામાં આવ્યો:
-
આયુષ્યમાન ભારત કાર્ડ
-
રેશન કાર્ડ – ઈ-કેવાયસી
-
વૃદ્ધા પેન્શન યોજના
-
સુકન્યા સમૃદ્ધિ યોજના
-
વહાલી દીકરી યોજના
-
વિશ્વકર્મા યોજના
-
દિવ્યાંગ સહાય યોજના
-
તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓ
વોર્ડ નં. 4 અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યોજનાઓનો લાભ લીધો હતો.
કાર્યક્રમમાં આગેવાનોની હાજરી
કાર્યક્રમને સફળ બનાવવામાં નીચે મુજબના આગેવાનોની મહત્વપૂર્ણ હાજરી રહી હતી:
-
વોર્ડ નં. 4 સુધરાઈ સભ્ય: સી.સી. અંટાળા, પાયલબેન ધોળકિયા, પીન્ટુભાઈ કોયાણી, ભારતીબેન રાબડીયા
-
ભાજપ અગ્રણી: વિનુભાઈ માથુકિયા, રાજુભાઈ બાલધા
-
નગરપાલિકા સભ્ય: મહેશભાઈ શિરોયા
-
અન્ય મહાનુભાવો: વિજયભાઈ અંટાળા (ભગવાન), કેતનગીરી મેધનાથી, આશાબેન લીમ્બડ
-
યુવા ભાજપ પ્રમુખ: નિરવ પટેલ, નિલેશ ધોળકિયા
સંબંધિત આગેવાનોએ જનસેવા રથ મારફતે “હવે તમારા ઘરે સરકારની સેવા” સંદેશ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
બાઈટ
સી.સી. અંટાળા – નગરપાલિકા કારોબારી ચેરમેન






