ભરૂચ: સાંસદ મનસુખ વસાવાની પશ્ચિમ રેલવે GM સાથે બેઠક — ભરૂચને વંદે ભારત સહિત 4 ટ્રેનોના સ્ટોપેજ માટે ઉગ્ર રજૂઆત

SHARE:

રિપોર્ટર : મહુલ પટેલ, ભરૂચ

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક ગુપ્તા સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠક દરમિયાન રેલવેના અનેક પેન્ડિંગ મુદ્દાઓ ઉપરાંત ભરૂચ ખાતે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવા માટે સાંસદે તીવ્ર અને દ્રઢ રજૂઆત કરી હતી.

સાંસદે ભરૂચ, અંકલેશ્વર અને નર્મદા જિલ્લાનાં રેલવે સ્ટેશનો પર ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા.

સાંજે 6 થી 9 વચ્ચે અપ-ડાઉન કરનાર નોકરિયાત વર્ગની મોટી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને આ સમય દરમિયાન રેગ્યુલર ટ્રેનોની ફ્રિકવન્સી વધારવા અને નવી ટ્રેનો શરૂ કરવા પણ સાંસદે માંગ કરી હતી. અંકલેશ્વર–ભરૂચ રેલવે સ્ટેશનો પરનાં અધૂરાં કાર્યો ઝડપથી પૂર્ણ કરવાની પણ GMને તાકીદ કરવામાં આવી.

કઈ ટ્રેનોને સ્ટોપેજ આપવા માંગણી કરાઈ?

વંદે ભારત

સૂર્યનગરી એક્સપ્રેસ

ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ

મેમુ ટ્રેન

Leave a Comment

और देखें
error: Content is protected !!