વિરમગામ છાત્રાલય ખાતે ખારાપાટ ભીમરાવ સંગઠન દ્વારા ચોપડા તથા પેપર સેટનું વિતરણ

SHARE:

રિપોર્ટર: ધાર્મિક પંચાલ, વિરમગામ
વિરમગામમાં ખારાપાટ ભીમરાવ સંગઠન દ્વારા પરીક્ષિતલાલ મજમુદાર કન્યા અને કુમાર છાત્રાલય ખાતે શિક્ષણહિતનો ઉત્સાહવર્ધક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ચોપડા તથા ધોરણ-10ના માટે પેપર સેટનું વિતરણ કરવામાં આવ્યું.

 

 

આજ રોજ ખારાપાટ ભીમરાવ સંગઠન દ્વારા “પરીક્ષિતલાલ મજમુદાર કન્યા અને કુમાર છાત્રાલય – વિરમગામ” ખાતે ચોપડા તેમજ ધોરણ–10ના વિદ્યાર્થીઓ માટે પેપર સેટ (સૌજન્ય – મોહિન્દર પરમાર, જાગૃતિ ટ્યુશન ક્લાસીસ, બરોડા)નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ખાસ કરીને ખારાપાટ વિસ્તારના પાટડી, માંડલ, દસાડા અને વિરમગામ તાલુકાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને શિક્ષણહિત માટે આયોજિત કરવામાં આવ્યો હતો. છાત્રાલયમાં રહેતા દીકરીઓ અને દીકરાઓએ ભારે ઉત્સાહ સાથે હાજરી આપી હતી.

કાર્યક્રમમાં ખારાપાટ ભીમરાવ સંગઠનના સ્થાપક દિલીપભાઈ પરમાર, સંસ્થાના પ્રમુખ દીપકભાઈ ઈશ્વરભાઈ પરમાર (પે સેન્ટર આચાર્ય, કુમાર શાળા નં. 1, વિરમગામ), મહામંત્રી મનોજભાઈ આર. પરમાર, ઓડિટર મુકેશભાઈ મકવાણા, તેમજ ધાકડી શાળાના આચાર્ય હંસાબેન પરમાર સહિત સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

વિભિન્ન ગામોના વિદ્યાર્થીઓ તથા વાલીઓએ પણ કાર્યક્રમને સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

કુમાર અને કન્યા છાત્રાલયના ટ્રસ્ટી ભરતભાઈ શ્રીમાળી દ્વારા છાત્રાલયની સ્થાપના, વિકાસ અને સેવા કાર્યો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. ગૃહપતિ દિનેશભાઈ લકુમ અને ગૃહમાતા સોનલબેન દ્વારા મહેમાનો તથા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું. ટ્રસ્ટી ધર્મેશભાઈ શ્રીમાળી દ્વારા કાર્યક્રમનું સુવ્યવસ્થિત મંચ સંચાલન કરવામાં આવ્યું.

આ પ્રસંગે સંગઠનના પ્રમુખ દીપકભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપવામાં આવ્યું અને ઉચ્ચ શિક્ષણ દ્વારા જીવનમાં પ્રગતિ માટે પ્રોત્સાહિત કર્યા.

Leave a Comment

और देखें
error: Content is protected !!