સુરત: સરથાણા પોલીસે મોટરસાયકલ તથા બુલેટ ચોરીના કેસમાં આરોપી અંકેશ મોહન ભુરીયાને ઝડપી પાડ્યો

SHARE:

રીપોર્ટર: તુષાર કમાણી, સુરત

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોટરસાયકલ ચોરીના કેસ તેમજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બુલેટ બાઈક ચોરીના કેસમાં સંડોવાયેલા આરોપી અંકેશ મોહન ભુરીયાને સરથાણા પોલીસએ ઝડપી પાડ્યો છે.

પોલીસ મુજબ, શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બાઈકોની ચોરીના બનાવોમાં વધારો જોવા મળતા ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસ ટીમો ગતિવિધિઓ પર ખાસ નજર રાખી રહી હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સરથાણા પોલીસની ટીમે ટ્રેપ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસે થી ચોરી ગયેલી બુલેટ બાઈક સહિત મોટર સાઈકલનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ હાલમાં આરોપીની પુછપરછ કરી રહી છે કે તેણે બીજા કોઈ વિસ્તારોમાં પણ આવી ચોરીઓ આચરી છે કે નહીં. આ કાર્યવાહીથી ચોરીની વધતી ઘટનાઓ સામે પોલીસને મહત્વપૂર્ણ લીડ મળી છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!