24 કલાકમાં ભરૂચમાં 3 ઔદ્યોગિક અકસ્માત—3 કામદારોનાં મોત! સુરક્ષાની બેદરકારીનો મોટો સવાલ: જવાબદાર કોણ?

SHARE:

રિપોર્ટર: મેહુલ પટેલ, ભરૂચ

ભારતના રાસાયણિક ઉદ્યોગના સૌથી મોટા કેન્દ્રોમાં એક—ભરૂચ.

એશિયા ની સૌથી મોટી GIDC ધરાવતો આ જિલ્લો હજારો કરોડોના કેમિકલ, ફાર્મા અને પેટ્રોકેમિકલ ઉત્પાદન માટે દેશ-વિદેશમાં જાણીતા છે.પરંતુ અહીં કામ કરતા માસુમ કામદારો માટે આ જ GIDC હવે રોજગાર નહીં, પણ જોખમનું ઘર બની રહ્યું છે.માત્ર 24 કલાકમાં પાનોલી, દહેજ અને ઝઘડિયા GIDCમાં ત્રણ ગંભીર ઔદ્યોગિક દુર્ઘટનાઓ બની છે, જેમાં ત્રણ યુવા કામદારોના મોત થયા છે અને બે ગંભીર રીતે ઘવાયા છે. આ ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા, કંપનીઓની બેદરકારી અને સરકારી એજન્સીઓની નિષ્ક્રિયતા પર ફરી એકવાર પ્રશ્નચિહ્ન મૂકી દીધું છે.

ઘટના–1: પાનોલી GIDC | કેમિકલની અસરથી 37 વર્ષીય કામદારનો મોત

પાનોલીની સન ફાર્મા કંપનીના Plant No.6માં રિએક્ટર–617માં ટોલ્વીન પ્રોસેસ ચાલી રહી હતી.આ દરમિયાન 37 વર્ષીય કામદાર અલાદ કંદબા ભુએને અચાનક ટોલ્વીનની અસર લાગતા ગંભીર માથાનો દુઃખાવો શરુ થયો.તેમને કંપનીના OHCમાં લઈ જવામાં આવ્યાત્યાંથી ગંભીર હાલતમાં અંકલેશ્વર GIDCની પદ્દમસિદ્ધ હોસ્પિટલ રિફર .થોડી જ મિનિટોમાં મોતપરિવાર આક્ષેપ કરે છે કે જો યોગ્ય પ્રોટેક્ટિવ ગિયર અને ગાસ લીકેજ એલર્ટ સિસ્ટમ હોત તો જીવ બચી શક્યો હોત.

ઘટના–2: દહેજ GIDC | રિલાયન્સ કંપનીમાં કામદારનું “ભેદી” મોત

દહેજની રિલાયન્સ કંપનીમાં કામ દરમિયાન એક કામદાર ચંદુભાઈનું મોત થયું.પરંતુ આ દુર્ઘટનાની પરિસ્થિતિ કંપનીએ દિવસભર છુપાવવાનો પ્રયાસ કર્યો, એવો પરિવારનો ગંભીર આક્ષેપ છે.

પરિવારજનોના શબ્દોમાં:“બપોરે મોત થયું, પણ અમને રાત્રે જાણ કરી. કંપની સત્ય છુપાવી રહી છે. આ મોત બેદરકારીથી જ થયું છે.”ચંદુભાઈનો મૃતદેહ રાત્રે સિવિલ હોસ્પિટલ ભરૂચમાં કંપનીની એમ્બ્યુલન્સ મારફતે પહોંચાડાયો—પરંતુ અકસ્માતની વાસ્તવિક માહિતી હજુ બહાર નથી આવી.

ઘટના–3: ઝઘડિયા GIDC | રસાયણિક બ્લાસ્ટમાં એકનું મોત, એક ગંભીર

ઝઘડિયા GIDCની નાઈટ્રેક્સ કંપનીમાં બોલ ડાઈજેસ્ટરમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થયો.બે કામદારો ગંભીર રીતે ઘવાયા જેમ એકનું સ્થળ પર જ મોત જ્યારે બીજાની હાલત ગંભીર, હોસ્પિટલમાં સારવાર હેઠળ.દૃશ્ય એટલું ગંભીર હતું કે નજીકના પ્લાન્ટોમાં કામ કરતા લોકો ફફડી ગયા.

મોટા સવાલો: સુરક્ષા ક્યાં છે? નિયમો કોણ અમલમાં મૂકે છે?

ભરૂચમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આ માફક અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે.આ GIDCમાં ઉપયોગમાં લેવાતા કેમિકલ્સ “હાઇ રિસ્ક” કેટેગરીના છે ત્યારબાદ પણ Safety Protocols, PPE, Leak Detection Systems, Regular Audits જેવી મૂળભૂત બાબતોમાં જ બેદરકારી જોવા મળે છે.

સરકારી એજન્સીઓ પર પણ પ્રશ્ન

શ્રમિક સુરક્ષાની જવાબદારી ધરાવતા બે મુખ્ય તંત્ર—

GPCB (Gujarat Pollution Control Board)

DISH (Directorate of Industrial Safety & Health)

…બંને પર “નામનું કામ અને કાગળ પર કાર્યવાહી” જેવા આક્ષેપ વર્ષોથી થઈ રહ્યા છે.

સ્થાનિકો કહે છે:

“અકસ્માત થાય તો બે દિવસ તપાસનો નાટક થાય, પછી બધું ઠંડું. કામદારો મરે છે, જવાબદાર કોઈ નથી.”

ભરૂચ કેમિકલ હબ—ઉદ્યોગ માટે લ્હાવો, કામદારો માટે જોખમ?

ભરૂચ જિલ્લો ભારતના કેમિકલ ઉદ્યોગનું હૃદય છે—

પરંતુ અહીં સુરક્ષા, ટ્રેનિંગ, ઓડિટ, મોનિટરિંગ અને ઇમર્જન્સી રિસ્પોન્સમાં ઘણા ખામી છે.

ત્રણથી મોટો મુદ્દો:

સેફ્ટી પર વગર ખર્ચ, પ્રોડક્શન પર જ ભાર

કોન્ટ્રાક્ટ લેબર—ટ્રેન્ડ નહીં, પણ જોખમમાં ધકેલાયેલા

કંપનીઓના આંતરિક અકસ્માત રિપોર્ટ જાહેર થતા નથી

સરકારી એજન્સીઓનું ઓડિટ માત્ર ઔપચારિકતા

અકસ્માત પછી કામદારોને દબાવવાનો પ્રયાસ

અંતમાં: શું ત્રણ જીવોના પ્રાણ સરકાર અને સિસ્ટમને જગાડશે?

માત્ર 24 કલાકમાં 3 કામદારોના મોત આ માત્ર અકસ્માત નથી, સુરક્ષા સિસ્ટમની નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ છે.

શું જવાબદાર કંપનીઓ સામે કડક કાર્યવાહી થશે?

GPCB અને DISH સાચી તપાસ કરશે?

કે ફરી એક વાર બધું ધીમું પડી જશે?

વધુ મોત રોકવા માટે હવે ફરજિયાત છે કે જિલ્લાની તમામ GIDCમાં તાત્કાલિક હાઇ લેવલ સેફ્ટી ઓડિટ, રિસ્ક અસેસમેન્ટ, અને કામદારોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે.

Leave a Comment

और देखें
error: Content is protected !!