માંજલપુર પેટાચૂંટણીની તારીખો જાહેર: 30 જુલાઈએ મતદાન, 3 ઓગસ્ટે આવશે પરિણામ

SHARE:

માંજલપુર પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર
ચૂંટણીપંચે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી બેઠક માટે હવે ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે.
મહત્વની તારીખો
  • 6 જુલાઈ 2026 – ચૂંટણીની નોટિફિકેશન
  • 13 જુલાઈ – ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ
  • 14 જુલાઈ – ઉમેદવારીપત્રોની ચકાસણી
  • 16 જુલાઈ – ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ
  • 30 જુલાઈ – મતદાન
  • 3 ઓગસ્ટ – મતગણતરી અને પરિણામ
  • 4 ઓગસ્ટ – ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ
રાજકીય પક્ષોમાં ચહલપહલ
ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારની પસંદગી અને ચૂંટણી રણનીતિને લઈને મથામણ શરૂ કરી છે. આચારસંહિતા પણ તાત્કાલિક અમલમાં આવી ગઈ છે.
ભાજપમાં કોણ બનશે ઉમેદવાર?
ભાજપમાંથી ડો. જયપ્રકાશ સોની, ડો. વિજય શાહ, પૂર્વ મેયર નિલેશ રાઠોડ, પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામ પટેલ, સ્નેહલ પટેલ, હિરેન સુખડિયા તેમજ મયંક પટેલના નામો સંભવિત ઉમેદવાર તરીકે ચર્ચામાં છે.
યોગેશ પટેલનો રાજકીય વારસો
યોગેશ પટેલ સતત 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવવાનો વિરલ રેકોર્ડ ધરાવતા હતા. રાવપુરા બાદ માંજલપુર બેઠક પરથી પણ તેમણે સતત જીત મેળવી હતી અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભવ્ય વિજય મેળવ્યો હતો.

Leave a Comment

और देखें
error: Content is protected !!