ગુજરાતમાં AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટથી પાસ થવું બન્યું મુશ્કેલ
ગુજરાતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રક્રિયાને વધુ પારદર્શક અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે 26 RTO અને ARTO કચેરીઓમાં AI આધારિત ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યા છે. નવી સિસ્ટમ લાગુ થયા બાદ ખાસ કરીને ફોર વ્હીલર ટેસ્ટમાં ઉમેદવારોના પરિણામો ચોંકાવનારા રહ્યા છે.
ફોર વ્હીલર ટેસ્ટમાં માત્ર 23.18% ઉમેદવારો પાસ
1 મેથી 28 જૂન 2026 દરમિયાન રાજ્યના 26 RTOમાં કુલ 76,161 ઉમેદવારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યો હતો. જેમાંથી 43,611 ઉમેદવારો પાસ થયા જ્યારે 32,550 ઉમેદવારો નિષ્ફળ રહ્યા.
ફોર વ્હીલર (LMV) ટેસ્ટમાં 32,729 ઉમેદવારોમાંથી માત્ર 7,588 ઉમેદવારો જ પાસ થયા છે. એટલે કે પાસિંગ રેશિયો માત્ર 23.18 ટકા રહ્યો છે, જ્યારે 76.81 ટકા ઉમેદવારો ફેલ થયા છે.
ટુ-વ્હીલર ટેસ્ટમાં 82.94% ઉમેદવારો સફળ
બીજી તરફ ટુ-વ્હીલર ટેસ્ટમાં પરિણામ નોંધપાત્ર રીતે સારું રહ્યું છે. કુલ 43,432 ઉમેદવારોમાંથી 36,023 ઉમેદવારો પાસ થયા છે, એટલે કે 82.94 ટકા સફળતા નોંધાઈ છે.
કેમ ફેલ થઈ રહ્યા છે ઉમેદવારો?
RTO અધિકારીઓના જણાવ્યા મુજબ ફોર વ્હીલર ટેસ્ટમાં સૌથી વધુ ઉમેદવારો નીચેના કારણોસર નિષ્ફળ જાય છે.
-
રેડ સિગ્નલ હોવા છતાં આગળ વધી જવું
-
પેરેલલ પાર્કિંગ યોગ્ય રીતે ન કરી શકવું
-
ઢાળ પર વાહન પાછળ સરકી જવું
-
ડિસ્પ્લે પર આપવામાં આવેલી સૂચનાઓનું પાલન ન કરવું
-
130 સેકન્ડની સમય મર્યાદા પૂર્ણ થઈ જવી







