નેપાળમાં હવે ₹200 અને ₹500ની ભારતીય નોટ માન્ય, પ્રવાસીઓ અને વેપારીઓને મળશે મોટી રાહત

SHARE:

ભારતીય કરન્સીને નેપાળમાં મળી મંજૂરી
ભારત જનાર પ્રવાસીઓ અને વેપારીઓ માટે રાહતના સમાચાર છે. નેપાળ સરકારે ભારતીય ₹200 અને ₹500ની નોટોને સત્તાવાર રીતે સ્વીકારવાની મંજૂરી આપી છે.
આ અંગે નેપાળ રાષ્ટ્ર બેન્ક (Nepal Rastra Bank) દ્વારા રાજપત્રમાં સૂચના પ્રકાશિત કરવામાં આવી હતી. નવા નિયમ મુજબ ભારતીય અને નેપાળી નાગરિકો નિર્ધારિત મર્યાદા સુધી ભારતીય ચલણ સાથે રાખી શકશે અને તેનો ઉપયોગ કરી શકશે.
₹25 હજાર સુધીની ભારતીય કરન્સી રાખી શકાશે
નેપાળ સરકારના નિયમો અનુસાર ભારતીય તેમજ નેપાળી નાગરિકો ₹25,000 સુધીની ભારતીય કરન્સી સાથે રાખી શકશે.
નેપાળ રાષ્ટ્ર બેન્કના જણાવ્યા મુજબ આ મંજૂરી માત્ર ભારતીય ચલણ માટે છે. અન્ય દેશોની કરન્સી અંગે હાલના નિયમો યથાવત રહેશે.
2016 બાદની નોટો જ રહેશે માન્ય
નિયમ મુજબ 2016ની નોટબંધી બાદ બહાર પાડવામાં આવેલી ₹200 અને નવી શ્રેણીની ₹500ની નોટો જ માન્ય રહેશે.
જ્યારે 2016 પહેલાંની જૂની ₹500 અને ₹1,000ની નોટો પહેલાની જેમ અમાન્ય જ રહેશે.
પ્રવાસન અને વેપારને મળશે પ્રોત્સાહન
આ નિર્ણયથી ભારત અને નેપાળ વચ્ચે પ્રવાસ કરતા લોકો માટે રોકડ વ્યવહાર સરળ બનશે. બંને દેશો વચ્ચે દર વર્ષે લાખો લોકો અભ્યાસ, રોજગાર, વ્યવસાય અને ધાર્મિક પ્રવાસ માટે અવરજવર કરે છે.
વેપારીઓને પણ સરહદી વિસ્તારોમાં વ્યવહારો સરળ બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભારત સાથેના આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે
ભારત અને નેપાળ વચ્ચે લાંબા સમયથી આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો છે. સરહદી વિસ્તારોમાં ભારતીય ચલણનો ઉપયોગ અગાઉ પણ થતો હતો, પરંતુ હવે ₹200 અને નવી શ્રેણીની ₹500ની નોટોને પણ સત્તાવાર સ્વીકૃતિ મળતાં વેપાર અને પ્રવાસનને વધુ વેગ મળશે.
ભૂતાનમાં પણ ભારતીય ચલણનો ઉપયોગ થાય છે
નેપાળ ઉપરાંત ભારતના પડોશી દેશ ભૂતાનમાં પણ ભારતીય રૂપિયાનું વ્યાપક સ્વીકાર છે. બંને દેશો વચ્ચેના વેપાર અને પ્રવાસનને કારણે ભારતીય ચલણનો ઉપયોગ સામાન્ય રીતે જોવા મળે છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!