કડી પાલિકા ના અણઘડ વહીવટ ના કારણે કડી તાલુકાના કરણનગર ગામના બે નિર્દોષ યુવાનોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.બે આશાસ્પદ નિર્દોષ યુવાનોએ જીવ ગુમાવતા તેમના પરિવારજનો કડી પાલિકાના સત્તાધીશો ઉપર રોષે ભરાયા હતા અને નક્કર કામગીરી કરવા અપીલ કરી હતી.
કડી શહેરમાં રખડતા ઢોરો એ અડિંગો જમાવ્યો છે.જાહેર રોડ ઉપર અડિંગો જમાવી ને બેસી રહેતા ઢોરો ના કારણે કેટલાય નિર્દોષ લોકો અકસ્માત નો ભોગ બન્યા છે તો પણ કડી પાલિકાના ફાટીને ધુમાડે ગયેલા સત્તાધીશો નું પેટનું પાણી પણ હલતું ના હોય તેમ હજી સુધી કોઈ નક્કર કામગીરી નહીં કરાતા લોકોનો રોષ કડી પાલિકાના બની બેઠેલા સત્તાધીશો સામે ફૂટી નીકળ્યો છે જેથી ટૂંક સમયમાં કડી શહેરમાં કઈ નવા જૂની થવાના એધાણ વર્તાઈ રહ્યા છે.
કડી તાલુકાના કરણનગર ગામના બે યુવકો કડિયા કામ જેવી છૂટક મજૂરી કરી પરિવાર નું ગુજરાન ચલાવી રહ્યા હતા.બંને યુવાનો દિવસે કામ અર્થે નીકળી પોતાના બાઇક ઉપર રાત્રે ઘેર આવી જતા.પરંતુ તેમને અને તેમના પરિવારજનોને ક્યાં ખબર હતી કે કડી પાલિકાના નિષ્ઠુર સત્તાધીશો ના કારણે તેમનો પરિવાર વિખેરાઈ જશે.રણજીત બજાણિયા અને અજય બજાણિયા બંને દિવસ ભર મજૂરી કરી ઘેર જવા નીકળ્યા ત્યારે કડી કરણનગર રોડ ઉપર રોડ ઉપર અડિંગો જમાવી ને બેસેલા આખલા સાથે અકસ્માત થયો જેમાં બંને યુવકો ગંભીર ઘાયલ થયા જેમાં એક યુવકનું તો ઘટનાસ્થળે જ ગંભીર મોત નીપજ્યું જ્યારે બીજાનું સારવાર દરમ્યાન મોત કરુણ મોત થયું.સમગ્ર મુદ્દે જ્યારે કડી પાલિકા ને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ મોઢામાં આંગળા નાખી ને કઈ પણ બોલવા તૈયાર ના થયા પરંતુ કડી પાલિકાના સત્તાધીશો ની જ બેદરકારી થી બંને નિર્દોષ આશાસ્પદ યુવકોએ જીવ ગુમાવ્યો છે.
મોટા ઉપાડે શરૂ કરાયેલ ઢોર પકડ અભિયાન કડી પાલિકાએ કોના આદેશ બંધ કરી દીધું…
છેલ્લા છ મહિના પહેલા રોડ ઉપર અડિંગો જમાવી ને બેસતા રખડતા ઢોરો ને કારણે અકસ્માત ની ઘટના બની હતી જેથી લોકોમાં રખડતા ઢોરો ને પકડવા પાલિકા દ્વારા નક્કર પગલા લે તેવી આશા અને રોષ હતો અને નજીકમાં ચૂંટણી પણ આવી રહી હતી જેથી પાલિકાએ થોડા દિવસ ઢોર પકડ નું તૂતક ચલાવ્યું ત્યાર બાદ એકાએક છ મહિનાથી ઢોર પકડવાનું બંધ કરી દીધું.ભોગ બનનાર પરિવારજનો દ્વારા કડી પાલિકા દ્વારા છ મહિના થી ઢોર પકડવાનું બંધ કરી દીધું હોવાનો દાવો દાવો કર્યો હતો જે પણ એક સત્ય છે.પાલિકાએ શરૂ કરેલ ઢોર પકડ અભિયાન કોના આદેશ થી બંધ કરી દીધું તેવો એક મોટો સવાલ કડી ની જનતા ના મનમાં થઈ રહ્યો છે જે આગળ જતા એક વિકરાળ સ્વરૂપ પકડે તો નવાઈ નહીં.






