શું કડી મામલતદાર પૈસા વિના નથી કરતા કામ ?? અરજદારે મામલતદાર મનમાની કરી ધક્કા ખવડાવતા હોવાની પ્રાંત અધિકારી ને મારી ફરિયાદ

      કડી તાલુકાના મામલતદાર કુમારી માધવી પટેલ મનમાની કરી મનસ્વી વર્તન કરતા હોવાની ફરિયાદ અરજદાર ખેડૂતે પ્રાંત અધિકારી ને કરતા સરકારી કચેરીમાં સોંપો પડી ગયો છે.

     

  કડી તાલુકામાં છેલ્લા કેટલાક સમય થી મામલતદાર કુમારી માધવી પટેલ મનફાવે તેવું વર્તન કરી અરજદારો ને હેરાન કરતા હોવાની બુમરાડ ઉઠવા પામી હતી પરંતુ મામલતદાર ની સત્તા સામે ફરિયાદ કરવા કોઈ આગળ નહોતું આવતું પરંતુ મૂળ ડરણ ગામના વતની અને હાલ અમદાવાદ રહેતા ખેડૂત સુરેશભાઈ પટેલ દ્વારા પ્રાંત અધિકારી ને મામલતદાર વિરુદ્ધ ફરિયાદ કરી છે.સુરેશભાઈ પટેલ દ્વારા મામલતદાર ઉપર ગંભીર પ્રકાર ના આક્ષેપ કરવામાં આવ્યા છે જેમાં તેઓ વ્યવહાર સિવાય કોઈ કામ કરતા નહીં હોવાનું તેમજ રાજકીય વગ ધરાવતા લોકોનું જ કામ કરે છે.અરજી નો સમય ચાર મહિનાથી વધારે સમય થયો હોવા છતાં અરજીઓની પૂરતી તપાસ કર્યા વિના મરજી મુજબ જવાબ આપી દે છે.સુરેશભાઈ એ બંકેરી બંધુઓ વિરુદ્ધ ખોટા ખેડૂત હોવાની પુરાવા સાથે રજૂઆત કર્યા હોવા છત તેમણે કોઈ પણ તપાસ કર્યા વિના ગોળગોળ જવાબ આપી રહ્યા છે


.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *