લાંબા સમયથી ફરાર કુખ્યાત હિસ્ટ્રીશીટર હનીફ જાડી કોર્ટના શરણે

મહેસાણા જિલ્લામાંથી મોટી ખબર સામે આવી છે. લાંબા સમયથી ફરાર રહેલો કુખ્યાત આરોપી હનીફ જાડી આખરે કોર્ટના શરણે આવ્યો છે.

હનીફ જાડી GUJCTOCનો આરોપી છે, જે છેલ્લા 10 મહિના સુધી પોલીસથી બચતો રહ્યો હતો. આજે તેણે કોર્ટમાં હાજરી આપી સરન્ડર કર્યું.

માહિતી મુજબ, હનીફ જાડી વિરુદ્ધ 25થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2023માં તે જેલમાંથી જામીન ઉપર છૂટ્યો હતો, પરંતુ છૂટ્યા બાદ પણ તેના વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયા હતા.

આરોપી ગૌહત્યા, પશુ ચોરી, હત્યાનો પ્રયાસ, મારામારી તથા છેડતી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે.

યાદગાર વાત એ છે કે, લગભગ 10 મહિના પહેલા હનીફ જાડીએ ફરિયાદી ઉપર કાર ચડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે બાદથી જાડી પોલીસથી ફરાર હતો.

હવે કોર્ટના શરણે આવેલા આ આરોપી સામે પોલીસ કઈ કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *