બહુચરાજી શક્તિપીઠ ખાતે દશમનો ભવ્ય ઉત્સવ : 2 ઑક્ટોબરે મા બહુચરાજીને નવલખો હાર અર્પણ

બહુચરાજી…

નવરાત્રિ મહોત્સવના પાવન અવસર પર મહેસાણા જિલ્લાના બહુચરાજી શક્તિપીઠ ખાતે આ વર્ષે પણ દશમના દિવસે ભવ્ય ધાર્મિક ઉજવણી યોજાશે. 2 ઑક્ટોબર, ગુરુવારના રોજ મા બહુચરાજીને નવલખો હાર અર્પણ કરાશે.

કાર્યક્રમોની રૂપરેખા:

સવારે 7:30 કલાકે : નવરાત્રી (જવેરા) ઉખાણ વિધિ

સવારે 10:30 કલાકે : ધજા નિશાન પૂજન

બપોરે 4:00 કલાકે : દશેરાની પાલખી નીકળશે

બપોરે 4:00 કલાકે જ : મા બહુચરાજીને નવલખો હાર અર્પણ

નવલખો હાર અર્પણ કર્યા બાદ મંદિર ખાતે શમી વૃક્ષની પૂજા કરવામાં આવશે.

 ભક્તોમાં ઉત્સાહનો માહોલ

દશેરાના દિવસે થનારા આ કાર્યક્રમને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ છે. સ્થાનિકો ઉપરાંત બહારગામથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડવાની શક્યતા છે.

 મંદિર પરિસરમાં વિશેષ વ્યવસ્થા

ભક્તોની ભીડને ધ્યાનમાં રાખી પોલીસ તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા સુરક્ષા, પાણી, આરામ તથા માર્ગદર્શન જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

 ધાર્મિક માહોલમાં દિવ્ય ઉજવણી

નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં દરરોજ ભજન, કીર્તન અને આરતીના સ્વરો ગુંજતા રહે છે. દશેરાના દિવસે નવલખો હાર અર્પણ થતા માં બહુચરના ધામમાં દિવ્ય અને ભક્તિમય માહોલ સર્જાશે.

અહેવાલ…પ્રદીપ ઠાકોર ( બહુચરાજી )

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *