યાત્રાધામ બહુચરાજીમાં દયાનંદ કોમ્પ્લેક્ષની બહાર ઉમિયા વાડી પાસે ફરી કચરાનો ઢગલો — નગરપાલિકાની બેદરકારી સામે વેપારીઓમાં આક્રોશ

બહુચરાજી માં સ્વચ્છતાની વાતો કાગળ પર જ સીમિત રહેતી જણાય છે.

અહેવાલ…પ્રદીપ ઠાકોર ( બહુચરાજી )


  મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી માં ગંદકીએ માઝા મૂકી છે.સત્તાધીશો ની બેદરકારી ને લીધે યાત્રાધામ માં રોગચાળો ભરડો લેશે તેવી શંકા અત્યારે હાલ તો સેવાઈ રહી છે.બહુચરાજી ના દયાનંદ કોમ્પલેક્ષની બહાર, ઉમિયા વાડીની બાજુમાં અને પ્રહલાદ બજાર કોમ્પલેક્ષની સામે નગરપાલિકાએ “અહીં કચરો ન નાખવો” લખેલી જાહેર નોટિસ લગાવ્યા પછી પણ અહીં રોજ કચરાનો ઢગલો જોવા મળે છે.

સ્થાનિક દુકાનદારોનો આક્ષેપ છે કે નગરપાલિકાએ અહીં કચરાપેટી રાખી નથી, જેના કારણે આસપાસની દુકાનોના લોકો પાસે વિકલ્પ નથી અને તેઓ રોજ કચરો અહીં નાખી જાય છે.

અગાઉ પણ તંત્ર એ એ સફાઈ અભિયાન ચલાવી આ સ્થળેથી કચરો ઉઠાવી નોટિસ બોર્ડ લગાવ્યું હતું, છતાં આજે પરિસ્થિતિ એ જ છે.આથી સ્પષ્ટ થાય છે કે નિયમો અને સૂચનાઓ માત્ર દેખાવ માટે છે.

  • આ વિસ્તારથી પસાર થતા લોકો અને વેપારીઓએ નગરપાલિકાને તાત્કાલિક કચરાપેટી મૂકવાની અને દરરોજ સફાઈ કરાવવાની માંગ કરી છે.
  • સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો દિવસોમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો તેઓ નગરપાલિકા સામે રજૂઆત કરશે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *