બહુચરાજી ખરીદ–વેચાણ સંઘમાં ખાતર વિતરણમાં ‘કૃષિવીર’ ફરજિયાત? ખેડૂતોને યુરિયા માટે ₹300 વધારાનો ભાર — કર્મચારીના દબાણથી તણાવ, પ્રતિનિધિઓના મૌન પર સવાલો,

અહેવાલ..પ્રદીપ ઠાકોર ( બહુચરાજી )

બહુચરાજી…

   તાલુકાના ખરીદ–વેચાણ સંઘ ખાતે આજે ખાતર વિતરણ દરમ્યાન તણાવનું વાતાવરણ સર્જાયું હતું. યુરિયા ખાતર લેવા આવેલી ખેડૂતોની લાઇનમાં ખુલ્લેઆમ ₹300 કિંમતની ‘કૃષિવીર’ થેલી ફરજિયાત લેવડાવવામાં આવી રહી છે એવો આક્ષેપ થતાં ખેડૂતોએ કડક વિરોધ વ્યક્ત કર્યો.

“ખાતર જોઈએ તો કૃષિવીર લેવું પડશે” — ખેડૂતોનો સીધો આક્ષેપ

ખેડૂતોના જણાવ્યા અનુસાર સંઘના કર્મચારીઓનું વલણ સ્પષ્ટ હતું:

 “જો કૃષિવીર ન લો, તો ખાતર નહીં મળે. આદેશ ઉપરથી છે — એમ કહીને દબાણ કરાયું.”

કેટલાક ખેડૂતો કહે છે કે એક નહીં, પણ બે–બે પેકેટ લેવા પણ મજબૂરી કરવામાં આવી.

આ દબાણ કરનાર કર્મચારીનું નામ શૈલેષભાઈ તરીકે સામે આવ્યું છે. ખેડૂતો કહે છે કે સંઘના અન્ય કર્મચારીઓ પણ મૌન સમર્થન સાથે આ પ્રક્રિયામાં સામેલ હતા.

મનમાની નવો વિષય નથી: “ફરિયાદ લઈ જાઓ, જવાબ એ જ ‘ઉપરથી આદેશ છે’”

સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયમાં સંઘમાં:

1.મનમાની વેચાણ

2.લાઇનમાં લાંબી રાહ અને જવાબદારી ટાળવાનો વલણ સરળતાથી જોવા મળે છે.

ખેડૂતોનો સવાલ —

સહકારી સંસ્થા ખેડૂતો માટે છે કે કોઈ રાજકીય ટોળું ચલાવે છે?સ્થળ પર સ્થાનિક ધારાસભ્ય હાજર — છતાં ખેડૂતો સુધી ન પહોંચ્યા,ખેડૂતોએ વધુ નારાજગી વ્યક્ત કરી કે હંગામા દરમ્યાન સ્થાનિક ધારાસભ્ય માર્કેટયાર્ડ માં હાજર હતા, છતાં:

 “અમારી સમસ્યા સાંભળવા તો આવ્યા પણ નહિ. ચૂંટણી વખતે દરવાજે આવે છે અને આજે નજર પણ ન કરી.”

AAP તાલુકા પ્રમુખ અશોકજી ઠાકોરે ખેડૂત સાથે – લેખિત ફરિયાદની શક્યતા

આ પરિસ્થિતિ દરમ્યાન આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ અશોકજી ઠાકોર સ્થળે પહોંચ્યા.

તેમણે ખેડૂતોની ફરિયાદ સાંભળી અને જાહેરમાં જણાવ્યું:

 “જો આ દબાણ પુરાવા સાથે સાચું છે, તો અમે કૃષિ વિભાગ તથા જિલ્લા રજિસ્ટ્રાર ને લેખિત ફરિયાદ કરીશું. કાનૂની કાર્યવાહીથી પણ પાછળ નહીં હટીએ.”

કાયદાકીય રીતે ફરજિયાત વેચાણ મનાઈ

સહકારી કાનૂન અને કૃષિ જથ્થો વિતરણ નિયમો અનુસાર:

ખાતર આવશ્યક કૃષિ જથ્થો છે

જ્યારે કૃષિવીર વૈકલ્પિક ઉત્પાદન છે

 આથી ખાતર સાથે કોઈપણ વધારાનું ઉત્પાદન ફરજિયાત વેચવું ગેરકાયદેસર ગણાય છે.

જો આક્ષેપ સાચા સાબિત થાય તો:

છેતરપિંડી ગંભીરતા

ખેડૂતોને પરાણે ખરીદાવું છેતરપીંડી હેઠળ

સહકારી સંસ્થા નિયમ ભંગ વહીવટી ગુનો

રાજકીય રક્ષણની શક્યતા તપાસ માટે મુદ્દો

ખેડૂતોનો ચેતાવણી ભર્યો સંદેશ

 “જો મનમાની બંધ ન થાય તો અમે સમૂહમાં જિલ્લા કચેરી અને કૃષિ વિભાગમાં લેખિત ફરિયાદ કરીશું.”

આગળ શું?

વિડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ફેલાતા,

આ મામલો જિલ્લા સ્તરે વિવાદ ઉભો કરવાની ક્ષમતા ધરાવે છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *