SMC દ્વારા કડીના બાવલું વિસ્તારમાં રોડ ઉપર થતી લોખંડ અને તેલ ની ચોરી ઝડપી રેડમાં 77 લાખનો મુદ્દામાલ જપ્ત — 10 આરોપી ઝડપાયા, 5 વોન્ટેડ

SHARE:

SMC ની ધમાકેદાર કાર્યવાહી – સળિયા, તેલ, વાહનો, મોબાઈલ તેમજ રોકડ મળીને કરોડોની ચોરીનો ઘટસ્ફોટ

 

કડી તાલુકાના રાખડિયા ગામ નજીક બાપાસીતારામ હોટલના મેદાનમાં ચાલી રહેલી વિશાળ રોડ ચોરી ગેંગ પર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આ રેઇડ દરમ્યાન પોલીસે કુલ ₹77,13,628/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં સળિયા, તેલ, રોકડ, મોબાઈલથી લઈને વાહનો સુધીનો સમાવેશ થાય છે.

 

આ કાર્યવાહી ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(1), 316(3), 317(1)(2), 318(3), 61(2)A અને 54 મુજબ કરવામાં આવી હતી.

 

 શું-શું મળ્યું? — મુદ્દામાલનો જુદાં-જુદો હિસાબ

🔹 સળિયા ચોરી : 28,680 કિલો

કિંમત : ₹15,20,040/-

🔹 ટ્રકમાં મળેલા સળિયા : 45,340 કિલો

કિંમત : ₹17,84,988/-

🔹 તેલ ચોરી : 1,160 લિટર

કિંમત : ₹34,800/-

🔹 અન્ય સામાન : ₹2,800/-

🔹 રોકડ જપ્ત : ₹4,45,000/-

🔹 મોબાઈલ : 10

કિંમત : ₹91,000/-

🔹 વાહનો : 05

કિંમત : ₹38,35,000/-

કુલ મુદ્દામાલ : ₹77,13,628/-

આટલો મોટો મુદ્દામાલ મળતા સ્પષ્ટ થાય છે કે ચોરી લાંબા સમયથી ગોઠવેલી ગેંગ દ્વારા મોટા પાયે કરવામાં આવી રહી હતી.

 

 10 આરોપી ઝડપી — ગેંગનો પર્દાફાશ

કાર્યવાહીમાં નીચેના 10 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે:

કૈલાશ સિંહ હેમસિંહ રાવત – ભોજપુર, બ્યાવર, રાજસ્થાન (મેનેજર)

મોહનલાલ સિમરથારામ જાટ – ધોરીમાન્ના, બાડમેર (ટ્રક GJ 12 BX 6702 નો ડ્રાઈવર)

સુરેશ હનુમાનરામ બિશ્નોઈ – સાંચોર, જાલોર (ક્લીનર)

ગીરીશભાઈ મફતભાઈ પરમાર – કડી (મુખ્ય આરોપી)

અજય અમૃતભાઈ પરમાર – પાળીયાદ, કલોલ

ફારૂક મહંમદભાઈ મીયાણા – માળીયા, મોરબી

વિકાસ રામશરણ રાજપૂત – ઓઢવ, અમદાવાદ

આશુ બબલુભાઈ કેવટ – ઓઢવ, અમદાવાદ

સચ્ચિદાનંદ વિનોદ ત્રિપાઠી – ઓઢવ, અમદાવાદ

હુકમારામ બંકારામ જાટ – ઓઢવ, અમદાવાદ

તમામ આરોપીઓને PST ને સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 5 વોન્ટેડ — મુખ્ય સૂત્રધારો હજી પકડાયા નથી

મહેન્દ્ર પુરોહિત – (મો. 98256 13643 / 9099115887) – સળિયા ચોરીમાં ભાગીદાર

કરણસિંહ – (મો. 9898647282) – સળિયા ચોરીમાં ભાગીદાર

ગોવિંદજી વશરામજી ઠાકોર – ફતેપુરા, કડી (જગ્યાનો માલિક)

હર્ષદ શેઢાજી ઠાકોર – કડી (મજૂર – ગીરીશ પરમારનો સાથી)

 

ટ્રક નંબર GJ 15 AT 0685 નો ડ્રાઇવર/માલિક

આ તમામની પોલીસે તલાશ શરૂ કરી છે, અને નજીકના રાજ્યોમાં પણ શોધખોળ તેજ કરાઈ છે.

Nisarg Patel
Author: Nisarg Patel

Leave a Comment

और देखें
error: Content is protected !!