“પીઆઈ વાઘેલાની ચોક્સાઈ અને બાતમીદારની જાગૃતિથી ગાંજાનો રેકેટ ભાંડો ફૂટ્યો: બહુચરાજીમાં NDPS નેટવર્ક તોડી પડાયું”

SHARE:

રિપોર્ટર:–પ્રદીપ ઠાકોર. (બહુચરાજી)

   બહુચરાજી શહેરમાં નશાકારક પદાર્થોની હેરાફેરી કરનાર માફિયાઓ સામે પોલીસ દ્વારા સતત દબાણ વધારવામાં આવી રહ્યું છે. તે દરમિયાન પોલીસને ગુપ્ત સૂત્રો મારફતે મળેલી ચોક્કસ બાતમીના આધારે થયેલી રેડમાં બહુચરાજી પોલીસે મોટી સફળતા મેળવી છે. શહેરના ચોક્કસ માર્ગ પરથી ગાંજાનો જથ્થો લઈને સીએનજી રિક્ષા પસાર થવાની હોવાની માહિતી મળતા, પોલીસ તરત જ સતર્ક બનીને કાર્યવાહી હાથ ધરી હતી.

   પોલીસ કૉન્સ્ટેબલ અભિજીતસિંહને મળેલી ખાનગી માહિતી બાદ HC રમેશભાઈ સહિતનો બહુચરાજી પોલીસ સ્ટાફ પી.આઈ. પી. એલ. વાઘેલા ના માર્ગદર્શન હેઠળ બાતમીવાળી જગ્યા પર વોચ ગોઠવીને ઊભો રહ્યો હતો. વોચ દરમિયાન કાળા હુડવાળી સીએનજી રિક્ષા નંબર GJ-38-W-8791, જેના આગળના કાચ ઉપર “રાજા શક્તિ” લખેલું હતું, બેચર તરફથી ચાંદણકી રોડ તરફ જતી દેખાતાં જ પોલીસએ તેને રોકી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન રિક્ષામાંથી વનસ્પતિજન્ય નશાકારક પદાર્થ ગાંજોનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 504 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેના બજાર ભાવ પ્રમાણે કિંમત ₹25,200 ગણાતી હતી. સાથે સાથે રિક્ષા કિંમત ₹1 લાખ, બે મોબાઈલ ફોન કિંમત ₹45,000 સહિત કુલ ₹1,70,200 નો મુદ્દામાલ પોલીસએ કબજે કર્યો હતો.

આ અંગે પોલીસે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે.

 ઝડપાયેલા આરોપીઓ

ઠાકોર ઝીલુજી ઉર્ફે દશરથજી વિષ્ણુજી

રહે: બહુચરાજી, ઠક્કર બાપાનો ડેલો, જીલ્લો મહેસાણા

પુજારા મિત કુમાર નિકુલભાઈ

રહે: બેચર, ભરવાડ વાસ, જીલ્લો મહેસાણા

 વોન્ટેડ આરોપી

ઠાકોર અમરતજી

રહે: નવિયાણી, તાલુકો દસાડા, જીલ્લો સુરેન્દ્રનગર

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ ગાંજાની નાની-મોટી હેરાફેરીમાં સંકળાયેલા હોવાની શક્યતા છે. પોલીસે આરોપીઓના ઘરે, સંપર્કમાં રહેલા લોકો તથા તેમના મકાનની આસપાસ વધુ તપાસ શરૂ કરી છે. વોન્ટેડ આરોપીના ઝડપી પાડવા માટે અલગ ટીમની રચના કરી તેની તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

  સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા NDPS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી ઝડપથી આગળ વધી રહી છે. પોલીસએ જાહેર લોકોને પણ અપીલ કરી છે કે શહેરમાં નશો વેપાર કે શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરીને સહયોગ આપવો.

Leave a Comment

और देखें
error: Content is protected !!